અમદાવાદની હરિત ઝવેરી જવેલરી બ્રાન્ડ સુરત બાદ હવે રાજકોટમાં
યોગ્ય કારીગરી, યોગ્ય ગુણવત્તા અને યોગ્ય કિંમત’ના સિદ્ધાંત સાથે ગ્રાહકોને મળશે પારદર્શક ખરીદીનો અનુભવ
- Advertisement -
ગુજરાતમાં જ્વેલરી ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર હરિત ઝવેરી જ્વેલર્સે હવે રાજકોટમાં પણ પગરણ માંડ્યાં છે. અમદાવાદમાં વર્ષ 2014માં સ્થાપિત આ બ્રાન્ડ દ્વારા ગુજરાતમાં પોતાના વિસ્તરણને આગળ ધપાવતાં રાજકોટના કાલાવડ રોડ પર 12,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ભવ્ય ફ્લેગશિપ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે. ભારતીય જ્વેલરીની સમૃદ્ધ પરંપરાગત કારીગરીને આધુનિક ડિઝાઇન અને ખરીદીના નવા અનુભવ સાથે જોડતો આ સ્ટોર રાજકોટના જ્વેલરી બજારમાં એક નવો વિકલ્પ બની રહેશે. સપ્ટેમ્બર 2006માં સુરતમાં સ્ટોર શરૂ કર્યા બાદ બ્રાન્ડ દ્વારા કરવામાં આવેલું આ વધુ એક મહત્ત્વપૂર્ણ વિસ્તરણ છે. હરિત ઝવેરી જ્વેલર્સની વિશેષતા માત્ર આકર્ષક આભૂષણો પૂરતી સીમિત નથી, પરંતુ યોગ્ય કારીગરી, યોગ્ય ગુણવત્તા અને યોગ્ય કિંમતના ત્રણ મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત વ્યવસાયિક અભિગમ તેની આગવી ઓળખ છે. ‘ન ભેદભાવ અને ચોખ્ખો વ્યવહાર’ની વિચારધારા સાથે કંપની દરેક ગ્રાહકને સમાન આદર, પારદર્શક કિંમત અને વિશ્વાસપાત્ર ખરીદીનો અનુભવ આપવાનો ઉદ્દેશ ધરાવે છે.
હરિત ઝવેરી જ્વેલર્સનો અભિગમ પરંપરાગત જ્વેલરી વ્યવસાય કરતાં કંઈક અલગ છે. સામાન્ય રીતે જ્વેલરીની ખરીદીમાં ગ્રાહકો માટે સોનાની શુદ્ધતા, આભૂષણની ડિઝાઇન અને કિંમત મહત્ત્વ ધરાવે છે, પરંતુ કંપનીના મતે ખરીદી દરમિયાન ગ્રાહકને યોગ્ય માહિતી મળવી અને દરેક વિકલ્પ સમજવાની તક મળવી પણ એટલું જ જરૂરી છે. ગ્રાહક કોઈપણ પ્રકારના દબાણ વિના પોતાની જરૂરિયાત અને આર્થિક અનુકૂળતા મુજબ નિર્ણય લઈ શકે તેવો માહોલ ઊભો કરવાનો બ્રાન્ડનો પ્રયાસ છે. આ માટે પારદર્શક વ્યવહાર અને સમાન ગ્રાહક અનુભવને મહત્ત્વ આપવામાં આવે છે. આ અભિગમથી માત્ર ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધો વિકસાવવાનો જ નહીં, પરંતુ જ્વેલરી વ્યવસાય પ્રત્યે લોકોની ધારણામાં પણ સકારાત્મક પરિવર્તન લાવવાનો ઉદ્દેશ છે.
