By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    2 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    3 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    5 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    5 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
    21 hours ago
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    2 days ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    2 days ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    2 days ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    2 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    3 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    4 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    5 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હાથમાં નોકરીનો ઓર્ડર હતો અને ગામે સરપંચ બનાવી દીધો : ભીખાભાઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > હાથમાં નોકરીનો ઓર્ડર હતો અને ગામે સરપંચ બનાવી દીધો : ભીખાભાઇ
ગુજરાતજુનાગઢ

હાથમાં નોકરીનો ઓર્ડર હતો અને ગામે સરપંચ બનાવી દીધો : ભીખાભાઇ

Khaskhabar Editor
Last updated: 2022/06/11 at 4:02 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

ચૂંટણી હાર્યા કે જિત્યા બાદ વેરભાવ નથી રાખતા એવા ભીખાભાઇ જોષી સાથે ખાસ મુલાકાત

વર્તમાન સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ જીવનભરનાં વેરઝેર થઇ જાય છે. ચૂંટણી પછી વર્ષો સુધી લોકો સામ સામે બોલતા નથી હોતા. ચૂંટણી પછી ગામડામાં ભાગલા પડી જાય છે. આવી સ્થિતીમાં પણ યુવા નેતાઓ માટે પ્રેરણારૂપ છે જુના અને પીઢ રાજકારણી ભીખાભાઇ જોષી. સરપંચની ચૂંટણીથી રાજકારણમાં પ્રવેશ કરનાર ભીખાભાઇ જોષી દરેક ચૂંટણી ખેલદીલીથી લડ્યાં છે. ચૂંટણી હાર્યા બાદ પણ હરીફ ઉમેદવાર માટે મનમાં રાગદેષ રાખતા નથી. ચૂંટણી હાર્યા બાદ ઉમેદવારને અભિનંદન આપવા જાય છે. તેની સાથે પરિવાર જેવા સંબંધ રાખે છે. આવા જુની પેઢીનાં રાજકારણી ભીખાભાઇ જોષીની ખાસ ખબર સાથે વિશેષ મુલાકાત.

- Advertisement -

કોંગ્રેસનું ઋણ ઉતારવું છે, ભાજપમાં જવાનો નથી, આગામી ચૂંટણી હું જ લડીશ

રાજકારણમાં યુવાનો પ્રવેશી રહ્યાં છે. આજે અનેક ગામડાઓમાં યુવા સરપંચ છે. તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં પણ યુવાનો છે. અનેક યુવા નેતાઓ રાજકારણમાં કામ કરી રહ્યાં છે. દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાતી રહે છે. વર્તમાન સમયમાં ચૂંટણીઓનાં કારણે અનેક ગામમાં વેરઝેર થઇ ગયા છે. ભાઇ ભાઇ સામે બોલતો નથી. ગામડાઓમાં જ્ઞાતિનાં વાડા પડી ગયા છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ મનદુ:ખ કાયમી રહે છે. વેરઝેરની ચૂંટણીથી ઉપર છે જૂનાગઢના કોંગી ધારાસભ્ય ભીખાભાઇ જોષી. મેંદરડા તાલુકાનાં અમરાપુરમાં 1/9/1945માં બ્રાહ્મણ કુંટુંબમાં ભીખાભાઇ જોષીનો જન્મ થયો હતો. રાજાશાહીમાં જમીન મળી હોય પિતાજી પશુપાલન સાથે ખેતીનો વ્યવસાય કરતા. ભીખાભાઇ જોષીએ પ્રાથમિક શિક્ષણ સ્થાનીક કક્ષાએ પૂર્ણ કર્યું હતું. વિસાવદરમાં ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો અને રાજકોટમાં જુની એસસીસી સુધીનો અભ્યાસ કર્યો હતો.અહીં સુધી અભ્યાસ કરી ગામડે આવ્યા અને પિતાને વ્યવસાયમાં મદદરૂપ થવા લાગ્યાં. તે જ અરસામાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવી. બસ અહીંથી ભીખાભાઇએ રાજકારણમાં પ્રવેશ કર્યો.


