By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    29 minutes ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    34 minutes ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    1 hour ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    1 hour ago
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લીલી ઝંડીઃ આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત
    1 hour ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    8 minutes ago
    UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક
    1 hour ago
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    24 hours ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    1 day ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 hours ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    2 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રેલનગરમાં બહેનનો હાથ પકડનાર આધેડની હત્યા કરી લાશ ફેંકી દઈ આપઘાતમાં ખપાવવાનો નિષ્ફ્ળ પ્રયાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રેલનગરમાં બહેનનો હાથ પકડનાર આધેડની હત્યા કરી લાશ ફેંકી દઈ આપઘાતમાં ખપાવવાનો નિષ્ફ્ળ પ્રયાસ
CRIME

રેલનગરમાં બહેનનો હાથ પકડનાર આધેડની હત્યા કરી લાશ ફેંકી દઈ આપઘાતમાં ખપાવવાનો નિષ્ફ્ળ પ્રયાસ

Khaskhabar Editor
Last updated: 2026/09/16 at 12:56 PM
Khaskhabar Editor 2 hours ago
Share
21 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

ધોકાના પાવડાથી – ઢીકાપાટુનો માર માર્યા બાદ સેન્ટીંગના વાયરથી ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો

- Advertisement -

પ્રનગર પોલીસે મૃતકના ભાણેજની ફરિયાદ પરથી ગુનો નોંધી બે સગા ભાઈ અને તેના બનેવીની કરી ધરપકડ

રાજકોટના રેલનગરમાં આવેલી બાંધકામ સાઇટ પર મજૂરી કરતાં મુળ ઓરીસ્‍સાના આધેડે સાઇટ પર જ કામ કરતાં મુળ એમપીના પરિવારની બહેનનો હાથ પકડી લેતાં તેણીએ દેકારો કરતા તેના બે ભાઇ સહિત ત્રણ દોડી આવ્યા હતા અને ત્રણેયએ માથાકુટ કરી તેના પર ઇંટોના ઘા કરતાં અને બાદમાં દોટ મુકી બીજા માળની છત પર જતો રહેતાં આ ત્રણેયએ પાછળ જઇ તેને ઢીકાપાટા, પાવડાના હાથાથી માર મારી પછાડી દીધા બાદ બે જણાએ પકડી રાખી ત્રીજાએ સેન્‍ટીંગ બાંધવાના તારથી ફાંસો દઇ લાકડાના ધોકાથી પાટાથી માર માર્યો હતો બાદમાં છત પર જ લાશ મુકી દઇ મોડી રાત્રે ત્રણેયે ટીંગાટોળી કરી લાશ નીચે લાવી નવેળાની દિવાલથી બહાર ફેંકી દઇ કંઇ બન્‍યું ન હોય તેમ સુઇ ગયા હતાં પ્ર.નગર પોલીસ અને ક્રાઇમ બ્રાંચે ગુનો ઉકેલી ત્રણેયને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.

