ભારતનાં ભવ્ય ઈતિહાસને નહીં વૈભવી ભવિષ્યને ધ્યાનમાં રાખવો જોઈએ
આવનારી દરેક ચૂંટણીમાં રાજકીય પક્ષનાં મુદ્દાઓ સિવાય માણસને પણ જોજો અને પછી મત આપજો…

જગત જમાદાર અમેરિકાને હિટલરથી જે જોખમો હતા એ જોખમો આ ચોકીદારથી પણ છે, દુનિયાનાં જે દેશો કિમ જોંગથી ડરી રહ્યાં છે એ દેશો ’નરેન્દ્ર મોદી’ નામક વ્યક્તિથી પણ ડરી રહ્યાં છે. ફર્ક માત્ર એટલો જ છે કે, અમેરિકાને જાણ હતી કે હિટલર તેનો દુશ્મન છે અને દુનિયાનાં દેશો કિમ જોંગનો જાહેરમાં વિરોધ કરી શકે છે. વિશ્વની મહાસત્તાઓ હજુ ’મોદી’ નામનાં સંકટને ઓળખી શકી નથી અને અમેરિકા, રશિયા, ફ્રાંસ અને બ્રિટન જેવા વિકસિત દેશો તેમનો જાહેરમાં વિરોધ કરવાની જગ્યાએ વાહ-વાહી કરી રહ્યાં છે. અરે.. પાકિસ્તાન તો તેમની પાસે બચ્ચું છે, મોદીજી અમેરિકા, ચીન, જાપાન જેવી મહાશક્તિઓની સાથે ભારતને મહા શક્તિશાળી રાષ્ટ્ર બનાવવા જઈ રહ્યાં છે.
આ માણસનો ઉદય વૈશ્વિક શક્તિઓ અને રાષ્ટ્રીય બુરાઈ માટે ખતરાની ઘંટડી છે, કારણ કે તેણે ભારતના ફાયદા માટે એક દેશને બીજા દેશનાં દુશ્મન બનાવ્યા સિવાય તેમનો ભરપૂર ઉપયોગ પણ કર્યો છે. આંતરિક અને બાહ્ય બુરાઈઓ સામે આ ભાયડાએ શુરવીરતા અને શાણપણનો પરિચય આપી દેશને ઉન્નત-સમૃદ્ધ બનાવવા જે મહેનત કરી છે તે કાબિલેદાદ છે. આ વ્યક્તિ માત્ર ભારતનું હિત અને ભારતને સર્વોત્તમ બનાવવાનો એકમાત્ર ધ્યેય લઈ ચાલી રહ્યો છે. એક સૌથી મોટા લોકશાહી દેશનાં ચોકીદાર તરીકેની ઓળખ આપનારને રોકવામાં નહીં આવે તો એ દિવસ દૂર નથી જ્યારે ભવિષ્યમાં સમગ્ર વિશ્વ પર ભારતનું રાજ હશે. હવે જો આપણે તેને ઓળખી નહીં શકીએ તો આપણે મોટી કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે.

છપ્પન ઈંચની છાતી ધરાવતો આ ગુજરાતી ચોક્કસ વ્યૂહરચના સાથે આગળ વધે છે અને કોઈપણ વ્યક્તિ તેમની આ વ્યૂહરચનાને સમજી નથી શકતી. આખરે આ માણસ શું કરવા ઈચ્છે છે? તેમનો ચહેરો ભલે સદાય હસતો દેખાઈ પણ જણાવી આપું કે તેમના હસતાં ચહેરાની પાછળ એક એવો નક્કર-કટ્ટર રાષ્ટ્રવાદી છૂપાયેલો છે જે ભારતના હિત માટે વિશ્વના તમામ દેશોનો ઉપયોગ કરી રહ્યો છે. કઠોર ત્યાગ અને તપસ્યાથી આ માણસ ગમે તેમ કરીને પણ ભારતને વિશ્વગુરુ બનાવીને જ ઝંપશે.

