રાજકોટની વાયસીસી-એફસી સીનીયર ટીમ ક્વોલિફાઈ
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએશન દ્વારા આયોજીત ગુજરાત સ્ટેટ ક્લબ ચેમ્પિયનશીપ 2022 અંતર્ગત છેલ્લાં આશરે 2 મહીનાથી ગુજરાતની જુદી જુદી ફૂટબોલ કલબના મેચ યોજાઈ ચૂક્યા છે જેમાં વાયસીસી-એફસી રાજકોટની સીનીયર ટીમ તેના ગ્રુપમાં પોઈન્ટ ટેબલમાં 11 પોઈન્ટસ સાથે ટોપમાં છે અને તે દરેક ગ્રુપની ટોપ ટીમ વચ્ચે મે-2022માં સુપરલીગ રમાવાની છે તેમાં વાયસીસી-એફસી રાજકોટની સીનીયર ટીમ ક્વોલીફાઈ થઈ ચૂકી છે.
ગુજરાત સ્ટેટ કલબ ચેમ્પીયનશીપ 2022ની પહેલાં તબક્કાના મેચોમાં આજરોજ તા. 16 ને શનિવારના રોજ વાયસીસી-એફસી રાજકોટની અંડર-14ની ટીમ અને ભાવનગર-એફસી ભાવનગરની અંડર-14ની ટીમ વચ્ચે મુકાબલો સાંજે 4-30 કલાકે આરએમસી ફૂટબોલ ગ્રાઉન્ડ રેસકોર્સ રાજકોટ ખાતે યોજાનાર છે તેમજ આવતીકાલ તા. 17 ને રવિવારના રોજ આરએમસી ફૂટબોલ ગ્રાઉન્ડ રેસકોર્સ રાજકોટ ખાતે બે મુકાબલાઓ યોજાનાર છે. જેમાં પ્રથમ મુકાબલો વાયસીસી-એફસી રાજકોટની સિનિયર ટીમ અને એજી ઓફિસ રાજકોટ વચ્ચેનો મુકાબલો સવારે 9 કલાકે યોજાનાર છે.
જ્યારે બીજો મુકાબલો વાયસીસી-એફસી રાજકોટની અંડર 17 ટીમ અને એઆરએ-એફસી અમદાવાદ વચ્ચેનો મુકાબલો સાંજે 4-30 કલાકે યોજાનાર છે. આ ત્રણેય મેચ જોવા માટે વાયસીસી-એફસીના ઓફિશિયલ મીડિયા પાર્ટનર ‘ખાસ-ખબર’ સાંધ્ય દૈનિક અને વાયસીસી-એફસી વતી ભાવભર્યું આમંત્રણ જાહેર જનતાને પાઠવીએ છીએ.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા જીવણસિંહ બારડ, નંદકિશોર ત્રિવેદી, લાલસિંહ ચૌહાણ, શૈલેષ વાઘેલા, જયેશ કનોજીયા, મદનસિંહ ચૌહાણ, ધર્મેંશ સોલંકી, દિલાવર રાઉમા, અરવિંદ મકવાણા, માર્વિક ત્રિવેદી, અમીન ભટ્ટ, ચંચલ વિશ્ર્વાસ અને ચૈતન્ય કરથીયા જહેમત ઉઠાવી રહ્યા છે.