પ્ર.નગર પોલીસે હત્‍યાનો ભોગ બનનાર મુળ ઓરસિસાના દુઃખીશ્‍યામ નીતકર બાગ ઉ.43ના ભાણેજ મુળ ઓરીસ્‍સાના કલહાંડી જીલ્લાના બોરીયા ગામના વતની અને હાલ પેલેસ રોડ પર રાધાકૃષ્‍ણ એપાર્ટમેન્‍ટમાં રહેતાં તેમજ કડીયા કામ કરતાં પ્રફુલભાઇ રાજકુમાર સુગરીયાની ફરિયાદ પરથી મુળ એમપીના અને હાલ રેલનગર સાધુવાસવાણી કુંજ રોડ પર પેટ્રોલ પંપ સામે શેરીમાં શ્રી બંગલોઝની બાજુમાં નવા બનતા મકાનની બાંધકામ સાઇટ પર રહેતા઼ પીંજુ કેવનભાઇ ભુરીયા, તેના ભાઇ અજીત કેવનભાઇ ભુરીયા અને બનેવી રાજેશ કૈલાસભાઇ ભુરીયા સામે હત્‍યા અંગે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું દસેક વર્ષથી રાજકોટ પરિવાર સાથે રહુ છું મારા માતા ભાદ્રવીબેનને બે ભાઇ છે. જેમાં સૌથી મોટા મારા માતા મોટા છે. તેનાથી નાના મારા મામા જગબંદુ બાગ છે જેઓ ગામ માલપડા પોલીસ સ્‍ટેશન કેશીંગા ઓરીસ્‍સા ખાતે રહે છે અને સૌથી નાના મામા દુઃખીશ્‍યામ નીતકર બાગ છે જે છેલ્લા ત્રણેક વર્ષથી રાજકોટ ખાતે રેલનગરમાં રહેતાં હતાં અને સાઇટ પર મજુરી કરતા હતા હત્‍યાનો ભોગ બનેલા મારા મામા દુઃખીશ્‍યામના પત્‍નિનું નામ કેબત્તીબેન છે. તેને સંતાનમાં બે દિકરાછે જેમાં મોટો ભુભન અને તેનાથી નાનો રોહન છે. આ મારા મામી તથા તેના બંને દિકરાઓ વતન ઓરીસ્‍સા ખાતે રહે છે. ખાતે રહે છે. મંગળવારે હું મેટોડા ખાતે લાદી કામ કરતો ત્‍યારે મારા મામા જગબંદુ બાગની દિકરી આલીયા જે હાલમાં બેગ્‍લોરમાં હોટલમાં કામ કરે છે તેનો મને ફોન આવેલ અને કહેલ કે-મારા કાકા દુઃખીશ્‍યામ જે રાજકોટ રેલનગરમાં મકાન ઉપરથી પડી ગયેલ છે અને તેઓ હાલમાં રાજકોટ સરકારી હોસ્‍પીટલમાં છે. તેવી જાણ કરતા હું રાજકોટ સરકારી હોસ્‍પીટલ પહોંચ્યો હતો ત્યાં મારા જીજાજી ખેતરી આલેખભાઈ તાંડી મારી સાથે આવેલ હતા.

- Advertisement -

મારા મામા દુઃખીશ્‍યામની બાગની લાશ પોસ્‍ટમોર્ટમ રૂમમાં કોલ્‍ડ સ્‍ટોરેજમાં રાખવામાં આવી હતી પોસ્‍ટમોર્ટમ થતાં તેમના શરીરે આંતરીક અને બાહ્ય ઇજાઓ થવાથી મોત થયાનું ડોક્‍ટરે લખી આપ્‍યું હતું. તેવી વાત પોલીસે મને કરી હતી. બાદમાં મેં બનાવની જાણ મારા મામીને કરી હતી. આ પછી પોલીસે મને વાત કરી હતી કે તમારા મામા દુઃખીશ્‍યામને રેલનગરમાં તેની લાશ જ્‍યાંથી મળી તે બાંધકામ સાઇટ પર કામ કરતા પીંજુ કેવનભાઇ ભુરીયા, તેના ભાઇ અજીત કેવનભાઇ ભુરીયા તથા રાજેશ ભુરીયા જે મધ્‍યપ્રદેશના વતની છે તેણે હત્‍યા કરી છે. અજીતની પત્‍નિ આશા તથા અજીત-પીંજુની નાની બહેન રવિવારે તા.14ના રોજ સાઇટ પર ચણતર કામ કરતા હતા ત્‍યારે રાતે અજીતની અને બહેન મકાનના રૂમમાં રસોઈ બનાવતી હતી. આ વખતે આ દુઃખીશ્‍યામે રૂમમાં જઈને અજીત અને પીંજુની બહેનનો હાથ પકડી લીધો હતો. જેથી તેણીએ દેકારો કરતા પીંજુ તથા અજીત તથા રાજેશ રૂમમાં આવતા આ દઃુખીશ્‍યામ રૂમમાં આ ત્રણેયની સાથે માથાકુટ કરવા માંડયો હતો અને ત્‍યાં પડેલ ઇંટો ત્રણેય ઉપર ફેકવા માંડયો હતો આ પછી દુઃખી શ્‍યામ રૂમની સીડીથી બીજા માળની છત ઉપર ચડી ગયો હતો. તેની પાછળ ત્રણેય ગયા હતાં અને ત્રણેયએ દુઃખીશ્‍યામ સાથે ઝપાઝપી કરી હતી. આ વખતે રાજેશે ત્‍યાં છત ઉપર પડેલ પાવડાનાં ઘોકાથી દુઃખીશ્‍યામને પડખાના ભાગે ઘા મારતા તે પડી ગયો હતો. બાદ તેને પેટના ભાગે છાતીના ભાગે આડેધડ પાટા માર્યા હતાં આ પછી સેન્‍ટીંગ બાંધવા માટેના લોખંડનો તાર પીંજુએ લઇ લીધો હતો. આ પછી રાજેશે તથા અજીતે મળી દુઃખીશ્‍યામને પકડી રાખેલ અને પીંજુએ દુઃખીશ્‍યામને ગળામાં તા૨ વીંટાળી તાર ખેંચી ગળા ટુંપો આપી દીધો હતો. બાદમાં રાજેશે લાકડાનાં પાવડાનાં હાથાથી દુઃખીશ્‍યામને શરીરે આડેધડ માર્યો હતો. બીજા બેએ પણ આડેધડ પાટા મારતાં દુઃખીશ્‍યામનું મોત થયું હતું. ત્‍યાર બાદ રાતે એકાદ વાગ્‍યે છત ઉપર જઈ દુઃખીશ્‍યામ મૃત્‍યુ પામ્‍યો છે તેની ખાત્રી કરી ટીંગાટોળી કરી છત ઉપરથી નીચે લાવી નવેળાની દિવાલથી બહાર ફેંકી દીધો હતો. આ રીતે તે પડી ગયો કે આપઘાત કર્યો તેવી એલીબી ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો ફરિયાદ અન્વયે પ્રનગર પીઆઇ એમ. ડી. મકવાણા, રાઇટર હરેશભાઇ સારદીયા સહિતે ગુનો નોંધ્‍યો હતો બીજી તરફ ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. એલ. ડામોર અને ટીમ પણ તપાસમાં સામેલ થઇ હતી અને પ્રનગર ડી. સ્‍ટાફના ચાંપરાજભાઇ ખવડ સહિતની ટીમે ત્રણેય આરોપીઓને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.

તુ કેમ મારી સાથે સંબંધ રાખતી નથી. મે તારી પાછળ કેટલો ખર્ચો કર્યો છે તને ઉપાડી લઇસ કહી ધમકી : રાજકોટમાં સંબંધ તોડી નાખ્યાનો ખાર રાખી યુવતીને ધમકી આપનાર શખ્સ સામે ગુનો

રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ ભગવતીપરામાં રહેતા જાવીદભાઈ હબીબભાઈ હાલા સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે જાવિદભાઈ સાથે મારે છેલ્લા ત્રણેક વર્ષથી પ્રેમ સંબંધ હતો અને દોઢેક વર્ષ પહેલા અમારા બંન્ને વચ્ચે મૈત્રી કરાર કરેલ હતા. આ જાવીદ સાથે મારે ઈન્સ્ટાગ્રામમા પ્રથમ મુલાકાત થયેલ હતી. અમો બંને એકાબીજાની મરજીથી અલગ- અલગ જગ્યાએ મળવા જતા હતા અને છેલ્લા બે માસથી આ જાવીદભાઈ સાથે મારે કોઈ સંબંધ નથી ગઈ તા. ૧૧/૦૯/૨૦૨૬ સાંજના હું તથા મારા પિતા મોચીનગર હોલ ખાતે ઉભા હતા ત્યારે આ જાવીદભાઈ હાલા મારી પાસે આવેલ અને મને જેમ ફાવે તેમ બોલવા લાગેલ અને મને કહેલ તુ કેમ મારી સાથે સંબંધ રાખતી ન થી. મે તારી પાછળ કેટલો બધો ખર્ચ કરી નાખેલ છે તેમ કહી મને કહેલ કે, તને ઉપાડી લઇસ અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી મને ગાળો આપવા લાગેલ. જેથી આજે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

તારા બાપે મને ઉપાધિ આપી છે, તને સાચવવી પડે છે કહી પતિ મેણા – ટોણાં મારતો,  દંપતી વચ્ચેનો ઉમરનો મોટો તફાવત બન્યો ગૃહ ક્લેશનું કારણ

રાજકોટમાં પતિ સહિત સાસરિયાં દ્વારા ઘરકામ બાબતે મેણાં-ટોણાંમારી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે. રાજકોટના આહીર ચોક વિસ્તારમાં શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં રહેતી રિદ્ધિબેન ભાવેશભાઈ દુધાત્રાએ પતિ ભાવેશ દુધાત્રા, સસરા ડાયા દુધાત્રા, સાસુ લક્ષ્મી, જેઠ ગિરીશ અને જેઠાણી કાજલ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પતિ સહિત પાંચેય સામે ગુનો નોંધ્યો છે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રિદ્ધિબેનના તા.28 નવેમ્બર 2017ના રોજ ભાવેશભાઈ સાથે કોર્ટ મેરેજ થયા હતા અને બાદમાં મંદિરમાં લગ્નવિધિ થઈ હતી. લગ્નજીવન દરમિયાન તેમને આઠ વર્ષનો પુત્ર છે. લગ્ન બાદ તેઓ પતિ, સાસુ-સસરા તથા જેઠ-જેઠાણી સાથે રાજદીપ સોસાયટીમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા પતિ-પત્ની વચ્ચે ઉંમરમાં મોટો તફાવત હોવાથી શરૂઆતથી જ મનમેળ રહેતો નહોતો. પ્રેગ્નન્સી દરમિયાન પતિ નાની-નાની બાબતોમાં ટોણાં મારતા અને તારા બાપે મને ઉપાધિ આપી છે અને તારા બાપથી તું ન સચવાણી, હવે મારે તને સાચવવી પડે છે તેમ કહી માનસિક રીતે હેરાન કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સામે બોલે તો હાથ ઉપાડી માર મારતા હોવાનું પણ જણાવ્યું છે. દીકરાના જન્મ બાદ પતિ અને સાસુ ઘરકામ બાબતે વારંવાર મેણાં-ટોણાં મારતા અને ‘તને કાંઈ આવડતું નથી અને અમારા પર બોજ’ કહેતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સસરા પણ રસોઈ બાબતે ટોણાં મારતા હોવાનો પરિણીતાએ આક્ષેપ કર્યો છે. પતિ સહિત પાંચેય સાસરિયાંએ એક્સંપ થઈ શારીરિક-માનસિક ત્રાસ આપી દહેજની માગણી કરી હોવાની ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

કાઠીયાવાડ બાલાશ્રમમાં આવેલી 17 વર્ષની સગીરા બાળક સાથે ગુંદાવાડી હોસ્પિટલમાંથી ગૂમ : ધોરાજી તાલુકા પોલીસના પોક્સોના કેસમાં એક મહિના પહેલા જ સગીરા આવી હતી

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગુના બાદ ૧૭ વર્ષિય સગીરા પોતાના બાળકને લઈ માતા-પિતા સાથે રહેવા માંગતી ન હોવાથી પોલીસે તેણીને રાજકોટ બાલાશ્રમમાં આશરો અપાવ્યો હતો. બાદ તેણીને પેટમાં દુઃખાવો ઉપડયો હોવાથી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા કેરટ્રેકરની નજર ચુકવી તેણી પોતાના બાળક સાથે લાપત્તા બનતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ગોંડલ રોડ ઉપર આવેલા કાઠીયાવાડ નીરાશ્રિત બાલાશ્રમમાં કાઉન્સીલર તરીકે નોકરી કરતા ચાર્મીબહેન વ્યાસે એ ડીવીઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, એક માસ પૂર્વે જ ધોરાજી પોલીસ સ્ટેશનમાં પોક્સોનો ગુનો નોંધાયો હતો. જે બાદ તેણી મા-બાપ સાથે ન રહેતી હોવાથી તેને રાજકોટ બાલાશ્રમમાં બાળક સાથે મુકવામાં આવી હતી. દરમ્યાન અગ્યાર માસના બાળક સાથે આવેલી ૧૭ વર્ષની સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતા કેરટ્રેકર પદ્મકુંવારબા હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા દરમ્યાન કેરટ્રેકર કેસ બારીમાં કેસ કઢાવવાની કાર્યવાહી કરતા હતા ત્યારે તેણીએ તમો કેસ કઢાવો મને પેટમાં દુઃખાવો થાય છે હું સાઇડમાં બેસુ છું કહ્યું હતું. બાદ કેસ કાઢીને કેરટ્રેકરે જોતા તેણી પોતાના બાળક સાથે ક્યાંય હોસ્પિટલમાં જોવા ન મળતા જેથી આસપાસની બજાર તથા એસટી બસ સ્ટેન્ડમાં પણ શોધખોળ કરી હતી. પરંતુ ક્યાંય પત્તો લાગ્યો ન હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

જેતપુરના પેઢલા પાસે ઘાતક હથિયારો સાથે ઘુસેલી ટોળકીએ પગીને બંધક બનાવી ચલાવી રોકડ-મોબાઈલની લૂંટ : અંડર કન્સ્ટ્રક્શન બંગલો ખાલી હોય રોષે ભરાયેલા પાંચેય શખ્સોએ વૃદ્ધને માથામાં છરીના ઘા ઝીકી દીધા

