By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો
    6 minutes ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી
    43 minutes ago
    ઇટાલીમાં હિંસા પર કડક કાયદો : સગીર તોડફોડ કરશે તો માતા-પિતાએ વળતર ચૂકવવું પડશે
    1 day ago
    દુનિયામાં તબીબોની ભારે અછત સર્જાશેઃ દર ચારમાંથી એક ડોકટર નિવૃત્તિના આરે, WHOની ચેતવણી
    1 day ago
    આગામી 5 વર્ષમાં અંતરિક્ષ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોશિયલ મીડિયા સ્ટાર બન્યો મૂલચંદજી પથ્થર
    21 minutes ago
    સરકારી બૅન્કો દિવાળી પર યુવાનો માટે લાવશે ખાસ ભેટ
    25 minutes ago
    SBI બૅંક પર સાયબર હુમલો
    24 hours ago
    11 એરપોર્ટનું ખાનગીકરણ કરવા તૈયારી!
    1 day ago
    સૌરવ-આશુતોષ કાયદાનું સન્માન કરતા નથી, વિશ્વાસ કરવો મુશ્કેલઃ કોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ ડીસીબી, પીસીબી અને એલસીબીએ દારૂના 996 ચપલા, 120 બોટલ સાથે ત્રણને પકડ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટ ડીસીબી, પીસીબી અને એલસીબીએ દારૂના 996 ચપલા, 120 બોટલ સાથે ત્રણને પકડ્યા
CRIME

રાજકોટ ડીસીબી, પીસીબી અને એલસીબીએ દારૂના 996 ચપલા, 120 બોટલ સાથે ત્રણને પકડ્યા

Khaskhabar Editor
Last updated: 2026/10/22 at 1:42 PM
Khaskhabar Editor 48 minutes ago
Share
24 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

દારૂ, કાર, મોબાઈલ સહીત 23 લાખનો મુદામાલ કબ્જે : બે શખ્સોના નામ ખુલતા શોધખોળ

- Advertisement -

રાજકોટમાં દિવાળીના તહેવાર પૂર્વે સક્રિય થયેલા દારૂના ધંધાર્થીઓને ડામી દેવાની સૂચના અન્વયે રાજકોટ ડીસીબી, પીસીબી અને એલસીબી ઝોન 2ની ટીમે દારૂના ત્રણ દરોડા પાડી દારૂના 996 ચપલા અને 120 બોટલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી દારૂ, કાર, મોબાઈલ સહીત 23,10,376 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે જયારે બે શખ્સોના નામ ખુલતા શોધખોળ હાથ ધરી છે દિવાળીના તહેવાર ટાણે જ મેદાનમાં ઉતરેલા બુટલેગરોને ભરી પીવા રાજકોટ પોલીસે કાયદેસરની સર્જીકલ સ્ટ્રાઇક કરી છે. રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી બસીયાની સૂચના અન્વયે ડીસીબી પીઆઇ એ એસ ચાવડા, એમ એલ ડામોર અને સી એચ જાદવની રાહબરીમાં પીએસઆઇ વી ડી ડોડીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ અમિત અગ્રાવત, ધારાભાઈ વાનરીયા અને રાહુલભાઈ ગોહેલને મળેલી બાતમી આધારે જાગનાથ પ્લોટમાં દરોડો પાડી બાતમીવાળી કાર કોર્ડન કરી જડતી લેતા તેમાંથી 2.93 લાખની કિંમતની મોંધીદાર દારૂની 120 બોટલ મળી આવતા કારચાલકનું નામઠામ પૂછતાં પોતે આટકોટ રહેતો ધાર્મિક બાલકદાસ દેસાણી હોવાનું જણાવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી દારૂ, કાર, મોબાઈલ સહીત 13,13,400 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો ધાર્મિક સામે જસદણ અને અમરેલીમાં રાયોટીંગ અને દારૂના બે ગુના નોંધાઈ ચુક્યા છે જયારે પીસીબી પીઆઇ એમ આર ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના ઉમેશભાઈ ચાવડા, દિલીપભાઈ બોરીચા અને વિશાલભાઈ દવેને મળેલી બાતમી આધારે ગોંડલ રોડ પર વોચ ગોઠવી બાતમીવાળી કાર અટકાવી જડતી લેતા તેમાંથી દારૂના 816 ચપલા મળી આવતા કારમાં બેઠેલા શખ્સનું નામઠામ પૂછતાં પોતે આજી ડેમ ચોકડી પાસે રઘુનંદન સોસાયટીમાં રહેતો હિરેન ઉર્ફે રાજ વિનોદભાઈ રાજપરા હોવાનું જણાવતા તેને અટકાયતમાં લઇ પૂછતાછ કરતા માંડાડુંગર ખોડલધામ સોસાયટીના સંજય જીંજરીયાનું નામ ખુલતા દારૂ, કાર સહીત 6,53,776 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધી હિરેનની ધરપકડ કરી સંજયની શોધખોળ હાથ ધરી છે જયારે એલસીબી ઝોન 2ની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસએ જયંતીભાઈ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઈ મિયાત્રા, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઈ વાધીયા, સત્યજિતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કુલદીપસિંહ રાણા, શિવભદ્રસિંહ ગોહિલ અને મૈસુરભાઈ કુંભારવાડિયા સહિતના સ્ટાફે બાતમી આધારે ગોંડલ રોડ ઓવરબ્રિજ ઉપર વોચ ગોઠવી બાતમીવાળી કાર અટકાવી જડતી લેતા તેમાંથી દારૂના 180 ચપલા મળી આવતા પોલીસે કારચાલક ભગતસિંહ ગાર્ડન પાસે ક્વાર્ટરમાં રહેતા મૂળ ઉપલેટાના જીતેશ મનસુખભાઇ સોલંકીની ધરપકડ કરી દારૂ, કાર સહીત 3,43,200નો મુદામાલ કબ્જે કરી પૂછતાછ કરતા રાજસ્થાનના અશોક નામના શખ્સે દારૂનો જથ્થો આપ્યો હોવાની કબૂલાત આપતા ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

