By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 day ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 day ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    14 minutes ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    19 minutes ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    25 minutes ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    1 hour ago
    ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    31 minutes ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 day ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
CRIME

બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે

Khaskhabar Editor
Last updated: 2026/09/22 at 1:56 PM
Khaskhabar Editor 56 minutes ago
Share
24 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

86.63 લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે ક્લીનરને પકડી પાડ્યો  : ડ્રાયવરની શોધખોળ

- Advertisement -

રાજકોટના એરપોર્ટ પોલીસ મથકની હદમાં અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા બામણબોર ગામ પાસે રાધાકૃષ્ણ હોટેલ સામેથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે એક આઈસર ટ્રક્માંથી રૂ.86,63,712ની કિંમતનો 21,792 બોટલ વિદેશી – દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો છે. એસએમસી ત્રાટકતાં જ ટ્રકનો ડ્રાઇવર અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો જ્યારે અજમેરના ક્લીનરને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે દારૂ, ટ્રક, દવાનો જથ્થો અને મોબાઈલ મળી કુલ 1,10,91,012નો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ પી. બી. જેબલિયા અને સ્ટાફ હાઈવે પર પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની આઈસર ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો રાજકોટ તરફ આવી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી ટ્રક રોકવાનો ઈશારો કરતાં જ ડ્રાઇવર જીતેન્દ્રસીંગ શ્રવણસીંગ ગાડી મૂકીને રોડ ક્રોસ કરી ઝાડીઓમાં નાસી ગયો હતો. કેબિનમાંથી ક્લીનર દિલીપસિંગ સુખદેવસિંગ રાવત પકડાઈ ગયો હતો. ટ્રકમાં તપાસ કરતાં ઉપર દર્દનિવારક ટ્યૂબના 916 બોક્સ રાખેલા હતા, જેની નીચે ચંદીગઢ બનાવટની વિદેશી દારૂની 21,792 બોટલ સંતાડી રાખવામાં આવી હતી. ક્લીનરની પૂછપરછમાં સામે આવ્યું કે, તેઓ જમ્મુથી દવાના બોક્સ ભરીને સાણંદ માટે નીકળ્યા હતા. રસ્તામાં ચંદીગઢ ખાતે એક થાર ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સો ટ્રકને ગોડાઉને લઈ ગયા હતા અને અંદર દારૂ ભરી આપ્યો હતો. ત્યારબાદ ભીલવાડા બાયપાસ પર એક બાઈકચાલક જૂની બિલ્ટી લઈ ગયો હતો અને સાણંદની સાથે રાજકોટ સુખસાગર સોસાયટી ખાતેની સોટૈક ફાર્માસ્યુટિકલ્સના સરનામાવાળી બોગસ બિલ્ટી અને ઈ-વે બિલ આપી ગયો હતો આ કેસની તપાસ કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ જાનીને સોંપવામાં આવી છે પોલીસે કલીનર દિલીપસિંગ રાવતના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલના રાજ્યમાં 11 દિવસમાં દારૂ-જુગારના 19 દરોડા

મહેસાણા : 11 સપ્ટે. : જુગાર : 18 આરોપી : 14 વોન્ટેડ : 24,63,090
ગાંધીનગર : 11 સપ્ટે. : 2690 બોટલ : 7 વોન્ટેડ : 18,05,495
વડોદરા : 12 સપ્ટે. : 2208 બોટલ : 1 આરોપી : 8 વોન્ટેડ : કુલ 17,07,920
અરવલ્લી : 13 સપ્ટે. : 3870 બોટલ : 1 આરોપી : 6 વોન્ટેડ : કુલ 20,69,682
વલસાડ : 13 સપ્ટે. : 1514 બોટલ : 8 આરોપી : 7 વોન્ટેડ : કુલ 3,71,937
અમરેલી : 12 સપ્ટે. : 3013 બોટલ : 2 આરોપી : 3 વોન્ટેડ : કુલ 19,51,107
ખેડા : 14 સપ્ટે. : 2315 બોટલ : 4 વોન્ટેડ : 14,80,692
ખેડા : 14 સપ્ટે. : 2481 બોટલ : 2 આરોપી : 2 વોન્ટેડ : કુલ 19,61,490
ભરૂચ રેલવે : 16 સપ્ટે. : 2437 બોટલ : 7 આરોપી : 9 વોન્ટેડ : 5,71,651
સુરેન્દ્રનગર : 17 સપ્ટે. : 20,976 બોટલ : 2 આરોપી : 4 વોન્ટેડ : 1,25,35,111
જૂનાગઢ : 17 સપ્ટે. : 26,519 બોટલ : 2 આરોપી : 13 વોન્ટેડ : 1,53,47,467
ભરૂચ : 18 સપ્ટે. : જુગાર : 8 આરોપી : બે વોન્ટેડ : 94,850
સુરત : 18 સપ્ટે. : 1284 બોટલ : 1 આરોપી : 4 વોન્ટેડ : 5,07,744
વડોદરા : 18 સપ્ટે. : 7152 બોટલ : 1 આરોપી : 3 વોન્ટેડ : 27,99,730
મહેસાણા : 19 સપ્ટે. : 3372 બોટલ : 1 આરોપી : 4 વોન્ટેડ : 20,43,544
સુરેન્દ્રનગર : 19 સપ્ટે. : 4326 બોટલ : 4 વોન્ટેડ : 20,03,315
સુરત : 19 સપ્ટે.2413 બોટલ : 2 આરોપી : 3 વોન્ટેડ : 6,76,273
અમદાવાદ : 20 સપ્ટે. : 5030 બોટલ : 1 આરોપી : 9 વોન્ટેડ : 30,58,800
રાજકોટ : 21 સપ્ટે. : 21792 બોટલ : 1 આરોપી 7 વોન્ટેડ : 1,10,91,012

