By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    2 hours ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    3 hours ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    1 day ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    4 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    36 minutes ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    2 hours ago
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    1 day ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    1 day ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    1 hour ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    3 hours ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    1 day ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    2 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    51 minutes ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    1 day ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    1 day ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    1 day ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નારી તું કદી ન હારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > નારી તું કદી ન હારી
AuthorShailesh Sagpariya

નારી તું કદી ન હારી

Khaskhabar Editor
Last updated: 2022/03/05 at 1:22 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

શ્રવણે માતા-પિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવેલી, આ વર્તમાન યુગના શ્રવણ સમી દીકરીએ પિતાને 1200 કિલોમીટરની સાઇકલયાત્રા કરાવીને વતન પહોંચાડ્યા 

શૈલવાણી 
– શૈલેષ સગપરિયા

કોરોનાનાં કારણે દેશભરમાં લાદવામાં આવેલા લોકડાઉન વખતની આ ઘટના છે. દિલ્હીના ગુડગાવમાં રહેલા બંસીલાલ ઓટો રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રિક્ષાનો અકસ્માત થતા બંસીલાલ પથારીવશ થયા. 7મા ધોરણમાં અભ્યાસ કરતી 15 વર્ષની દીકરી જ્યોતિ પિતાનું તમામ રીતે ધ્યાન રાખતી અને સારવાર કરતી. પોતાના અભ્યાસની સાથે સાથે એ પિતાની સેવા પણ કરતી.

- Advertisement -

બંસીલાલ જે મકાનમાં રહેતા હતા એ ભાડાનું મકાન હતું. અકસ્માત થતા રિક્ષાભાડાની આવક બંધ થઈ અને ઉલટાનો સારવારનો ખર્ચો પણ થયો એટલે મકાન ભાડું ન ચૂકવી શકતા સામાન્ય મકાનમાં રહેતા મકાન માલિકે મકાન ખાલી કરવાનું કહ્યું. જો રહેવા માટેની છત જતી રહે તો કિશોરવયની દીકરી સાથે હવે ક્યાં જવું, એ બાબતે બંસીલાલને ચિંતા હતી. દીકરી જ્યોતિએ અન્ય કોઈ આશ્રયસ્થાનમાં રહેવાના બદલે વતનમાં જવાનું નક્કી કર્યું. બિહારમાં આવેલું વતન દરબંગા 1200 કિલોમીટર દૂર હતું.

લોકડાઉનને લીધે સરકારી વાહનવ્યવહાર બંધ હતો. વતનમાં જવા માટે ખાનગી વાહન જ એકમાત્ર વિકલ્પ હતો. બંસીલાલે બિહાર તરફ જતા ટ્રકવાળાનો સંપર્ક કર્યો તો તેણે મજબૂરીનો લાભ ઉઠાવવા ભાડાના 6000 રૂપિયા કહ્યાં. આટલી રકમ એમની પાસે હતી નહીં એટલે નાની દીકરીએ વતન જવા માટેનો બીજો રસ્તો વિચાર્યો. અકસ્માતનો ભોગ બનેલા પિતાને સાઇકલ પર બેસાડીને વતન જવાનું જ્યોતિકુમારીએ નક્કી કર્યું. પિતાએ સમજાવી કે, બેટા, આ કાંઇ 15-20 કિલોમીટર નથી જવાનું પણ 1200 કિલોમીટર દૂર જવાનું છે. એમાં પણ હું તો સાઇકલ ચલાવી શકું તેમ નથી, એટલે તારે મારો ભાર પણ ખેંચવાનો થાય માટે બીજો કોઈ રસ્તો વિચારીએ. 15 વર્ષની દીકરીએ હિંમતપૂર્વક કહ્યું કે, ભલે 1200 કિલોમીટર કાપવાના હોય હું તમને પહોંચાડી દઈશ.

ઘરમાં સાઇકલ પણ નહોતી એટલે 500 રૂપિયામાં સાઇકલ લીધી અને પિતાને પાછળની સીટ પર બેસાડીને 7મા ધોરણમાં ભણતી દીકરી વતન જવા નીકળી પડી. તા. 10મી મેના રોજ એણે યાત્રા શરૂ કરી અને 7 દિવસમાં 1200 કિલોમીટરનું અંતર કાપીને જ્યોતિ એના પિતા સાથે વતનના ગામમાં પહોંચી. દિલ્હીથી નીકળ્યા ત્યારે સાથે માત્ર 600 રૂપિયા હતાં. રાત-દિવસ જ્યોતિએ સાઇકલ ચલાવી. 2-3 કલાક સાઇકલ ચલાવ્યા બાદ રસ્તામાં આવતા પેટ્રોલપંપ પર ઊભા રહીને થોડો આરામ કરી લે અને ફરીથી સાઇકલ ચલાવવા માંડે. રસ્તામાં આવતી રાહત છાવણીઓમાં ભોજન કરી લે અને યોગ્ય જગ્યા મળે ત્યારે થોડી ઊંઘ કરી લે. આવી રીતે મુસાફરી કરીને પોતાના પિતા સાથે આ દીકરી વતનના ગામ પહોંચી ગઈ અને તબીબી તપાસ કરાવીને કવોરંટાઇન પણ થઈ. શ્રવણે માતા-પિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવેલી. આ વર્તમાન યુગના શ્રવણ સમી દીકરીએ પિતાને 1200 કિલોમીટરની સાઇકલયાત્રા કરાવીને વતન પહોંચાડ્યા.

- Advertisement -

અભાવ વચ્ચે ઉછરેલો માણસ એવી રીતે ઘડાતો હોય છે કે ગમે તેવા સંકટો સામે લડવા માટે એ તૈયાર થઈ જાય. ગમે તેવી પરિસ્થિતિ વચ્ચે પણ જો માણસનું મનોબળ મજબૂત હોય તો કોઈ વિધ્નો એનો માર્ગ રોકી શકતા નથી.

You Might Also Like

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આત્મા હંમેશાં વિશુદ્ધ હોય છે
Next Article વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે તા.11 અને 12 ગુજરાતની મુલાકાતે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોન બેઠક યોજાઈઃ રામ મંદિર મુદ્દે ભાજપ સામે વિપક્ષના આકરા પ્રહારો
રાજકોટ થશે વધુ હરિયાળું: 66 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવાશે
સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?