પ્રગતિનો પર્યાય એટલે એડવોકેટ નોટરી કિશોરભાઈ સોજીત્રા, વકિલાત ક્ષેત્રે શાનદાર વ્યક્તિત્વ ધરાવતા કિશોરભાઈ એ પુરૂષાર્થની પ્રારબ્ધ અને પ્રગતિની કેડી કંડારી ટૂંકા ગાળામાં નોંધપાત્ર સફળતા મેળવી છે
આજે આપણે વાત કરીશું એક નિડર, બાહોશ અને કર્મયોગી એવા સમાજપ્રેમી, યુવાનોના આદર્શ, લાગણીશીલ તથા સૌના ચાહિતા, નિષ્ઠાવાન, સમાજ પ્રત્યે સેવા અને સમર્પણની ભાવના કાયમ રાખનારા…. જેમના માટે એવા એક પણ વિશેષણની જેમને જરૂર નથી, એમનું વ્યક્તિત્વ જ બધું બોલી જાય છે તેવા આપણા એડવોકેટ અને ભારત સરકાર દ્વારા નિયુક્ત નોટરી કિશોરભાઈ સોજીત્રાની….
કિશોરભાઈનો જન્મ તારીખ 01-08-1959ના રોજ ગુજરાત રાજ્યના ખમીરવંતા સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં થયો છે. પિતા નાથાભાઈ સોજીત્રા તથા માતા શાંતાબેન સોજીત્રાના સંસ્કારો અને વિચારોનો સુમેળ એટલે જ કિશોરભાઈ સોજીત્રા. બે ભાઈઓ તથા બે બહેનોમાં નાના કિશોરભાઈનો ઉછેર નાનપણથી જ આગવી પ્રતિભાયુક્ત નેતૃત્વના ગુણો સાથે થયો. તેઓએ વિદ્યાભ્યાસ રાજકોટની જુદી જુદી શાળાઓ તથા ભગવાન શ્રી સ્વામિનારાયણના કૃપાપાત્ર સંતોના સંચાલન હેઠળ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ, રાજકોટમાં પૂર્ણ કરેલ. ત્યારબાદ સને 1977થી 1980 સુધી એમ. ટી. ધમસાણીયા કોમર્સ કોલેજ, રાજકોટમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ત્યારબાદ એ.એમ.પી. લો કોલેજમાંથી કાયદાની વિદ્યાશાખા એલ.એલ.બી.નો અભ્યાસ પૂર્ણ કરીને ધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાંથી અધિવકતા યાને એડવોકેટ તરીકેને સનંદ મેળવીને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી વકીલાતના વ્યવસાયની શરૂઆત કરી હતી. આ વાત હતી કિશોરભાઈ સોજીત્રાના બાળપણ તથા અભ્યાસની, પણ હવે આપણે વાત કરીશું તેઓના ગૃહસ્થાશ્રમની.કિશોરભાઈ સોજીત્રાના દામ્પત્ય જીવનનો પ્રારંભ તા. 23-5-1983ના રોજ થયો. તેમની ધર્મપત્ની કલ્પનાબેનએ કિશોરભાઈને સમગ્ર જીવનકાળ દરમિયાન સુખ-દુ:ખમાં ખૂબ જ સાથ સહયોગ આપેલ છે. તેમના લગ્ન જીવન થકી બે દીકરાઓનો જન્મ થયેલ છે. જેમાં મોટો પુત્ર ‘પ્રશાંત’ તથા નાનો પુત્ર ‘ભાવિન’ છે. જે બંને દીકરાઓને કિશોરભાઈ તથા કલ્પનાબેને ભણાવ્યા, ગણાવ્યા, અને પરણાવ્યા. કિશોરભાઈ તથા કલ્પનાબેને પરિવારમાં સંસ્કારના બીજ રોપ્યા છે. ખોટું લેવું નહીં, ખોટું કરવું નહીં, ખોટા લોકોને સાથ આપવો નહીં, બીજાની પ્રગતિમાં આપણી ખુશી સમજવી વગેરેને જીવનમંત્ર બનાવીને આજે બંને દીકરાઓ, અનુસંધાન પાના નં. 20
- Advertisement -
બંને દીકરી સમાન વહુઓ તથા તેમના પણ બબ્બે સંતાનો સાથે કિશોરભાઈ તથા કલ્પનાબેનનો પરિવાર ખુશખુશાલ છે. કિશોરભાઈ સોજીત્રાના પરિવારમાંથી સમાજમાં સૌ પ્રેરણા લે છે.
