રાજકોટ રેસકોર્સ રિંગરોડ પર મેયર સહિતના અધિકારીઓનું ચેકિંગ
મહાપાલિકા દ્વારા 700થી વધુ પથારીઓની વ્યવસ્થા રૈન બસેરા ખાતે કરાઇ: મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા
રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર સવારના ચાર વાગ્યાથી લોકો ચાલવા તેમજ દોડવા આવતા હોય છે. ન માત્ર રેસ્કોર્સની આજુબાજુનો વિસ્તાર પરંતુ શહેર પરના જુદાજુદા વિસ્તારમાંથી લોકો સવારે તેમજ સાંજે ચાલવા તેમજ દોડવા રેસકોર્સ રિંગરોડ પર આવતા હોય છે.

- Advertisement -
ત્યારે છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકાને ફરિયાદ મળી રહી હતી કે કેટલાક ભિક્ષુકો તેમજ પાથરણાવાળા રેસકોર્સ રિંગરોડ પર સૂતા રહે છે. ત્યારે રાત્રિ દરમિયાન રાજકોટના મેયર પ્રદીપ ડવ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સહિતના પદાધિકારીઓએ તેમજ અધિકારીઓ રાત્રે ચેકીંગ અર્થે નીકળ્યા હતા.

આ દરમિયાન કેટલાક ભિક્ષુકો તેમજ પાથરણાવાળા લોકો ફૂટપાથ પર સૂતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે તમામ લોકોને સમજાવીને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી આપી તમામને રેન બસેરા ખાતે ખસેડવામાં આવ્યા હતા.
- Advertisement -



