‘જલેબીને ફાફડા ગણપતિ છે આપડા’: રાજ્યમાં દુંદાળા દેવના વિસર્જનથી ભક્તો ભાવુક થયા, સુરતમાં મુંબઈ જેવો માહોલ જામ્યો
ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા ૧૦ દિવસીય ગણેશોત્સવનું આજે, એટલે કે ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ને શુક્રવારે અનંત ચતુર્દશીએ સમાપન થઈ રહ્યું છે, ત્યારે રાજ્યભરમાં ઠેર-ઠેર નાની-મોટી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં ઢોલ-નગારા અને ડીજે સાથે વિસર્જન યાત્રા નીકળી છે. વિસર્જન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન માટે મહાનગરપાલિકાઓ દ્વારા ઠેર-ઠેર કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે તો આવો જાણી ચાર મહાનગરોમાં કયા કયા સ્થળે અને કયા મુહૂર્તમાં શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવા માટેની વ્યવસ્થા છે. રાજકોટમાં ગણપતિ વિસર્જન માટે તૈયારીઓ શરૂ થઈ છે. સર્વેશ્વર ચોક ખાતે ગજાનનની આરતી કરવામાં આવી. શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરી વિદાઈ આપવામાં આવી. વાજતેગાજતે અને ‘અગલે બરસ તું જલ્દી આ’નાં નાદ ગુંજી ઉઠ્યા. સર્વેશ્વર ચોકના રાજાનું રામવન ખાતે વિસર્જન કરાશે. વડોદરાના નવલખી મેદાન ખાતે ધીમી ગતિએ વિસર્જનની પ્રક્રિયા થઈ રહી છે. હાલમાં નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ઘરમાં બિરાજમાન મૂર્તિઓ વિસર્જન માટે આવી રહી છે. નવલખી મેદાન ખાતે તંત્ર દ્વારા સુચારું આયોજન કરાયું છે.