ચૂંટણી ખેલદિલીથી લડતા: ચૂંટણી હાર્યા બાદ હરીફ ઉમેદવારને અભિનંદન આપવા જતાં

- Advertisement -

ભીખાભાઈએ 25 વર્ષ ભાજપમાં કામ કર્યું : હવે જૂનાગઢમાં કૉંગ્રેસનાં ધારાસભ્ય

શરૂઆતનાં 25 વર્ષ ભાજપમાં કામ કર્યું હવે કોંગ્રેસનાં ધારાસભ્ય છે. ભીખાભાઇ જોષીએ કહ્યું હતું કે,તે સમયે નોકરી મળવી સરળ હતી. મારા હાથમાં નોકરીઓ ઓર્ડર હતો. અને ગામ કે તમારે સરપંચ બનવાનું છે. સવારે નિર્ણય કરવાનો હતો કે નોકરી કરવી કે સરપંચ બનવું. ગ્રામજનો કહેવાથી સરપંચ થયો. પ્રથમ વખત ચૂંટણી જિત્યો. અહીંથી રાજકીય સફર શરૂ થઇ. ભીખાભાઇ જોષીની ઉંમર 77 વર્ષની છે. આ ઉંમરે પણ યુવા નેતાઓને કરતા વધુ દોડી રહ્યાં છે. ભીખાભાઇ જોષી 25 વર્ષ સુધી ભાજપમાંથી ચૂંટણીઓ લડતા આવ્યાં હતાં. વર્તમાન સમયમાં તેવો કોંગ્રેસમાં છે. ભીખાભાઇએ કહ્યું હતું કે, કોંગ્રેસે મને 3 વખત ટીકીટ આપી છે. મારી પાસે કશુ ન હતું ત્યારે પણ કોંગ્રેસ સાથે રહી છે. હવે કોંગ્રેસનો ઋણ ઉતારવાનો સમય છે. જૂનાગઢમાં પહેલા મને ભાજપમાં આવવાની ઓફર કરાઇ હતી. પરંતુ મારે કોંગ્રેસનું ઋણ ઉતારવું છે. હું કોંગ્રેસમાં જ રહેવાનો છું. આગામી વિધાન સભાની ચૂંટણી પણ હું જ લડવાનો છું. મારા પુત્ર મનોજની વાતો ગામમાં થઇ રહી છે.પરંતુ ચૂંટણી તો હું જ લડી. વર્તમાન સમય અને તે સમયની ચૂંટણીઓમાં તફાવત શું ? તેના જવાબમાં ભીખાભાઇએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં વેરઝેર વધી રહ્યાં છે. ચૂંટણી પછી લોકો બોલતા હોતા નથી. ભાઇ ભાઇ પણ સામે સામે આવી જાય છે. આજે નેતાને મત નથી આપ્યા તો તે વિસ્તારમાં કામ નથી કરવું તેવો ભાવ નેતાઓમાં જોવા મળી રહ્યો છે. પરંતુ મારી વાત કરુ તો હું દેવાણંદભાઇ સામે ચૂંટણી હાર્યો હતો. અમે બન્ને ચૂંટણીમાં હંમેશા સામ સામે રહ્યાં હતાં. પરંતું અમાર પરિવાર વચ્ચે સારામાં સારા સંબંધ છે. હું ચૂંટણી હાર્યા બાદ હરીફ ઉમેદવારને અભિનંદન આપવા જતો હતો. જૂનાગઢ કોર્પોરેશનમાં ભાજપનું શાસન હોવા છતા દરેક કોર્પોરેટરને ગ્રાન્ટ માટે જાણ કરી હતી. લોકભાગીદારીનાં કામ માટે દરેક કોર્પોરેટરને ફોન કર્યા હતાં. લોકો મત આપે કે ન આપે સત્તામાં હોઇએ ત્યારે તેના કામ થવા જોઇએ. ભીખાભાઇ જોષી 1995માં ધારાસભ્ય બન્યાં હતાં. બાદ 1998માં પેટા ચૂંટણીમાં હાર થઇ હતી. 2002માં ફરી જીત્યા હતાં. 2007માં જૂનાગઢથી લડવાની ઇચ્છા હતી પરંતુ મહિલા ઉમેદવારને કોંગ્રેસે ટીકીટ આપી હતી. 2017માં જૂનાગઢમાંથી ધારાસભ્ય બન્યાં.

