By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    23 hours ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    1 day ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    4 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી
    7 minutes ago
    BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
    47 minutes ago
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    24 hours ago
    ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે
    1 day ago
    વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    57 minutes ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 day ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    5 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોદી V/S ડિઝાઈનર ધરણાંઓ અને સેવન સ્ટાર આંદોલનો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > મોદી V/S ડિઝાઈનર ધરણાંઓ અને સેવન સ્ટાર આંદોલનો
AuthorKinnar Acharyaખાસ-ખબર

મોદી V/S ડિઝાઈનર ધરણાંઓ અને સેવન સ્ટાર આંદોલનો

Khaskhabar Editor
Last updated: 2022/09/17 at 10:38 AM
Khaskhabar Editor 4 years ago
Share
12 Min Read
SHARE

ભૂતપૂર્વ વડાપ્રધાન સોનિયા ગાંધીનાં તત્કાલિન પર્સનલ એટેન્ડન્ટ અને વિખ્યાત મૌનધારી બાબા મનમોહન સિંહએ એક વખત કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદી જો દેશનાં વડાપ્રધાન બનશે તો હોનારત સર્જાઈ જશે!” એમની વાતને કોંગ્રેસીઓએ અને લેફિટસ્ટ, લિબ્રાન્ડુઓએ ઝીલી લીધી હતી. કેટલાંક લોકોએ એવો માહોલ સર્જાયો હતો કે, એવું લાગે કે જાણે મોદી જો સત્તા પર બિરાજશે તો આખો દેશ ભગવો કરી નાંખશે, ઠેરઠેર ગૌપૂજનની જ વાતો થશે અને મુસ્લિમોનું ધનોતપનોત નીકળી જશે. વાતાવરણ એવું પણ ઉભું કરવામાં આવ્યું કે, ઘણાંને એવું લાગ્યું જાણે મોદીનાં આગમનથી હાર્ડકોર હિન્દુત્વ છવાઈ જશે, ચોમેર કટ્ટરવાદ અને સંકુચિતતા છવાઈ જશે અને મોદી માત્ર રામમંદિર કે તેનાં જેવાં મુદ્દાઓમાં જ રસ રહેશે. કોંગ્રેસ અને ડાબેરીઓ માટે એ દહેશત પણ હતી અને એક મહાન આશા પણ!

આશા? કેવી રીતે? એવી રીતે કે, જો મોદી આ જ એજન્ડા લઈ ને આગળ ચાલે તો ડાબેરી ડફોળેશ્વરો અને બુદ્ધિખોરોને કહેવાની તક મળે : “જુઓ ! અમે તો કહેતા જ હતાં કે આ માણસનો એક જ એજન્ડા છે, હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુત્વ !” આમ તો જો નરેન્દ્ર મોદીનો એજન્ડા જો માત્ર હિન્દુત્વ જ હોય તો પણ તેમાં કશું ખોટું નથી. કારણ કે, હિન્દુત્વનો અર્થવિસ્તાર આસમાન કરતાં વિશાળ છે અને અફાટ છે. હિન્દુત્વ એટલે જીવો અને જીવવા દો, હિન્દુત્વ એટલે સર્વાંગી વિકાસ, હિન્દુત્વ એટલે ઈશ્વરની આરાધનાનો અધિકાર. અને ઈશ્વરનાં અસ્તિત્વનો ઇન્કાર પણ હિન્દુત્વ છે. પરંતુ યુનિવર્સિટીનાં પ્રાંગણથી ઠાલી ક્રાંતિના સાવ પોલંપોલ પીપૂડા વગાડતાં કોન્વેન્ટિયાઓને, ડિઝાઈનર પત્રકારોને કે સુપરસ્ટાર પેનલિસ્ટ્સને હિન્દુત્વની સરળ અને મહાન વ્યાખ્યા ગળે ઉતરતી નથી. અયોધ્યામાં ભવ્ય દિવ્ય રામમંદિરનું નિર્માણ એ જ માત્ર હિન્દુત્વ જ છે. એક હિન્દુત્વવાદી રાજપુરુષ જ તેનું સ્વપ્ન સેવી શકે, તેને અમલમાં મૂકી શકે. એવું ન હોત તો સિત્તેર વર્ષમાં આવી યોજના અમલમાં મૂકાઈ ગઈ હોત.