લોહાનગરમાં બંધ મકાન ચાવીથી ખોલી રોકડ-દાગીના સહીત 3.63 લાખની ચોરી : દંપતિ નિવેદ કરવા વિરમગામ ગયા બાદ તસ્કરોએ કર્યો હાથફેરો 

રાજકોટના ગોંડલ રોડ ઉપર લોહાનગરમાં રહેતા અને સરધાર સિક્યુરિટી ગાર્ડ તરીકે છેલ્લા 15 વર્ષથી નોકરી કરતા શંકરભાઇ નાથાભાઈ ભેમાણી ઉ. 60ના બંધ ઘરમાંથી તસ્કરો 3,63,250 રૂપિયાની મતા ચોરી જનાર અજાણ્યા શખશો સામે એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 18 તારીખના રોજ સવારના ઘરને તાળું મારી હું મારી પત્ની નીર્મળાબેન સાથે અમારા મુળ ગામ માંડલ ખાતે માતાજીના નીવેદ કરવા માટે ગયા હતા અને અને બપોરના સાડા ચારેક વાગ્યે અમારા પરત આવ્યા હતા અને મે મારા ડેલી ખોલી ઘરના દરવાજાનું તાળુ ખોલી અંદર જોતા મારા ઘરમાં અમારા ઘરનો સરસામાન વેરવીખેર પડેલ હતો અને મે લાકડાની શેટીમાં રાખેલ સોનાનુ મંગળસુત્ર 3 તોલાનું જેની કિંમત 2.10 લાખ તથા સોનાની 70 હજારની 3 વીંટીઓ તથા રોકડા 80 હજાર જે મને મારા ઘરમાં જોવામા આવેલ નહી. તેમજ મે મારા ઘરમાં જોતા 2 કિલોની પીંતળની ગોળી તેમજ ત્રાંબાની 2 કિલોની કોઠી તેમજ પીંતળનો ગરબો તથા કાંસાની 6 ત્રાંસળી તથા પીંતળના 2 જગ પણ જોવા મળ્યા ન હતા જેથી આ ઘરેણા તથા વાસણો તથા રોકડ રૂપીયા સહીત 3,63,250ની માલમતા કોઇ ચોર મારા ઘરની દીવાલ ટપીને અને ઘરના દરવાજાનું તાળુ બીજી ચાવી વડે ખોલી અને ચોરી કરી ગયો હોય જેથી આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

MGMમાં ગરબા રમવા ગયેલા યુવકનું 4.66 લાખનું બુલેટ તસ્કરો ચોરી ગયા

રાજકોટના કાલાવડ રોડ પર અનમોલ હાઈટ્સમાં રહેતા અને ફોટોગ્રાફી કરતા જસવંતભાઈ માનસિંગભાઈ બાંભણિયાએ 4,65,700 રૂપિયાના બુલેટની ચોરી અંગે અજાણ્યા શખ્સ સામે યુનિવર્સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 14 તારીખે રાત્રીના બુલેટ લઈને મારી સ્ત્રી મિત્ર દ્રષ્ટીબેન સાથે અમે બન્ને સિઝન હોટેલ ખાતે એમ.જી.એમ. નવરાત્રીમા ગરબા રમવા ગયા હતા બાદ બાદ તા.15ના સવારના આશરે સાડા ત્રણ વાગ્યાના અરશામા બહાર આવીને જોયું તો જ્યાં મારૂ બુલેટ પાર્ક કર્યું હતું તે જોવા મળ્યું ન હતું જેથી મે આજુ-બાજુમા તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી સાડા ચાર કલાકમાં મારૂ બુલેટ ચોરી જનાર શખ્સ સામે અંતે ફરીયાદ નોંધાવી હતી.

