By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    1 minute ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    1 hour ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    3 hours ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    1 day ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
    60 minutes ago
    કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવ્યા
    1 hour ago
    ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા
    2 hours ago
    બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
    3 hours ago
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 day ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 day ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 day ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    4 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    5 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    45 minutes ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    1 day ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    1 day ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    1 day ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિનો દેવસ્થાન સમિતિ સામે મોરચો : ચાર વર્ષથી ન્યાયની રાહ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિનો દેવસ્થાન સમિતિ સામે મોરચો : ચાર વર્ષથી ન્યાયની રાહ
ગુજરાત

બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિનો દેવસ્થાન સમિતિ સામે મોરચો : ચાર વર્ષથી ન્યાયની રાહ

Khaskhabar Editor
Last updated: 2026/06/30 at 2:23 PM
Khaskhabar Editor 54 minutes ago
Share
6 Min Read
SHARE

એસડીએમથી લઈને રાષ્ટ્રપતિ અને પીએમઓ સુધી રજૂઆત, છતાં નિરાકરણ નહીં

ટ્રસ્ટી સમીર પટેલ અને વ્યવસ્થાપન સામે ગેરવહીવટ, અપમાનજનક વર્તન અને ભ્રષ્ટાચારના આક્ષેપો

- Advertisement -

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

તા. 8 ઓગસ્ટ, 2022ના રોજ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના લેખિત સમર્થન સાથે બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત સ્થાનિક સ્તરે પ્રાંત અધિકારી અને એસડીએમ કચેરીથી લઈને દેશના ઉચ્ચ સ્તરના સત્તાધીશો, જેમાં રાષ્ટ્રપતિ કાર્યાલય અને વડાપ્રધાન કાર્યાલયનો પણ સમાવેશ થાય છે, ત્યાં સુધી પહોંચાડવામાં આવી હોવાનું સમિતિએ જણાવ્યું છે. સમિતિનો આક્ષેપ છે કે રજૂઆતને ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આજદિન સુધી કોઈ સત્તાવાર જવાબ કે કાર્યવાહી કરવામાં આવી નથી. રજૂઆતકારોના જણાવ્યા મુજબ, જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી ન થતાં બેટ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી મંડળ સામે અસંતોષ અને રોષની લાગણી વધી રહી છે. સમિતિએ દાવો કર્યો છે કે અનેક રજૂઆતો અને આવેદનો છતાં સંબંધિત તંત્ર દ્વારા મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો નથી અને ફરિયાદોના નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.

બેટ દ્વારકાની ધાર્મિક, સામાજિક અને વ્યવસ્થાકીય બાબતોને લઈને બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિએ બેટ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી સમીરભાઈ પટેલ તથા સંસ્થાના વ્યવસ્થાપન સામે ગંભીર પ્રકારના આક્ષેપો સાથે વિસ્તૃત આવેદનપત્ર રજૂ કર્યું છે. સમિતિએ દાવો કર્યો છે કે વર્ષોથી મંદિરના વહીવટમાં પારદર્શિતાનો અભાવ, પરંપરાઓમાં ફેરફાર, યાત્રાળુઓને પડતી મુશ્કેલીઓ અને સંપત્તિ સંચાલનમાં ગેરરીતિઓ જેવી અનેક બાબતોને કારણે બેટ દ્વારકાની ધાર્મિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી રહ્યું છે. સમિતિના જણાવ્યા મુજબ, 29 એપ્રિલ 2022ના રોજ કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ, સાંસદો અને અધિકારીઓ બેટ દ્વારકાના દર્શનાર્થે આવ્યા હતા ત્યારે ગુગ્ગળી બ્રાહ્મણો દ્વારા મંદિરનો ઇતિહાસ અને દાન પરંપરા અંગે માહિતી આપવામાં આવી હતી. તે સમયે મહેમાનો દ્વારા આપવામાં આવેલા દાનને લઈને ટ્રસ્ટી સમીરભાઈ પટેલે જાહેરમાં ગુગ્ગળી બ્રાહ્મણો અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર બ્રાહ્મણ સમાજની લાગણીઓ દુભાઈ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. ધર્મ રક્ષા સમિતિએ જણાવ્યું છે કે આ મામલે અગાઉ મુખ્યમંત્રી કાર્યાલય તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરીમાં રજૂઆતો કરવામાં આવી હતી. મુખ્યમંત્રી કાર્યાલય અને જિલ્લા કલેક્ટર કચેરી તરફથી યોગ્ય કાર્યવાહી અને સમાધાન લાવવા સૂચના આપવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ યોગ્ય પ્રતિસાદ કે કાર્યવાહી કરવામાં આવી નથી એવો આક્ષેપ રજૂઆતમાં કરવામાં આવ્યો છે.