મોદીજીની ઈચ્છાથી અમેરિકાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથેના સંબંધો સમાપ્ત કરીને તેમજ વિયેતનામ જેવા શત્રુ દેશ સાથે દોસ્તી કરીને એશિયામાં ચીનના પ્રભુત્વને નબળું પાડી દીધું છે, હવે મોદીજી ચીન વિરુદ્ધ વિયેતનામ અને અફઘાનિસ્તાનનો ઉપયોગ કરી રહ્યા છે. મોદીજીએ ચીન અને અમેરિકાને એકબીજાની વિરુદ્ધ કરીને બંને દેશોમાંથી 1.2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું છે, જે આઠ વર્ષોમાં પણ પ્રાપ્ત કરી શકાય તેમ નહોતું. આજે પાકિસ્તાનનાં મિત્ર દેશોને તેની જ વિરુદ્ધમાં કરીને આ વ્યક્તિએ દુશ્મનોનાં વિનાશ ને દેશનાં વિકાસની બેધારી શરૂઆત કરી છે. જેમ કે અફઘાનિસ્તાનની સરહદ પર એક બંદર અને ભારતીય સેનાનાં સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે, આ સિવાય ઈરાનને વેપારની લાલચ આપીને તેને પણ પાકિસ્તાનની વિરુદ્ધ ઉભું કરી દીધું છે.

અમેરિકન ઈન્ટેલિજન્સ સિસ્ટમનાં મોદી વિરોધી અહેવાલ છતાં આ વ્યક્તિએ અમેરિકાના હાથ બાંધી રાખ્યા છે અને તે તેમની વ્યૂહરચનાઓમાંની એક જબરદસ્ત કૂટનીતિનો એક ભાગ છે જેને આપણે સમજવામાં નિષ્ફળ ગયા છીએ. પાકિસ્તાનના પરંપરાગત મિત્ર સાઉદી અરેબિયાને પાકિસ્તાનથી અલગ કરવામાં મોદીની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે.

એશિયા ખંડ પર ચીન અને અમેરિકાના પ્રભુત્વને નબળું પાડી દીધું છે અને સાર્ક સમિટને રદ્દ કરાવીને તેણે તેની તાકાતનો પરચો પણ બતાવી દીધો છે. એશિયાની બે મહાન શક્તિઓ રશિયા અને જાપાનને વિશ્વસનીય મિત્ર બનાવીને ભારતે એશિયા ઉપર પોતાનું પ્રભુત્વ હાંસલ કર્યું છે.

આ માણસ વાસ્તવિક યુદ્ધની સરખામણીમાં પાકિસ્તાનને હદ બહાર નુકસાન પહોંચાડી રહ્યો છે. પાકિસ્તાન સામે ઈસ્લામિક દેશોનો ઉપયોગ કરીને મોદીજીએ સાબિત કરી દીધું છે કે આજે તે વિશ્વનો એક શ્રેષ્ઠ અને શક્તિશાળી નેતા છે. વૈશ્વિક શક્તિઓ અને રાષ્ટ્રીય બુરાઈઓ માટે ભારતની આ પ્રગતિ ઘાતક છે એટલે જ મોદીજી હિટલરથી લઈ કિમ જોંગ જેવા નેતાઓનાં પણ પિતાજી છે. જેણે સાબિત કરી આપ્યું છે કે, જ્યાંથી આમ આદમીનું વૈચારિક વિશ્વ પૂર્ણ થાય છે ત્યાંથી મોદીનોમિક્સ સ્ટાર્ટ થાય છે.