કન્સ્ટ્રક્શનના વેપારીને મિત્રએ મોકલેલી APK ફાઈલ ખોલતા ખાતામાંથી 5.85 લાખ ટ્રાન્સફર થઇ ગયા

રાજકોટના હાથીખાનામાં રહેતા અને બાંધકામનો વ્યવસાય ધરાવતા મનીષભાઇ મુળજીભાઈ ઢોલરીયાએ 5,84,999 રૂપિયાની છેતરપિંડી અંગે અલગ અલગ બેંક ખાતા ધારકો સામે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે આજથી એકાદ મહીના પહેલા મારા મિત્ર વસંતભાઇ(સદભાવના વાળા) દ્વ્રારા તેઓના વ્હોટ્સએપ મોબાઇલ નંબરથી મારા વોટ્સએપમા એક Wedding Invitation નામથી APK ફાઇલ મને મોક્લેલ જેથી મેં તે ફાઇલ ઓપન કરી જોતા તેમા કોડિંગ/આંકડાઓ દેખાતા હતા ત્યાર બાદ મે તે ફાઇલ બંધ કરી ડિલીટ કરી નાખી હતી. શરૂઆતમાં આ મેસેજ અંગે મને કોઇ શંકા ઉપજી ન હતી ત્યાર બાદ ગઇ તારીખ 13 સપ્ટેમ્બરના રોજ મારા બેંક ખાતામાથી મારી જાણ બહાર અલગ અલગ ટ્રાન્ઝેકશનથી કુલ 5,84,999 જેટલી રકમ ઉપડી જવાના મારા મોબાઇલ ફોનમાં મેસેજ આવતા મારા ધ્યાનમાં આવેલ કે મારી જાણ બહાર કોઈ અજાણી વ્યક્તીએ મારા ખાતામાથી રૂપીયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરેલ છે. આ વ્યવહાર મેં પોતે કરેલ ન હતો તેમજ મેં કોઇ અજાણ્યા વ્યક્તિને મારી મરજીથી રકમ ટ્રાન્સફર કરવાની મંજુરી આપેલ ન હતી. આથી મને શંકા થયેલ કે ઉપરોક્ત APK ફાઇલ મારફતે કોઇ અજાણ્યા વ્યક્તિ એ મારી સાથે સાયબર છેતરપિંડી કરેલ હોઇ શકે છે. ત્યાર બાદ મેં મારા મિત્ર વસંતભાઇને ફોન કરી આ apk ફાઇલ બાબતે પુછતા જણાવેલ કે મારો ફોન હેક થઇ ગયો હતો અને મારા બધા વ્હોટ્સ એપના કોન્ટેક્ટ નંબરમાં આ apk ફાઇલ ઓટોમેટીક સેન્ડ થઇ ગઇ હતી જે બાબતે અમોએ પણ સાયબર ફરીયાદ કરેલ છે જેથી આ બાબતની જાણ થતાં મેં તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર સંપર્ક કરી મારી ફરિયાદ નોંધાવી હતી.

ત્રંબામાં ઝુંપડા સળગાવી નાખવાની ધમકી આપી દંપતિ પર હુમલો : 4 સામે ગુનો

રાજકોટના ત્રંબામાં રહેતા સુરેશભાઈ કેશુભાઇ જખાણીયા ઉ.30એ રાહુલ, કિશોર, કિશોરની પત્ની શારદા અને જમનાબેન સામે આજી ડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું તથા મારો પરિવાર બસ સ્ટેન્ડ ખાતે વેલ્ડીંગની દુકાને બેઠા હતા ત્યારે મારા કૌટુંબીક ભાઇઓ રાહુલ, કિશોર તથા મારા કાકી જમનાબેન અને કિશોરની પત્ની શારદા ત્યા આવેલ જેમા કિશોર તથા શારદાના હાથમા લાકડી હતી તેમજ રાહુલના હાથમા ગીલોળ હતી અને આવીને કિશોર કહેવા લાગેલ કે, તમે કોઇ અહીયાથી ભાગતા નહી, બાકી બધાના ટાંગા ભાંગી નાખીશુ. તેમ કહીને આ કિશોરએ મારી પત્નીને એક ફડાકો મારી આ ચારેયએ જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ જેથી મે આ લોકોને ગાળો બોલવાની ના પાડતા આ ચારેય અમારા બધા સાથે ઝપાઝપી કરવા લાગેલ અને ઝપાઝપી કરતા કરતા આ લોકો બોલતા હતા કે, આજે તો આ લોકોને છોડવાના નથી અને આ લોકોના ઝુપડા પણ બાળી નાખવાના છે ત્યારે ત્યા લોકો ભેગા થઇ જતા અમો બધાને છોડાવેલ બાદ 112 નંબરમા કોલ કરીને પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી.