જેતપુર-પોરબંદર નેશનલ હાઇવે પર આવતા પેઢલા ગામ નજીક ચાલતી બાંધકામ સાઈટ પર પગીને બંધક બનાવી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી લૂંટારૂ ટોળકી નાસી જતાં પોલીસ દોડી ગઈ હતી નવનિર્મિત બંગલોમાં હથિયારો સાથે ત્રાટકેલ લૂંટારૂ ગેંગને કિંમતી વસ્તુ હાથ ન લાગતાં વૃધ્ધ પગીને નિશાન ખાટલા સાથે બાંધી છરીના ઘા ઝીંકી રોકડ-મોબાઈલની લૂંટ ચલાવી હતી ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા બાદ પાંચ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ધોરાજીમાં ભૂખી ચોકડી પાસે આંબેડકરનગરમાં રહેતાં આશરે એકાદ માસથી પેઢલા નજીક હાઇવે રોડ પાસે આવેલ મધુર બંગ્લોઝમાં પગી તરીકે નોકરી કરી ત્યા જ એકલાં રહેતા માધાભાઈ નાથાભાઈ બગડા ઉ.77એ પાંચ અજાણ્યા શખ્સો સામે જેતપુર ઉદ્યોગનગર પોલીસમાં લૂંટ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે આ બંગ્લોઝનું કંટ્રક્શન કામ ચાલુ છે ગઇ તા. 14ના રાતના આશરે બારેક વાગ્યે જમ્યા બાદ બંગલોમાં આંટો મારેલ, વરસાદ ચાલુ હોય જેથી પાર્કીંગમાં ખાટલા ઉપર બેઠો હતો ત્યાર બાદ મોડી રાતના આશરે બેથી અઢી વાગ્યાના અરસામાં ચારેક અજાણ્યા માણસો આવેલ જેમાંથી બે જણ મને કાંઈ બોલતો નહી તેમ કહી મોઢે મુંગો આપી ચારેય શખ્સોએ તેને ઉપાડી સામેના ભાગે આવેલ રૂમમાં લઇ જઇ કહેલ કે, આ બંગલાની ચાવી આપો અને માલ ક્યા રાખેલ છે તે કહો જેથી ફરીયાદીએ કહેલ કે, બંગ્લામાં કોઇ રહેતુ નથી. જેથી આ માણસો ઉશ્કેરાઇ જઇ ત્યા પડેલ ખાટલાની પાટીથી હાથ પગ બાંધી દીધેલ તેમ છતા, તેઓ બોલતા હતાં કે, આ બંગલામાં કોઈ રહેતુ નથી. કોઇ ચીજ વસ્તુ નથી જેથી એક માણસે તેની પાસે રહેલ છરીથી માથાના ભાગે ચાર પાંચ ઘા મારી દેતા વૃધ્ધને લોહી નીકળવા લાગેલ અને આ માણસોએ વૃધ્ધે પહેરેલ પેન્ટના ખીસ્સામાંથી રોકડ 3,500 અને 500 રૂપિયાનો મોબાઇલ કાઢી લઈ બંગલામાં આ માણસો ચોરી કરવા ગયેલ અને ત્યાથી બારોબાર નાસી છૂટ્યા હતા ચાર શખ્સો ગુજરાતી અને એક શખ્સ હિન્દીમાં બોલતો હતો આરોપી પાસે કુહાડી, ધારીયુ, છરી જેવાં ઘાતક હથિયારો પણ હોવાનું ફરીયાદીએ જણાવ્યું હતું વૃધ્ધે પોતાની રીતે ખાટલાની પાટી છોડાવી રોડ ઉપર ગયેલ પરંતુ મોડી રાતનો સમય હોય કોઇ માણસ મળેલ નહી અને તેઓને ચક્કર જેવું આવતા પરત ત્યા જતાં રહ્યા હતાં બાદમાં વહેલી સવારના એક અજાણ્યા રાહદારી પાસેથી ફોન લઇ દીકરા રમેશભાઈને જાણ કરતાં પરીજનો દોડી આવ્યાં હતાં અને તેઓને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી પીઆઈ એસ.એચ.શર્મા અને ટીમે તપાસ હાથ ધરી છે.

રિલ્સ જોતી વેળાએ અજાણી લિંક પર ક્લિક થયું અને ખેત મજૂરના મહિલાના 67 હજાર ઉપડી ગયાં : અલગ અલગ પાંચ ટ્રાન્જેક્શનથી રૂપીયા ટ્રાન્સફર થયા : મેટોડાના શ્રમિક મહિલાની ફરિયાદ

મેટોડાના શ્રમિક દંપતી પોતાના મોબાઈલમાં રિલ્સ જોતા હતાં ત્યારે અજાણી લિંક પર ક્લિક કરતા જ એકાઉન્ટમાંથી 67 હજાર ઉપડી જતાં બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયું હતું. સાયબર હેકર્સે ફોન હેક કરી અલગ અલગ પાંચ ટ્રાન્જેક્શનથી રૂપીયા ટ્રાન્સફર કરી લેતા પડધરી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ પડધરીના મેટોડા ગામે રહેતાં નેહાબેન કરણભાઈ મકવાણા ઉ.24એ અજાણ્યા સાયબર હેકર્સ અને બેંક એકાઉન્ટ ધારકો સામે પડધરી પોલીસમાં આઈટી એકટ સહિતની કલમ હેઠળ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેત મજુરીકામ કરે છે. ગઈ તા.14ના રોજ મેટોડા ગામની સીમમાં જ્યાં તેઓ ખેતમજુરી કરે છે ત્યાં વાડીએ હતા ત્યારે પતિ કરણ મકવાણાના મોબાઇલમાં મેસેજ આવેલ જે જોયેલ તો ખબર પડેલ કે ખાતામાંથી પૈસા ઉપડી જવાના મેસેજ આવેલ હતાં જેથી પતિએ મોબાઇલમાં તપાસ કરતા તેણીના બેંક ઓફ બરોડાના ખાતામાંથી કુલ અલગ અલગ 05 ટ્રાંજેકશન થયેલ હતા. તેઓના બેંક એકાઉન્ટમાંથી કુલ 66,998 કોઈએ ઉપાડી લિધેલ હતા અને બાદમાં તેઓએ સાયબર હેલ્પલાઇન નંબર-1930 ઉપર ફોન કરી કમ્પ્લેઇન લખાવેલ હતી તેમજ તેઓના ફોનમાં કોઇ સોશિયલ મિડીયાના માધ્યમથી કોઈ ફ્રોડ હાઇડ એપ કે અન્ય કારણોસર મોબાઇલ હેક કરી અજાણ્યા હેકર્સ દ્વારા તેણીના બેંક એકાઉન્ટમાંથી કુલ 05 ટ્રાન્જેકશન કરી રૂપીયા ઉપાડી લેતાં ફરીયાદ નોંધાવી હતી શ્રમિક પોતાના મોબાઇલમાં રીલ્સ જોતો હતો ત્યારે અજાણી લીંક ઉપર અજાણતા જ ક્લિક થઈ જતા પોતાનો મોબાઈલ સાયબર હેકર્સે હેક કરી ટ્રાન્જેક્શન કરી લીધા હતાં. જેમ મામલે તપાસ કરતા જે બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયેલ છે તે બહારના રાજ્યના હોવાનું પણ સામે આવ્યું છે.

ચુનારાવાડમાં બેલડીએ મોબાઈલ શોપના કાચ ફોડી વેપારીને ધમકાવ્યો : રાજકોટમાં વધતા જતા લુખ્ખાઓના ત્રાસથી વેપારી આલમમાં ફફડાટ