આ ઉપરાંત, આ વ્યક્તિએ ભારતીય રાજકારણને એક અલગ સ્થાન પર પહોચાડી દીધું છે. ભારતમાં એકવીસમી સદીનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે. દેશવાસીઓમાં ઉર્જાનો અભૂતપૂર્વ સંચાર જોવા મળી રહ્યો છે. આઝાદ ભારતમાં આજ દિન સુધી જે જાણવા-માણવા નથી મળ્યું એ હમણાં-હમણાંથી અનુભવા-આત્મસાત કરવા મળી રહ્યું છે. નરેન્દ્ર મોદી નામનાં માણસમાં કઈક તો એવું છે જેણે વિરોધી ગુણ, ધર્મ, સ્વભાવવાળા વ્યક્તિઓને પણ એક મંચ પર લાવીને ઉભા રાખી દીધા છે. નહેરુ, ઈન્દિરા અને વાજપેયીજીનાં વિરોધીઓ પણ વધતા-ઓછા અંશે તેમનું સમર્થન કરતા હતા પણ અહીં તો મોદી વિરોધીઓ તેમનાં જીવનાં દુશ્મન બની બેઠા છે, બધા જ વિરોધી દળનાં નેતાઓ નકટા બની એક થવા જઈ રહ્યા છે જે સ્વયં હિત માટે સ્વાર્થી બની લોકતંત્રને અવિકસિત બનાવવાની પ્રવૃત્તિમાં રચ્યા-પચ્યા છે. મોદીનું લક્ષ્ય છે – ભારતનો વિકાસ અને બાકીનાં તમામનું લક્ષ્ય છે – મોદીનો વિનાશ. સમજો છો ને મોદીનો વિનાશ થશે તો કોનો વિકાસ અટકી જશે?

આવનારી ચૂંટણીઓમાં ફિર એક બાર મોદી સરકાર આવશે પછી પણ બાકી બચેલા તમામ વિરોધીઓ બધા જ વેરઝેર મૂકી વધુ નિકટ આવશે. વધુ મહેનતથી મોદીજીને સત્તા પરથી હટાવવા માટે મહાથી પણ મોટું, મોટામાં મોટું મહાગઠબંધન કરશે. કેટલાય દશકો પછી કોઈ એક વ્યક્તિ સામે બધા જ વિરોધીઓ એક બની નજીક આવી રહ્યાં છે જાણે નીતિમત્તા નામનો કોઈ શબ્દ જ તેમનાં શબ્દકોષમાં ન હોય. અને એ પણ છે કે, જો મોદીજી પર લોકોની આવી જ અપાર શ્રદ્ધા, અખૂટ વિશ્વાસ રહ્યાં તો મહાગઠબંધન હોય કે પછી મહાસત્તાઓ હોય.. જો મોદીજી સાથે તમારા-મારા જેવા માણસો હશે તો એ ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મ માટે એક વરદાન સાબિત થશે.

મોદીજીને લીધે જ દેશને ક્રાંતિકારીઓ મળ્યા અને દેશદ્રોહીઓ ઉઘાડા પડ્યા. એટલે જ આજે છેક એવીસમી સદીમાં હિંદુઓ હિન્દુત્વનાં રક્ષણ, ભારતીયો સંસ્કૃતિનાં સર્વધન માટે જાગૃત બન્યા છે. મોદીજીનાં આવવાથી ઘણું હકારાત્મક થયું છે અને મોદીજીનાં જવાથી ઘણું નકારાત્મક થઈ શકે છે. સોનિયા-મનમોહનની યુપીએ સરકારનાં ફાસીવાદ, આંદોલનો અને ભ્રષ્ટાચારમાંથી જન્મેલા રાહુલ, કેજરીવાલ, કનૈયાનું રાજકીય ઘડતર પણ મોદીજીનાં શાસનમાં જ થયું છે. જ્યાં સુધી કેન્દ્રમાં મોદીજી ન હતા ત્યાં સુધી રાહુલ, કેજરીવાલ કે કનૈયા પાસે રાજનીતિની વૈચારિક સમજબૂજ ન હતી. મોદીજીનાં વિકાસવાદની રાજનીતિ વંશવાદ, પરિવારવાદ, જાતિવાદ, નક્સલવાદ અને આતંકવાદ પર ભારે પડી રહી છે. બિન-બીજેપી નેતાઓને પણ આજે બીજેપીનાં કેટલાંક નેતાઓ માટે સહાનુભૂતિ દાખવી રહ્યાં છે. જ્યારે આડવાણીજી-મુરલીજીએ રથયાત્રા કાઢી ત્યારે તેમને ગાળો દેનારા નેતાઓ જ આજે એમના રાજકીય સંન્યાસથી દુ:ખી-દુ:ખી છે. આથી સુખદ ક્ષણ શું હોય શકે?