કર્મકાંડી યુવક પર બિલ્ડર, તેના પુત્ર સહીત ત્રિપુટીનો ગળુ દબાવી હુમલો : બોરના કામમાં ધૂળ ઊડતી હોય પાણી છાંટવાનું કહેતા માર માર્યાની ફરિયાદ

મૂળ ઉપલેટાના અને હાલ કોઠારીયા રોડ ઉપર રામેશ્વર ગોલ્ડમાં રહી કર્મકાંડનું કામ કરતા અક્ષયભાઇ સુરેશભાઇ જોષી ઉ.21એ કિશોરભાઈ ટીમ્બડીયા, તેનો દીકરો સોહમ અને એક અજાણ્યા શખ્સ સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રીના હું હવનનુ કાર્ય પુરુ કરીને મારુ બાઈક લઇને ઘરે જતો હતો અને મારી સોસાયટીમા પહોચેલ ત્યાં મારી મમ્મી તથા સોસાયટીના અન્ય બહેનો શેરી નં 1મા જતા હતા જેથી હુ પણ મારુ વાહન લઇને તેમની પાછળ પાછળ ગયેલ અને જ્યા બોરનુ કામ ચાલુ છે ત્યા બહેનો રોકાયેલ જેથી હુ ત્યા સાઇડમા પાર્ક કરીને જોયેલ તો સોસાયટીમા બોરનુ કામ કરાવતા હતા તે બીલ્ડર કિશોરભાઇ ટીંબડીયા, તેમનો દીકરો સોહમ તથા એક અજાણ્યો વ્યક્તિ ત્યા હાજર હતા અને સોસાયટીના બહેનો કિશોરભાઇને કહેતા હતા કે, તમારુ બોરનુ કામ ચાલુ છે ત્યા આજુબાજુમા પાણી છાંટવાનુ રાખો, બોરની ધુળ બહુ ઉડે છે. બાદ મે પણ કહેલ કે,ધુળના લીધે બહુ તકલીફ થાય છે તેથી પાણી છાંટો જેથી ધુળ ઓછી ઉડે. આમ કહેતા આ કિશોરભાઇ ઉગ્ર થઇ ગયેલ અને મારી સાથે અસભ્ય વર્તન કરવા લાગેલ તેમજ તુ કોણ છે જેથી હુ તેમને સમજાવતો હતો તે દરમ્યાન સોહમ મારી સાથે ઝપાઝપી કરવા લાગેલ બાદ કિશોરભાઈ તથા અજાણ્યો વ્યક્તિ પણ આવેલ અને તેમાથી એકે મારુ ગળુ પકડી રાખેલ અને બીજા બે મને ઢીકાપાટુનો માર મારવા લાગેલ બાદ ત્યા લોકો એકઠા થઇ જતા મને છોડાવેલ બાદ ત્રણેય જતા જતા કહેતા ગયેલ કે, હવે કોઇ બોર બાબતે અહી આવતા નહી બાકી જાનથી મારી નાખીશ. તેમ કહીને જતા રહેલ હતા સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવી હતી.

પરસાણાનગરમાં એક્ટીવાને ઠોકરે લઇ વેપારીને ફડાકા ઝીકી તીક્ષ્ણ હથિયારથી હુમલો : સસરાને બચાવવા વચ્ચે પડેલા જમાઈને પણ માર માર્યો : બે શખ્સો સામે ફરિયાદ

રાજકોટના પરસાણાનગરમાં રહેતા અને રાજશક્તિ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામે વેપાર કરતા નિતીનભાઈ મગનભાઈ ચૌહાણ ઉ.46એ ટિંકુ નેભાણી અને આશિષ નેભાણી સામે પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે હાલ નવરાત્રીનો તહેવાર હોય જેથી મારી દિકરી મિતાલી તથા જમાઇ કેવલ નરેંદ્રભાઇ મકવાણા હાલ અમદાવાદ રહે છે તે બન્ને તહેવાર નિમિતે અમારા ઘરે આવ્યા હોય અને ગત રાત્રીના દિકરી તથા જમાઈ બન્ને ઘર બહાર બેઠા હતા ત્યારે મારી દિકરીએ ઘરમાં આવી કહ્યું કે બહાર આપણી શેરીમાં એક કાર ચાલકે ગાડી પુરપાટ ઝડપે ચલાવી શેરીમાં પડેલા એક્ટીવાને ઠોકરે લઇ નુકશાન કરેલ છે જેથી બહાર જોવા ગયા તો આ ચાલક નિચે ઉતરેલ જેથી મે તેને પુછેલ કે ભાઈ તમને કોઇ ઇજા તો નથી થઇને તેમ પુછતા અ ન્ય એક વ્યક્તિ અને એક લેડીઝ પણ બહાર આવેલ અને બધા અમોને કહેવા લાગેલ કે તમે કોણ છો તમારે શું લેવા દેવા છે મારૂ નામ ટિંકુ નેભાણી છે તેમ કહી અમને અપ શબ્દો બોલી ધક્કા મુક્કી કરવા લાગેલ અને માર મારવાની ધમકી આપવા લાગેલ જેથી અપ શબ્દો નહી બોલવા સમજાવતા આ ટિંકુ ઉશ્કેરાઇ ગયેલ અને મારા શર્ટનો કોલર પકડી બે ફડાકા મારી દિધેલ આ વખતે મારા જમાઇ કેવલ વચ્ચે પડી મને છોડવવા આવતા અન્ય હાજર વ્યક્તીનું નામ આશિષ નેભાણી હતુ તેણે કેવલને પકડીને ઢિકા પાટુનો માર મારવા લાગેલ અને તે દરમ્યાન ટિંકુએ મને માથામાં કોઇ તિક્ષ્ણ હથીયાર વડે માર મારતા મને ચક્કર આવી ગયેલ અને મને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો બાદમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટની શ્રીવા ક્લિનિકમાં નર્સિંગનું કામ કરતી યુવતી પર સાથી નર્સનો કાતરથી હુમલો : ઘરે જતી વેળાએ ફરી પકડી માથું દીવાલમાં અથડાવી મારી નાખવાની ધમકી દીધાની ફરિયાદ