- Advertisement -

રાજકોટમાં બ્યુટી પાર્લર સંચાલિકાની હત્યા કરનાર બન્ને ભાઈઓ બે દિવસના રિમાન્ડ પર : હત્યા બાદ પાણીના દારમાં નાખી દીધેલી છરી પોલીસે કબ્જે કરી
રાજકોટના કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ બાપા સીતારામ પાર્કમાં બ્યુટી પાર્લર સંચાલિકાની ઘાતકી હત્યાના ગુનામાં પકડાયેલા આગ્રાના બન્ને ભાઇઓને પોલીસે બે દિવસના રિમાન્ડ પર લઈ આગવી ઢબે પૂછપરછ હાથ ધરી છે. પોલીસને ઊંધા ચશ્મા પહેરાવવાનો પ્રયાસ કરનાર પોલીસે છરી કબજે કરી છે. પીઆઇ કે.કે.ગોહિલ સહિતની ટીમે તપાસ શરુ કરી હતી બ્યુટી પાર્લર સંચાલિકા ગીતાબેન કિશોરભાઈ વાંજાની હત્યાના ગુનામાં પકડાયેલા રામનરેશ હસમુખ જાટવ અને સની હસમુખ જાટવના બે દિવસના રિમાન્ડ મળ્યા છે. પોલીસ પૂછપરછમાં ગીતાબેનની હત્યા કર્યા બાદ કપડા લોહીવાળા થઇ જતા આરોપીઓએ પુરાવાનો નાશ કરવા તે સળગાવી નાખ્યા હતા અને છરી પાણીના દારમાં નાખી દીધી હતી. આ છરી કબજે કરવામાં આવી છે જ્યારે લૂંટના રૂ.40 હજાર કચરો ફેંકવાના બાઉલમાં રાખ્યા હતા જે કોઇએ ફેંકી દીધાનું જણાવી પોલીસને ઊંધા પાટે ચડાવી રહ્યા છે.

ટ્રાફિક શાખાની કોમ્બિંગ ડ્રાઈવમાં અનેક વાહનો દંડાયા : નંબર પ્લેટ લગાવ્યા વગર ફરતા 147 વાહનો ડિટેઈન કરાયા : 19 કાર અને 128 બાઈક સામે કાર્યવાહી : 1.19 લાખનો દંડ વસુલાયો

શહેર ટ્રાફિક પોલીસની કોમ્બિંગ ડ્રાઈવ દરમ્યાન નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો ઝપટે ચડયા હતા.જેમાં નંબર પ્લેટ વગરના ૧૪૭વાહન ડિટેઈન કરવામાં આવ્યા હતા. જયારે ૨૪૯ જૂના પેન્ડિંગ ચલણની વસુલાત કરી હતી. રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા તેમજ નંબર પ્લેટ વગરના વાહનોના ઉપયોગ પર નિયંત્રણ લાવવા માટે ટ્રાફિક પોલીસ કોમ્બિંગ ડ્રાઈવ યોજી હતી.પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક કમિશનર ચૈતન્ય માંડલિકના માર્ગદર્શન હેઠળ તા. ૧૯ સપ્ટેમ્બરની રાત્રીના સમયે કોમ્બિંગ નાઈટ રાઉન્ડ યોજાયો હતો.બાદ તા.૨૦ સપ્ટેમ્બરે દિવસ દરમ્યાન પણ શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.કોમ્બિંગ અને ચેકિંગ ડ્રાઈવર દરમ્યાન નંબર પ્લેટ વગરના કુલ ૧૪૭ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા.જેમાં ૧૯ ફોરવ્હીલ અને ૧૨૮ ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે. નંબર પ્લેટ વગર વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. દરમ્યાન ડિટેઈન કરેલા વિવિધ વાહનોનો અગાઉનો રેકોર્ડ તપાસવામાં આવતા અનેક વાહનોના જૂના ચલણ પણ પેન્ડિંગ હોવાનું ધ્યાને આવ્યું હતું.જેથી કુલ ૨૪૯ જૂના પેન્ડિંગ ચલણ ભરાવડાવી રૂ.૧.૧૯ લાખનો દંડ વસૂલ્યો હતો.વાહનો પર નિયમ મુજબ નંબર પ્લેટ લગાવેલી હોય અને માર્ગ સલામતી જળવાઈ રહે તે માટે આગામી દિવસોમાં પણ ડ્રાઈવ ચાલુ રહેશે.