વાત-વાતમાં અણુ હુમલાની ધમકી દેનારા પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી પણ મોદીજી ફરી એક વખત સત્તામાં આવે એવું ઈચ્છી રહ્યાં છે. દુનિયાભરનાં શક્તિશાળી દેશો મોદીજીને સન્માનિત કરી રહ્યાં છે. આ એ જ વ્યક્તિ છે જેની છબીને ગોધરાકાંડમાં દાગદાર કરવામાં આવી અને આ એ જ વ્યક્તિ છે જેને વિશ્વ કક્ષાએ શાંતિનું દમદાર પુરસ્કાર મળ્યું છે. એક સમયે આ ચાવાળો ઘર-પરિવાર, કામ-ધંધો બધું જ મૂકીને કુદરતી-કૃત્રિમ આફતો સમયે સમાજસેવા કરી રહ્યો હતો અને આજે પણ આ ચાવાળો એક ચોકીદારીથી વિશેષ કશી જ મોટી સમાજસેવા નથી કરી રહ્યો. આ પહેલો એવો પારકો જણ મેં જોયો છે જે મારા પરિવારનો નથી છતાં મારા પરિવારજનોની જેને ચિંતા છે. એક દિવસ આ જ માણસ ઘર-પરિવાર, કુટુંબ, સમાજનો ત્યાગ કરી સંન્યાસી બનવા નીકળ્યો હતો આજે વિશ્વનાં દરેક દેશમાં, મોટાભાગનાં ઘર-પરિવાર કે કુટુંબ કે પછી પ્રત્યેક સમાજમાં એ માણસનાં ચાહકો છે જેને વિરોધીઓ ’ભક્ત’ કહી સંબોધે છે. આ માણસ ભગવાન નથી કે તેનાં કોઈ ભક્તો હોય. આ માણસ દેશનો વીર સપૂત છે, તેના નાના-મોટા ભાઈઓ અને બહેનો હોય. એટલે જ એ કહે છે કે, ભાઈઓ ઔર બહેનો ત્યારે રુંવાડાઓ ઉભા થઈ જાય છે ને?

મોદીજીને લીધે જ દેશને ક્રાંતિકારીઓ મળ્યા અને દેશદ્રોહીઓ ઉઘાડા પડ્યા, એટલે જ આજે છેક એવીસમી સદીમાં હિંદુઓ હિન્દુત્વનાં રક્ષણ, ભારતીયો સંસ્કૃતિનાં સર્વધન માટે જાગૃત બન્યા છે

જ્યારે ઘર, પરિવાર પર જોખમ હોય ત્યારે ચોકીદારની ભૂમિકા અગત્યની બની જાય છે. અત્યારે પણ આપણા પર રાષ્ટ્રીય અને વૈશ્વિક બુરાઈઓનું જોખમ છે. હવે જો આવા સમયે મોદીજીને થોડા દિવસો માટે પણ ખુરશીથી હટાવી લેવામાં આવે તો ભારત એમરિકા, રૂસ, ફ્રાંસ, અને બ્રિટેનની જગ્યાએ પાકિસ્તાન-અફઘાનિસ્તાન જેવો દેશ બની રહેશે. તમે થોડું વિચારો.. પાંચ વર્ષ પહેલાની તમારી સામાજીક, આર્થિક, ધાર્મિક, શૈક્ષણિક, કૌટુંબિક, વ્યાપારિક વગેરે પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિ.. શું મોદીજીનાં વડાપ્રધાન બન્યા બાદ તમારા, તમારી આસપાસનાં લોકોનાં જીવનમાં, સમાજમાં, દેશમાં હકારાત્મક પરિવર્તન નથી આવ્યો? હવે જ્યારે થોડા મહિનાઓમાં મતદાન કરવાનું છું ત્યારે હું એવું જરા પણ નથી કહેતો કે મોદીજીને મત આપો, ભાજપને વિજયી બનાવો પણ હા, દેશનાં ભવ્ય ઈતિહાસને નહીં ભારતનાં વૈભવી ભવિષ્યને ધ્યાનમાં રાખીને મતદાન કરજો. આ ચૂંટણીમાં રાજકીય પક્ષનાં મુદ્દાઓ સિવાય માણસને જોજો અને મત આપજો.

