By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
    1 hour ago
    લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ
    2 hours ago
    યુરોપમાં હથિયાર નિકાસમાં ભારતની ઐતિહાસિક છલાંગ
    1 day ago
    ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામલીલા મેદાનની મહારેલી સ્થગિત કરોઃ દિલ્હીના વેપારીઓનો રાહુલને પત્ર
    2 hours ago
    PFમાં મર્યાદા વધારી પણ સરકારનો હિસ્સો રૂ.15 હજાર પૂરતો જ સીમિત રહેશે
    2 hours ago
    બંગાળની ખાડીમાં સર્જાયું લૉ પ્રેશર, 26 ઓકટોબરે ત્રાટકશે વાવાઝોડું!
    1 day ago
    સ્પામ કોલથી મોબાઈલ યુઝર્સ ત્રાહિમામઃ દેશમાં 97% લોકોને રોજ વણમાગ્યા ફોન આવે છે
    1 day ago
    સોશિયલ મીડિયા સ્ટાર બન્યો મૂલચંદજી પથ્થર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    2 hours ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શેરબજારમાં લોહીયાળ સપ્તાહ : 4 દિવસમાં 21 લાખ કરોડ સ્વાહા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > શેરબજારમાં લોહીયાળ સપ્તાહ : 4 દિવસમાં 21 લાખ કરોડ સ્વાહા
બિઝનેસ

શેરબજારમાં લોહીયાળ સપ્તાહ : 4 દિવસમાં 21 લાખ કરોડ સ્વાહા

Khaskhabar Editor
Last updated: 2026/10/24 at 1:12 PM
Khaskhabar Editor 2 hours ago
Share
3 Min Read
SHARE

સેન્સેક્સ 1605 પોઈન્ટ ગગડયો, ક્રૂડ 116 ડોલરે પહોંચતા બજાર ડામાડોળઃ જિયો લિસ્ટિંગ પર નજર

ભારતીય શેરબજારમાં છેલ્લા ચાર દિવસથી જબરદસ્ત કડાકો બોલી જતાં રોકાણકારોના માથે આભ તૂટી પડયું છે. વૈશ્વિક મોરચે પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવોમાં આવેલા વિક્રમી ઉછાળાને કારણે દલાલ સ્ટ્રીટમાં ભારે ગભરાટ ફેલાયો છે. માત્ર ચાર દિવસના ટૂંકા કારોબારી સપ્તાહમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાંથી અંદાજે ₹૨૦.૭૯ લાખ કરોડ ધોવાઈ ગયા છે. સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ ૧૬૦૫ પોઇન્ટથી વધુના ગાબડા સાથે ૭૩૧૨૩.૮૩ના સ્તરે બંધ રહ્યો હતો. ચોમેર થયેલી આડેધડ વેચવાલીના કારણે સામાન્ય રોકાણકારોથી લઈને મોટા ફંડ હાઉસ સુધી તમામને મોટો આર્થિક ફટકો પડયો છે.
બજારમાં સર્જાયેલા આ ધબડકા પાછળ વૈશ્વિક પ્રતિકૂળ પરિબળો મુખ્ય જવાબદાર રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત સૈન્ય સંઘર્ષની આશંકાએ વિશ્વભરના નાણાકીય બજારોમાં ધ્રુજારી ઉપજાવી છે. આ તણાવના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રેન્ટ ક્રૂડ ૩ ટકા ઉછળીને પ્રતિ બેરલ ૧૧૬.૭૩ ડોલરની પાંચ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે. ભારત પોતાની જરૂરિયાતનું ૮૦ ટકાથી વધુ ક્રૂડ આયાત કરતું હોવાથી મોંઘા તેલને કારણે દેશમાં આયાત બિલ અને ફુગાવો બેકાબૂ બનવાની ગંભીર ભીતિ સેવાય છે. ઇંધણના ભાવ વધવાથી ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો થશે અને કોર્પોરેટ નફાકારકતા ઘટશે તેવા ડરે માર્કેટમાં મંદીનું વાતાવરણ વધુ ઘેરું બન્યું છે.
બીજી તરફ, વોલ સ્ટ્રીટ સહિતના અમેરિકન બજારોમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી, જેની સીધી નકારાત્મક અસર ભારતીય રોકાણકારો પર પણ પડી છે. ડોલર સામે ભારતીય રૂપિયામાં જોવા મળેલી ઐતિહાસિક નબળાઈ અને અમેરિકન ટ્રેઝરી બોન્ડ યીલ્ડમાં સતત વધારો થતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ધૂમ વેચવાલી કરીને નાણાં પાછા ખેંચ્યા છે. આ ઉપરાંત ટ્રેન્ટ, ટેક મહિન્દ્રા, ભારત ઈલેક્ટ્રોનિક્સ, ઇન્ડિગો, બજાજ ફિનસર્વ અને કોટક મહિન્દ્રા બેન્ક જેવા હેવીવેઇટ કાઉન્ટર્સ પણ ભારે દબાણ હેઠળ લાલ નિશાનમાં બંધ રહ્યા હતા. જોકે, આવા પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ઇન્ફોસિસ અને આઇસીઆઇસીઆઇ બેન્કમાં સાધારણ લેવાલીથી ઘટાડો થોડો મર્યાદિત રહ્યો હતો. આવનારું સપ્તાહ પણ શેરબજાર માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. બજારનું ધ્યાન પેટીએમ, એલએન્ડટી, મારુતિ સુઝુકી, હિન્દુસ્તાન યુનિલિવર, સન ફાર્મા અને અદાણી પોર્ટ્સ જેવી બ્લુચિપ કંપનીઓના જાહેર થનારા ત્રિમાસિક પરિણામો પર કેન્દ્રિત રહેશે. સાથોસાથ ૨૭-૨૮ ઓક્ટોબરે યોજાનારી યુએસ ફેડરલ રિઝર્વની વ્યાજદર અંગેની નીતિ વિષયક બેઠકના નિર્ણયો પણ બજારની દિશા નક્કી કરશે. સૌથી મહત્વની વાત એ છે કે, ₹૩૦૨૧૩ કરોડનો દેશનો વિશાળ આઈપીઓ લાવનાર જિયો પ્લેટફોર્મ્સના શેર ૨૮ ઓક્ટોબરે એક્સચેન્જ પર લિસ્ટ થવાના હોવાથી સમગ્ર દેશના રોકાણકારોની નજર આ લિસ્ટિંગ પર મંડાયેલી રહેશે.

