માઁ વૈષ્ણોદેવી કે જેમના દર્શન માત્રનું આગવું મહત્વ છે. જમ્મુના પહાડોમાં આવેલા માતાના મંદિર સુધી પહોંચવા દર્શનાર્થીઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે.
આ મંદિરમાં જ ભીષણ આગની ઘટના સામે આવી છે. પ્રાથમિક તારણ અનુસાર શોટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી પરંતુ રોકડ રકમ-મિલકતને નુકસાની સર્જસી હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
શોટ સર્કિટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં આવેલા કાલિકા ભવનના કેશ કાઉન્ટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી તેમાં કાઉન્ટરમાં કામ કરી રહેલા બે કર્મચારીઓને નજીવી ઈજા પહોંચી છે.