આ વાત હતી કિશોરભાઈ સોજીત્રાના ગૃહસ્થાશ્રમની, તેમજ હવે આપણે વાત કરીશું તેઓના વ્યવસાયિક, સામાજિક જીવનની તથા સમાજ પ્રત્યેના તેઓના યોગદાનની.
કિશોરભાઈ સોજીત્રાએ ધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાંથી સને 1990માં અધિવકતા યાને એડવોકેટ તરીકેની સનંદ મેળવીને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી વકીલાત તરીકેના વ્યવસાયની શરૂઆત કરેલ, તેમજ બાળપણથી જ તેઓમાં લિડરશીપના ગુણો હોવાથી વકીલાતના વ્યવસાયની સાથોસાથ પિતા નાથાભાઈ તથા મોટાભાઈ પ્રદિપભાઈ સોજીત્રાના જીવનમૂલ્યોથી પ્રેરણા લઈને ભારતીય જનતા પાર્ટીમાં પણ પોતાની સેવાઓ આપી સમાજ પ્રત્યેની એક જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવેલ છે, કિશોરભાઈ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શિસ્તબદ્ધ સ્વયં સેવક છે. ભારતીય જનતા પાર્ટીમાં કિસાન મોરચા, લીગલ સેલ, યુવા ભાજપ જેવી વિવિધ પાંખોમાં પોતાનું આગવું યોગદાન આપેલ છે. રાજકોટના પૂર્વસાંસદ શિવલાલભાઈ વેકરીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ રામજીભાઈ રાદડીયા તથા ગુજરાત ભાજપના પૂર્વપ્રદેશ મંત્રી લાલજીભાઈ સાવલિયા જેવા નેતાઓ સાથે સમગ્ર રાજકોટ જિલ્લામાં વારંવાર પ્રવાસો કરીને ભારતીય જનતા પાર્ટીના પ્રચાર તથા પ્રસારની જવાબદારીઓ સંભાળેલ.
વકીલાતના વ્યવસાય ક્ષેત્રે સહકારી મંડળીઓના રાજકોટ જિલ્લા રજિસ્ટ્રારશ્રી દ્વારા કિશોરભાઈ સોજીત્રાની રાજકોટ તથા પોરબંદર જિલ્લાના ચોકસી અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવેલ. જેમાં બંને જિલ્લાની ઘણી સહકારી મંડળીઓમાં થયેલ ગેરરીતિઓની કિશોરભાઈ દ્વારા કલમ 86 અને 93 હેઠળ નિષ્પક્ષ ચોકસીની કામગીરી કરી, નિડરતાથી જવાબદારો સામે પગલાં ભરવા અંગેના ચુકાદાઓ આપેલ છે. કિશોરભાઈ વકીલાતના ક્ષેત્રને જ પોતાની કર્મયોગ સાધના સમજે છે, આથી જ જરૂરિયાતમંદ લોકોને મફત કાનુની સેવાઓ આપે છે.
સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા દ્વારા કિશોરભાઈ સોજીત્રાની વકીલાત તરીકેની વ્યવસાયિક સેવાઓથી પ્રભાવિત થઈને તેમના નેતૃત્વ હેઠળની સહકારી સંસ્થાઓ જેવી કે, રાજકોટ જિલ્લા પંચાયત, રાજકોટ ડેરી, રાજકોટ જિલ્લા સંઘ, રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેન્ક લિ. વગેરે સંસ્થાઓમાં કિશોરભાઈ સોજીત્રાની લિગલ એડવાઈઝર તરીકે નિમણુંક કરેલી.
ત્યારબાદ તારીખ 03-08-2006ના રોજ ભારત સરકારના કાયદા વિભાગ દ્વારા કિશોરભાઈ સોજીત્રાની નોટરી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. કિશોરભાઈની આ નિમણુંકમાં તત્કાલીન રાજકોટના સાંસદ વલ્લભભાઈ કથીરીયાનો સિંહફાળો રહ્યો છે તેમજ સને 2007ના અરસામાં ગુજરાત નોટરીઝ એસોસીએશન દ્વારા કિશોરભાઈ સોજીત્રાની સૌરાષ્ટ્ર-કચ્છના ઝોનલ ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવેલ હતી.
