By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    3 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    4 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    5 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    6 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    2 days ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    2 days ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    3 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    3 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    5 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    6 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં
Author

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

Khaskhabar Editor
Last updated: 2026/06/27 at 3:05 PM
Khaskhabar Editor 4 months ago
Share
10 Min Read
SHARE

જમીનથી સેંકડો ફૂટ ઊંચે વૃક્ષોની ટોચને જોડતા પુલો પર રોમાંચક અને ધબકારા વધારતો પ્રવાસ

સાઇનાઇડ કરતાં 1000 ગણું વધુ બેટ્રાકોટોક્સિન ઝેર ધરાવતો દુર્લભ ડાર્ટ ફ્રોગ કેમેરામાં કેદ

- Advertisement -

રેખા પટેલ : લેટ્સ ટોક

એમેઝોનના આંચલમાં વિતાવેલા ચાર દિવસ કેટલાક યાદગાર પ્રવાસોમાં મોખરે છે. જેને ફોટોગ્રાફોમાં નહીં પરંતુ અનુભવથી સમજી શકાય છે. છતાં આ લેખમાં હુ તાદસ્ય અનુભૂતિ કરાવવા પ્રયત્ન કરું છું.

લીમા (પેરુ)થી દોઢ કલાકની ફ્લાઇટ પછી અમે ઈકીટોસ પહોંચ્યાં. વિશ્વના સૌથી મોટા રેઇન ફોરેસ્ટ(વરસાદી જંગલ) એમેઝોનનું આ પ્રવેશદ્વાર ગણાતું શહેર પ્રથમ નજરે જ ગમી ગયું. નાનું, સ્વચ્છ અને ઉતાવળથી અસ્પર્શિત. અહીં પહોંચતાં જ લાગ્યું કે શહેર અને તેની દોડધામ પાછળ રહી ગઈ છે, હવે પ્રકૃતિનું સામ્રાજ્ય શરૂ થવાનું છે. ઈકીટોસથી આગળનો માર્ગ પાણીનો હતો. બોટમાં બેસીને અમે એમેઝોન તરફ આગળ વધ્યાં. લગભગ એક કલાકની એ મુસાફરી ખુબ રોમાંચક હતી. સાચું કહું તો તેને નદી કહેવામાં મને સંકોચ થાય છે. નદી શબ્દ સાથે મનમાં જે ચિત્ર ઊભું થાય છે, એમેઝોન નદી તેનાથી ઘણી વિશાળ છે. ક્યાંક એવું લાગતું હતું જાણે કોઈ અનંત દરિયો આખો દિવસ મોજાંઓમાં ઉછળ્યા પછી હવે થાકીને જરાક શાંત પડ્યો હોય. અર્ધનિદ્રાધીન અવસ્થામાં ધીમે ધીમે હાલક-ડોલક થતો જળવિસ્તાર… દૂર સુધી પાણી અને પાણી. ક્ષિતિજે પાણીની સપાટી આકાશની સાથે એકરૂપ થતી તો ક્યાંક એ સીમા આંખોથી ઓઝલ થઈ જતી. આસપાસ એક અજાણી નિરવતા હતી, છતાં એ નિરવતા ખાલી નહોતી. તેમાં જીવન ધબકતું હતું. પાણી, પવન, વૃક્ષો અને આકાશ — બધામાંથી એક પ્રકારની ઊર્જા પ્રસરી રહી હતી. કદાચ એ ચોક્કસ એમેઝોનની હજારો વર્ષ જૂની જીવનશક્તિ હશે.

- Advertisement -

થોડીવાર પછી અમે એક ટાપુ પર આવેલી સેબ ટોપ્સ લૉજમાં પહોંચ્યાં. આગામી ચાર દિવસ માટે એ જ અમારું ઘર બનવાનું હતું. ચારે બાજુ પાણી. દૂર સુધી પથરાયેલા ઘનઘોર જંગલો. વચ્ચે વચ્ચે દેખાતાં લાકડાંના મકાનો અને પ્રકૃતિ સાથે એકરૂપ થઈને જીવતા ત્યાંના માયાળુ લોકો. અહીં વૈભવ નહોતો, મનોરંજનના સાધનો નહોતા, સરખું ઇન્ટરનેટ નહોતું, પરંતુ જે હતું તે કદાચ વધુ મૂલ્યવાન હતું — શાંતિ.