શાપર વેરાવળના વેપારી સાથે કારના ઈ-મેમોના નામે ઓનલાઈન ચીટિંગ : સાયબર ગઠિયાએ એપીકે ફાઈલ મોકલી ખાતામાંથી રૂપિયા 5.66 લાખ ઉપાડી લીધા

રાજકોટ ગ્રામ્યના શાપર વેરાવળ નજીક કાંગશિયાળી ગામે રહેતા અને રાવકી જીઆઈડીસીમાં કારખાનું ધરાવતા 37 વર્ષીય વેપારી અંકુરભાઈ કથીરિયા સાથે વાહનના ઈ-મેમોના નામે રૂ.5.66 લાખની સાયબર છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વેપારી સુરત ગયા હતા ત્યારે તેમના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી ‘APK Vehicle Info’ નામની શંકાસ્પદ ફાઇલ આવી હતી. તેમાં તેમની કાર પર ટ્રાફિક સિગ્નલ તોડવા બદલ રૂ.2,000નો દંડ થયો હોવાનું જણાવી ઓનલાઇન પેમેન્ટ કરવાની લિંક અપાઈ હતી. ત્યાર બાદ તેઓ પરિવાર સાથે પરત ફરી રહ્યા હતા ત્યારે બગોદરા નજીક તેમના મોબાઈલ પર બેંકમાંથી નાણાં ડેબિટ થવાના ઉપરાઉપરી મેસેજ આવવા લાગ્યા હતા. ખાતું તપાસતા માલૂમ પડ્યું હતું કે, તેમના પિતાના નામવાળા બેંક ખાતામાંથી ગઠિયાઓએ 13 જેટલા ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂ.5,66,695 ઉપાડી લીધા હતા. આ મામલે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કાંગશિયાળીની સીમમાં રહેતા યુવાન સાથે 1 લાખનું સાયબર ફ્રોડ : કારખાનામાં મોબાઈલ મૂકી નોકરીએ ગયા બાદ પરત આવ્યો તો ખાતું ખાલી હતું

કાંગશીયાળી ગામની સીમમાં રહેતા યુવકના મોબાઇલ ફોન સાથે ચેડાં કરી અજાણ્યા શખ્સે તેના બેન્ક ઓફ ઇન્ડિયા ખાતામાંથી અલગ-અલગ પાંચ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ1 લાખ ઉપાડી લીધાની ફરિયાદ શાપર-વેરાવળ પોલીસમાં નોંધાઈ છે. આ અંગે કાંગશિયાળી ગામની સીમમાં આવેલા શ્રીધર ક્રાફ્ટપેક એલએલપી કારખાનામાં પ્રોડક્શન સુપરવાઇઝર તરીકે નોકરી નોકરી કરતા કુલદીપ મનસુખ મનસુખભાઈ કારેણાએ શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તા. 15 સપ્ટેમ્બરે સવારે 8 વાગ્યે તે નોકરી પર ગયો હતો અને પોતાનો મોબાઈલ કારખાનામાં રાખી કામ કરવા લાગ્યો હતો. સાંજે 8 વાગ્યે નોકરી પરથી છૂટ્યા બાદ મોબાઇલ લીધો હતો તેના બેન્ક ખાતામાંથી રૂ.5 હજાર કપાયાનો મેસેજ આવ્યો હતો. જેથી મવડી ચોકડી ખાતે બેન્ક સ્ટેટમેન્ટ કઢાવતાં રૂ.5 હજાર, રૂ.40 હજાર, રૂ.1, રૂ.49,999 અને રૂ.5 હજાર મળી કુલ રૂ.1 લાખ ઉપડી ગયાનું સામે આવ્યું હતું. બાદમાં યુવકે 1930 સાયબર હેલ્પલાઇન પર જાણ કરી હતી. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે શાપર પીઆઈ રાણાએ જણાવ્યા અનુસાર, યુવક સાથે સાયબર ફ્રોડ થયો છે. તેણે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી હોવાની પૂરતી સંભાવનાના આધારે પોલીસ આગળ વધુ તપાસ હાથ ધરી રહી છે.

