By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    1 day ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    4 minutes ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    23 minutes ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    24 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    1 day ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
સ્પોર્ટ્સ

ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે

Khaskhabar Editor
Last updated: 2026/06/17 at 2:45 PM
Khaskhabar Editor 2 months ago
Share
5 Min Read
SHARE

વિશ્વવિજેતા શૂટરથી દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા કોચ સુધીની અવિસ્મરણીય સફર

મનુ ભાકર સહિત અનેક ચેમ્પિયનોના ઘડવૈયા રહ્યા જસપાલ રાણા

- Advertisement -

ભારતમાં શૂટિંગ રમતનો ઇતિહાસ લખવામાં આવે ત્યારે જે થોડાં નામો સોનાના અક્ષરે અંકિત રહેશે તેમાં જસપાલ રાણાનું નામ અગ્રસ્થાને રહેશે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય શૂટિંગને નવી ઓળખ અપાવનાર અને ‘ગોલ્ડન બોય’ તરીકે પ્રસિદ્ધ બનેલા જસપાલ રાણાએ માત્ર પોતાના પ્રદર્શનથી જ નહીં, પરંતુ આગામી પેઢીના શૂટરોને ઘડીને પણ ભારતીય રમતજગતમાં અમીટ છાપ છોડી છે.

‘જસપાલ’ એટલે ‘ભગવાનની ભેટ’ અને આ નામને તેમણે પોતાના જીવનકર્મથી સાર્થક કર્યું હતું. માત્ર ૧૨ વર્ષની વયે વર્ષ ૧૯૮૮માં અમદાવાદ ખાતે યોજાયેલી ૩૧મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીતી તેમણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બાળપણથી જ અસાધારણ પ્રતિભાના ધણી રહેલા રાણાએ વર્ષ ૧૯૯૪માં ઇટાલીના મિલાન ખાતે યોજાયેલી ૪૬મી વિશ્વ શૂટિંગ ચેમ્પિયનશિપના જુનિયર વિભાગમાં વિશ્વવિક્રમી સ્કોર સાથે સુવર્ણ ચંદ્રક જીતી ભારતીય શૂટિંગને વૈશ્વિક નકશા પર મજબૂત સ્થાન અપાવ્યું હતું.

કોમનવેલ્થ રમતોમાં તેઓ ભારતના સૌથી સફળ ખેલાડીઓમાંના એક રહ્યા. વર્ષ ૧૯૯૪, ૧૯૯૮, ૨૦૦૨ અને ૨૦૦૬ની રમતોમાં ભાગ લઈને તેમણે કુલ ૧૫ ચંદ્રકો જીત્યા હતા, જેમાં ૯ સુવર્ણ, ૪ રજત અને ૨ કાંસ્ય ચંદ્રકોનો સમાવેશ થાય છે. ૨૫ મીટર સેન્ટર ફાયર પિસ્તોલ, ૨૫ મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ અને ૧૦ મીટર એર પિસ્તોલ સ્પર્ધાઓમાં તેમનો દબદબો વર્ષો સુધી યથાવત રહ્યો હતો. તેમના પિતા નારાયણસિંહ રાણા તેમના પ્રથમ કોચ હતા. ઉત્તમ પિસ્તોલ શૂટર રહેલા પિતાએ જસપાલ રાણાની પ્રતિભાને યોગ્ય દિશા આપી હતી. માત્ર ૧૮ વર્ષની વયે જ ભારત સરકારે તેમને અર્જુન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. બાદમાં વર્ષ ૧૯૯૭માં રમતક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જસપાલ રાણાએ વર્ષ ૧૯૯૬ની એટલાન્ટા ઓલિમ્પિક રમતોમાં ૧૦ મીટર એર પિસ્તોલ અને ૫૦ મીટર ફ્રી પિસ્તોલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ ૨૦૦૬ની દોહા એશિયન રમતોમાં તેમણે ૩ સુવર્ણ અને ૧ રજત ચંદ્રક જીતી ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી.

- Advertisement -

રમતવીર તરીકે સફળ કારકિર્દી બાદ તેમણે યુવા શૂટરોને માર્ગદર્શન આપવા દેહરાદૂનમાં ‘જસપાલ રાણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી’ની સ્થાપના કરીને તેમણે અનેક પ્રતિભાશાળી ખેલાડીઓને ઘડ્યા. કોચ તરીકે તેમની સિદ્ધિઓને માન્યતા આપતાં વર્ષ ૨૦૨૦માં તેમને દેશના સર્વોચ્ચ કોચિંગ સન્માન એવા દ્રોણાચાર્ય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૫માં ઉત્તરાખંડ ગૌરવ સન્માન પણ તેમને એનાયત કરવામાં આવ્યું હતું. પેરિસ ઓલિમ્પિક-૨૦૨૪માં બે કાંસ્ય ચંદ્રક જીતનાર મનુ ભાકર તેમના માર્ગદર્શન હેઠળ ઘડાઈ હતી. ઉપરાંત સૌરભ ચૌધરી અને અનીશ ભાનવાલા જેવા આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ શૂટરોને પણ તેમણે તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું. ભારતીય ૨૫ મીટર પિસ્તોલ ટીમના ઉચ્ચ પ્રદર્શન કોચ તરીકે પણ તેમણે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી.