- Advertisement -

સમજો, વિચારો… શું મોદી સામે ડાબેરીઓ, સવાયા લેફિટસ્ટ જેવાં કોંગ્રેસીઓ અને ડિઝાઈનર બૌધ્ધિકો પત્રકારોને માત્ર એ વાંધો છે કે, તેઓ કેદારનાથ જઈ ને ધ્યાનમાં બેસે છે ? કે વારાણસીનાં ઘાટ પર ગંગા આરતી કરે છે ? કે કાશી વિશ્વનાથનું શાસ્ત્રોક્ત પૂજન કરે છે? શું માત્ર એ જ વાંધો છે કે, તેઓ રામ મંદિરનું ભૂમિપૂજન કરે છે ? ના. અસલી વાંધો એ છે કે, મોદી જનધન યોજના આપે છે, વિશ્વની સૌથી વિરાટકાય હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના, આયુષમાન ભારત સ્કીમ લાવે છે, શસ્ત્ર સોદાઓ ત્વરિત કરે છે, મોદી ભારત માટે ઇન્વેસ્ટમેન્ટ ખેંચી લાવે છે, મોદી નલ સે જલ યોજના અમલમાં મૂકે છે.

મોદીમાં આવડત, પ્રામાણિકતા, પ્રતિબદ્ધતા, ક્ષમતા, હિંમત, નિર્ણયશક્તિ, બુદ્ધિમતા જેવી અનેક બાબતોનું કાતિલ કોમ્બિનેશન છે, આ બધી બાબતો જ કેન્દ્રમાં તેમને અજેય બનાવે છે અને અજેય લડવૈયાને હરાવવા હંમેશા અધમ કક્ષાની ચાલ ચાલવામાં આવતી હોય છે, છેક પુરાણકાળથી આવું ચાલ્યું આવે છે

મેઈક ઇન ઇન્ડિયા અને વન નેશન – વન રાશન કાર્ડ અને તેના જેવી અગણિત યોજનાઓ તેઓ અમલમાં મૂકે છે. અન્ય શાસકો સ્વપ્નમાં પણ જેની કલ્પના ન કરી શકે તેવી અસંખ્ય યોજનાઓ અને નિર્ણયો, પગલાં તેઓ લઈ ચૂક્યાં છે. તેઓ વિરાટનું વ્યક્તિત્વ છે. વિરાટ સ્વપ્ન જુએ છે, ગગનચુંબી સપનાં અને પછી એ સપનાંઓને સાકાર કરવા જાત નીચોવીને મચી પડે છે. મોદી સામે બૌધ્ધિક અને બદમાશોને મૂળ તકલીફ આ છે. એમને એ સવાલ અકળાવે છે કે, કોઈ શાસક આટલો પ્રતિબદ્ધ કે દ્રઢનિશ્ચયી કેવી રીતે હોઈ શકે? દેશને ઘણાં વર્ષોથી પ્યાદા ટાઈપ પ્રાઈમ મિનિસ્ટરની આદત પડી છે. એક નવી કોનવેન્ટિયા પેઢી તો એવું જ માને છે કે, વડાપ્રધાન તો છછૂંદર જેવાજ હોવા જોઇએ, તેમની ચાલ સ્ત્રેણ હોવી જોઈએ અને નિર્ણયોમાં કે હાવભાવમાં પૌરુષ ડોકાવું ન જોઈએ. મનમોહનસિંહને એક દાયકા સુધી ભાળી ને એક આખી પેઢી એવું માનતી થઈ ગઈ કે, વડાપ્રધાન તો નખશિખ નપાણિયા જ જોઈએ.

- Advertisement -

મોદી સામે ચોક્કસ લોકોને વાંધો એ છે કે, તેઓ બહુ કામ કરે છે, તેઓ મોટાં સ્વપ્નો જુએ છે અને એ સાકાર કરી જાણે છે. જો મોદી માત્ર રામમંદિર કે 370ની વાત. કરતા હોત તો એમને નાથવાનું બહુ આસાન હતું. સમસ્યા એ છે કે, મોદી કાશ્મીરનાં ટુકડાં કરવા ઉપરાંત કમ્પ્યુટર્સ, રોજગાર, ટેકનોલોજી, ઉદ્યોગો, વૈશ્વિક પ્રવાહો, હેલ્થ, જળ સંસાધન, પ્રવાસન, વોકલ ફોર લોકલ જેવી અગણિત બાબતો પર વાતો કરે છે, કામ કરે છે, પરિણામો મેળવે છે. આ સ્થિતિ અનેક વિરોધીઓ માટે અકળાવનારી છે.