ઇશ્ર્વરમાં શ્રદ્ધા પણ મતદારને ઇશ્ર્વર માને
ભીખાભાઇ જોષીએ કહ્યું હતું કે, ઇશ્ર્વરમાં શ્રધ્ધા છે. પરંતુ મતદાર એ જ સાચો ઇશ્ર્વર છે. ઇશ્ર્વર પાસે ક્યારેય કશું માગ્યું નથી. ગત ચૂંટણીમાં લોકોને કહ્યું હતું કે, તમારા માટે રૂમાલ નહી પાથરું પણ તમારા કામ માટે લડતો રહીશ. મારા કામને લઇ કોઇ તંત્રએ રૂપિયા માંગ્યા નથી. કોઇ મારી સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ ન કરી શકે. ચૂંટણી પણ ઓછા ખર્ચમાં લડુ છું.

પાંચ વર્ષમાં 100 ટકા ગ્રાન્ટ વાપરી, 98 કરોડના રસ્તા ગામડાંમાં મંજુર કરાવ્યાં
ભીખાભાઇ જોષીએ કહ્યું હતું કે, શહેર કરતા ગામડામાં રસ્તા સારા છે. 98 કરોડનાં રસ્તાનાં કામ મંજુર કરાવ્યાં છે. ધારાસભ્યની 100 ટકા ગ્રાન્ટ વાપરી છે. જૂનાગઢ શહેરમાં લોકભાગીદારી માટે 2 કરોડ આપવાનું કહ્યું હતું.ભાજપનાં શાસકો માન્ય હોત તો 10 કરોડનાં કામ થવાનાં હતાં. સ્થાયી સમિતીએ લોકભાગીદારીની દરખાસ્ત ઉઠાડી દીધી હતી. તમામ કોર્પોરેટરેને ફોન કરી વિકાસ માટે જરૂરી મદદ કરવા કહ્યું છે. જૂનાગઢ શહેરને ખુબ જ ગ્રાન્ટ મળે છે. પરંતુ અનઘડ વહીવટનાં કારણે જૂનાગઢનો વિકાસ થતો નથી.

સંયુકત પરિવાર, દરેક પ્રસંગે હાજર રહેવું, ખેતી મુખ્ય વ્યવસાય
ભીખાભાઇ સયુકત પરિવારમાં રહે છે. પરિવાર માટે પુરતો સમય આપે છે. જૂનાગઢ કે મેંદરડામાં કોઇ પણ જાણીતી વ્યકિતનાં સારા અને નરસા પ્રસંગમાં હાજર રહે છે. જન્મ દિવસ હોય કે કોઇ પણ નાનો કે મોટો પ્રસંગ હોય ભીખાભાઇની હાજરી અવસ્ય હોય છે. રાજાશાહીનાં વખતની જમીન છે. ખેતી મુખ્ય વ્યવસાય છે. પુશપાલન પણ જેતે સમય કરતા હતાં. જૂનાગઢની ચૂંટણી જત્યા બાદ ખેતીમાં ઓછી ધ્યાન આપવા લાગ્યાં છે. તેમજ કોરોના કાળ દરમિયાન અમિતભાઇ પટેલ અને ભીખાભાઇએ સાથે મળી ભોજનની વ્યવસ્થા કરતા હતાં. જૂનાગઢ,મેંદરડા,માળિયામાં ધાર્મિક,સામાજીક પ્રસંગોમાં તેમની હાજરી હોય છે. હંમેશા લોકોને વચ્ચે રહેવાનું પસંદ કરે છે.