કોઠારીયા પાસેથી 5.47 લાખનો દારૂ ભરેલ બોલેરો સાથે બે રાજસ્થાની ઝડપાયા : એમપીથી દારૂ ભરી પરસાણાનગરના બુટલેગર આરીફને સપ્લાય કરવાનો હતો

રાજકોટમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ સ્થાનિક પોલીસ પણ દોડતી થઇ ગઈ છે ત્યારે પીસીબીની ટીમે બાતમી આધારે કોઠારીયા ગામ પાસે વોચ ગોઠવી 5.47 લાખનો દારૂ ભરેલ બોલેરો સાથે બે રાજસ્થાનીની ધરપકડ કરી છે બંને શખ્સો મધ્યપ્રદેશથી દારૂ ભરી રાજકોટના પરસાણાનગરના બુટલેગર આરીફ જુણેજાને આપવા આવતા હોવાનું ખુલતાં પીસીબીની ટીમે કુલ 10.52 લાખનો મુદામાલ જપ્ત કરી રીસીવરની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની સૂચના અન્વયે પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઇ ચાવડા, દીલીપભાઈ બોરીચા અને કોન્સ્ટેબલ વિશાલભાઇ દવેને મળેલ બાતમી આધારે કોઠારીયા ગામથી લાપાસરી જવાના રસ્તે વોચ ગોઠવી બાતમીવાળી બોલેરો પીકઅપ અટકાવી જડતી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો કારમાં બેઠેલા શખ્સોના નામઠામ પૂછતાં રાજસ્થાનના અમરસીંગ કિશનસીંગ દસાણા અને કપીલ પ્રકાસદાસ વૈષ્ણવ હોવાનું જણાવ્યું હતું પોલીસે બોલેરોમાં તપાસ કરતાં તેમાંથી દારૂની 3696 બોટલ રૂ.5.47 લાખનો જથ્થો મળી આવતાં બંને શખ્સોની ધરપકડ કરી દારૂ અને વાહન સહિત કુલ રૂ.10.52 લાખનો મુદામાલ કબ્જે કરી પકડાયેલ શખ્સોની પુછતાછ કરતા આ બંને શખ્સો દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી ભરી રાજકોટના પરસાણાનગરમાં રહેતા આરીફ સલીમ જુણેજાને સપ્લાય કરવાં આવ્યાં હોવાની કબૂલાત આપી હતી પરંતુ ત્યાં પહોંચે તે પૂર્વે જ પીસીબીની ટીમે ઝડપી લીધા હતાં હાલ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી દારૂ મંગાવનાર આરીફ જુણેજાને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી.

રાજકોટના જંક્શનમાં દારૂ ઢીંચી નીકળેલા શખ્સે પ્રનગર પોલીસ સ્ટેશનના બે જવાનોને ઠોકરે લીધા : પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસમેનનું બાઈક 200 મીટર સુધી ઢસડયું : ઉત્તરાખંડના શખ્સ સામે ગુનો : જમાદાર અને કોન્સ્ટેબલનો નજીવી ઇજા સાથે બચાવ : નશાખોર શખ્સનો નશો ઉતારતી પોલીસ