આ વાત હતી કિશોરભાઈ સોજીત્રાના રાજકોટ ખાતેના વ્યવસાયિક, સામાજિક જીવનની તથા સમાજ પ્રત્યેના તેઓના યોગદાનની, તેમજ હવે આપણે વાત કરીશું તેઓના સુરત શહેર ખાતેના યોગદાનની….
ગુરૂ આશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય મનજીદાદાની પ્રેરણાથી કિશોરભાઈએ સને 2008માં સુરતને પોતાની કર્મભૂમિ બનાવેલ, અને સુરત ખાતે પોતાના વકીલાત તરીકેના વ્યવસાયની શરૂઆત કરેલ. તેમજ ભારત સરકારના કાયદા વિભાગએ કિશોરભાઈને નોટરી પબ્લિક તરીકેનો કાર્ય વિસ્તાર રાજકોટથી વધારીને સમગ્ર સુરતનો કરી આપેલ છે જેમાં પાટીદાર નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાનું સવિશેષ યોગદાન રહ્યું છે.
સુરત ખાતે કિશોરભાઈ સોજીત્રા વરાછા રોડ, ગીતાંજલી વિસ્તારમાં યશ પ્લાઝા બિલ્ડિંગમાં પોતાની વ્યવસાયિક સેવાઓ આપી રહેલ છે, સાથોસાથ સામાજિક ક્ષેત્રે પણ તેઓનું આગવું યોગદાન રહ્યું છે, જેમાં દિવાળીબેન ઠાકરશીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી, સેવન સ્ટાર્સ મિડિયા ગ્રુપના ડાયમંડ સીટી મેગેઝીનના લિગલ એડવાઈઝર, ડાયમંડ ગેલેક્સી સ્પેસ મેગેઝીનના લિગલ એડવાઈઝર, ડાયમંડ સીટી અર્બન કો.ઓપ. ક્રેડિટ સોસાયટી લિ.ના ડિરેકટર, ચેરમેન તથા મેનેજિંગ ડિરેકટર તરીકે પોતાની સેવાઓ આપેલ છે. વૃક્ષારોપણ, સમૂહલગ્ન, સમૂહસગાઈ, બ્લડ ડોનેશન કેમ્પ, જરૂરિયાતમંદોને બાપા સીતારામ પ્રસાદ વિતરણ કાર્યક્રમ, સુરતની લાજપોર જેલમાં કેદીઓ માટે મેડિકલ કેમ્પ, ગંગાસ્વરૂપ વિધવા બહેનોને અનાજ કિટ તથા સીવવાના સંચાનું વિતરણ, સર્વરોગ નિદાન કેમ્પ તથા બાળકોના અભ્યાસ માટે નોટબુક વિતરણ જેવા અનેક કાર્યક્રમો કિશોરભાઈ સોજીત્રાની આગેવાનીમાં યોજાયેલ છે.
તેઓની જાહેર જીવનની સેવાઓથી પ્રભાવિત થઈને આજદિન સુધીમાં જુદા જુદા એન.જી.ઓ., સામાજિક અગ્રણીઓ તથા વ્યક્તિ વિશેષ દ્વારા જુદા-જુદા કુલ અંદાજે 1200 સન્માન પત્રો, સ્મૃતિ ચિહ્નો અર્પણ કરી કિશોરભાઈ સોજીત્રાને સન્માનિત કરવામાં આવેલ છે તેમજ પોતાના વકીલાત અને નોટરી તરીકેના વ્યવસાયના ક્ષેત્રે કિશોરભાઈ સોજીત્રાએ વધુમાં વધુ સંખ્યામાં નોટરી કરવાના એવોર્ડ મેળવેલ છે, જેમાં વર્લ્ડ રેકોર્ડઝ ઈન્ડિયા બુક તથા યુનિવર્સલ રેકોર્ડ ફોરમ, કલકત્તાનો રેકોર્ડ તેઓના નામે નોંધાયેલ છે, તેમજ તેઓ દ્વારા વૈશ્ર્વિક મહામારી કોવિડ-19 વખતે કરવામાં આવેલ સમાજ સેવાની નોંધ વર્લ્ડ રેકોર્ડ પબ્લીશીંગ કંપની યુ.કે. દ્વારા પ્રસિદ્ધ વર્ષ 2020-21ની ડિરેકટરી એડીશનમાં લેવામાં આવેલ છે. તેઓ હાલમાં મહિલા આત્મનિર્ભર અભિયાન અંતર્ગત કાર્યરત કે-2 બ્યુટી બાર (એન.જી.ઓ.) સંસ્થાના ચેરમેનપદે પોતાની માનદ સેવાઓ આપી રહેલ છે.
