ગોંડલના વછેરાના વડા વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ટ્રાફિક જામ થતો હોય જૂનાગઢના યુવાન દ્વારા નગરપાલિકા તેમજ પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરતા હોય રોષ ફેલાવા પામ્યો છે.
- Advertisement -
જૂનાગઢનાં જોષીપરા માં રહેતા અને ગોંડલ ખાતે બાલાજી સેલ્સ એજન્સી માં સોપારી કટીંગ કરવાનું કામ કરતા પ્રતાપભાઈ મકવાણા એ વછેરના વાડા રોડ પર કેટલાક વેપારીઓ દ્વારા બોર્ડ મૂકી વ્યાપક પ્રમાણમાં દબાણ કરાતું હોવાની લેખિતમાં ફરિયાદ નગર પાલિકા અને પોલીસ મથકે કરી હતી પરંતુ તંત્ર દ્વારા દબાણ સામે લાજ કાઢવામાં આવતી હોય અરજીકર્તા સહિત લોકોમાં રોષ ફેલાવા પામ્યો છે.
દબાણ કરતા વેપારીઓએ લાજવાના બદલે ગાજી ફરિયાદ કરનાર પ્રતાપભાઈ મકવાણાને ધાક ધમકાવતા બાલાજી સેલ્સ એજન્સી ના માલિકે નોકરીમાંથી પણ ધકેલી મૂક્યા હતા એટલું જ નહીં નગરપાલિકા સેનિટેશન વિભાગના કેટલાક કર્મચારીઓએ માર મારવાની ધમકી પણ આપી અને વેપારીની ચાપલૂસી કરી હતી


