લીંબડી-રાજકોટ હાઈવે પર પોલીસવાન અને ખાનગી લકઝરી બસ વચ્ચે અથડામણ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પોલીસની પીસીઆર વાનને લીંબડી-રાજકોટ હાઇ વે પર અકસ્માત નડ્યો હતો. એક મહિલા પોલીસ કર્મી સહિત ચાર પોલીસ સ્ટાફ ઇજાગ્રસ્ત થયા છે. લીંબડીના બલદાણા ગામના પાટીયા પાસે પોલીસવાન અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં 6 વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. લીંબડી પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને અકસ્માત નડતા એક મહિલા પોલીસ કર્મી સહિત ચાર પોલીસ સ્ટાફ ઇજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે. જેમાં બે મહિલાઓ અને ચાર પુરુષોનો ઇજાગ્રસ્તોમાં સમાવેશ થયા હોવાના વાવડ મળ્યા છે. આ અકસ્માતની ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ વાનની ગાડીને અકસ્માતના પગલે પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.


