વંથલી શહેરમાં નવરાત્રી દરમિયાન વીજ ધાંધિયા થતા ગરબી સંચાલકોમાં રોષ જોવા મળ્યો હતો અને વીજળી ગુલ થતા રાત્રીના સમયે વીજ કચેરીએ ગરબી મંડળ દ્વારા હલ્લાબોલ કર્યો હતો. ગરબા સમયે વંથલી શહેરમાં વીજળી ગુલ થતા રોષે ભરાયેલા લોકો તેમજ ગરબીના આયોજકો તેમજ કાર્યકરો દ્વારા વંથલી પીજીવીસીએલ કચેરીએ ઘસી જઈ હલ્લાબોલ કરી રોષ વ્યક્ત કરી લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી વંથલી શહેરમાં વીજ ધાંધિયા સામે વંથલી ફોલ્ટ ઓફિસમાં ફોન કરતા રીપેરીંગ ચાલુ હોય તેવો જવાબ મળે છે તથા ચીફ ઇજનેર ડાભી કોઈનો ફોન ઉપાડતા ન હોય તથા તેમનું વર્તન હંમેશા બેકાળજી પૂર્વક નું રહેતું હોય તેથી વંથલી શહેરમાં થતી તમામ ગરબીના સંચાલકો, સામાજિક આગેવાનો તથા વાલીઓ બોહળી સંખ્યામાં રાત્રે એક વાગ્યે વંથલી પીજીવીસીએલ કચેરી ખાતે ઓફિસમાં તાળું જોવા મળ્યું હતું. તાળું જોવા મળતા સાંસદ રમેશભાઈ ધડુકને ટેલીફોનીક વાત કરેલ અને સાંસદે યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. તેમજ ધારાસભ્યએ પણ યોગ્ય કરવાની ખાતરી આપેલ તેમજ ગરબી સંચાલકો દ્વારા આગામી સમયમાંઆ અંગે કોઈ યોગ્ય નહિ કરવામાં આવેતો કચેરી સામે ધરણાં તેમજ તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ચાલું નવરાત્રિએ વીજ ધાંધિયાથી વંથલીના ગરબી સંચાલકો દ્વારા મધરાતે વીજ કચેરીએ હલ્લાબોલ
Follow US
Find US on Social Medias