બહુમાળી ભવન ચોક ખાતેથી આ મેરેથોનનો પ્રારંભ
રાજકોટ શહેર પોલીસ દ્વારા આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની આગેવાનીમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે બહુમાળી ભવન ચોક ખાતેથી આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ડ્રગનું દુષણ સૌથી વધુ ખતરનાક છે યુવાધન ડ્રગના રવાડે ચડી રહ્યું છે જેથી લોકોમાં અવેરનેસ આવે અને લોકો અને ખાસ કરીને યુવાધન ડ્રગથી દૂર રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાજકોટવાસીઓને અપીલ કરતા કહ્યું હતું કે કોઈપણ ડ્રગ્સની હેરાફેરી કે સેવન અંગે હેલ્પલાઇન ૧૯૩૩ પર સંપર્ક કરવો તેમજ યુવાધનને ડ્રગ્સના ચુંગાલમાંથી બહાર લાવવા રાજકોટ પોલીસ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.