અને આ ત્રસ્ત જમાતની અકળામણમાંથી કિસાન આંદોલનો જન્મે છે. આ અસહ્ય પીડામાંથી શાહીનબાગ જેવાં તમાશા જન્મ લે છે અને દિલ્હી હુલ્લડ જેવાં હિંસાચાર આકાર પામે છે. શાસક માત્ર પ્રામાણિક હોય એટલું પર્યાપ્ત નથી. મનમોહનસિંહ એક રાતિ પાઈ પણ ઘરભેગી ન કરી હોય તો પણ તેઓ ભારતના સૌથી ભ્રષ્ટ વડાપ્રધાન ગણાય. ચોરી થતી હોય ત્યારે આંખ આડા કાન કરવા અને લોકકલ્યાણ માટે કશું જ ન કરવું. એ પણ એક પ્રકારની બેઇમાની છે. આદર્શ ત્વરિત નિર્ણય લેતા હોવા જોઈએ, તેનામાં ચીલો ચાતરવાની, આગવી કેડી કંડારવાની હિંમત હોય. જેનામાં દ્રઢ નિર્ણયશક્તિ હોય અને જેને દરરોજ થોડાં હજાર કે થોડાં લાખ નાગરિકોનાં જીવનમાં ઉજાસ પાથર્યા પહેલા ઊંઘ ન આવતી હોય.

મોદીમાં આવડત, પ્રામાણિકતા, પ્રતિબદ્ધતા, ક્ષમતા, હિંમત, નિર્ણયશક્તિ, બુદ્ધિમતા જેવી અનેક બાબતોનું કાતિલ કોમ્બિનેશન છે. આ બધી બાબતો જ કેન્દ્રમાં તેમને અજેય બનાવે છે. અને અજેય લડવૈયાને હરાવવા હંમેશા અધમ કક્ષાની ચાલ ચાલવામાં આવતી હોય છે. છેક પુરાણકાળથી આવું ચાલ્યું આવે છે.

મહાન યોદ્ધાને જ્યારે હરાવી શકાતો નથી ત્યારે વિરોધીઓ તેને નાસીપાસ કરી દેવા કે તેને ક્ધફ્યુઝન કરવા રમત માંડતા હોય છે. ઓસ્ટ્રેલિયાની ટિમ જે રીતે સ્લેજિંગ કરીને વિરોધી ખેલાડીને ડીસ્ટર્બ કરતી રહે છે તેવું જ ભારતીય રાજનીતિમાં પણ ચાલતું રહે છે. એવોર્ડ વાપસી, અસહિષ્ણુતા, લિનિંચગનો મુદ્દો, શાહીનબાગ અને હવે ખેડુત આંદોલન. આ આંદોલન પણ એક પ્રકારનું સ્લેજિંગ છે. સૌ જાણે છે કે , નવા કૃષિ કાનૂનથી તેમને કશું જ નુકસાન નથી. તેમનું કંઈ જ અહિત થવાનું નથી. પરંતુ, વિરોધ જરૂરી છે. કારણ કે, આ વિરોધ સ્પોન્સર્ડ છે.

ચાલતું જ રહેશે. સૌ જાણે છે, આ વિરોધ પ્રાયોજિત છે, આ આંદોલન સ્પોન્સર્ડ છે. આનો કોઈ અંત નથી. ખેડૂત આંદોલન ટપકી પડશે. જમીનમાંથી નવી જ કોઈ ઝુંબેશ જન્મી જશે. મૂળ મુદ્દો મોદી અને તેમની વિવિધ જનહિતકારી નીતિઓ છે. ડાબેરીઓ પાસે, ડિઝાઈનર ચળવળીઆઓ પાસે તેનો કોઈ જ જવાબ નથી. જ્યાં સુધી વિરોધ પક્ષો મોદીની કક્ષાનો કોઈ સક્ષમ નેતા પેદા ન કરી લે ત્યાં સુધી આ તકલિફ તો રહેવાની જ.

