બ્લડ ડોનેશન કેમ્પમાં 70થી વધુ બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત હેલ્પ ડેસ્ક ટીમ અને અરવિંદભાઈ મણીયાર જન કલ્યાણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પેટ્રિયાં હોટલમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયા, આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ડો. હેતલ કયાડા, બ્લડ બેંકના ઇન્ચાર્જ ડો .પારુલ, પેથોલોજી ડિપાર્ટમેન્ટના ડો. ગૌરવિ ધ્રુવ, આરએમઓ ડો. હર્ષદ દૂસરા, તથા સિવિલ હોસ્પિટલના એચઆર મેનેજર ભાવનાબેન સોની, અને હેલ્પ ડેસ્કની ટીમ તથા અરવિંદભાઈ મણીયાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 70થી વધુ બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી હતી અને બ્લડ ડોનેશન બાબતે લોકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા.