મનોવિકૃત ઢગાને કાયદાનું ભાન કરાવાયું
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં રહેતા એક પરિવારની બાળકી કરિયાણાની દુકાને વસ્તુ લેવા જતા તેની સાથે શારીરિક અડપલા કરી છેડતી કરવાના ગુન્હામાં પકડાયેલા મનોવિકૃત ઢગા રીપલ મગનલાલ શોભાસણા-પટેલ, (ઉ.વ.51, ધંધો – વેપાર, રહે. નંદવિલેજ ટાવર નંબર-6, ફલેટ નંબર-623, પાટીદાર ચોક, સાધુવાસવાણી રોડ)ને નવા કાયદા હેઠળ પાસામાં ધકેલવાની દરખાસ્ત ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી.કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એ.એસ.ચાવડા દ્વારા તૈયાર કરી મોકલતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરંટ ઇસ્યુ કરતા મનોવિકૃત રિપલને પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ હવાલે કરી દેવાયો છે.
તરૂણીને પજવનાર કરિયાણાનો વેપારી મનોવિકૃત રિપલ શોભાસણા અમદાવાદ જેલ હવાલે કરાયો
- Advertisement -
બનાવની વિગત મુજબ શહેરનાં નાણાવટી ચોક પાસે આવેલા સદગુરૂ કોમ્પ્લેક્ષમાં પટેલ પ્રોવિઝન સ્ટોર ધરાવતા 51 વર્ષનાં મનોવિકૃત ઢગો રીપલ મગનલાલ શોભાસણા (રહે, નંદવિલેજ ટાવર નંબર-6, ફલેટ નંબર 623, પાટીદાર ચોક, સાધુવાસવાણી રોડ)એ પોતાની પુત્રીની ઉંમરની તરૂણી પર નજર બગાડી પોત પ્રકાશ્યું હતું અને પોતાની જ દુકાનમાં આ તરૂણી સાથે અડપલાં કરતા ઉહાપોહ મચી ગયો હતો. ગાંધીગ્રામ-2 પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને હવે આ મનોવિકૃત માનસ ધરાવતાં ઢગાને પાસામાં ધકેલી અમદાવાદ જેલ હવાલે કરી કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે.
કમિશનર અગ્રવાલ, DCP જાડેજા સહિતનાં અધિકારીઓએ કાયદાનો કોરડો વિંઝ્યો
પોતાની દીકરીની ઉંમરની તરૂણીની છેડતી કરવા બદલ મનોવિકૃત ઢગો રિપલ તો પાસા તળે અમદાવાદ ધકેલાઈ ગયો છે. પરંતુ તેની દુકાન કે જે, સદગુરૂ કોમ્પ્લેક્ષમાં પટેલ પ્રોવિઝન સ્ટોર નામે આવેલી છે તે હાલ તેનો સાળો ચલાવી રહ્યો છે. આવા વિકૃત માનસ ધરાવતાં રિપલની આ દુકાન કાયમ માટે બંધ થવી જોઈએ તેમજ તેની દુકાનની આસપાસનાં વિસ્તારમાં રહીશોએ પણ પોતાની બહેન-દીકરીઓને આ દુકાનમાં કોઈપણ ચીજવસ્તુઓ ખરીદવા મોકલતાં પહેલાં 100 વાર વિચારવા જેવું છે. મનોવિકૃત ઢગા રિપલ પટેલની દુકાન પણ કાયમ માટે બંધ થવી જોઈએ