એશિયા ખંડ પર ચીન અને અમેરિકાના પ્રભુત્વને નબળું પાડી દીધું છે અને સાર્ક સમિટને રદ્દ કરાવીને તેણે તેની તાકાતનો પરચો પણ બતાવી દીધો છે. એશિયાની બે મહાન શક્તિઓ રશિયા અને જાપાનને વિશ્વસનીય મિત્ર બનાવીને ભારતે એશિયા ઉપર પોતાનું પ્રભુત્વ હાંસલ કર્યું છે.

આ માણસ વાસ્તવિક યુદ્ધની સરખામણીમાં પાકિસ્તાનને હદ બહાર નુકસાન પહોંચાડી રહ્યો છે. પાકિસ્તાન સામે ઈસ્લામિક દેશોનો ઉપયોગ કરીને મોદીજીએ સાબિત કરી દીધું છે કે આજે તે વિશ્વનો એક શ્રેષ્ઠ અને શક્તિશાળી નેતા છે. વૈશ્વિક શક્તિઓ અને રાષ્ટ્રીય બુરાઈઓ માટે ભારતની આ પ્રગતિ ઘાતક છે એટલે જ મોદીજી હિટલરથી લઈ કિમ જોંગ જેવા નેતાઓનાં પણ પિતાજી છે. જેણે સાબિત કરી આપ્યું છે કે, જ્યાંથી આમ આદમીનું વૈચારિક વિશ્વ પૂર્ણ થાય છે ત્યાંથી મોદીનોમિક્સ સ્ટાર્ટ થાય છે.

આ ઉપરાંત, આ વ્યક્તિએ ભારતીય રાજકારણને એક અલગ સ્થાન પર પહોચાડી દીધું છે. ભારતમાં એકવીસમી સદીનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે. દેશવાસીઓમાં ઉર્જાનો અભૂતપૂર્વ સંચાર જોવા મળી રહ્યો છે. આઝાદ ભારતમાં આજ દિન સુધી જે જાણવા-માણવા નથી મળ્યું એ હમણાં-હમણાંથી અનુભવા-આત્મસાત કરવા મળી રહ્યું છે. નરેન્દ્ર મોદી નામનાં માણસમાં કઈક તો એવું છે જેણે વિરોધી ગુણ, ધર્મ, સ્વભાવવાળા વ્યક્તિઓને પણ એક મંચ પર લાવીને ઉભા રાખી દીધા છે. નહેરુ, ઈન્દિરા અને વાજપેયીજીનાં વિરોધીઓ પણ વધતા-ઓછા અંશે તેમનું સમર્થન કરતા હતા પણ અહીં તો મોદી વિરોધીઓ તેમનાં જીવનાં દુશ્મન બની બેઠા છે, બધા જ વિરોધી દળનાં નેતાઓ નકટા બની એક થવા જઈ રહ્યા છે જે સ્વયં હિત માટે સ્વાર્થી બની લોકતંત્રને અવિકસિત બનાવવાની પ્રવૃત્તિમાં રચ્યા-પચ્યા છે. મોદીનું લક્ષ્ય છે – ભારતનો વિકાસ અને બાકીનાં તમામનું લક્ષ્ય છે – મોદીનો વિનાશ. સમજો છો ને મોદીનો વિનાશ થશે તો કોનો વિકાસ અટકી જશે?

આવનારી ચૂંટણીઓમાં ફિર એક બાર મોદી સરકાર આવશે પછી પણ બાકી બચેલા તમામ વિરોધીઓ બધા જ વેરઝેર મૂકી વધુ નિકટ આવશે. વધુ મહેનતથી મોદીજીને સત્તા પરથી હટાવવા માટે મહાથી પણ મોટું, મોટામાં મોટું મહાગઠબંધન કરશે. કેટલાય દશકો પછી કોઈ એક વ્યક્તિ સામે બધા જ વિરોધીઓ એક બની નજીક આવી રહ્યાં છે જાણે નીતિમત્તા નામનો કોઈ શબ્દ જ તેમનાં શબ્દકોષમાં ન હોય. અને એ પણ છે કે, જો મોદીજી પર લોકોની આવી જ અપાર શ્રદ્ધા, અખૂટ વિશ્વાસ રહ્યાં તો મહાગઠબંધન હોય કે પછી મહાસત્તાઓ હોય.. જો મોદીજી સાથે તમારા-મારા જેવા માણસો હશે તો એ ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મ માટે એક વરદાન સાબિત થશે.