આ જગ્યા માણસને ધીમો પાડે છે. અહીં સમય ઘડિયાળથી નહીં, સૂર્યોદય અને સૂર્યાસ્તથી માપવામાં આવે છે. અહીં દિવસનું આયોજન નહીં, દિવસનો અનુભવ મહત્વનો બને છે. લૉજ ખૂબ સુંદર હતી. જંગલની વચ્ચે હોવા છતાં તેમાં એક ઉષ્માભર્યું ઘરપણું હતું. સ્ટાફનો વ્યવહાર એટલો આત્મીય હતો કે થોડા જ સમયમાં આ જગ્યા ઘર લાગવા માંડી. આમ તો ગ્રુપમાં ૪ કપલ હતાં. જેમાંથી અમે બે કપલ મિત્રો હતા આથી સમય પસાર કરવામાં સરળતા રહેતી.

હું શાકાહારી હોવાથી વિદેશ પ્રવાસોમાં ખાવા અંગે તકલીફ તો રહેવાની. પરંતુ વર્ષોની યાત્રાઓએ મને શીખવ્યું છે કે પ્રવાસમાં સૌથી અગત્યનું છે સ્વીકાર. જ્યાં જે મળે તેને ખુલ્લા મનથી અપનાવવું. અહીં પણ મારા માટે અલગથી ભોજન તૈયાર કરવામાં આવતું. સ્થાનિક ભોજનમાં મીઠું, મરચું અને તળેલી વસ્તુઓનું પ્રમાણ ઓછું હોવા છતાં તેઓ અમારી પસંદગી મુજબ થોડું તીખું બનાવવાનો પ્રયત્ન કરતા. તેમની એ લાગણી ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવી દેતી.

જો કે એક બાબત એવી હતી જેને મારી સાથે ખાસ મિત્રતા બાંધવાની ઉતાવળ હતી. એ હતાં અહીંના મચ્છરો! એમેઝોનના આ સૂક્ષ્મ રહેવાસીઓએ મારા આગમનની નોંધ તરત જ લઈ લીધી. મચ્છર ભગાડવાના સ્પ્રે, લાંબી બાંયનાં કપડાં અને તમામ સાવચેતી છતાં તેમણે પોતાનો પરચો બતાવી જ દીધો. પ્રવાસની મીઠી યાદો વચ્ચે તેમના કરડવાના નિશાન હજુ પણ થોડા દિવસ બાદ સાથ આપતા રહ્યાં છે.

સાંજ પડતી ત્યારે લૉજની બહાર બેસીને એમેઝોનને નિહાળવાનો આનંદ અનોખો હતો. આકાશમાં બદલાતા રંગો પાણીમાં ઓગળી જતા. દૂર જંગલમાંથી પાછાં ફરતાં પક્ષીઓના અવાજો સંભળાતા. ધીમે ધીમે અંધકાર ઉતરતો અને સાથે મન પણ એક અજાણી શાંતિથી ભરાઈ જતું. એમેઝોનમાં વિતાવેલા આ દિવસોએ ફરી એક વાર સમજાવ્યું કે પ્રકૃતિનું સૌંદર્ય તેના વૈભવમાં નહીં, તેની વિરાટ નિઃશબ્દતામાં વસે છે. અહીં માણસ પોતાનું મહત્વ ભૂલી જાય છે અને કુદરતની અનંતતા સામે નમ્ર બની જાય છે. અને કદાચ એ જ કોઈ પણ મહાન પ્રવાસની સૌથી મોટી ઉપલબ્ધિ હોય છે.

બીજા દિવસે વહેલી સવારે અમે એમેઝોન રેઇનફૉરેસ્ટના પ્રખ્યાત કેનોપી વોક માટે તૈયાર થઈને નીકળી પડ્યાં. એ માટે કેટલીક તૈયારીઓ અનિવાર્ય હતી. ખાસ કરીને મચ્છરોથી બચાવતો સ્પ્રે, વરસાદી જંગલની ભીની અને લપસણી જમીન પર ચાલવા યોગ્ય શૂઝ, રેઇન જેકેટ અને સન કેપ સાથે રાખવી જરૂરી હતી. એમેઝોનમાં ક્યારે સૂર્ય ડોકિયું કરે અને ક્યારે વાદળો ઘેરાઈને વરસાદ વરસાવી દે તેની કોઈ ખાતરી નથી. લૉજથી બોટમાં નીકળીને જંગલના વધુ ગાઢ વિસ્તારમાં પહોંચ્યાં. જેમ જેમ અંદર જતાં ગયાં તેમ માનવસર્જિત અવાજો પાછળ છૂટી ગયા અને પ્રકૃતિના સંગીતે પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું. વૃક્ષોની ઊંચાઈ એવી કે જાણે આકાશને ટેકો આપતા હોય. કેટલીક જગ્યાએ સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચવા માટે પણ સંઘર્ષ કરતો જણાતો હતો.