રાજકોટમાં અવાર-નવાર વાહન ચાલકો દારૂ ઢીંચી અકસ્માતની હારમાળા સર્જતાં હોય છે ત્યારે ગત રાત્રે જંકશન પ્‍લોટ મેઇન રોડ પર દારૂ પી કાર લઇને નીકળેલા મુળ ઉત્તરાખંડના અને હાલ પડધરી પંથકમાં રહેતાં શખ્‍સે પેટ્રોલીંગમાં નીકળેલા પ્રયુમનનગર પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ્‍ટેબલ અને કોન્‍સ્‍ટેબલને બાઇક સહિત ઠોકરે ચડાવી ઇજા પહોંચાડતાં નાશભાગ મચી ગઇ હતી અકસ્‍માત બાદ કારચાલકે બાઇકને આશરે 200 મીટર સુધી ઢસડતાં નુકસાની પણ થઇ હતી. પોલીસે ગુનો નોંધી તેનો નશો ઉતારી નાંખ્‍યો હતો પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતાં કોન્‍સ.વનરાજભાઇ ભાભલુભાઇ બોરીચા ઉ.29ની ફરિયાદ પરથી પડધરીના ડાંગરા ગામે રહેતાં મુળ દહેરાદુન અજાબપુર ખુર્દ સરસ્‍વતિ વિહાર ઉત્તરાખંડના વતની નીપુણકુમાર મદનસિંગ વિરૂધ્‍ધ ગુનો નોંધી સકંજામાં લીધો છે. ફરિયાદી વનરાજભાઇ બોરીચાએ જણાવ્‍યું હતું કે રાત્રે હું અને રીયાઝભાઇ બંને અમારૂ હોન્ડા લઇને પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં નીકળ્‍યા હતાં. હું બાઇક ચલાવતો હતો સવા દસેક વાગ્‍યે જંકશન પ્‍લોટ મેઇન રોડ પર જંકશન ચોકી પાસે પહોંચ્‍યા ત્‍યારે એક કારચાલક ફૂલ સ્‍પીડમાં કાર લઇને માણસોની જિંદગી જોખમાય એ રીતે નીકળ્‍યો હતો અને અમારા બાઇકને ઠોકરે ચડાવી અમને પછાડી દીધા હતાં આશરે 200 મીટર સુધી જંકશન મેઇન રોડ પર અમારા બાઇકને ઢસડતાં અમને બંનેને સામાન્‍ય મુંઢ ઇજાઓ થઇ હતી તેમજ બાઇકમાં નુકસાની થઇ હતી ત્યારે લોકો ભેગા થઇ ગયા હતાં અને કાર આગળ ઉભી રહી ગઇ હોઇ હું અને રીયાઝભાઇ ત્‍યાં ગયા હતાં અને કારચાલકને બહાર કાઢી પુછતાછ કરતા પોતે નીપુણકુમાર મદનસિંગ રાજપૂત હોવાનું કહ્યું હતું તે મુળ ઉત્તરાખંડ દહેરાદુનનો વતની હોવાનું તથા હાલ પડધરીના ડાંગરા ગામે રહેતો હોવાનું અને સોલારનું કામ કરતો હોવાનું કહ્યું હતું. તેના મોઢામાંથી કેફી પ્રવાહી પીધુ હોઇ તેવી દુર્ગંધ આવતી હતી. પુછતાછ કરતાં દારૂ પીધાનું કહ્યું હતું. આથી તેની સામે દારૂ પી સ્‍કોડા કાર પુરઝડપે લોકોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી મને તથા સાથેના કોન્‍સ. રીયાઝભાઇને ઠોકરે લઇ ઇજા પહોંચાડવાનો અને વાહનમાં નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી નશાખોર કારચાલકને પોલીસે કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

ભક્તિનગરના હત્યાની કોશિશના ગુનામાં કોર્ટમાં નિવેદન નહીં આપવાનું કહી મહિલાને ફડાકા ઝીકી દીધા : કેસ પાછો પાછો નહીં ખેંચો તો આખા પરિવારને મારી નાખવાની ધમકી : જેલવાસ ભોગવતા આરોપીની માતા સામે ગુનો