મોદી સામે વિરોધીઓને અસલી વાંધો એ છે કે, મોદી જનધન યોજના આપે છે, વિશ્વની સૌથી વિરાટકાય હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના, આયુષમાન ભારત સ્કીમ લાવે છે, શસ્ત્ર સોદાઓ ત્વરિત કરે છે, મોદી ભારત માટે ઇન્વેસ્ટમેન્ટ ખેંચી લાવે છે, મોદી નલ સે જલ યોજના અમલમાં મૂકે છે, મેઈક ઇન ઇન્ડિયા અને વન નેશન – વન રાશન કાર્ડ અને તેના જેવી અગણિત યોજનાઓ તેઓ અમલમાં મૂકે છે

મેઈક ઇન ઇન્ડિયા અને વન નેશન – વન રાશન કાર્ડ અને તેના જેવી અગણિત યોજનાઓ તેઓ અમલમાં મૂકે છે. અન્ય શાસકો સ્વપ્નમાં પણ જેની કલ્પના ન કરી શકે તેવી અસંખ્ય યોજનાઓ અને નિર્ણયો, પગલાં તેઓ લઈ ચૂક્યાં છે. તેઓ વિરાટનું વ્યક્તિત્વ છે. વિરાટ સ્વપ્ન જુએ છે, ગગનચુંબી સપનાં અને પછી એ સપનાંઓને સાકાર કરવા જાત નીચોવીને મચી પડે છે. મોદી સામે બૌધ્ધિક અને બદમાશોને મૂળ તકલીફ આ છે. એમને એ સવાલ અકળાવે છે કે, કોઈ શાસક આટલો પ્રતિબદ્ધ કે દ્રઢનિશ્ચયી કેવી રીતે હોઈ શકે? દેશને ઘણાં વર્ષોથી પ્યાદા ટાઈપ પ્રાઈમ મિનિસ્ટરની આદત પડી છે. એક નવી કોનવેન્ટિયા પેઢી તો એવું જ માને છે કે, વડાપ્રધાન તો છછૂંદર જેવાજ હોવા જોઇએ, તેમની ચાલ સ્ત્રેણ હોવી જોઈએ અને નિર્ણયોમાં કે હાવભાવમાં પૌરુષ ડોકાવું ન જોઈએ. મનમોહનસિંહને એક દાયકા સુધી ભાળી ને એક આખી પેઢી એવું માનતી થઈ ગઈ કે, વડાપ્રધાન તો નખશિખ નપાણિયા જ જોઈએ.

મોદી સામે ચોક્કસ લોકોને વાંધો એ છે કે, તેઓ બહુ કામ કરે છે, તેઓ મોટાં સ્વપ્નો જુએ છે અને એ સાકાર કરી જાણે છે. જો મોદી માત્ર રામમંદિર કે 370ની વાત. કરતા હોત તો એમને નાથવાનું બહુ આસાન હતું. સમસ્યા એ છે કે, મોદી કાશ્મીરનાં ટુકડાં કરવા ઉપરાંત કમ્પ્યુટર્સ, રોજગાર, ટેકનોલોજી, ઉદ્યોગો, વૈશ્વિક પ્રવાહો, હેલ્થ, જળ સંસાધન, પ્રવાસન, વોકલ ફોર લોકલ જેવી અગણિત બાબતો પર વાતો કરે છે, કામ કરે છે, પરિણામો મેળવે છે. આ સ્થિતિ અનેક વિરોધીઓ માટે અકળાવનારી છે.

અને આ ત્રસ્ત જમાતની અકળામણમાંથી કિસાન આંદોલનો જન્મે છે. આ અસહ્ય પીડામાંથી શાહીનબાગ જેવાં તમાશા જન્મ લે છે અને દિલ્હી હુલ્લડ જેવાં હિંસાચાર આકાર પામે છે. શાસક માત્ર પ્રામાણિક હોય એટલું પર્યાપ્ત નથી. મનમોહનસિંહ એક રાતિ પાઈ પણ ઘરભેગી ન કરી હોય તો પણ તેઓ ભારતના સૌથી ભ્રષ્ટ વડાપ્રધાન ગણાય. ચોરી થતી હોય ત્યારે આંખ આડા કાન કરવા અને લોકકલ્યાણ માટે કશું જ ન કરવું. એ પણ એક પ્રકારની બેઇમાની છે. આદર્શ ત્વરિત નિર્ણય લેતા હોવા જોઈએ, તેનામાં ચીલો ચાતરવાની, આગવી કેડી કંડારવાની હિંમત હોય. જેનામાં દ્રઢ નિર્ણયશક્તિ હોય અને જેને દરરોજ થોડાં હજાર કે થોડાં લાખ નાગરિકોનાં જીવનમાં ઉજાસ પાથર્યા પહેલા ઊંઘ ન આવતી હોય.