રાજકોટના કોઠારીયા સોલ્વન્ટમાં રહેતા અને ભુજ ખાતે નર્સિંગનો અભ્યાસ કરતા ડિમ્પલબેન ભીખુભાઇ છાયા ઉ.30એ મવડીમાં રહેતા હિરલબેન સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે આજથી અઢી વર્ષ પહેલા હુ મવડી રોડ ઉપર ખોડીયાર કોમ્પલેક્ષમાં શ્રીવા સ્કીન ક્લીનીકમાં કામ કરતી હતી અને ગઇ તા.3ના રોજ આ ક્લીનીકમાં હિરલ નામની છોકરી કામે આવેલી છે આ હિરલ જ્યારથી કામે આવેલ ત્યારથી તેનુ વર્તન ઉગ્ર સ્વભાવનો હતો અને બધા સ્ટાફ સાથે મીસ બીહેવ કરતી હતી જેની જાણ ડૉ.જય મોઢાને કરી હતી અને સાહેબે જણાવેલ કે હુ જોઇ લઇશ ત્યાર બાદ હુ આ હિરલ સાથે બોલતી ન હતી અને ગઇ તા.16ના ક્લીનીકમાં કામ કરતા નીરાલીબેન તથા હિરલબેન કામ બાબતે બોલાચાલી કરતા હતા અને આ હિરલબેન નીરાલીબેનને ગાળો બોલતા હતા જેથી હુ આ બન્નેને છોડાવવા માટે વચ્ચે પડેલી અને હિરલબેનને ગાળો ના બોલવા કહ્યું હતું જેથી આ હિરલબેન એકદમ ઉશ્કેરાઇ ગયેલા અને મારી સાથે બોલાચાલી અને ગાળાગાળી કરવા લાગેલા અને મારી સાથે ઝપાઝપી કરી કાતર લઇ મને મારવાનો પ્રયાસ કરતા મે વચ્ચે હાથ નાખી દીધેલ જેથી મને ડાબા હાથે નિશાન પડેલ હતા અને અમે હિરલ પાસેથી કાતર લઇ લીધી હતી અને આ હિરલ એકદમ ગુસ્સામાં હોય જેથી હુ ડૉક્ટરની ઓફીસમાં જતી રહેતા મને મારવા માટે દરવાજો તોડવાની કોશીષ કરી હતી પરંતુ મે દરવાજો ખોલ્યો ન હતો અને ડૉ.જય મોઢાને ફોન કરી જાણ કરતા ડો. જયએ આવી હિરલને સમજાવી ઘરે જવાનુ કહી નીચે મોકલી હતી હુ નીચે ગઈ ત્યારે પાછળથી મને ગળેથી પકડી દિવાલ સાથે મારૂ માથુ ભટકાડેલ અને મને નીચે પાડી દીધેલ અને મને કહેવા લાગેલ કે તુ મને ઓળખતી નથી હવે પછી તુ ક્યાંય વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશ તેવી મારી નાખવાની ધમકી આપી હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટની કંપની પાસેથી કાપડ ખરીદી મુંબઈના ગઠિયાએ 5.45 કરોડનું બુચ મારી દીધું : ડીસીબીમાં ફરિયાદ