શહેરમાં બેફામ બનેલા લુખ્ખાઓને અંકુશમાં લેવામાં પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે. હનુમાન મઢી ચોક પાસે આવેલા મેડિકલ સ્ટોરમાં ગત રવિવારે રાત્રે લુખ્ખાઓએ આતંક મચાવ્યાની ઘટના તાજી છે. આ ઘટનાને કારણે વેપારી આલમમાં ભય વ્યાપી ગયો છે. આમ છતાં પોલીસના પેટનું પાણી હલતું નથી.આ ઘટનાક્રમ વચ્ચે ચુનારાવાડ ચોક પાસે આવેલી જલારામ મુંબઈલ નામની દુકાનમાં લુખ્ખાઓએ તોડફોડ કરી વેપારીને ધમકી આપતા થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વેપારીએ અલ્તાફ ઉર્ફે ટકાને ઓળખતો નથી તેમ કહેતા તેનો ખાર રાખી તોડફોડ કરી હોય થોરાળા પોલીસમાં ગુનો નોંધાયો છે પોલીસની ઢીલી નીતિ, વહિવટ અને ગુનેગારો સાથેની સાંઠગાંઠને કારણે લુખ્ખાઓ બેફામ બન્યાની ચર્ચા થઈ રહી છે. રાજકોટના શિતલપાર્ક ચોક પાસે એમ્બિયન્સ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રદિપભાઈ પ્રવણભાઇ સેદાણી ઉ.42એ અલ્તાફ ઉર્ફે ટકો અને એક અજાણ્યા શખ્સ સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પખવાડિયા પહેલા તેની દુકાનેથી અજાણ્યો શખ્સ પાવર બેન્ક અને કેબલ લઈ ગયો હતો તે શખ્સ આજે સાંજે તેની દુકાને આવ્યો હતો અને કહ્યું કે પાવરબેન્ક બંધ થઈ ગઈ છે. તેને બદલાવી આપો તેની સામે સી-૨-સી પાવરબેન્ક આપો. જેથી તેણે આ પાવરબેન્ક નહીં હોવાનું જણાવી બીજી પાવરબેન્ક લઈ જવાનું કહ્યું હતું. સાથોસાથ પાવરબેન્ક ચેક કરતાં કેબલ બંધ નીકળ્યો હતો. પરિણામે કેબલ બદલાવી આપ્યો હતો. તે સાથે જ તે અજાણ્યા શખ્સે તમે ટકાને ઓળખો છો? તેમ પુછ્યું હતું. ના પાડતા તે શખ્સ દુકાનમાંથી જતો રહ્યો હતો. થોડી વાર બાદ તે શખ્સ અલ્તાફ ઉર્ફે ટકાને લઈને આવ્યો હતો. ટકાએ આવી કહ્યું કે તમે મને ઓળખતા નથી કે હું કોણ છું? ત્યાર બાદ બંને આરોપીઓએ ઝઘડો કરી, અપશબ્દ બોલ્યા હતા. દેકારો થતાં પાડોશી દુકાનદારોએ આવી બંને આરોપીઓને સમજાવ્યા હતા. આમ છતાં સમજ્યા ન હતાં. ટકાએ તું હવે કેમ તારી દુકાન ચાલું રાખે છે તેમ કહી સળિયા વડે દુકાનના કાઉન્ટરના કાચ તોડી નાખ્યા હતાં. જતાં જતાં જોઈ લેવાની ધમકી આપી હતી વેપારીએ 112માં કોલ કર્યા બાદ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ચુનારાવાડમાં કલેક્શનમાં ગયેલા ગેસ એજન્સીના ડિલિવરી બોયના એક્ટિવામાંથી 70 હજારની ચોરી : ભગવતીપરામાં રહેતા યુવકે થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

રાજકોટના ભગવતીપરામાં રહેતા અને અપના બજાર ગેસ એજન્સીમાં ગેસના બાટલાની ડીલેવરીનું કામ કરતા સુરેશભાઈ વજુભાઈ ડાંગર ઉ.33એ ચુનારાવાડના સંતોષ ઉર્ફે હાટકી ચીનાભાઇ જાડેજા સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે સવારે હું મારા ઘરેથી અપના બજાર ગેસ એજન્સીની ઓફીશ પેડક રોડ ઉપર આવેલ હોય ત્યાં ગયો હતો અને પેમેન્ટ કલેકશન કરવાનું હોય જેથી મારો મિત્ર ચુનારાવાડમાં રહેતો હોય જેને મે આજથી બે દિવસ પહેલા ગેસનો બાટલો બાકીમાં આપેલ હોય જેના પૈસા લેવા માટે નીકળ્યો હતો અને ચુનારાવાડ ચંન્દ્રીકા પાનની બાજુમાં આવ્યો હતો અને ત્યાં એકટીવા પાર્ક કરીને રાખેલ હતુ મારા એકટીવાની ડેકીમાં ગેસના બાટલાનું પેમેન્ટ રોકડા 70 હજાર રાખ્યું હોય મારો મિત્ર શેરીમાં રહેતો હોય હું પૈસા લેવા ગયો હતો અને પૈસા લઈને આશરે દસ મીનીટ પછી પરત આવેલ ત્યારે મે જોયુ કે શેરીમાં રહેતો સંતોષ ઉર્ફે હાટકી ચીનાભાઈ જાડેજા મારા એકટીવા મો.સા.માં કોઈ વસ્તુ કાઢતા હોવાનું જણાઈ આવેલ હતુ અને મને જોઈને તે મારા એક ટીવા મો.સા. પાસેથી ભાગી ગયેલ હતા જેથી મે મારા એકટીવા મો.સા.ની ડેકી ખોલી જોતા મે રાખેલ રોકડા 70 હજાર જોવામાં આવેલ ન હતા જેથી આ સંતોષ ઉર્ફે હાટકી ચીનાભાઈ જાડેજા 70 હજાર ચોરી કરી ગયો હોય ફરિયાદ નોંધાવી હતી.