આજે જે કંઇ છે તે જેઠાભાઇ પાનેરાનાં કારણે છે
ભીખાભાઇ જોષી જૂની પેઢીનાં રાજકારણી હોય કોઇનો ઉપકાર ભુલતા નથી. તેમણે કહ્યું હતું કે, 1985માં માળીયા-મેંદરડાથી જેઠાભાઇ પાનેરા ચૂંટણી લડતા હતાં. તેમણે મને કહ્યું કે મને મદદ કરો તો હું જીતી જાવ. પરંતુ અમે મદદ કરી નહી અને તે હારી ગયા. મારી જમીન ઉપર 7 લાખ રૂપિયાનું કરજ હતું. પરંતુ જેઠાભાઇ બેંકમાં આવ્યા અને મૂળ રકમ જ લીધી. જેઠાભાઇએ આમ ન કર્યું હોત તો શાયદ આજે મારી પાસે કશું બચ્યું ન હોત.

1998માં પેટા ચૂંટણીની રસપ્રદ વાત, ભાભી સુત્ર
વર્ષ 1998ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની રસપ્રદ વાત કરતા ભીખાભાઇ જોષીએ કહ્યું હતું કે, ત્યારે ભાવનાબેન ચૂંટણી લડતા હતાં. હું વિધાનસભાની પેટા ચૂંટણી લડતો હતો. બન્ને સામ સામ પક્ષમાં હતાં. એક બીજાને મદદ કરવાની વાત હતી. ક્રોસ વોટીંગ માટે પ્રચાર થતો હતો. ભાભી સુત્રને લઇ પ્રચાર કરતા હતાં. ભાભીનો અર્થમાં ભા એટલે ભાવનાબેન અને ભી એટલે ભીખાભાઇ. જોકે આ પેટા ચૂંટણી હું હારી ગયો હતો.

You Might Also Like

ગણપતિ બાપ્પા મોરિયા: રાજકોટમાં 12,000થી વધુ મૂર્તિઓનું ભાવભેર વિસર્જન, તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

ખાણી-પીણી બજારોમાં મ્યુનિ. કમિશનરનું ચેકિંગ: સ્વચ્છતામાં બેદરકારી ન દાખવવા કડક સૂચના

અમદાવાદની ઢાલગરવાડ બજાર બંધ: 1000થી વધુ વેપારીનો વિરોધ

વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય કથાકાર જયા કિશોરીજીના વ્યાસાસને યુવાકથા યોજાશે

એશિયન માસ્ટર્સ ચેમ્પિયનશિપ માટે અવનીની પસંદગી થતા મેયર સહિત આગેવાનો દ્વારા સન્માન કરાયુ

TAGGED: bhikhabhaijoshi, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિસાવદરમાં ગાજવીજ સાથે વરસાદ
Next Article શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા વધુ છ સ્થળોએ સ્માર્ટ સિગ્નલ ઇન્સ્ટોલ કરાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગણપતિ બાપ્પા મોરિયા: રાજકોટમાં 12,000થી વધુ મૂર્તિઓનું ભાવભેર વિસર્જન, તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
મારવાડી યુનિવર્સીટીમાં આંધ્રપ્રદેશના 19 વર્ષીય છાત્રએ ચોથા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત
ખાણી-પીણી બજારોમાં મ્યુનિ. કમિશનરનું ચેકિંગ: સ્વચ્છતામાં બેદરકારી ન દાખવવા કડક સૂચના
અમદાવાદની ઢાલગરવાડ બજાર બંધ: 1000થી વધુ વેપારીનો વિરોધ
વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય કથાકાર જયા કિશોરીજીના વ્યાસાસને યુવાકથા યોજાશે
એશિયન માસ્ટર્સ ચેમ્પિયનશિપ માટે અવનીની પસંદગી થતા મેયર સહિત આગેવાનો દ્વારા સન્માન કરાયુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ગણપતિ બાપ્પા મોરિયા: રાજકોટમાં 12,000થી વધુ મૂર્તિઓનું ભાવભેર વિસર્જન, તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

ખાણી-પીણી બજારોમાં મ્યુનિ. કમિશનરનું ચેકિંગ: સ્વચ્છતામાં બેદરકારી ન દાખવવા કડક સૂચના

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ગુજરાત

અમદાવાદની ઢાલગરવાડ બજાર બંધ: 1000થી વધુ વેપારીનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?