સમાજ સેવાનું ચેતનવંતુ પુલક્તિ પુણ્ય એટલે કિશોરભાઈ સોજીત્રા, તેમના આવા ઉદાત્ત વ્યક્તિત્વનું રહસ્ય છે એમનો આધ્યાત્મિક સ્વભાવ. સાધુ-સંતોના સતત સત્સંગ, સમાગમથી પ્રાપ્ત થયેલી પ્રેરણા અને સિંચાયેલા સંસ્કારોનો સુમેળ સંગમ એટલે જ કિશોરભાઈ. નમ્રતા, નિરંકારીતા, નિ:સ્વાર્થતા અને નિ:સ્પૃહતાને એક સાથે એક જ સમયે જોવા માટે કિશોરભાઈને મળવાનું મન થાય.
પોતાની આગવી પ્રતિભા અને મિલનસાર સ્વભાવથી જ સહેજે સાધુ-સંતોના આશિર્વાદ પ્રાપ્ત કરી લેતાં અને મળનારાઓમાં ફરી મળવાની ઝંખના મૂકી દેતાં કિશોરભાઈ કોને ન ગમે? એનો જવાબ શોધવો મુશ્કેલ છે.
આમ, કિશોરભાઈ સોજીત્રા આપણા ગુજરાતનું ઘરેણું કહેવાય. તેઓએ પોતાની સેવાકિય પ્રવૃત્તિઓથી ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે.
તો આ રહી કિશોરભાઈ સોજીત્રાના જીવનકાળની તસ્વીરો.
(લાસ્ટમાં દરેક એવોર્ડ, મોમેન્ટો, સ્મૃતિચિહ્નો, સન્માનપત્રો તેમજ સામાજિક કાર્યક્રમોના ફોટોગ્રાફ.)
કિશોરભાઈ સોજીત્રાએ ધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાંથી સને 1990માં અધિવકતા યાને એડવોકેટ તરીકેની સનદ મેળવીને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી વકીલાત તરીકે વ્યવસાયની શરૂઆત કરી
અનુસંધાન પાના નં. 19 ચાલુ…
બંને દીકરી સમાન વહુઓ તથા તેમના પણ બબ્બે સંતાનો સાથે કિશોરભાઈ તથા કલ્પનાબેનનો પરિવાર ખુશખુશાલ છે. કિશોરભાઈ સોજીત્રાના પરિવારમાંથી સમાજમાં સૌ પ્રેરણા લે છે. આ વાત હતી કિશોરભાઈ સોજીત્રાના ગૃહસ્થાશ્રમની, તેમજ હવે આપણે વાત કરીશું તેઓના વ્યવસાયિક, સામાજિક જીવનની તથા સમાજ પ્રત્યેના તેઓના યોગદાનની.
કિશોરભાઈ સોજીત્રાએ ધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાંથી સને 1990માં અધિવકતા યાને એડવોકેટ તરીકેની સનંદ મેળવીને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી વકીલાત તરીકેના વ્યવસાયની શરૂઆત કરેલ, તેમજ બાળપણથી જ તેઓમાં લિડરશીપના ગુણો હોવાથી વકીલાતના વ્યવસાયની સાથોસાથ પિતા નાથાભાઈ તથા મોટાભાઈ પ્રદિપભાઈ સોજીત્રાના જીવનમૂલ્યોથી પ્રેરણા લઈને ભારતીય જનતા પાર્ટીમાં પણ પોતાની સેવાઓ આપી સમાજ પ્રત્યેની એક જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવેલ છે, કિશોરભાઈ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શિસ્તબદ્ધ સ્વયં સેવક છે. ભારતીય જનતા પાર્ટીમાં કિસાન મોરચા, લીગલ સેલ, યુવા ભાજપ જેવી વિવિધ પાંખોમાં પોતાનું આગવું યોગદાન આપેલ છે. રાજકોટના પૂર્વસાંસદ શિવલાલભાઈ વેકરીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ રામજીભાઈ રાદડીયા તથા ગુજરાત ભાજપના પૂર્વપ્રદેશ મંત્રી લાલજીભાઈ સાવલિયા જેવા નેતાઓ સાથે સમગ્ર રાજકોટ જિલ્લામાં વારંવાર પ્રવાસો કરીને ભારતીય જનતા પાર્ટીના પ્રચાર તથા પ્રસારની જવાબદારીઓ સંભાળેલ. વકીલાતના વ્યવસાય ક્ષેત્રે સહકારી મંડળીઓના રાજકોટ જિલ્લા રજિસ્ટ્રારશ્રી દ્વારા કિશોરભાઈ સોજીત્રાની રાજકોટ તથા પોરબંદર જિલ્લાના ચોકસી અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવેલ. જેમાં બંને જિલ્લાની ઘણી સહકારી મંડળીઓમાં થયેલ ગેરરીતિઓની કિશોરભાઈ દ્વારા કલમ 86 અને 93 હેઠળ નિષ્પક્ષ ચોકસીની કામગીરી કરી, નિડરતાથી જવાબદારો સામે પગલાં ભરવા અંગેના ચુકાદાઓ આપેલ છે. કિશોરભાઈ વકીલાતના ક્ષેત્રને જ પોતાની કર્મયોગ સાધના સમજે છે, આથી જ જરૂરિયાતમંદ લોકોને મફત કાનુની સેવાઓ આપે છે.
સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા દ્વારા કિશોરભાઈ સોજીત્રાની વકીલાત તરીકેની વ્યવસાયિક સેવાઓથી પ્રભાવિત થઈને તેમના નેતૃત્વ હેઠળની સહકારી સંસ્થાઓ જેવી કે, રાજકોટ જિલ્લા પંચાયત, રાજકોટ ડેરી, રાજકોટ જિલ્લા સંઘ, રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેન્ક લિ. વગેરે સંસ્થાઓમાં કિશોરભાઈ સોજીત્રાની લિગલ એડવાઈઝર તરીકે નિમણુંક કરેલી. ત્યારબાદ તારીખ 03-08-2006ના રોજ ભારત સરકારના કાયદા વિભાગ દ્વારા કિશોરભાઈ સોજીત્રાની નોટરી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. કિશોરભાઈની આ નિમણુંકમાં તત્કાલીન રાજકોટના સાંસદ વલ્લભભાઈ કથીરીયાનો સિંહફાળો રહ્યો છે તેમજ સને 2007ના અરસામાં ગુજરાત નોટરીઝ એસોસીએશન દ્વારા કિશોરભાઈ સોજીત્રાની સૌરાષ્ટ્ર-કચ્છના ઝોનલ ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવેલ હતી. આ વાત હતી કિશોરભાઈ સોજીત્રાના રાજકોટ ખાતેના વ્યવસાયિક, સામાજિક જીવનની તથા સમાજ પ્રત્યેના તેઓના યોગદાનની, તેમજ હવે આપણે વાત કરીશું તેઓના સુરત શહેર ખાતેના યોગદાનની….
ગુરૂ આશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય મનજીદાદાની પ્રેરણાથી કિશોરભાઈએ સને 2008માં સુરતને પોતાની કર્મભૂમિ બનાવેલ, અને સુરત ખાતે પોતાના વકીલાત તરીકેના વ્યવસાયની શરૂઆત કરેલ. તેમજ ભારત સરકારના કાયદા વિભાગએ કિશોરભાઈને નોટરી પબ્લિક તરીકેનો કાર્ય વિસ્તાર રાજકોટથી વધારીને સમગ્ર સુરતનો કરી આપેલ છે જેમાં પાટીદાર નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાનું સવિશેષ યોગદાન રહ્યું છે. સુરત ખાતે કિશોરભાઈ સોજીત્રા વરાછા રોડ, ગીતાંજલી વિસ્તારમાં યશ પ્લાઝા બિલ્ડિંગમાં પોતાની વ્યવસાયિક સેવાઓ આપી રહેલ છે, સાથોસાથ સામાજિક ક્ષેત્રે પણ તેઓનું આગવું યોગદાન રહ્યું છે, જેમાં દિવાળીબેન ઠાકરશીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી, સેવન સ્ટાર્સ મિડિયા ગ્રુપના ડાયમંડ સીટી મેગેઝીનના લિગલ એડવાઈઝર, ડાયમંડ ગેલેક્સી સ્પેસ મેગેઝીનના લિગલ એડવાઈઝર, ડાયમંડ સીટી અર્બન કો.ઓપ. ક્રેડિટ સોસાયટી લિ.ના ડિરેકટર, ચેરમેન તથા મેનેજિંગ ડિરેકટર તરીકે પોતાની સેવાઓ આપેલ છે. વૃક્ષારોપણ, સમૂહલગ્ન, સમૂહસગાઈ, બ્લડ ડોનેશન કેમ્પ, જરૂરિયાતમંદોને બાપા સીતારામ પ્રસાદ વિતરણ કાર્યક્રમ, સુરતની લાજપોર જેલમાં કેદીઓ માટે મેડિકલ કેમ્પ, ગંગાસ્વરૂપ વિધવા બહેનોને અનાજ કિટ તથા સીવવાના સંચાનું વિતરણ, સર્વરોગ નિદાન કેમ્પ તથા બાળકોના અભ્યાસ માટે નોટબુક વિતરણ જેવા અનેક કાર્યક્રમો કિશોરભાઈ સોજીત્રાની આગેવાનીમાં યોજાયેલ છે.
