નવેમ્બરમાં બીજી વખત એક જ દિવસમાં આટલો ઉછાળો
સસ્તું તેલ, વિદેશી રોકાણના કારણે શેરબજારમાં તેજી
- Advertisement -
વૈશ્વિક વેપારમાં ટેરિફની ગરમાગરમી વચ્ચે ભારતીય શેરબજારે જોરદાર તાકાત બતાવી છે. એક તરફ અમેરિકા ભારત સહિત ૧૬ દેશો પર નવો ટેરિફ લાદવાની તૈયારીમાં હોવાની ચર્ચા છે, ત્યાં ભારતીય શેરબજારમાં આજે એટલે કે ૨૫ નવેમ્બરે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ લગભગ ૨૦૫૦ અંક ચઢીને ૮૪,૫૦૦ના સ્તરે પહોંચી ગયો છે. નિફ્ટીમાં પણ ૬૦૦ અંકની તેજી છે, તે ૨૫,૯૫૦ના સ્તરે છે. સેન્સેક્સ છેલ્લે ૫ નવેમ્બરે એક કારોબારી દિવસમાં ૨,૦૦૦ અંકથી વધુ ઉછળ્યો હતો. તે પહેલાં ૩ ફેબ્રુઆરી ૨૦ર૬ના રોજ સેન્સેક્સ ૨,૦૭૨.૬૭ અંકના વધારા સાથે બંધ થયો હતો. તે દિવસે કારોબાર દરમિયાન તેમાં ૪,૨૦૫ અંક સુધીનો ઉછાળો આવ્યો હતો. આજે IT અને પ્રાઇવેટ બેન્કના શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે. ઈન્ફોસિસ, ICICI બેન્ક, HDFC બેન્ક અને બજાજ ફાઈનાન્સના શેરોમાં આશરે ૩.૫% સુધીનો ઉછાળો છે. શેરબજારમાં ૨૩ નવેમ્બરે ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ ૧૪૮૩ અંક ઘટીને ૮૨,૪૩૫ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ ૪૫૦ અંકનો ઘટાડો નોંધાયો હતો. તે ૨૫,૩૪૯ પર બંધ થયો હતો. બીજી તરફ, ૨૪ નવેમ્બરે ગુરુ નાનક જયંતીની રજાના અવસરે શેરબજાર બંધ રહ્યું હતું.