એમપીથી કારમાં બનાવેલા ચોરખાનામાં સંતાડી 645 બોટલ દારૂ જૂનાગઢ લઇ જતા બે ઝડપાયા : જસદણ નજીક રૂરલ એલસીબીનો દરોડો : 7.60 લાખનો મુદ્દામાલ જપ્ત : રિસીવરની શોધખોળ

જસદણના વિંછીયા બાયપાસ નજીક કારમાં દારૂની હેરાફેરી પર રૂરલ એલસીબીની ટિમ ત્રાટકી હતી કારના ચોરખાનામાંથી દારૂની 645 બોટલ સાથે બે પરપ્રાંતીય શખ્સોની ધરપકડ કરી 7.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો મધ્યપ્રદેશથી દારૂ ભરેલી કાર જૂનાગઢ પંથકમાં ડિલિવરી કરવાની હતી જસદણ પોલીસે રિસીવર અંગે તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અન્વયે એલસીબી પીઆઇ જે પી રાવની રાહબરીમાં પીએસઆઇ એચ સી ગોહિલ, કે એમ ચાવડા, આર વી ભીમાણી, પી એન ભરવાડ, એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા સહિતની ટીમ જસદણ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને ખાનગી રાહે હકીકત મળી હતી કે, કારમાં ચોરખાનું બનાવી ગેરકાયદે દારૂનો જથ્થો ભરી બે શખ્સો વિછીયાથી જસદણ તરફ જનાર છે આ બાતમી આધારે એલસીબીએ વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર પસાર થતા કારને રોકી ઝડતી લેતા કારમાં બનાવેલા ચોરખાનામાંથી 2,54,775નો 645 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી રૂરલ એલસીબી ટીમે કારમાં બેઠેલા બે શખ્સોના નામઠામ પૂછતાં બંને એમપીના ધનંજય ગુર્જર ભરડીયા અને નિલેશ ઈસરીયા કલેશ હોવાનું જણાવતા બંનેની ધરપકડ કરી દારૂ, કાર, મોબાઈલ મળી કુલ 7,60,775નો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં બેલડી મધ્યપ્રદેશથી દારૂ ભરી જૂનાગઢ પંથક તરફ દારૂની ડિલિવરી આપવા માટે આવી હતી પરંતુ એલસીબીએ બંનેને ઝડપી લીધા હતા.

You Might Also Like

રાજકોટ કોર્ટને ડ્રોન – બોમ્બથી ઉડાવી દેવાની ખાલીસ્તાની સંગઠનની મેઈલ મારફત ધમકી

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

હનુમાન મઢી ચોકમાં આવેલ દેવપુષ્પ મેડિકલમાં કુખ્યાત કચરાવાલાની ટોળકીનો આતંક

દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા

રાજકોટમાં જુગારના ત્રણ દરોડામાં 3 મહિલા સહીત 20 ઝડપાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે
Next Article ‘સર્વેશ્વર ચોક કા રાજા’ : રજવાડી થીમમાં બિરાજમાન દુંદાળા દેવના દર્શન માટે ભાવિકો ઉમટ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે GSRTC 6 હજાર વધારાની બસ દોડાવાશે
રેસકોર્સમાં ગણેશ વિસર્જન માટે 111 પવિત્ર નદીઓના જળનો વિશાળ કુંડ બનાવાયો
પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
ઋષિ પંચમીએ ત્રંબામાં ત્રિવેણી નદીના કિનારે એક દિવસીય મેળામાં હજારો મહિલાઓની ભીડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

રાજકોટ કોર્ટને ડ્રોન – બોમ્બથી ઉડાવી દેવાની ખાલીસ્તાની સંગઠનની મેઈલ મારફત ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

હનુમાન મઢી ચોકમાં આવેલ દેવપુષ્પ મેડિકલમાં કુખ્યાત કચરાવાલાની ટોળકીનો આતંક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?