તેઓની જાહેર જીવનની સેવાઓથી પ્રભાવિત થઈને આજદિન સુધીમાં જુદા જુદા એન.જી.ઓ., સામાજિક અગ્રણીઓ તથા વ્યક્તિ વિશેષ દ્વારા જુદા-જુદા કુલ અંદાજે 1200 સન્માન પત્રો, સ્મૃતિ ચિહ્નો અર્પણ કરી કિશોરભાઈ સોજીત્રાને સન્માનિત કરવામાં આવેલ છે તેમજ પોતાના વકીલાત અને નોટરી તરીકેના વ્યવસાયના ક્ષેત્રે કિશોરભાઈ સોજીત્રાએ વધુમાં વધુ સંખ્યામાં નોટરી કરવાના એવોર્ડ મેળવેલ છે, જેમાં વર્લ્ડ રેકોર્ડઝ ઈન્ડિયા બુક તથા યુનિવર્સલ રેકોર્ડ ફોરમ, કલકત્તાનો રેકોર્ડ તેઓના નામે નોંધાયેલ છે, તેમજ તેઓ દ્વારા વૈશ્ર્વિક મહામારી કોવિડ-19 વખતે કરવામાં આવેલ સમાજ સેવાની નોંધ વર્લ્ડ રેકોર્ડ પબ્લીશીંગ કંપની યુ.કે. દ્વારા પ્રસિદ્ધ વર્ષ 2020-21ની ડિરેકટરી એડીશનમાં લેવામાં આવેલ છે. તેઓ હાલમાં મહિલા આત્મનિર્ભર અભિયાન અંતર્ગત કાર્યરત કે-2 બ્યુટી બાર (એન.જી.ઓ.) સંસ્થાના ચેરમેનપદે પોતાની માનદ સેવાઓ આપી રહેલ છે.
સમાજ સેવાનું ચેતનવંતુ પુલક્તિ પુણ્ય એટલે કિશોરભાઈ સોજીત્રા, તેમના આવા ઉદાત્ત વ્યક્તિત્વનું રહસ્ય છે એમનો આધ્યાત્મિક સ્વભાવ. સાધુ-સંતોના સતત સત્સંગ, સમાગમથી પ્રાપ્ત થયેલી પ્રેરણા અને સિંચાયેલા સંસ્કારોનો સુમેળ સંગમ એટલે જ કિશોરભાઈ. નમ્રતા, નિરંકારીતા, નિ:સ્વાર્થતા અને નિ:સ્પૃહતાને એક સાથે એક જ સમયે જોવા માટે કિશોરભાઈને મળવાનું મન થાય. પોતાની આગવી પ્રતિભા અને મિલનસાર સ્વભાવથી જ સહેજે સાધુ-સંતોના આશિર્વાદ પ્રાપ્ત કરી લેતાં અને મળનારાઓમાં ફરી મળવાની ઝંખના મૂકી દેતાં કિશોરભાઈ કોને ન ગમે? એનો જવાબ શોધવો મુશ્કેલ છે.
આમ, કિશોરભાઈ સોજીત્રા આપણા ગુજરાતનું ઘરેણું કહેવાય. તેઓએ પોતાની સેવાકિય પ્રવૃત્તિઓથી ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે.
- Advertisement -
સફળતાના સંચાલક, સકારાત્મકના ચાહક અને સેવા ભાવનાના સંવાહક કિશોર સોજીત્રાની આ ઉદાત્ત લોકોપયોગી જીવનયાત્રા સતત અને અવિરત ચાલતી રહે તેવી ‘ખાસ-ખબર’ની શુભકામના સહઅભ્યર્થના