અમદાવાદમાં નવો ભાવ પ્રતિ કિલો 98.47 રૂપિયા પહોંચ્યો
દિવાળીના તહેવાર પહેલાં જ અમદાવાદમાં CNG વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી CNGના ભાવમાં એક જ દિવસમાં પ્રતિ કિલો ૪.૪૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન લોકો ખરીદી અને મુસાફરીનું આયોજન કરી રહ્યા છે, ત્યારે આ ભાવ વધારાથી CNG આધારિત વાહનચાલકોને તેની અસર થવાની છે. રોજિંદી કમાણીમાંથી ગેસનો ખર્ચ કાઢતા રિક્ષાચાલકો માટે આ ભાવવધારો આર્થિક બોજ વધારનારો બનશે અને દિવાળી દરમિયાન બજેટ પણ ખોરવાઈ શકે છે. છેલ્લે ઓગસ્ટ ૨૦૨૬માં પણ એક સાથે ચાર પિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે પ્રતિ કિલો અદાણી CNGનો ભાવ ૯૪.૨ રૂપિયાનો હતો, જો કે ફરી એક વાર ૪.૪૫ પિયાનો વધારો કરવામાં આવતા હાલ નવો ભાવ ૯૮.૪૭ રૂપિયા પર પહોંચી ગયો છે. ત્યારે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિવને આ ભાવ વધારાનો વિરોધ કર્યો છે. રિક્ષા ચાલકે કહ્યું કે, એક જ દિવસમાં આટલો ભાવ વધારો કરવો એ ખૂબ મોટી વાત છે. દિવાળીમાં ફટાકડા, મીઠાઈ, કપડા ક્યાંથી લાવી શકીએ. પહેલા થોડા મીઠાઈ અને ફટાકડા ખરીદી શકતા હતા તે પણ હવે નહીં ખરીદી શકીએ.
- Advertisement -
રિક્ષા ભાડામાં વધારો નથી જોતો, CNGના ભાવ ઘટાડોઃ વિજય મકવાણા
અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, અદાણી CNGના ભાવ વધારાનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. રિક્ષા ચાલકો રોજ કમાઈને રોજ ખાતા હોય છે જેથી ભાવ વધારાના કારણે તેમને સીધી અસર થતી હોય છે. ૧૦૦ રૂપિયા સુધી ભાવ પહોંચી ગયો છે એવું સમજી શકાય. કારણ કે છૂટક રૂપિયા તો ફીડર દ્વારા પરત આપવામાં આવતા નથી. બીજી તરફ દરેક વસ્તુઓમાં ભાવ વધારો પણ થઈ ગયો છે. અમારે ભાડામાં વધારો જોઈતો નથી અમારી માંગણી છે કે CNGના ભાડામાં ઘટાડો કરવામાં આવે.
અગાઉ ભાવવધારા સામે રિક્ષા ચાલકોમાં નારાજગી હતી
અગાઉ પણ અદાણી દ્વારા CNGના ભાવમાં વધારો થતાં અમદાવાદમાં રિક્ષાચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ગેસના ભાવમાં સતત વધારો થતો હોવા છતાં રિક્ષાના ભાડામાં તે પ્રમાણે વધારો થતો નથી, તેવી રજૂઆતો રિક્ષાચાલકો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ વાહન વ્યવહાર કમિશનર સાથે બેઠક કર્યા બાદ ભાડામાં વધારો કરવાની છૂટ આપવામાં આવી હતી. પરંતુ તે સમયે પણ રિક્ષા ચાલકોને જોઈએ તેટલો ભાડામાં વધારો મંજૂર કરવામાં આવ્યો ન હતો.




