ઇજાગ્રસ્ત યુવક અને પ્રેમિકાના હાથ ભાંગી નાખ્યા : લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા
પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી
- Advertisement -
રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં પૂર્વ પત્ની અને તેના પ્રેમી પર કાર ચડાવી તલવાર અને પાઈપથી જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ છે છુટાછેડા આપી દીધા બાદ પત્ની પ્રેમી સાથે રહેવા ચાલી જતાં ઘાતક હથિયારો સાથે બંને પર તૂટી પડ્તા બંનેના બંને હાથ ભાંગી નાંખ્યા હતાં.
ઇજાગ્રસ્ત યુવક અને પ્રેમિકાને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતાં પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.ભાયાવદરમાં મતવા શેરીમાં રહેતાં મયુરભાઈ પ્રવિણભાઈ કાથરોટીયા ઉ.42એ ચેતન હરિરામ દાણીધારીયા સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે ભાયાવદર રહેતા ચેતન હરીરામ દાણીધારીયાની પત્ની ભાવિકા સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમસબંધ હતો અને આ ભાવિકાને તેના પતિ સારી રીતે રાખતા ન હતા જેથી આશરે 20 દીવસ પહેલા બન્નેના છુટાછેડા થઈ ગયા છે. આ ભાવિકા સાથે યુવકને લગ્ન કરવાના હોય જેથી ભાવિકા તેના ઘરે રહેતી હતી યુવકે આ ભાવિકા સાથે લગ્ન કરવાનું નક્કી કરેલ હોય જે તેના પુર્વ પતી ચેતનને સારૂ ન લાગતા ન તે અવારનવાર ઘર પાસે આટા મારતો હતો. દરમિયાન ગઈકાલે બાઈક લઈને ઘરેથી પાનની દુકાને ગયો ત્યારે ભાવિકાનો ફોન આવેલ કે, રણછોડરાયના મંદિરે જવું છે, મને મુકી જાવ જેથી બાઈક લઈને ઘરે જાવા નીકળ્યો ત્યારે પાછળથી અચાનક એક ફોરવ્હીલએ બાઇકને ઠોકર મારતા યુવક બાઈકમાંથી ફંગોડાઈ રોડ પર પટકાયો હતો યુવકે પાછળ જોયુ તો એક કાર ઉભી હતી અને આ ગાડી ભાવિકાના પૂર્વ પતિ ચેતનની હોય અને જોયુ તો તેમાં ડ્રાઇવિંગ સીટ પર ચેતન હતો, જેથી નક્કી થઈ ગયેલ કે, આ ચેતને મારી નાખવાના ઇરાદે તેના બાઇકને ઠોકર મારેલ છે, જેથી યુવક ઉભો થઈ ભાગવા જતા ચેતને તેની કાર યુવક ઉપર ચડાવવા માટે આવવા દેતા તે સાઈડમાં જતા ફોરવ્હીલ યુવકના સાથળ ઉપરથી પસાર થઈ ગઈ હતી ચેતને કાર આગળ ઉભી રાખી કારમાંથી તલવાર તથા લોખંડનો પાઇપ લઈને આવી ગાળો આપી આજ તો તને મારી જ નાખવો છે તેમ બોલી તલવાર વડે હુમલો કર્યો હતો જે બાદ યુવક ભાગવા જતો હતો ત્યારે ભાવિકા દોડી આવેલ અને બચાવવા આડી પડેલ તો આ ભાવિકાને પણ ચેતને તલવાર અને પાઇપના ઘા ઝીકી દીધા હતા ત્યારે ભાવિકાએ તલવાર પકડી લેતા ચેતને ભાવિકાના શરીરે પાઇપના ઘા મારેલ જેથી બંને જીવ બચાવવા દોડીને બાજુની બંધ શેરીમાં ગયેલ ત્યા પણ બન્નેને મારી નાખવા માટે ચેતન તલવાર તથા પાઇપ લઇને પાછળ ઘસી આવેલ હતો દરમિયાન ત્યા ભાયાવદરના ગીરીશભાઈ આવી ગયેલ અને ચેતનને પકડી લીધા બાદ આરોપી જતા જતા કહેતો ગયેલ કે, આજ તો બન્ને બચી ગયા પણ બન્નેને હું જાનથી મારી નાખીશ ધમકી આપી નાસી છૂટ્યો હતો બાદમાં બંનેને 108 મારફત લોહીલુહાણ હાલતમાં સારવારમાં પ્રથમ ભાયાવદર બાદ ઉપલેટા સારવારમાં ખસેડયા હતાં. જ્યાં બંનેને હાથમાં મેજર ફેક્ચર હોવાનું નિદાન થયું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી ભાયાવદર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.




