વાર્ષિક વેલિડિટીવાળો પ્લાન 500 રૂપિયા મોંઘો, નવી કિંમતો 25 નવેમ્બરથી લાગુ
ખાસ-ખબર સંવાદદાતા
એરટેલે કંપનીએ તેના પ્રીપેડ પ્લાન્સમાં ટેરિફ દરમાં 25% વધારો કર્યા બાદ હવે વોડાફોન આઈડિયા (ટશ)એ તેના પ્રીપેડ પ્લાન્સના ટેરિફ દરમાં 20થી 25% સુધીનો વધારો કર્યો છે. કંપનીએ આજે એક્સચેન્જ ફાઈલિંગમાં તેની જાણકારી આપી હતી. નવા પ્લાન 25 નવેમ્બરથી લાગુ થઈ જશે. કંપનીએ જણાવ્યું હતું કે નવા પ્લાનથી એવરેજ રેવન્યુ પર યુઝરની પ્રક્રિયામાં સુધારો થશે. એનાથી કંપનીને નાણાકીય સંકટ દૂર કરવામાં મદદ મળશે.
વોડાફોન-આઈડિયાની પાસે સમગ્ર દેશના 27 કરોડ વાયરલેસ યુઝર્સ છે. એમાં પ્રીપેડ અને પોસ્ટપેડ બંને સામેલ છે. એટલે કે વધેલી કિંમતોની અસર વોડાફોનના તમામ પ્રીપેડ યુઝર્સ પર થશે. એરટેલ અને ટશ બાદ હવે રિલાયન્સ જિયો પણ પોતાના પ્રીપેડ પ્લાન્સને મોંઘા કરી શકે છે. અત્યારે જિયોના પ્રીપેડ પ્લાન્સ સૌથી સસ્તા છે.
- Advertisement -



