કોટડાસાંગાણી તાલુકાના માણેકવાડા ગામે 70 ફુટ ઉંડા કુવામાં પડેલી ચાર ગાયો ને ગોંડલના ગૌસેવકોએ રેસ્કયુ કરી બહાર કાઢી ગૌસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કાર્યમાં ગોંડલ નગરપાલિકાની ફાયર ટીમ પણ જોડાઇ હતી.
કોટડાસાંગાણી તાલુકાના માણેકવાડા ગામે રહેતા નીલેશભાઈ ગોરધનભાઈ ઠુંમર વાડીના 70 ફુટ ઉંડા કુવામાં વહેલી સવારે ચાર ગાય પડી ગયેલ હોવાની જાણ ગોંડલ ગૌમંડળ ગૌરક્ષા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોરધનભાઈ પરડવા ને થતા તેઓ સાથી મિત્રો અશ્વિનભાઈ સોલંકી, રમેશભાઈ પ્રજાપતિ, ભવદીપભાઈ ચુડાસમા અને નગરપાલિકાની ફાયર ટીમના કિશોરભાઈ ગોહિલ, જયેશભાઈ સોજીત્રા તેમજ રસિકભાઈ ટીલાળા ને સાથે લઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા ક્રેનની મદદથી 70 ફોટા કુવામાં પડેલ ચાર ગાયો ને વારાફરતી બહાર કાઢવામાં આવી હતી અલબત્ત આ ઘટનામાં એક ગાયનો પગ ભાંગ્યો હતો, એક ના માથા ના શિંગડા ભાગ્યા હતા તો એક ગાયને મોત નીપજ્યું હતું આ રેસ્ક્યુ ઓપરેશન આઠથી દસ કલાક ચાલ્યું હતું.
- Advertisement -
માણેકવાડા માં વહેલી સવારે 10 થી 15 ગાયોનું ધણ ચરવા માટે નીકળ્યુ હોય તેવામાં ગાય ભડકતા આમ તેમ દોડવા લાગી હતી જેમાંથી ચાર ગાય કુવાની દોઢ ફૂટ ઉચી પાડી ટપી અકસ્માતે કુવામાં પડી હતી અને દુર્ઘટના સર્જાઇ હતી