મૂળ યુપીના હાલ જંગલેશ્વર રાધાકૃષ્ણનગરમાં રહેતા રૂબીના નઇમ ઉર્ફે બબલુ મુન્નેખાન સૈયદ ઉ.35એ પાડોશમાં રહેતા જરીનાબેન ઈમરણભાઇ હિંગોરા સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 16 તારીખે બુધવાર હોવાથી મારા પતિને કારખાનામા રજા હતી અને અમારા ઘરે અમારા સંબંધી જુબેર અબ્દુલરજાક સૈયદ આવ્યા હતા અને આ જુબેર અમારા ઘરેથી તેના ઘરે જતો હતો ત્યારે બાજુમા રહેતા સોહીલ હીગોરાએ સામુ જોવા બાબતે જુબેર સાથે બોલાચાલી કરી છરી મારી દેતા જુબેરને ઇજા થતા રાજકોટ સીવીલ હોસ્પીટલમ દાખલ કરેલ અને આ જુબેરને સોહીલ હીગોરાએ છરી મારે હોય, જેથી મારા પતિ નઇમએ સોહીલ હીગોરા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરી હતી જેમા આ સોહીલ હીગોરા હાલ રાજકોટ જેલમા છે અને સોહીલએ છરી મારી હતી જે મે જોયેલ હોય, જે બાબતે કોર્ટમા જવાનુ હોય હુ તથા મારા પતિ બન્ને કોર્ટમા જવાની તૈયારી કરતા હતા ત્યારે આ સોહીલના માતા જરીનાબેન મને કોર્ટમા જવાનુ નથી તેમ વાત કરેલ હતી તેમ છતા હુ તથા મારા પતિ કોર્ટમા ગયેલ હતા અને સાજના કોર્ટમા નીવેદન લખાવી ઘરે આવ્યા હતા બાદમાં સાંજના હુ મારા ઘરે હતી ત્યારે જરીનાબેન મારી પાસે આવેલ અને મને કહેવા લાગેલ કે, તને ના પાડી હતી તેમ છતા તુ કેમ મારા દીકરાના વિરૂધ્ધમા નીવેદન લખાવવા માટે કોર્ટમા ગઇ હવે બીજી તારીખે જો કોર્ટમા જઇશ તો તને તથા તારા પરીવારને મારી નાખીશ અને તારા પતિને કહેજે કે આ કેસ પાછો ખેંચી લે જેથી મે કેસ પાછો ખેંચવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઈને મને બે ત્રણ ફડાકા મારી દીધેલ અને જો કેસ પાછો નહી ખેંચો તો બધાને મારી નાખીશુ તેવી ધમકી આપી જતા રહ્યા હતા બાદ મે મારા પતિને આ બાબતે વાતચીત કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટમાં કાર ખરીદીના નામે મિત્રએ માર્યું 3.82 લાખનું બુચ : ઘરે આવી બીજી ચાવીથી કાર પડાવી લઇ ડીપી આપવાની ના પાડી દીધી

રાજકોટના નાના મવા રોડ ઉપર ફૂલ પાર્ક સોસાયટીમાં રહેતા અને ફોટોગ્રાફી કરતા નીલ સુરેશભાઇ રાબડીયા ઉ.21એ આદેશ લક્ષ્મણભાઇ બુસા સામે 3,82,200ની છેતરપિંડી અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 25 એપ્રિલના રોજ મિત્ર આદેશભાઈ લક્ષ્મણભાઇ બુસા પાસેથી કાર 8.80 લાખમાં લેવાનુ નક્કી કર્યું હતુ જે પેટે 2.80 લાખ પિતા સુરેશભાઈ રાબડીયા તથા મારા મિત્ર કરણભાઇ ઠુંગાના ગુગલ પે મારફત કટકે-કટકે આપ્યા હતા તથા ગઇ તા.15 મેના રોજ ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ફીર્ટીગ કરવાના 11,000 મારા પત્ની નીતાના ગુગલ પે મારફત આપ્યા હતા તેમજ ગાડીના બાકીના 6 લાખની ગાડી પરની લોન આદેશભાઇ બુસાના ક્રેડીટ કાર્ડ પર જ ચાલુ હતી આમ લોન તથા વ્યાજ સહીત 8,10,735 મારે ચુકવવાના હતા જે અમો ચુકવીશુ અને લોનની ભરપાઈ મારે કરવાની એમ નકકી કરેલ હતુ જેનુ વકીલ પાસે નોટરી લખાણ કરાવેલ હતુ કે બાદ આદેશભાઇએ તેમની આ સ્કોડા સ્લાવીયા કારનો કબજો અમોને ગઇ તા.27 મેંના રોજ સોંપેલ હતો અને થોડા સમય બાદ જો ગાડી મને નહી ફાવે તો તે ફરીથી ફસ્ટ ઓનરમાંથી જ વેચાવી દેશે તેવો મને વિશ્વાસ આપી ગાડી તેમના નામે જ રખાવેલ હતી બાદ મેં લોનના બે હપ્તા મારા પત્નીના એકાઉન્ટ મારફત ભર્યા હતા બાદ 13 જુલાઈના સવારે હુ મારા ઘરે હતો ત્યારે આદેશભાઈ ઘરે આવેલ અને મને કહેલ કે બાકીના પૈસા આપી જજે અને ગાડી લઇ જજે તેમ કહી તેની પાસે રહેલ ગાડીની અન્ય ચાવી લગાવી ગાડી લઇને જતા હતા ત્યારે મે તેમને સમજાવવા જતા તે મારી વાત માનેલ નહી અને ગાડી લઇને જતા રહેલ હતા બાદ મે આદેશભાઈને રૂબરૂ મળીને જણાવેલ કે હુ ગાડીના લોનના પૈસા ભરી દઉ તમે ગાડી મારા નામે કરી આપો અથવા મને મારા ડાઉનપેમેન્ટના 2.80 લાખ તથા સાઉન્ડ સિસ્ટમના 11,0000 તથા લોનના બે હપ્તાના 37,200 મળી કુલ 3,28,200 પરત આપી દો તો આ આદેશભાઇએ મને કહેલ કે તને ગાડી પણ પરત નહી મળે અને પૈસા પણ પરત નહી મળે તેમ કહી દીધું હતું જેથી આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ઓડીસાથી 205 કિલો ગાંજો સપ્લાયર કરનાર અને રીસીવરની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ : અગાઉ ત્રણ આરોપીઓની એસઓજીએ કરી હતી ધરપકડ : પકડાયેલા સામે સાત ગુના

ઓડીસાથી રાજકોટ આવતો 204.900 કિલોગ્રામ ગાંજા સાથે ત્રણ આરોપીઓની એસઓજીએ ધરપકડ કરી હતી પોલીસે ટ્રક સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો ઉપરોક્ત ગુનામાં આ ગાંજો સપ્લાય કરનાર અને મંગાવનાર બંને વોન્ટેડ હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંને આરોપીની ધરપકડ કરી હતી પકડાયેલા શખ્સ સામે રાજકોટમાં પાંચ અને ઓડીસામાં બે સહીત સાત ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ એસઓજી પીઆઇ એન બી ચૌધરી સહિતની ટીમે થોડા સમય પૂર્વે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 204.900 કિલોગ્રામ ગાંજો ભરેલા ટ્રક સાથે મહમદ ઉર્ફે કાળો હુસેનભાઈ ઉર્ફે કડીબાપુ સર્વદી, અરબાઝ સલીમભાઇ સંધિ અને રજમીન ઉર્ફે રમીઝ ઉર્ફે માયા ઉર્ફે ભાણો રજાકભાઈ પતાણીની ધરપકડ કરી હતી ઉપરોક્ત ગુનામાં નાસતા ફરતા સપ્લાયર અને રીસીવરની શોધખોળ શરુ કરી હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એ એસ ચાવડા, એમ એલ ડામોર અને સી એચ જાળવણી રાહબરીમાં પીએસઆઈ એસ એમ રાણાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના સંજયભાઈ, રાહુલભાઈ અને વિજયભાઈને મળેલી બાતમી આધારે ઉપરોક્ત ગુનામાં વોન્ટેડ સપ્લાયર હડાળાના અમિત ઉર્ફે અમીન ઉર્ફે ગોરખો ખમીશાભાઈ કાતીયાર અને સિકંદર ઉર્ફે ઇમરાન ઉર્ફે ઉંદેડો ખમીશાભાઈ કાતીયારની ધરપકડ કરી હતી પકડાયેલ બે ભાઈ પૈકી અમિત આંતર રાજ્ય ગુનેગાર છે તેની સામે રાજકોટના મહિલા, કુવાડવા, થોરાળા, ભક્તિનગર અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેમજ ઓડીસામાં બે સહીત સાત ગુના નોંધાઈ ચુક્યા છે.

કુવાડવામાંથી 2.88 લાખના દારૂ સાથે બુટલેગરની ધરપકડ : કાર સહીત 38 લાખનો મુદામાલ કબ્જે કરતી કુવાડવા પોલીસ

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે કુવાડવા રોડ પોલીસની ટીમે બાતમી આધારે કુવાડવા ગામમાં દરોડો પાડી ઘર અને કારમાંથી 2,87,925 રૂપિયાનો દારૂ-બિયરનો જથ્થો મળી આવતા બુટલેગરની ધરપકડ કરી કાર સહીત 38,18,825 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી હેતલ પટેલ અને એસીપી વી બી જાડેજાની સૂચના અન્વયે કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એ એન જાનીની રાહબરીમાં એએસઆઇ ખોડુભા જાડેજાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના ભાવેશભાઈ મકવાણા, જયદીપભાઈ ધોળકિયા અને કુશલભાઈ જોષીને મળેલી બાતમી આધારે કુવાડવા ગામમાં દરોડો પાડી કાર અને મકાનમાંથી 2,87,925 રૂપિયાનો દારૂ-બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો પોલીસે આ દારૂના જથ્થા સાથે અહીંયા ભાડાના મકાનમાં રહેતા બુટલેગર મહેશ નાનજીભાઈ રંગપરાની ધરપકડ કરી હતી પોલીસે ગુનો નોંધી દારૂ-બિયર, 30 લાખની ફોર્ચ્યુનર કાર, પ્લાસ્ટિકના બાચકા અને મોબાઈલ 38,18,825 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગોંડલના પાટીદડ ગામના શખ્સે વીમો પકવવા પોતાની ગાડી સળગાવી અકસ્માતની સ્ટોરી ઉભી કરી : તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈની તપાસમાં ભાંડો ફૂટી જતા ગુનો નોંધાયો

