સુરત મહિધરપુરા હીરા બજારમાં આજે સવાર થી જ બે સ્થળોએ ચેકિંગ ની ટીમ ઉભી રહી ગઇ હતી અને મુલાકાતીઓનાં રિપોર્ટ ચેક કરવામાં આવી રહ્યા હતાં કોરોના પોઝિટિવ રિપોર્ટ હોય તેવા લોકોને બજારમાં પ્રવેશ આપવામાં આવતો નથી સવારે ૧૦:૦૦ કલાકે બજાજ શરૂ થાય તે પહેલા તમામ એન્ટ્રીઓને બંધ કરી દેવામાં આવી હતી હીરાબજારમાં દલાલીનું કામ કાજ કરતાં અને મહિધરપુરામાં જ રહેતાં એક વ્યાપારી એ જણાવ્યું કે ધીરે ધીરે ઘીરે બજારમાં વેપારીઓ, દલાલો અને એસોટૅસૅ આવી તો રહ્યા છે તેમનું કડક ચેકિંગ પાટીદાર ભવન અને કંસારા શેરી નજીકના પોઇન્ટ પર કરવામાં આવી રહ્યું છે રેપિટ ટેસ્ટ કે કોરોના ના અન્ય રિપોર્ટ નહીં હોય તેવાઓને હીરા બજારમાં પ્રવેશ આપવામાં આવતો નથી હીરા બજારમાં કામકાજ કરતા દલાલ એસોટૅસૅ કે વેપારીઓ પાસે કોરોના રિપોર્ટ છે કે કેમ અને નેગેટિવ હોય તો જ બજારમાં પ્રવેશ આપવા દેવામાં આવે છે પરંતુ રિપોર્ટ સાથે આઈડી પ્રૂફ ચેક કરવામાં આવતું નથી એમ સ્થાનિક રહેવાસી તેજસ ચોક્સી એ વાતચીતમાં જણાવ્યું હતું આજે સવારે ૯:૦૦ વાગ્યાથી જ એસએમસી ની ટીમ હીરા બજારમાં ઉતરી આવી હતી અને આસપાસના તમામ માર્ગ બંધ કરી દેવામાં આવ્યાં હતાં
રીપોટર
સુનિલ ગાંજાવાલા
સુરત