- Advertisement -

You Might Also Like

એક કરોડ અરજીઓ પાર કરનાર વિશ્વનો પ્રથમ IPO

જિયોનો IPO ખૂલતાં વેંત જ ફુલ્લી સબસ્ક્રાઈબઃ જેને લાગશે તેને બખ્ખાં

શેરબજારમાં ઉથલપાથલ : સેન્સેક્સમાં ઉછાળા બાદ 1300 તો નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો

સેન્સેક્સ 6590 પોઈન્ટ તૂટ્યો!

સેન્સેક્સમાં 1000, નિફટીમાં 300 પોઈન્ટનો કડાકો : રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PFમાં મર્યાદા વધારી પણ સરકારનો હિસ્સો રૂ.15 હજાર પૂરતો જ સીમિત રહેશે
Next Article ઇન્સ્ટાગ્રામ પર યુવતી બની તાલાલાના યુવકે 6.38 લાખ પડાવ્યાં: પ્રેમિકા બની યુવકને ખંખેરી નાખ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સપ્લાયર હલકી ગુણવત્તાવાળો માલપધરાવે ત્યારે “સેલ ઓફ ગૂડ્ઝ એક્ટ” હેઠળ વેપારીને કાનૂની સુરક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 54 minutes ago
દુનિયાભરમાં હોમિયોપેથી આયુર્વેદ પ્રાકૃતિક ચિકિત્સા દ્વિતીય કક્ષાની વૈકલ્પિક ચિકિત્સા કેવી રીતે બની ગઈ
ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
રાજકોટ એઈમ્સ પાસે રૂ. ૬.૭૫ કરોડના ખર્ચે અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેશન બનશે
શું પેરિસ બહુ ઝડપથી મુસ્લિમ શહેર બની જશે?
કંપનીઓની માતા : ઇસ્ટ ઇન્ડીયા કંપની
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

બિઝનેસ

એક કરોડ અરજીઓ પાર કરનાર વિશ્વનો પ્રથમ IPO

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
બિઝનેસ

જિયોનો IPO ખૂલતાં વેંત જ ફુલ્લી સબસ્ક્રાઈબઃ જેને લાગશે તેને બખ્ખાં

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
બિઝનેસ

શેરબજારમાં ઉથલપાથલ : સેન્સેક્સમાં ઉછાળા બાદ 1300 તો નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?