અરવલ્લી જીલ્લાના મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢેકુંડી ગામની સીમમાં રૂપિયા એક લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે બે પરપ્રાંતિય આરોપીઓને મેઘરજ પોલીસે ધરપકડ કરી. ડિસેમ્બર ના નજીક સમયમાં રાજસ્થાન તરફથી ગુજરાતમાં બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા અનેક પ્રકારે પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે અરવલ્લી પોલીસ પણ દારૂ પકડવા કમર કસી રહી છે.
- Advertisement -
અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક અને તંત્રની સુચના મુજબ મેઘરજ પોલીસ ઇન્સ્પેક્ટર એન. એમ. સોલંકી અને તેમનો સ્ટાફ રાજસ્થાન તરફની સરહદ પરથી બુટલેગરો ગેરકાયદે રીતે વિદેશી દારૂ ઘુસાડી વ્યાપાર ચાલુ ના કરી શકે તે માટે સઘન પ્રોહી પેટ્રોલીંગમાં ઢેકુંડી ગામની સીમમાં હતા ત્યારે રાજસ્થાન રાજ્ય તરફથી પંચાલ ગામ થઈને આવતી એક અશોક લેલન્ડ ટ્રક નંબર. જી. જે. ૦૯.એ. વી. ૦૪૮૨. રોકી ચેક કરતાં બોડીના ભાગે ગુપ્ત ખાનાં બનાવી તેમાં વિદેશી દારૂની પેટીઓ નંગ. ૫.તથા છુટી બોટલો નંગ. ૨૦૧. મળી કુલ કિંમત રૂપિયા ૧,૦૦,૫૦૦/-ના વિદેશી દારૂ સહિત મોબાઇલ ટ્રક મળી કુલ રૂપિયા ૪,૧૦,૫૦૦/-ના મુદ્દામાલ સાથે બે પરપ્રાંતિય ખેપિયાઓને ઝડપી લીધા હતા જયારે એક આરોપી હાજર મળ્યો નહોતો. પકડાયેલા આરોપીઓમાં (૧)ઓમપ્રકાશ અમરચંદ ડાંગી રહે. ખેમલી તા. માવલી જી. ઉદેપુર. (રાજસ્થાન) (૨) તુલસીરામ માંગીલાલ ડાંગી રહે. ઓડવાડીયા તા. માવલી જી. ઉદેપુર. (રાજસ્થાન) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જગદીશ સોલંકી અરવલ્લી


