ગઈકાલે વિરામ લીધા બાદ મેઘરાજાએ આજે રાજકોટમાં મહેર વરસાવી હતી. સવારે બફારા બાદ એકાએક વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી. પણ આજે સવારે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આજે શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. રેસકોર્સ રિંગ રોડ, યાજ્ઞીક રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે મવડી બ્રિજ નીચે ગોઠણસમા પાણી ભરાયા છે.
- Advertisement -
150 ફૂટ રિંગ રોડ પર ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 7થી 10 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ 5ડવાની સંભાવના રહેલી છે. તેમજ જામનગર રોડ પર ખંઢેરી સ્ટેડિયમમાં વરસાદી પાણી ભરાયા છે. લોધિકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
મેટોડા સહિતના ગામડાઓમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. આથી ખેડૂતો અને માલધારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.