મોદીજીને લીધે જ દેશને ક્રાંતિકારીઓ મળ્યા અને દેશદ્રોહીઓ ઉઘાડા પડ્યા. એટલે જ આજે છેક એવીસમી સદીમાં હિંદુઓ હિન્દુત્વનાં રક્ષણ, ભારતીયો સંસ્કૃતિનાં સર્વધન માટે જાગૃત બન્યા છે. મોદીજીનાં આવવાથી ઘણું હકારાત્મક થયું છે અને મોદીજીનાં જવાથી ઘણું નકારાત્મક થઈ શકે છે. સોનિયા-મનમોહનની યુપીએ સરકારનાં ફાસીવાદ, આંદોલનો અને ભ્રષ્ટાચારમાંથી જન્મેલા રાહુલ, કેજરીવાલ, કનૈયાનું રાજકીય ઘડતર પણ મોદીજીનાં શાસનમાં જ થયું છે. જ્યાં સુધી કેન્દ્રમાં મોદીજી ન હતા ત્યાં સુધી રાહુલ, કેજરીવાલ કે કનૈયા પાસે રાજનીતિની વૈચારિક સમજબૂજ ન હતી. મોદીજીનાં વિકાસવાદની રાજનીતિ વંશવાદ, પરિવારવાદ, જાતિવાદ, નક્સલવાદ અને આતંકવાદ પર ભારે પડી રહી છે. બિન-બીજેપી નેતાઓને પણ આજે બીજેપીનાં કેટલાંક નેતાઓ માટે સહાનુભૂતિ દાખવી રહ્યાં છે. જ્યારે આડવાણીજી-મુરલીજીએ રથયાત્રા કાઢી ત્યારે તેમને ગાળો દેનારા નેતાઓ જ આજે એમના રાજકીય સંન્યાસથી દુ:ખી-દુ:ખી છે. આથી સુખદ ક્ષણ શું હોય શકે?

વાત-વાતમાં અણુ હુમલાની ધમકી દેનારા પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી પણ મોદીજી ફરી એક વખત સત્તામાં આવે એવું ઈચ્છી રહ્યાં છે. દુનિયાભરનાં શક્તિશાળી દેશો મોદીજીને સન્માનિત કરી રહ્યાં છે. આ એ જ વ્યક્તિ છે જેની છબીને ગોધરાકાંડમાં દાગદાર કરવામાં આવી અને આ એ જ વ્યક્તિ છે જેને વિશ્વ કક્ષાએ શાંતિનું દમદાર પુરસ્કાર મળ્યું છે. એક સમયે આ ચાવાળો ઘર-પરિવાર, કામ-ધંધો બધું જ મૂકીને કુદરતી-કૃત્રિમ આફતો સમયે સમાજસેવા કરી રહ્યો હતો અને આજે પણ આ ચાવાળો એક ચોકીદારીથી વિશેષ કશી જ મોટી સમાજસેવા નથી કરી રહ્યો. આ પહેલો એવો પારકો જણ મેં જોયો છે જે મારા પરિવારનો નથી છતાં મારા પરિવારજનોની જેને ચિંતા છે. એક દિવસ આ જ માણસ ઘર-પરિવાર, કુટુંબ, સમાજનો ત્યાગ કરી સંન્યાસી બનવા નીકળ્યો હતો આજે વિશ્વનાં દરેક દેશમાં, મોટાભાગનાં ઘર-પરિવાર કે કુટુંબ કે પછી પ્રત્યેક સમાજમાં એ માણસનાં ચાહકો છે જેને વિરોધીઓ ‘ભક્ત’ કહી સંબોધે છે. આ માણસ ભગવાન નથી કે તેનાં કોઈ ભક્તો હોય. આ માણસ દેશનો વીર સપૂત છે, તેના નાના-મોટા ભાઈઓ અને બહેનો હોય. એટલે જ એ કહે છે કે, ભાઈઓ ઔર બહેનો ત્યારે રુંવાડાઓ ઉભા થઈ જાય છે ને?