શૂટિંગ વર્તુળોમાં એક પ્રસિદ્ધ વાત આજે પણ સાંભળવા મળે છે કે, જ્યારે જસપાલ રાણા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં પિસ્તોલ સ્પર્ધામાં ઉતરતા ત્યારે અન્ય સ્પર્ધકો સુવર્ણ નહીં પરંતુ રજત ચંદ્રક જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરતા, કારણ કે સુવર્ણ ચંદ્રકનો દાવેદાર તો રાણા જ ગણાતો. આ પ્રકારની પ્રતિષ્ઠા વર્ષોની કઠોર મહેનત અને સતત શ્રેષ્ઠ પ્રદર્શનથી જ પ્રાપ્ત થતી હોય છે. જસપાલ રાણા ભલે આજે આપણી વચ્ચે શારીરિક રીતે હાજર નથી, પરંતુ તેમના વિક્રમો, તેમના વિચારો અને તેમના દ્વારા ઘડાયેલા ચેમ્પિયનો દ્વારા તેઓ હંમેશા જીવંત રહેશે. ભારતીય શૂટિંગના આ ગોલ્ડન બોયને રમતજગતની ભાવભીની શ્રદ્ધાંજલિ. તેમના જીવનની સફર આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

નેશનલ આઈકોન છતાં તેમની નિખાલસ વાત આજે પણ સ્મૃતિમાં છે : શોટગન શૂટર નિલરાજ રાણા
જોકે મારા પોતાના વ્યક્તિગત શોટગન રમતના કોચ યોગીન્દરપાલ સિંઘ પણ જસપાલ રાણા ના ખુબ સારા મિત્ર છે, અને મારી રમત શોટગન શૂટિંગ કોચિંગના કોર્સે બાબતની વાત કરી તો, એ ખુબ ખુશ થયાં અને કીધું હતું કે, તમારા ડિસ્ટ્રિક્ટમાં તમે શૂટિંગ રમતનો પ્રચાર – પ્રસાર કરો, તમે જીતશો તો અન્ય તમારા અચીવમેન્ટ માંથી પેરણા લેશે અને તમે સારા શૂર્ટર અને કોચ બનો એવા શુભ આશિષ પણ આપ્યા હતા, અને કીધું હતું કે તમારી શૂટિંગ એકાદમીમાં તમે મને જયારે પણ આમંત્રણ આપશો ત્યારે હું ચોક્કસ નવા યુવા શૂર્ટરને પ્રોત્સાહિત કરવા આવીશ. આટલા મોટા શૂટિંગ કોચ – નેશનલ આઈકોન હોવા છતાં, તેમની નિખાલસ વાત અને શૂટિંગ રમત પ્રતિયેનો પ્રેમ એ તમને જયારે પણ કોઈપણ મળે ત્યારે અનુભૂતિ થતી. મારા જીવનની આ એક મુલાકાત એ આજે એક ખાસ પળ બની જશે એ મને પણ ખ્યાલ નતો, અને વધુમાં તારીખ ૧૨ જૂન ના સવારે ૧૦ વાગ્યે હું પોતે એક પિસ્તોલ શૂટિંગ ચેમ્પિયનશિપ માટે ટ્રેનિંગ કરતો હતો અને તેમની જ પ્રિય ઇવેન્ટ એટલે ૨૫ મીટર પિસ્તોલ શૂટિંગ ની ટ્રેનિંગ કરતા બ્રેક લઈ જયારે મે મારો ફોન હાથ માં લઈ ને જોયું ત્યારે જ જસપાલ રાણા ના દુઃખદ નિધન થયાં ના સમાચાર આવ્યા, આ પળ મારા જેવા અનેક શૂર્ટરઓ માટે ખુબ ભાવુક પળ સમગ્ર ભારતમાં બની હશે.

You Might Also Like

ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું

રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની

ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે

બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ

નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Next Article પાઈપલાઈન વગરના વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણ માટે રૂ. 11.50 કરોડ મંજૂર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો
કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ
કલાકારની પ્રામાણિકતા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
સ્પોર્ટ્સ

ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?