એમપીમાં યુવક નદીમાં તણાયો, ઉતરાખંડના ઉતરકાશી-ટિહરીમાં ભૂસ્ખલન
મહારાષ્ટ્રના રાયગઢમાં વરસાદ બાદ 3,000 LPG સિલિન્ડર પાતાળગંગા નદીમાં તણાઈ ગયા. પનવેલના LPG બોટલિંગ પ્લાન્ટમાં પૂર આવ્યા બાદ સિલિન્ડર તણાયા. પ્રશાસને લોકોને અપીલ કરી છે કે જો ક્યાંય સિલિન્ડર મળે તો તેને સ્પર્શ ન કરે અને ઘરે ન લઈ જાય. મધ્ય પ્રદેશમાં બુધવારે 27થી વધુ જિલ્લાઓમાં વરસાદ થયો. સૌથી વધુ દમોહમાં 1.75 ઇંચ વરસાદ નોંધાયો. ખરગોનમાં રૂપારેલ નદીના પાણીમાં એક યુવક તણાઈ ગયો હતો. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નાલુપાની અને યમુનોત્રી નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થયું. જ્યારે, ટિહરીમાં બુધવારે NH-707A પર દુકાનો પાસે ભૂસ્ખલનમાં એક મકાન ધરાશાયી થયું. આસપાસના બે થી ત્રણ મકાનો ગમે ત્યારે પડી શકે છે. રાજસ્થાનના અજમેર જિલ્લાના કિશનગઢમાં બુધવારે રાત્રે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું. આ દુર્ઘટનામાં પતિ-પત્ની સહિત ત્રણ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. ત્રણેયને બચાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અલવરમાં વરસાદને કારણે બજારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા.
- Advertisement -
રાજકધાની દિલ્હીમાં આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. રેલવે સ્ટેશન, મુનિરકા અને ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. હવામાન વિભાગે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બુધવારે રોહિણીમાં એક નિર્માણાધીન ઇમારત ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા. સુરતમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂરમાં ત્રણ દિવસમાં 19 લોકોના મોત થયા છે. જ્યારે, મહારાષ્ટ્રના પુણેમાં ભારે વરસાદને કારણે કચરાનો પહાડ ત્રણ માળની ઇમારત પર પડ્યો, જેના કારણે ઇમારત ધરાશાયી થઈ. મુંબઈમાં BMCએ જોખમી વૃક્ષોની ઓળખ માટે ચેતવણી આપતા પોસ્ટર લગાવ્યા છે. માટુંગા, કિંગ્સ સર્કલ, વડાલા અને આરે કોલોની સહિતના વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જ્યાં આવા વૃક્ષો વધુ છે. ઉત્તરાખંડમાં મોડી રાતથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 5 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દેહરાદૂન, હરિદ્વાર, નૈનીતાલ, ઉધમ સિંહ નગર અને અલ્મોડામાં તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. સતત વરસાદને કારણે રાજ્યમાં 71 રસ્તાઓ બંધ છે.




