યુવા ઉદ્યોગસાહસિકો માટે રાજકોટમાં JOYBIZZ Season-6નું ઇન્ટ્રોડક્શન સેશન 1 જુલાઈએ યોજાશે.
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતના યુવા ઉદ્યોગસાહસિકો અને બિઝનેસ ઓનર્સ માટે બિઝનેસ ગ્રોથ અને સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટનું અનોખું પ્લેટફોર્મ બની રહેલી JOYBIZZ Season-6નું ઇન્ટ્રોડક્શન સેશન 1 જુલાઈના રોજ સવારે 9:00 વાગ્યે રાજકોટ સ્થિત સયાજી હોટેલ ખાતે યોજાશે. JOYBIZZના ફાઉન્ડર હિમાંશુજી ઇન્ટરનેશનલ માઇન્ડસેટ મેન્ટર, ઇન્ટરનેશનલ બિઝનેસ કોચ અને સ્પિરિચ્યુઅલ માસ્ટર તરીકે જાણીતા છે. તેઓ છેલ્લા 26 વર્ષથી ભારત ઉપરાંત વિશ્વના સાત દેશોમાં હજારો ઉદ્યોગસાહસિકો અને પ્રોફેશનલ્સને માર્ગદર્શન આપી ચૂક્યા છે. JOYBIZZની પાંચ સફળ સિઝન પૂર્ણ થઈ ચૂકી છે. દરેક 13 દિવસની સિઝનમાં ભાગ લેનાર સભ્યોને બિઝનેસ ગ્રોથ, બિઝનેસ સિસ્ટમ્સ, ટીમ બિલ્ડિંગ, લીડરશિપ, ડેલિગેશન, ગોલ સેટિંગ અને ગ્રોથ માઇન્ડસેટ જેવા વિષયો પર વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવે છે.
સંસ્થાના જણાવ્યા મુજબ આજના સમયમાં માત્ર મહેનત નહીં પરંતુ યોગ્ય સિસ્ટમ, સ્પષ્ટ દિશા અને અસરકારક નિર્ણયો બિઝનેસને નવી ઊંચાઈ સુધી લઈ જાય છે. JOYBIZZના સેશન્સમાં બિઝનેસમાં આવતી પડકારજનક પરિસ્થિતિઓને નવી તકમાં કેવી રીતે પરિવર્તિત કરવી અને લાંબા ગાળાની ગ્રોથ માટે જરૂરી માઇન્ડસેટ કેવી રીતે વિકસાવવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આ સેશનમાં જોડાવા ઇચ્છુક વ્યક્તિઓ માટે પ્રી-રજિસ્ટ્રેશન ફરજિયાત છે. વધુ માહિતી અને નોંધણી માટે 98245 00030 પર સંપર્ક કરવો.




