શહેરમાં વધુ એક ગેરકાયદે બાંધકામ સામે પોલીસ ફરિયાદ
હાઇકોર્ટમાં ફરિયાદ કરતા સમગ્ર મામલો બહાર આવ્યા
- Advertisement -
રહેણાંક બિલ્ડીંગને કોમર્શીયલ મંજુરી કેમ અપાઇ ?
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગરપાલિકામાં સરકારી રેકર્ડ સાથે ચેડા કરવાનું કામ પણ ચાલી રહેલ છે અને એક પછી એક જાગૃત નાગરિકો તેના વિરૂઘ્ધ ફરિયાદ કરી રહ્યા છે. તાજેતરમાં અમને માહિતી મળેલ છે કે જૂનાગઢ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા તા.28-1-16ના રોજ જે.એમ.સી., બી.પી.રેસી.-931-2015તી બિલેશ બિલ્ડર્સના પાર્ટનર બીપીનભાઇ વેલજીભાઇ પટેલ તથા વિગેરેનાઓને બાંધકામ મંજૂરી આપવામાં આવેલી હતી.
આ બાંધકામ મંજૂરી માત્ર અને માત્ર રહેણાંકના હેતુ માટે જ આપવામાં આવેલી હતી. ત્યારબાદ આ ગેરકાયદેસર બાંધકામ સામે મહેશ જલ્લુ નામના એક વ્યક્તિએ ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરતા પીઆઇએલ નં.19-2017માં થયેલ હુકમ અન્યે તપાસ કરી અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક અહેવાલ આપવામાં આવેલો હતો.ત્યારબાદ બિલ્ડીંગની પ્લાન પરમિશનથી વિરૂઘ્ધ થયેલ બાંધકામ તોડી નાખાનો હુકમ થયેલો હતો. જયાં સુધી આ બાંધકામ કે જે ગેરકાયદેસર છે અને દબાણ થયેલ છે તેવું બાંધકામ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી કોઇ પણ સંજોગોમાં આ બિલ્ડીંગને પરમિશન મળી શકે નહીં તેમ છતા પણ જૂનાગઢના તત્કાલીન નાયબ કમિશનર, તત્કાલીન કાર્યપાલક ઇજનેર લલીત વાઢેર, તત્કાલીન ટાઉન પ્લાનર શ્રી નાયબ કાર્યપાલક ઇજનેર, તત્કાલીન સર્વેયર મનોજ પંડયા તથા તત્કાલીન ઓફિસર ભરત ડોડીયા દ્વારા બોગસ અને બનાટી રેકર્ડ ઉભા કરી સ્થળ ઉપરથી અને બાંધકામ તોડી પાડેલ ન હોવા છતાં કાયદા મુજબનું બાંધકામ બતાી અને બોગસ અને બનાટી રિપોર્ટના આધારે ખોટા સર્વે તૈયાર કરી અને આ બીલેશ બિલ્ડર્સને ગેરકાયદેસર રીતે ના બી.યુ.પરમિશન આપેલ છે.
