ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યું, ‘સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ ગૃહને ચાલવા દે. આજે ૩ વાગ્યાથી ચર્ચા શરૂ કરો. હું ગૃહમાં બેસીશ, બધાને સાંભળીશ અને કાલે ૩ વાગ્યે બધાને જવાબ
આપીશ.’ આના પર વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘પહેલા એ જણાવો કે જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર ગોળીઓ કોણે ચલાવડાવી. તેઓ પહેલા રાજીનામું આપે.”
હકીકતમાં, વિપક્ષ વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન લાઠીચાર્જના મુદ્દા પર ગૃહમંત્રીના નિવેદન પર અડગ છે. છેલ્લા ૨૦ દિવસથી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ચાલી રહી નથી. વિપક્ષનો આરોપ છે કે શાહ ગૃહમાં
આવી રહ્યા નથી.
અમિત શાહે કહ્યું કે સત્ર શરૂ થયા પછી થી તેઓ દરરોજ સંસદ આવી રહ્યા છે અને પોતાના ચેમ્બરમાં હાજર રહે છે, પરંતુ વિપક્ષ બંને ગૃહોને ચાલવા દેતો નથી. જ્યારે સંસદની કાર્યવાહી જ ચાલવા દેવામાં નથી આવી રહી તો
ગૃહમાં જવાનો શું અર્થ છે. સરકાર દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે. હવે જનતા નક્કી કરે કે વાસ્તવમાં કોણ ભાગી રહ્યું છે. આજે બપોરે ૩ વાગ્યાથી કાલે બપોરે ૩ વાગ્યા સુધી સરકાર દરેક પ્રકારની ચર્ચા માટે તૈયાર છે.
તેઓ ગૃહમાં હાજર રહેશે, બધાની વાતો સાંભળશે અને દરેક સવાલનો જવાબ આપશે. સરકાર પાસે છુપાવવા માટે કંઈ નથી. તેઓ આ મુદ્દા પર ચર્ચાની સાથે-સાથે એ વાત પર પણ ચર્ચા કરવા માટે તૈયાર છે કે વિપક્ષ ચર્ચા
કેમ કરવા માંગતો નથી.
રાહુલે પૂછ્યું- સ્ટુડન્ટ્સને ગોળી કોણે મારી? સ્ટુડન્ટ્સને ખીલીઓવાળી લાકડીઓથી ફટકારવાનો ઓર્ડર કોણે આપ્યો? શું અમિત શાહે આપણા બાળકોને ગોળી મારવાનો ઓર્ડર આપ્યો હતો? જો તેમણે આપ્યો છે, તો તેમણે
રાજીનામું આપી દેવું જોઈએ. તેમના ઘરની સામે હજાર પોલીસવાળા ઊભા રહે છે. ૩૦ ગાડીઓ તેમની આગળ-પાછળ હોય છે કે ક્યાંક કોઈ બાળક ન આવી જાય. છેલ્લા ૨૦ દિવસથી અમિત શાહ ગાયબ છે. ગૃહમંત્રીમાં હિંમત
નથી. તેઓ ગૃહમાં આવી શકતા નથી.
સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ




