શનિવારે કેશોદ બંધનું એલાન વેપારી દ્વારા યથાવત
ખાસ-ખબર સંવાદદાતા
કેશોદના ગાદોઈ ટોલનાકા મુદ્દે થતી રજૂઆતો અને તેના પ્રશ્ર્નો મુદ્દે આજે કલેકટરના માર્ગદર્શન હેઠળ કેશોદના પ્રાંત અધિકારી કિશન ગરચરના અધ્યક્ષ સ્થાને વેપારીઓ સાથે બેઠક મળી હતી જેમાં નેશનલ હાઈવે ઓથોરિટીના એજ્યુકેટીવ ઈજનેર ઉપસ્થિત રહ્યા હતા. કેશોદના સામાજિક કાર્યકર વેપારીઓ દ્વારા થતી રજૂઆતના મુદ્દે બે પ્રશ્ર્નોમાંથી એક પ્રશ્ન જેમાં પાસની મુદત 30 દિવસની હોય છે છતાં તે માન્ય રાખવામાં આવતી નથી તે અંગે ઓથોરિટીએ હવે પાસ 30 દિવસ માન્ય રહેશે તે અંગે સંમતિ આપી હતી જ્યારે ટેક્સ અંગે નીતિ નિયમ મુજબ જાહેરનામું હોય તે ઘટાડવા ની રજૂઆત સંદર્ભે તે અંગે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવા સંબંધીતોને જણાવ્યું હતું.આ બેઠકમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ વિવિધ સંગઠનના કાર્યકરો સામાજિક કાર્યકરો, વેપારી એસોસિએશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વેપારી ભાઈઓની મુખ્ય માંગણી નહિ સંતોષાતા શનિવારે કેશોદ બંધનું એલાન યથાવત રાખ્યાનું જાણવા મળે છે.