આ પેશ કદમી હોવા છતાં પેશકદમી કરેલ હોય અને બોગસ અને ખોટા માપવાળા નકશા બનાવી બોગસ સરકારી રેકર્ડ ઉભા કરી અને સરકારશ્રી સાથે તેમજ મહાપાલિકા જૂનાગઢ અને જૂનાગઢની જાહેર જનતા સાથે મહાપાલિકા ના જાબદાર સર્વેયર તથા જવાબદાર ઇજનેર દ્વારા છેતરપીંડી કરવાના ઇરાદે બોગસ દસ્તાવેજો બનાવી અને ખોટી રસ્તાના માપની આકારણી કરી આવા દસ્તાવેજો ખરા તરીકે ઉપયોગ કરી અને ગેર કાયદેસર બિલ્ડીંગને મંજૂરી માટે મુકી અને ખોટા દસ્તાવેજ હોવા છતાં તેમને ખરા તરીકે ઉપયોગ કરી મહાપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા ભારતીય દંડ સંહિતા કલબ 177 હેઠળ રાજય સેવકને ખોટી માહિતી પુરી પાડવા તેજમ કલમ 181 હેઠળ કોઇ રાજય સેવક પાસે ખોટુ કથન કરવા બાબત, તેમજ બલમ 197 જાણવા છતા ખોટુ ખોટુ પ્રમાણપત્ર આપી અને તેના પર સહી કરીને તેમજ ખોટુ હોવાનું જાણવા છતાં પ્રમાણપત્રો સાચા તરીકે ઉપયોગ કરીને કલમ 198 મુજબ, તેમજ પુરાવા તરીકે લઇ શકાય તેવા એકરારમાં ખોટું કથન કરી કલમ 199 મુજબ, તેમજ પુરાવા તરીકે લઇ શકાય તેવા એકરારમાં ખોટુ મથન કરી કલમ 199 મુજબ તેમજ એકરાર ખોટુ હોવાનું જાણવા છતા તેનો સાચા એકરાર તરીકે ઉપયોગ કરી કલમ 200 તેમજ કલમ 463, હેઠળ દગો થઇ શકે તે રીતે ફુટ લેખન કરી, કલમ 464 હેઠળમાં આપેલ વ્યાખ્યા મુજબ ખોટા દસ્તાવેજ બનાવી અને કલમ 465 હેઠળ આપેલ શિક્ષા ને પાત્ર ગુનો કરેલ છે તેમજ ઠગાઇ કરવાના હેતુથી કલમ ખોટો દસ્તાવેજ બનાવવા 468 મુજબ તેમજ બનાવટી દસ્તાવેજ ઉભો કરી અને કલમ 470 અને બનાવટી દસ્તાવેજ નો ઉપયોગ ખરા તરીકે કરી અને કલમ 471 મુજબ તથા આ તમામ કાર્યવાહી ગુનાહિત ષડયંત્રથી કરી કલમ 120(બી) અન્વયે ગુનો આચરેલ છે.
આમ અમોને મળેલ જાણકારી મુજબ આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો કરેલ છે તેવું પ્રથમ દર્શનીય રીતે લાગે છે અને આ કેસમાં ગુનો નોંધી અને સત્વરે તપાસ કરવામાં આવે તો અને તો જ ગુનાની હકીકત સુધી પહોંચી શકાય તેમ છે. જેથી, ઉપરોકત જવાબદારો વિરૂઘ્ધ ફરિયાદમાં કલમો હેઠળ તેમજ અન્ય લાગુ પડતી કલમો હેઠળ તાત્કાલિક યોગ્ય તપાસ કરી અને લલિત કુમારી વી.સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશમાં આપેલ દિશા નિર્દેશ હેઠળ સત્વરે સીઆરપીસી કલમ 154(1) હેઠળ ગુનો દાખલ કરવા વિનંતી છે.
જાગૃત નાગરિકે પોલીસ ફરિયાદ કરી
જૂનાગઢના જાગૃત નાગરિક રાકેશ ગોવિંદભાઇ ડવએ જણાવ્યુ હતુ કે, શહેરનાં ઝાંઝરડા અંન્ડરબ્રીજ પાસે આવેલ પેરી પ્લાઝા બિલ્ડીંગ મુદ્દે હાઇકોર્ટમાં 2020માં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે ફરિયાદ કરવામાં આવેલ. જેમાં રહેણાંક બિલ્ડીંગની મંજૂરી સામે કોમર્શીયલ બિલ્ડીંગની મંજૂરી કઇ રીતે આપવામાં આવી તેની સાથે બીયુ સર્ટી પણ આપી દેવામાં આવ્યુ. જે મતલબની રાકેશભાઇ ડવે બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ માટે અરજી કરી છે.