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટીદડના ગામના યુવકે વીમો પકવવા કારને ગામ બહાર લઈ જઈ સળગાવી નાંખી ગાડી સ્પીડમાં હોય જેથી ગોળાઇમાં ગાડી વળાંક વળેલ નહીં અને રોડથી નીચે ઉતરી ઉંધી પડી ગયેલ અને મોડી રાતે એકાએક સળગી જતાં 7 લાખનું નુકશાન થયાનું પોલીસને જણાવ્યા બાદ પોલીસને શંકા જતાં ઉલટ તપાસ કરતાં પોતે જ પેટ્રોલથી સળગાવી નાખી હોવાનું ખુલતા પોલીસે ગુનો નોંધ્યો હતો. ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ કર્મરાજસિંહ પરમારએ દિપ ચંદુ વિરડીયા સામે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગઈ તા.05ના રોજ થયેલ જાણવા જોગની તપાસ ચલાવી રહ્યા છે જેમાં દિપ ચંદુભાઈ વિરડીયાએ જાહેર કરેલ કે ગઈ તા. 04 ના સાંજના પોતાની વર્ના ગાડી લઇને ગોંડલથી ઘરે પાટીદડ ગામે જતો હતો તે દરમ્યાન પાટીદડ ગામ પાસે ગાડી સ્પીડમાં હોય જેથી ગોળાઇમાં મારી ગાડી વળાંક વળેલ નહીં અને ગાડી રોડથી નીચે ઉતરી ગયેલ અને ગાડીની એર બેગ ખુલી ગઈ હતી અને ત્યાં બે-ત્રણ વ્યક્તિ આવેલ અને તેમને બહાર કાઢેલ હતો તેમને કોઇ ઇજા થયેલ ન હતી બાદ તેઓ ઘરે ચાલ્યા ગયેલ હતાં બાદ રાત્રીના તે તથા સંજયભાઇ સોલંકી અને એક અજાણી વ્યક્તિ ગાડી જ્યાં પલટી મારી ગયેલ હતી તે બાજુ ગયેલ તો ત્યાં ગાડીમાંથી ધુમાડો નિકળતો હતો અને ગાડી સળગતી હતી. જેથી તુરંત જ ફાયર વિભાગને ફોન કરતાં ફાયરની ગાડીએ ગાડીમાં લાગેલ આગ ઓલવેલ હતી ગાડીમાં કોઇ કારણોસર શોર્ટ સર્કિટ થતા ગાડી સળગી જતા આશરે સાતેક લાખનું ગાડીમાં નુકશાન થયું હોવાની જાહેર કરનારે જાહેરાત આપેલ હતી તપાસ દરમ્યાન જાણવા મળેલ કે આ દિપ વિરડીયાએ પોતાની ગાડી ગઇ તા.05 ના રાત્રીના પેટ્રોલ છાંટી સળગાવી નાખેલ છે તેમજ આ દિપ વિરડીયાએ સાંજે હાઇબોન્ડ સિમેન્ટ ફેક્ટરી, પાટીદડ પાસેથી પેટ્રોલ લીધેલ હતું તે પેટ્રોલ લઈ તેમની ગાડી જ્યાં પલટી મારી ગઇ હતી ત્યાં જઇ ગાડીમાં પેટ્રોલ છાંટી સળગાવી ગાડીનો વિમો પકાવવા સારૂ આરોપીએ પોલીસ સ્ટેશન ખાતે આવી ખોટી માહીતી આપી ગુનો કરેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને અટકાયતમાં લઇ કાર્યવાહી કરી હતી.

You Might Also Like

રાજકોટમાં ટ્રાકીકજામ રોકવા બેરીકેડ હટાવતા પદ્મિનીબા વાળા સહિત 5 સામે ફરજમાં રુકાવટનો ગુનો

માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત

રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા

રેલનગરમાં બહેનનો હાથ પકડનાર આધેડની હત્યા કરી લાશ ફેંકી દઈ આપઘાતમાં ખપાવવાનો નિષ્ફ્ળ પ્રયાસ

રાજકોટ કોર્ટને ડ્રોન – બોમ્બથી ઉડાવી દેવાની ખાલીસ્તાની સંગઠનની મેઈલ મારફત ધમકી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ
Next Article આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
આજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

રાજકોટમાં ટ્રાકીકજામ રોકવા બેરીકેડ હટાવતા પદ્મિનીબા વાળા સહિત 5 સામે ફરજમાં રુકાવટનો ગુનો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
CRIME

રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?