ગ્રાહકોનો વિશ્વાસ જ સૌથી મહત્ત્વપૂર્ણ : હરિત ઝવેરી
- Advertisement -
રાજકોટમાં નવા સ્ટોરના શુભારંભ અંગે હરિત ઝવેરી જ્વેલર્સના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર હરિત ઝવેરીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં સ્ટોર શરૂ કરવો એ તેમના માટે માત્ર વ્યવસાયિક વિસ્તરણ નહીં, પરંતુ વ્યક્તિગત રીતે પણ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. ગુજરાત તેમના માટે હંમેશાં વિશેષ રહ્યું છે અને અહીંના ગ્રાહકોએ તેમના પર મૂકેલો વિશ્વાસ સતત આગળ વધવાની પ્રેરણા આપે છે. દરેક નવા સ્ટોરના માધ્યમથી ગ્રાહકોની વધુ નજીક પહોંચીને તેમની પસંદગી, જરૂરિયાત અને પ્રસંગને અનુરૂપ આભૂષણો સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વ્યવસાયનો વ્યાપ વધે તેમ છતાં યોગ્ય કારીગરી, ગુણવત્તા અને કિંમત પ્રત્યેની પ્રતિબદ્ધતા ક્યારેય બદલાશે નહીં. ગ્રાહકોનો વિશ્વાસ જ સૌથી મહત્ત્વપૂર્ણ છે અને તેને જાળવી રાખવા માટે દરેક સ્તરે પ્રામાણિકતા, પારદર્શિતા અને એકસમાન વ્યવહારને પ્રાથમિકતા આપવામાં આવે છે.
‘ઇન્ડિયા મૉડર્ન’ પરિકલ્પના આધારિત તૈયાર કરાયો ફ્લેગશિપ સ્ટોર
રાજકોટના કાલાવડ રોડ પર શરૂ કરવામાં આવેલો નવો ફ્લેગશિપ સ્ટોર ‘ઇન્ડિયા મૉડર્ન’ પરિકલ્પના આધારિત તૈયાર કરવામાં આવ્યો છે. ભારતીય જ્વેલરીની પરંપરાગત ઓળખને જાળવી રાખવાની સાથે આધુનિક સમયની ખરીદીની જરૂરિયાતોને અનુરૂપ અનુભવ આપવો આ પરિકલ્પનાનો મુખ્ય હેતુ છે. સ્ટોરની આંતરિક સજાવટમાં ભારતીય પથ્થર, સેન્ડસ્ટોન, લાકડું અને પિત્તળ જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંપરાગત ભારતીય સ્થાપત્યમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયેલી ડિઝાઇન, સુવ્યવસ્થિત લાઇટિંગ અને વિશાળ જગ્યા સ્ટોરને ભવ્ય છતાં ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો દેખાવ આપે છે. અહીં આભૂષણોના માત્ર પ્રદર્શનને બદલે ગ્રાહકો નિરાંતે વિવિધ ડિઝાઇન નિહાળી શકે, તેની કારીગરી અને વિશેષતાઓ સમજી શકે તથા પોતાની પસંદગી પ્રમાણે ખરીદીનો નિર્ણય લઈ શકે તેવી વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો છે. આધુનિક ટેક્નોલોજી, ભારતીય સાંસ્કૃતિક ઓળખ અને પારદર્શિતાનો સમન્વય આ સ્ટોરને વિશિષ્ટ બનાવે છે.
લગ્નપ્રસંગથી લઈને રોજિંદા ઉપયોગ સુધીનાં વિશિષ્ટ કલેક્શન
વિવાહ કલેક્શન : જડાઉ કારીગરીની સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરતા આ કલેક્શનમાં મોતીની નાજુક લડીઓ, રંગબેરંગી પથ્થરોનું જડતર અને પ્રકૃતિમાંથી પ્રેરિત કલાત્મક ડિઝાઇનનો સમાવેશ થાય છે. બારીક કારીગરી અને ભવ્ય દેખાવ ધરાવતા આ આભૂષણો ખાસ કરીને પરંપરાગત ભારતીય લગ્નપ્રસંગોની શોભામાં વધારો કરે તે રીતે તૈયાર કરવામાં આવ્યા છે.
હેરિટેજ કલેક્શન : પરંપરાગત ગુજરાતી આભૂષણોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયેલા આ કલેક્શનમાં સોનાના વિશિષ્ટ આકારો, ગોળાકાર મણકા, પ્રાચીન દેખાવ આપતી ફિનિશ અને પરંપરાગત પથ્થરોનું જડતર જોવા મળે છે. ગુજરાતની સમૃદ્ધ આભૂષણ પરંપરા અને રાજવી ભવ્યતાની ઝલક આ કલેક્શનની વિશેષતા છે.
શૃંગાર કલેક્શન : તાર જડાઈની પરંપરાગત કળાને આધુનિક અભિગમ સાથે રજૂ કરતા આ કલેક્શનમાં સોનાના બારીક તારની કારીગરી, વિશિષ્ટ આકારો અને ઝીણવટભરી ડિઝાઇન જોવા મળે છે. ભવ્ય દેખાવ સાથે તુલનાત્મક રીતે ઓછા વજનના સોનાનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલા આ આભૂષણો પણ ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.