થોડું ચાલ્યા પછી કેનોપી વોકનો પ્રથમ ટાવર દેખાયો. જમીનથી આશરે સો ફૂટથી વધુ ઊંચે પહોંચ્યા પછી વૃક્ષોની ટોચોને જોડતા લટકતા પુલો શરૂ થતા હતા. શરૂઆતમાં નીચે નજર કરતાં થોડી ધડકન વધી ગઈ. પરંતુ થોડા જ પગલાં પછી ભયની જગ્યાએ આશ્ચર્યે કબજો જમાવી લીધો.આવી લાંબી ૯ ક્વોરી બનાવાઈ છે. ૬ કેનોપી જંગલની છેક ઉપર લઈ જાય છે. ઉપરથી દેખાતું એમેઝોનનું દૃશ્ય જીવનભર યાદ રહી જાય એવું હતું. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી લીલોતરીનો અવિરત વિસ્તાર. કોઈ રસ્તો નહીં, કોઈ મકાન નહીં, કોઈ વીજળીના થાંભલા નહીં. માત્ર જંગલ… અને જંગલ…

એમેઝોનને દુનિયાનું સૌથી મોટું રેઇન ફોરેસ્ટ કહેવાય છે. વિશ્વની જાણીતી વનસ્પતિ અને અલગ પ્રાણીસૃષ્ટિ અહીં છે. વૈજ્ઞાનિકો હજુ પણ અહીં નવી જીવસૃષ્ટિઓ શોધી રહ્યા છે. અનેક વૃક્ષો તો એવા છે જેમના ઔષધીય ગુણધર્મોનો સંપૂર્ણ અભ્યાસ પણ હજુ થયો નથી. આ જંગલ માત્ર દક્ષિણ અમેરિકાનો જ નહીં પરંતુ સમગ્ર પૃથ્વીના પર્યાવરણ માટે અમૂલ્ય ખજાનો છે. પવન સાથે ડોલતાં પુલ પર ઉભા રહી મેં થોડો સમય આંખો બંધ કરી. દૂર ક્યાંક અજાણ્યા પક્ષીનો અવાજ આવતો હતો. ભીની માટી અને પાંદડાંની સુગંધ હવામાં ભળી રહી હતી. એ ક્ષણે એવું લાગ્યું કે આપણે પ્રકૃતિને જોવા આવ્યા નથી; પ્રકૃતિએ થોડા સમય માટે આપણને પોતાના વિશ્વમાં પ્રવેશ આપ્યો છે.

પાછા ફરતાં સમજાયું કે એમેઝોન માત્ર એક જંગલ નથી. તે એક જીવંત શક્તિ છે. એક એવી શક્તિ જે લાખો વર્ષોથી પોતાના નિયમો પર જીવી રહી છે. અહીં આવીને માણસ પોતાની ક્ષુદ્રતા અને પ્રકૃતિની વિરાટતા બંનેને નજીકથી અનુભવી શકે છે. અહીં આપણે મહેમાન છીએ અને અસલી માલિક તો આ વૃક્ષો, પક્ષીઓ અને પ્રાણીઓ છે. આખો દિવસ જંગલમાં રખડ્યા પછી એવો તો થાક લાગ્યો કે ક્યારે આંખ મીંચાઈ ગઈ તેની ખબર જ ન પડી. પરંતુ એ થાકમાં પણ એક અજોડ સંતોષ હતો. ત્રીજા દિવસે અમે બોટમાં દોઢ કલાકની સફર કરીને જંગલની અંદર આવેલા એક સ્થાનિક કસબામાં પહોંચ્યાં. અહીંના લોકોનું જીવન સંપૂર્ણપણે નદી અને જંગલ સાથે જોડાયેલું છે. બોટ તેમના માટે વાહન પણ છે, રસ્તો પણ છે અને જીવનરેખા પણ.