રાજકોટના સંતકબીર રોડ ઉપર શક્તિ સોસાયટીમાં રહેતા અને કિઆન-એમ એકસપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લીગલ કામ કરતા કેનીલભાઈ ભાવેશભાઇ સરધારા ઉ.25એ મુંબઈના પ્રેમચંદ અશોકકુમાર મિત્તલ સામે 5,44,59,315 રૂપિયાની છેતરપિંડી અંગે રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે આ કંપનીના ડીરેક્ટર રાજેશભાઈ પરશોતમભાઈ માલવીયા તથા તેમનો દીકરો દર્શભાઈ માલવીયા છે ડીસેમ્બરમા અમારા સેલ્સના એસ્પોર્ટ હેડ તૃષાબેન પટેલનો આરોપી પ્રેમચંદ મિતલે સંપર્ક કર્યો હતો અને તેણે આ તૃષાબેનને જણાવેલ કે તેમનો નંબર મેક્સીકો ખાતેથી મેળવેલ છે અને તેમને અમારી કંપનીમાથી ફેબ્રીક કાપડની ખરીદી કરવી છે તેમ વાત કરતા આ તૃષાબેને વીઝીટ માટે બોલાવ્યા હતા બાદમાં તૃષાબેન ને મળ્યા હતા તેમજ ફેબ્રુઆરી 2025માં દીલ્હી ખાતે ફેબ્રીકેશનને લગત એક્ઝીબીશનમાં અમારી કંપનીનો સ્ટોલ રાખવામાં આવેલ હોય ત્યારે આ પ્રેમચંદભાઈએ અમારી કંપનીના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી અને અમારી કંપની સાથે નિયમિત વેપારી વ્યવહાર અને પેમેન્ટ કરવાની ખાતરી આપી હતી અને તેમને કાપડનો માલ-સામાન આપ્યો હતો સૌ-પ્રથમ 17,60,220નો કાપડનો માલ-સામાન મોકલ્યો હતો બાદમાં અમારા પાસેથી કટકે કટકે કાપડનો માલ મંગાવવાનુ ચાલુ રાખેલ હતુ અને તેના કટકે કટકે અમોને રૂપીયા ચુકવી આપતા હતા ત્યાર બાદ આ પ્રેમચંદભાઇએ તેમની કંપનીના કોઇ કલ્પેશભાઈ કાપડીયાના નંબર આપ્યા હતા અને જણાવેલ હતુ કે હવે તમારી સાથે આ ભાઈ વાતચીત કરશે અને ત્યાર બાદ આ કલ્પેશભાઇ ધંધા બાબતેની વાતચીત કરતા હતા શરૂઆતમાં વિશ્વાસ કેળવવા સમયસર પેમેન્ટ કરેલ અને ત્યાર બાદ મોટા પ્રમાણમાં માલ મંગાવી અને થોડું થોડું પેમે ન્ટ મોકલી અમારો મોટા પ્રમાણમાં માલ ઉપાડી લીધો હતો ફેબ્રુઆરી 2025થી સપ્ટેમ્બર 2025 સુધીમાં ટ્રાન્સપોર્ટ મારફતે કુલ રૂપીયા 8,97,04,605 રૂપિયાનુ કાપડ વેચાણ કર્યું હતુ અને તેની સામે અમારી કંપનીને તે લોકોએ કુલ રૂપીયા 3,52,45,290 બેન્ક મારફતે કટકે કટકે આપ્યા હતા અમારી કંપનીને કુલ રૂપીયા 5,44,59,315ની રકમ પ્રેમચંદભાઈએ આપેલ નહીં અને આ બાબતે અમારી કંપની દ્રારા વારંવાર ફોન તથા અન્ય માધ્યમથી પેમેન્ટની માંગણી કરવામાં આવી હતી અને આ પ્રેમચંદભાઇએ કહેલ કે મે તમારો માલ ઇન્ડોનેશીયા એકસપોર્ટ કરેલ છે અને તે માલ ખરાબ છે તેવા બહાના બતાવતા આ બાબતે ખરાઇ કરતા ખરેખર તેઓએ કોઇ માલ એકસપોર્ટ નહીં કરી બારોબાર લોકલ માર્કેટમાં વેચી દઈ છેતરપીંડી કરવાના ઇરાદાથી અમને ખોટી માહીતી આપી અમારી કંપનીનું બાકી રહેલ 5.45 કરોડનું પેમેન્ટ નહીં ચૂકવી અમારી સાથે છેતરપીંડી આચરી હોય જેથી અંતે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

લોધિકાના હરીપર પાળમાં ઓરડી ખાલી કરવાનું કહેતા ધોકા ફટકારી પ્રૌઢની ઘાતકી હત્યા મેટોડા પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી

રાજકોટના હરીપર પાળમાં ધોકાના ઘા ફટકારી પ્રૌઢની કરપીણ હત્યા નિપજાવી નાખતા ચકચાર મચી ગઇ છે ટ્રાંસપોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા પ્રૌઢએ સાથે જ કામ કરતાં શખ્સને ઓરડી ખાલી કરવાનું કહેતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને પ્રૌઢને આંતરી જીવલેણ હુમલો કરી પતાવી દિધા હતાં. આ મામલે મેટોડા પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવાં તજવીજ હાથ ધરી છે. પડધરીના મેટોડા ગામમાં રહેતાં રતીલાલ અમરશીભાઈ દાફડા ઉ.42એ લોધિકાના બાબુજી ચુડાજી ઠાકોર સામે ભાઈ હરેશભાઇ અમરશીભાઇ દાફડા ઉ.52ની હત્યા નિપજાવવા અંગે મેટોડા જીઆઈડીસી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છુટક જે.સી.બી. વાહનનું ડ્રાઇવીંગ કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે તે ત્રણ ભાઇઓ છે, જેમા સૌથી મોટા હરેશભાઈ જે ગઈકાલે મરણ ગયેલ છે ફરીયાદીનાં ભાઈ હરેશભાઈના લગ્ન વસંતબેન સાથે થયેલ પરંતુ તેઓને મનમેળ ન હોય તેમનાથી અલગ હરીપર પાળ ગામે રહેતા અને શ્રધ્ધા ટ્રાંસપોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા ગઈકાલે બપોરે ઘરે જમવા બેસતો હતો ત્યારે અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલ અને જણાવ્યું કે ભાવેશભાઇ રાઠોડ શ્રધ્ધા રોડવેઝ હરીપર પાળ ખાતેથી બોલે છે અને કહેલ કે, તમારા મોટાભાઈ હરેશભાઈને માથામાં અને મોઢામાં લાગી ગયેલ છે તેને સરકારી હોસ્પીટલ રાજકોટ ખાતે લઇ આવેલ છે. યુવકે સ્પષ્ટ કહો તે પુછવા ફરીથી ફોન કરેલ ત્યારે આ ભાવેશભાઈએ કહેલ કે, તમારા ભાઇ મરણ ગયેલ છે, તમે જલ્દી દવાખાને આવો. જેથી તે તુરંત જ અન્ય પરીજન સાથે રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે દોડી આવેલ અને હરેશભાઈને જોયુ તો તેને માથાના ભાગે કાન ઉપર, નાક ઉપર અને દાઢીના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હતી અને ખુબ જ લોહી નીકળતુ હતુ અને મૃત હાલતમાં સ્ટ્રેચર ઉપર હતા જેથી બનાવ બાબતે આ શ્રધ્ધા ટ્રાંસપોર્ટવાળા ભાવેશભાઇ રાઠોડને પુછતા તેમણે જણાવેલ કે, તમારા ભાઈ હરેશભાઈ બે દિવસની રજા ઉપર ગયા હતા આજે તે બપોરે નોકરી ઉપર આવ્યા ત્યારે અમારી કંપનીમાં અગાઉ કામ કરતા ડ્રાઇવર બાબુ ઠાકોરને હીસાબ બાબતે બોલાવ્યા હતા અને તે ઓફીસેથી ગયા હતા આજે આ ડ્રાઇવર હરેશભાઈનો ટ્રક અન્ય ડ્રાઇવર લઈને ગયેલા હોય જેથી તમે આરામ કરો તેમ તમારા ભાઈ હરેશભાઈને જણાવેલ હતુ. બપોરના હું મારી વાડીએથી ઘરે આવેલ ત્યારે આ બાબુ ઠાકોરનો ફોન આવેલ અને પોતાને સતીષ ભરવાડ ઉર્ફે સત્યા સાથે બોલાચાલી થયેલ છે તેમ જણાવેલ હતુ ઉપરાંત આ બાબુ ઠાકોર મારી ઓરડીમાં જ રહેતો હોય તેને ઓરડી ખાલી કરી દેવાનું તમારા ભાઈ હરેશભાઈએ જણાવતા તે બન્ને વચ્ચે પણ બોલાચાલી થઇ હતી અને તે વાતનો ખાર રાખી આ બાબુ ઠાકોરે તમારો ભાઈ કારખાના પાસેથી બાઈક લઇને નિકળતો હતો તે દરમ્યાન તેને રસ્તામા ઉભો રખાવી માથામાં તથા મોઢાના ભાગે મારી દીધેલ અને ભાગી ગયેલ છે જેથી ગઈકાલે આ બાબુ ઠાકોરે હરેશભાઇ દાફડાને રૂમ ખાલી કરવા બાબતેનો ખાર રાખી માથામાં તથા મોઢાના ભાગે જીવલેણ ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી નાસી છૂટ્યો હોય ફરિયાદ નોંધાવતા મેટોડા પોલીસે ગુનો નોંધી પીઆઇ મહાવીરસિંહ પરમાર અને ટીમે આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી હતી.

પોલીસ પાસે માફી મગાવ્યાનો ખાર રાખી વૃદ્ધને છરી ઝીંકી દીધી : યુનિવર્સિટી પોલીસ સ્ટેશન બહાર બનેલી ઘટના અંગે નોંધાતો ગુનો

