રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ અને ફિલ્મી હસ્તીઓની ઉપસ્થિતિઃ ગુજરાતી ફિલ્મ ‘મારણ’ સહિત ‘આર્ટિકલ 370’,
‘શ્રીકાંત’, ‘ભ્રમયુગમ’, ‘ચંદુ ચેમ્પિયન’ સહિતની ફિલ્મોને એવોર્ડ અપાશે
- Advertisement -
“કેવડિયામાં કાર્તિક આર્યન, ધનુષ, રણદીપ હુડ્ડા, મમૂટી, સંજય મિશ્રા અને પદ્મિની કોલ્હાપુરે સહિતના સેલેબ્સનો જમાવડો
ભારતનો પ્રતિષ્ઠિત ગણાતો નેશનલ ફિલ્મ એવોર્ડ અત્યાર સુધી દિલ્હીમાં યોજાતો આવ્યો છે. ૭૨ વર્ષ જૂનો આ એવોર્ડ સમારોહ તેના ઈતિહાસમાં પ્રથમવાર દિલ્હીની બહાર ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં યોજાઈ રહ્યો છે. આજે સાંજે જયારે સુરજ આથમશે ત્યારે એકતાનગર (કેવડીયા)માં સિતારા જમીન પર ઉતરી આવશે! રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય મંત્રીઓ અને ફિલ્મી હસ્તીઓની હાજરીમાં આ એવોર્ડ સમારોહમાં ગુજરાતી ફિલ્મ ‘મારણ’ બેસ્ટ ગુજરાતી ફિલ્મના એવોર્ડથી સન્માનવામાં આવશે.
આજે રર સપ્ટેમ્બરે સાંજે ચાર વાગ્યાથી ગુજરાતના એકતાનગર (કેવડિયા)માં ૭૨મો નેશનલ ફિલ્મ એવોર્ડ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે એવોર્ડ સમારોહમાં હાજરી આપવા અને ત્રણ દિવસના ગુજરાત પ્રવાસને લઈ રાષ્ટ્રપતિ દ્રોપદી મુમૂં ગઈકાલે વડોદરા પહોંચ્યા હતા આ ઉપરાંત એક્ટર રણદીપ હુડ્ડા પત્ની અને બાળક સાથે, મમૂટી, ધનુષ અને એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરી પણ રાત્રે વડોદરા પહોંચ્યા હતા. આજે એવોર્ડ સમારોહને લઈ બોલિવૂડ અને સાઉથના સ્ટાર્સ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રીઓ સહિતના નેતાઓ કેવડિયા પહોંચી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૫૪થી શરૂ થયેલા નેશનલ ફિલ્મ એવોર્ડના ૭૨ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હી બહાર સમારોહ યોજાઈ રહ્યો છે અને તેની યજમાની ગુજરાત કરી રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ ૭૨માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં ફિલ્મ ‘આર્ટિકલ ૩૭૦ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ, ફિલ્મ ‘શ્રીકાંત’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ અને યામી ગૌતમને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ અપાશે. ગુજરાતી ફિલ્મ “મારણ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળશે. જ્યારે, ‘ભ્રમયુગમ’ માટે મમૂટી અને ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યનને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ અપાશે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દીપ પ્રાગટ્ય સાથે સમારોહની શરૂઆત કરાવશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક ‘બસ બે’ (બસ ટર્મિનલ) વિસ્તારમાં મહેમાનો માટે અઈ જર્મન ડોમ બનાવવામાં આવ્યો છે, જેમાં ૧૦૦૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત મહેમાનોને ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. સાંજે ૪થી ૫:૧૫ વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે મુખ્ય સમારોહની શરૂઆત કરાશે.