લાકડાના ઘરો, આસપાસ રમતાં બાળકો અને ચહેરા પર નિખાલસ સ્મિત ધરાવતા લોકો. આધુનિક સુવિધાઓ નહીંવત્ છતાં જીવન પ્રત્યેનો તેમનો સંતોષ અને સહજતા પ્રભાવિત કરી જાય એવી હતી. માછીમારી, નાની ખેતી, જંગલમાંથી મળતી વનઉપજ અને હસ્તકલા તેમના જીવનનિર્વાહના મુખ્ય સાધનો છે. તેમની સાથે વાત કરતાં સમજાયું કે જંગલ તેમના માટે માત્ર નિવાસસ્થાન નથી. તે તેમની સંસ્કૃતિ છે, પરંપરા છે અને ઓળખ છે. ઔષધીય છોડ, પ્રાણીઓ અને ઋતુઓ વિશેનું તેમનું જ્ઞાન અદ્ભુત હતું. જંગલમાં ફરી રહ્યાં હતાં ત્યારે અમને અનેક પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળ્યાં. એમેઝોનમાં જેગુઆર, સ્લોથ, ટાપિર, જાયન્ટ ઓટર, એનાકોન્ડા અને કેઇમન જેવા પ્રાણીઓ વસે છે, જોકે તે સહેલાઈથી નજરે પડતા નથી. અહીં દેડકાંની અનેક જાત જોવા મળે છે. દુનિયાનો સહુથી ખતરનાક ડાર્ટ ફ્રોગ નામનો ઝેરી દેડકો જે દેખાવમાં ખુબ સુંદર નાનો લાલ ચણોઠી જેવો અને ઝેર માં સાઇનાઇટ કરતા 1000 ગણો વધુ બેટ્રાકોટોક્સિન (Batrachotoxin) નામનું અત્યંત શક્તિશાળી ન્યુરોટોક્સિન ધરાવે છે.. જે જોવાનો દુલર્ભ છે. તેને પણ કેમેરામાં કેદ કરવાનો મોકો મળ્યો.

અમને સૌથી વધુ આનંદ સ્ક્વિરલ મંકીઓને જોઈને થયો. નાના, ચંચળ અને અત્યંત જિજ્ઞાસુ આ વાંદરાઓ એક ડાળી પરથી બીજી ડાળી પર એવી ઝડપથી કૂદતાં હતાં કે નજર તેમની પાછળ દોડતી રહી જાય. તેમની નિર્દોષ હરકતોમાં બાળક જેવી ચંચળતા હતી. એક દિવસ પિરાન્હા માછલી પકડવાનો પણ અનુભવ કર્યો. ફિલ્મોમાં જે પિરાન્હાને ભયંકર રૂપમાં બતાવવામાં આવે છે, તેને પોતાના હાથમાં પકડીને જોવાનો અનુભવ રસપ્રદ હતો. નાની દેખાતી આ માછલીના તીક્ષ્ણ દાંત તેની ઓળખ છે. સાંજના સમયે અમે એમેઝોનની પ્રખ્યાત પિંક ડોલ્ફિન પણ જોઈ. પાણીમાંથી અચાનક બહાર આવી ફરી અદૃશ્ય થઈ જતી આ ડોલ્ફિન જાણે એમેઝોનની કોઈ રહસ્યમય પરીકથાનો ભાગ હોય એવું લાગતું હતું. અહીંના લોકો માટે આ હકીકતમાં પરિકથા જેવી જ છે. દરેક સાંજે લૉજની સામે બેસીને સૂર્યાસ્ત જોવાનો આનંદ આવતો. આકાશના કેસરી, જાંબલી અને સુવર્ણ રંગો પાણીમાં ઓગળી જતા. દૂરથી પક્ષીઓના અવાજો સંભળાતા. ધીમે ધીમે અંધકાર ઉતરતો અને મનમાં એક અદભુત શાંતિ પ્રસરી જતી. એમેઝોનમાં વિતાવેલા આ ચાર દિવસ માત્ર પ્રવાસ નહોતા. એ પ્રકૃતિ સાથેનો સંવાદ હતો. અહીં આવીને સમજાય છે કે માણસ કુદરતનો માલિક નથી, માત્ર એક નાનકડો અંશ છે. આ વિરાટ જંગલની વચ્ચે ઊભા રહીને પોતાની નાનકડી હાજરીનો અનુભવ થાય છે અને સાથે જ જીવનની વિશાળતા પણ સમજાય છે.

You Might Also Like

ગરબો: દેહ, દીપ અને દર્શન

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

સરહદનો સાચો સુપરકોપ

સ્ત્રી અને નવરાત્રી

સ્વર્ગ જેવી છે અહીં જિંદગી!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
Next Article ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

સરહદનો સાચો સુપરકોપ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?