રાજકોટમાં મિત્રનો ઝઘડો પતાવી બંને ભાઈઓને પોલીસ પાસે માફી મગાવ્યાનો ખાર રાખીને એક શખસે વૃદ્ધ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી અને હવે ભેગા થજે તેમ કહી છરીના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુનિવર્સિટી પોલીસ મથકમાં નિર્મળા રોડ પર બાલમુકુંદ પ્લોટમાં રહેતા કેતનભાઈ જોષી ઉ.57એ મુંજકાના હરેન્દ્રસિંહ ઝાલા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તા.20 ઓક્ટોબરની રાત્રે કેતનભાઈ તેમના મિત્ર જતિનભાઈ દવે સાથે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ગયા હતા. જતિનભાઈને જૂના મિત્રોવિજયસિંહ અને હરેન્દ્રસિંહ ઝાલા સાથે ઝઘડો થયો હતો. કેતનભાઈએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું ત્યારબાદ પોલીસ સ્ટેશનના ગેટ બહાર ઊભા હતા ત્યારે હરેન્દ્રસિંહે કેતનભાઈને ગાળો આપી હતી. ગાળો આપવાની નાપાડતાં ઉશ્કેરાઈને છરીના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તે ત્યાંથી જતો રહ્યો હતો જેથી આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કાંગશીયાળીની સીમમાં કારની ઠોકરે બાઇકચાલક ગોંડલના આધેડનું મોત : નવું સીમકાર્ડ કઢાવવા રાજકોટ આવતા હતા ત્યારે સર્જાયેલી કરુણાંતિકા

રાજકોટ ગોંડલ હાઇવે પર કાંગશિયાળી ગામની સીમમાં ખોડીયાર ચોકડી પાસે કારે બાઇકને હડફેટ લેતા બાઈક ચાલક ગોંડલના આધેડને ગંભીર ઈજા થતા તેમનું મોત નીપજ્યું છે મૃતક ગોંડલથી રાજકોટ નવુ સીમકાર્ડ કઢાવવા જતા હતા ત્યારે આ ઘટના બની હતી બનાવ અંગે મૃતકના પુત્રની ફરિયાદ પરથી શાપર વેરાવળ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગત સવારે કાંગશિયાળી ગામની સીમમાં ખોડીયાર ચોકડી પાસે વાવડી તરફથી આવતી કારના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક ગોંડલ શ્રીનાથજી સોસાયટીના ભાવેશભાઈ છગનભાઈ સીદપરા ઉ.46ને ગંભીર ઇજા પહોંચી હતી જો કે અકસ્માતની ઘટના બાદ કારચાલક જ પોતાની કારમાં ઘવાયેલા આધેડને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. અહીં સારવાર દરમિયાન ભાવેશભાઈનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા શાપર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર ભાવેશભાઈ સિદપરાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે આધેડ ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે સવારે તે ગોંડલથી રાજકોટ નવું સીમકાર્ડ કઢાવવા માટે બાઈક લઈને આવતા હતા દરમિયાન કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો બનાવ અંગે આધેડના પુત્ર આકાશ ભાવેશભાઈ સિદપરાની ફરિયાદ પરથી પોલીસે કારચાલક સુમિત સુખાભાઈ ટીલાળા વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

You Might Also Like

રાજકોટમાં 9 મહિનામાં 320 લોકોએ આપઘાત કરી મહામૂલી જિંદગીનો અંત આણ્યો

બામણબોર પાસે સંતાડેલું હથિયાર કાઢી આરોપીએ પોલીસ પર કર્યા બે ભડાકા : પીએસઆઈ ડોડિયાએ અનુરાગને પગમાં ગોળી ધરબી દીધી

જાફરાબાદઃ હેવાન શિક્ષકે 4 સગીરાને પીંખી, ધરપકડ

આજી જીઆઇડીસીમાં મેનેજરને ગોળી ધરબી 1.53 કરોડની લૂંટ : રાજસ્થાનથી 4 આરોપીની ધરપકડ

રાજકોટમાં બે વર્ષની બાળકીને માતાએ જ પાંચમા માળેથી ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી હતી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article SBI બૅંક પર સાયબર હુમલો
Next Article અમદાવાદમાં 25 કરોડના ડ્રગ્સ સાથે UP-દિલ્હીના 3 કુખ્યાતની ધરપકડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

દેશી રસોયા નિકુંજ વસોયા કહે છેઃ ‘MGMમાં હું એકલો નહીં બધાં સ્ટોલવાળા લૂંટતા હતાં!’

Khaskhabar Editor Khaskhabar Editor 5 seconds ago
ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો
અમદાવાદમાં બુટલેગરની ગાડી પર SMCનું ફાયરિંગ
કોઠારીયાથી કોટડા સાંગાણી રોડ રૂ.27 કરોડના ખર્ચે પહોળો થશેઃ ડામરકામનું ખાતમુહૂર્ત સંપન્ન
ગુજરાતની સ્કૂલોમાં અજાણ્યા લોકોના પ્રવેશ પર સંપૂર્ણ રોક
સોશિયલ મીડિયા સ્ટાર બન્યો મૂલચંદજી પથ્થર
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

રાજકોટમાં 9 મહિનામાં 320 લોકોએ આપઘાત કરી મહામૂલી જિંદગીનો અંત આણ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

બામણબોર પાસે સંતાડેલું હથિયાર કાઢી આરોપીએ પોલીસ પર કર્યા બે ભડાકા : પીએસઆઈ ડોડિયાએ અનુરાગને પગમાં ગોળી ધરબી દીધી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
CRIME

જાફરાબાદઃ હેવાન શિક્ષકે 4 સગીરાને પીંખી, ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?