રાહત ફતેહ અલીએ ગાયેલું લવ-આજકલનું આ સૌથી લોકપ્રિય ગીત તો તમે સાંભળ્યું જ હશે : આજ દિન ચઢેયા તેરે રંગ વરગા… જબ વી મેટ, રોક સ્ટાર જેવી અનેક ફિલ્મોના સુપરહિટ તેમજ થોડા પંજાબી શબ્દો સાથેના ગીતો લખનારાં ઈરશાદ કામિલ માટે જો કે આ ગીત વિશેષ જ રહેવાનું કારણ કે આ ગીત માટે તેને જિંદગીનો પ્રથમ ફિલ્મફેર (ર010) એવોર્ડ મળ્યો હતો. ફિલ્મફેર એવોર્ડ ખરેખર તો કાળી સ્ત્રીના સ્વરૂપમાં છે એટલે જ ઈરશાદ કામિલ પોતાના એક પુસ્તકનું નામ પણ કાલી ઔરત કા ખ્વાબ રાખ્યું છે અને એ જ પુસ્તકમાં ઉલ્લેખ છે કે લવ આજકલ ફિલ્મની એડિટિંગ રૂમમાં ફર્સ્ટ કોપી તૈયાર થઈ ગઈ ત્યાં સુધી આ ગીત ફિલ્મમાં હતું જ નહીં
ઈરશાદ કામિલ (ગીતકાર) અને પ્રિતમ (સંગીતકાર) લવ આજકલ ફિલ્મની ફર્સ્ટ કોપી જોઈને નીકળ્યાં એટલે ઈમ્તિયાઝ અલીએ (ડિરેકટર) તેમને એક ખૂણામાં લઈ જઈને અભિપ્રાય પૂછયો. ઈરશાદે કહ્યું કે ફિલ્મ તો અચ્છી હૈ ઔર અબ તો એન્ડ (અંત) ભી વર્ક કર રહા હૈ… દરઅસલ ઈમ્તિયાઝ અલીની ઓરિજિનલ વાર્તામાં હિરો-હિરોઈન (જય-મીરાં) મળતાં નહોતા. ઈરશાદ કામિલે ત્યારે આવા અંત બાબતે વાંધો લીધેલો. પાછળથી લંડનમાં ફિલ્મના શૂટ દરમિયાન જ ઈમ્તિયાઝ અલીને પણ ઈરશાદ કામિલની વાતમાં વજુદ લાગ્યું અને તેણે ફિલ્મનો અંત બદલીને જય-મીરાંનો મેળાપ કરાવી દીધો હતો.
- Advertisement -
એ જ વખતે સંગીતકાર પ્રિતમે વ્યંગ ર્ક્યો કે ફિલ્મનું નામ લવ-આજકલ છે પણ તેમાં એકેય રોમાન્ટિક સોંગ નથી… વાત પણ સાચી હતી. એ વખતે ફિલ્મમાં માત્ર ચોર બાજારી ગીત હતું, જે જય-મીરાંના બે્રકઅપની ઉજવણી પર આવતું (બે્રકઅપની ઉજવણી કરતું ગીત ફિલ્માવવાનો લવ-આજકાલ નો રેકોર્ડ હજુ બરકરાર જ છે )
ગીત માટે (ફિલ્મમાં) જગ્યા જ ક્યાં છે ? ઈમ્તિયાઝ અલીની દલીલ પર પ્રિતમે સિચ્યુએશન દર્શાવી કે સરદાર સૈફ અલી ખાન પોતાની પ્રેમીકા મળવા કલક્તા જાય છે ત્યારે ગીત મૂકી જ શકાય ઈરશાદ કામિલે પણ હોંકારો પુરાવ્યો પણ ઈમ્તિયાઝ અલીને લાગતું હતું કે એવા ગીતથી ફિલ્મ સ્લો થઈ જશે…
અમે ગીત બનાવીએ છીએ, તને ગમે તો રાખજે નહિંતર… પ્રિતમ અને ઈરશાદ કામિલે આવી હઠ લઈને ત્યાંથી નીકળી ગયા. હવે પહેલી જવાબદારી ઈરશાદ કામિલની હતી કે ફિલ્મમાં એ સિચ્યુએશન અને સમયકાલ (1970-7પ)ને અનુરૂપ શબ્દો સાથે ગીત લખે…
ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યમાં જેમ શિવકુમાર આચાર્ય (લાખો ફૂલાણી અને દાન અલગારી સાથે મણિયારો ગીત) નું યાદગાર યોગદાન છે એમ પંજાબી કવિતા સાહિત્યમાં શિવકુમાર બટાલવી પણ એવું જ તગડું નામ઼ ઈરશાદ કામિલ તેમના ચાહક-પ્રશંસક, એમની જ એક પંક્તિ : અજ્જ દિન ચઢેયા તેરે રંગ વરગા
- Advertisement -
ગુલઝારસાહેબે જેમ મિર્ઝા ગાલિબ અને મીર તકી મીરની કૃતિઓની પ્રથમ પંક્તિ લઈને ગીતો લખ્યાં તેમ ઈરશાદ કામિલે પણ ર્ક્યું. ઓફિશ્યિલ શિવકુમાર બટાલવીની મંજૂરી લઈને તેમણે અજ્જ દિન ચઢેયા તેરે રંગ વરગા ગીત લખ્યું. પ્રિતમ દાએ તેને પોતાની મનગમતી ધૂનમાં ઢાળ્યું પણ ઈમ્તિયાઝ અલીને એ ધૂનની બદલે બીજી ધૂન ગમી. ડિરેકટર ઈઝ કેપ્ટનના ન્યાયે પ્રિતમ દાએ (બીજી) ધૂન પર ગીત બનાવ્યું અને રાહત ફતેહઅલી ખાન પાસે એ ગવડાવવામાં આવ્યું અને…
સાવ છેલ્લે, ફિલ્મ બની ગયા પછી ઉમેરેલું એ ગીત લવ આજકલ ફિલ્મની ઓળખ જેવું બની ગયું છે, યુ ટયૂબ પર સાંભળી જૂઓ. શબ્દો ભલે પંજાબી હોય, ગીત આપણું પોતાનું જ લાગશે..