મોદીમાં આવડત, પ્રામાણિકતા, પ્રતિબદ્ધતા, ક્ષમતા, હિંમત, નિર્ણયશક્તિ, બુદ્ધિમતા જેવી અનેક બાબતોનું કાતિલ કોમ્બિનેશન છે. આ બધી બાબતો જ કેન્દ્રમાં તેમને અજેય બનાવે છે. અને અજેય લડવૈયાને હરાવવા હંમેશા અધમ કક્ષાની ચાલ ચાલવામાં આવતી હોય છે. છેક પુરાણકાળથી આવું ચાલ્યું આવે છે. મહાન યોદ્ધાને જ્યારે હરાવી શકાતો નથી ત્યારે વિરોધીઓ તેને નાસીપાસ કરી દેવા કે તેને ક્ધફ્યુઝન કરવા રમત માંડતા હોય છે. ઓસ્ટ્રેલિયાની ટિમ જે રીતે સ્લેજિંગ કરીને વિરોધી ખેલાડીને ડીસ્ટર્બ કરતી રહે છે તેવું જ ભારતીય રાજનીતિમાં પણ ચાલતું રહે છે.

એવોર્ડ વાપસી, અસહિષ્ણુતા, લિનિંચગનો મુદ્દો, શાહીનબાગ અને હવે ખેડુત આંદોલન. આ આંદોલન પણ એક પ્રકારનું સ્લેજિંગ છે. સૌ જાણે છે કે , નવા કૃષિ કાનૂનથી તેમને કશું જ નુકસાન નથી. તેમનું કંઈ જ અહિત થવાનું નથી. પરંતુ, વિરોધ જરૂરી છે. કારણ કે, આ વિરોધ સ્પોન્સર્ડ છે. ચાલતું જ રહેશે. સૌ જાણે છે, આ વિરોધ પ્રાયોજિત છે, આ આંદોલન સ્પોન્સર્ડ છે. આનો કોઈ અંત નથી. ખેડૂત આંદોલન ટપકી પડશે. જમીનમાંથી નવી જ કોઈ ઝુંબેશ જન્મી જશે. મૂળ મુદ્દો મોદી અને તેમની વિવિધ જનહિતકારી નીતિઓ છે. ડાબેરીઓ પાસે, ડિઝાઈનર ચળવળીઆઓ પાસે તેનો કોઈ જ જવાબ નથી. જ્યાં સુધી વિરોધ પક્ષો મોદીની કક્ષાનો કોઈ સક્ષમ નેતા પેદા ન કરી લે ત્યાં સુધી આ તકલિફ તો રહેવાની જ.

You Might Also Like

માં શક્તિનું અવતરણ એટલે નવરાત્રી

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

‘સાઈન ઓફ ફોર’

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

‘ગરીબ કી થાલી મેં પુલાવ આયા હૈ !’ : પ્રલોભનો અને ફિબીઝની સંસ્કૃતિ વચ્ચે લોક્શાહીની કાળી બાજુ

TAGGED: narendramodi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શું નરેન્દ્ર મોદી પર કોઈ દૈવી શક્તિના આશીર્વાદ છે?
Next Article મોદીજી હિટલરથી લઈ કિમ જોંગ સુધીનાં નેતાઓના પિતાજી છે !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
રાજ્યભરના 12,000 રેવન્યુ કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ : સરકારી કામગીરી ઠપ
કોમર્શિયલ પાયલટ તાલીમ માટે ગુજરાત બન્યું નેશનલ હબ
ઓલ ઇન્ડિયા પોલીસ મીટમાં કેયુર રાજયગુરુએ હાઇબોર્ડ ડાઇવિંગમાં સિલ્વર મેડલ જીત્યો
BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
સુરતમાંથી ડુપ્લિકેટ ‘ઘર’ સોપ્સને ‘મીશો’માં વેચવાનું કૌભાંડ પકડાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Author

માં શક્તિનું અવતરણ એટલે નવરાત્રી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

‘સાઈન ઓફ ફોર’

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?