- Advertisement -

સમિતિએ બેટ દેવસ્થાન સમિતિના વર્તમાન ટ્રસ્ટી મંડળ સામે અનેક ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા છે. તેમાં ટ્રસ્ટની રચના અને નિયુક્તિઓ જિલ્લા અદાલત દ્વારા નક્કી કરાયેલા બંધારણ મુજબ ન થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ પુષ્ટિમાર્ગીય પરંપરા અનુસાર સેવા-પૂજા ન થતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આવેદનપત્રમાં વર્ષ 2001થી મંદિરના બાંધકામના કામો હજુ સુધી પૂર્ણ ન થયા હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. સમિતિએ સરકાર તથા દાતાઓ તરફથી મળેલી સહાય અને ગ્રાન્ટના ઉપયોગ અંગે પારદર્શક તપાસ કરવાની માંગણી કરી છે. છેલ્લા બે દાયકાના તમામ બાંધકામ અને વહીવટી હિસાબોની તપાસ માટે સરકાર દ્વારા તપાસ સમિતિ અથવા પંચની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે. બેટ દ્વારકા અને ઓખા વચ્ચે નિર્માણાધીન સિગ્નેચર બ્રિજ શરૂ થતા યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે ધર્મ રક્ષા સમિતિએ યાત્રાળુઓ માટેની મૂળભૂત સુવિધાઓ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. જાહેર શૌચાલયોની અછત, બેસવાની અને રાહ જોવાની વ્યવસ્થા ન હોવી, પરિસરમાં ગંદકી અને ડસ્ટબીનની ગેરહાજરી જેવી સમસ્યાઓ યાત્રાળુઓને પરેશાન કરતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પ્રસાદ વિતરણ અને પરંપરાગત વ્યવસ્થાઓમાં પણ ફેરફાર કરાયા હોવાનો મુદ્દો રજૂઆતમાં સામેલ છે. અગાઉ મળતા પ્રસાદ અને ઉપરણાની પ્રથા બંધ થતાં યાત્રાળુઓમાં અસંતોષ હોવાનું સમિતિએ જણાવ્યું છે. ઉપરાંત, મંદિર ખુલવાના સમય પહેલાં અડધો કલાક અગાઉ દરવાજા ખોલવાની વર્ષો જૂની પરંપરા બંધ થતાં યાત્રાળુઓને મંદિરનો ઇતિહાસ સમજાવવાની પરંપરા પણ ખોરવાઈ હોવાનું જણાવાયું છે.

ગૌશાળાની વ્યવસ્થા અંગે પણ રજૂઆતમાં ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગાય અને વાછરડાઓના મૃત્યુદર તેમજ યોગ્ય સારવાર અને આહારના અભાવ અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સમિતિએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ટ્રસ્ટની બેઠકોમાં ગામના આગેવાનો, કર્મચારીઓ અને ગુગ્ગળી બ્રાહ્મણોને અગાઉ આમંત્રિત કરવામાં આવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ પરંપરા બંધ કરી દેવામાં આવી છે. ટ્રસ્ટની બેઠકો અને નિર્ણય પ્રક્રિયા અંગે પારદર્શિતાનો અભાવ હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. મંદિરની મિલકતો, જમીનો અને રૂમોના ઉપયોગને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. સમિતિના દાવા મુજબ કેટલાક રૂમો અને મિલકતોનો ઉપયોગ મર્યાદિત વ્યક્તિઓ માટે જ કરવામાં આવે છે, જ્યારે સામાન્ય યાત્રાળુઓને તેનો લાભ મળતો નથી. ઉપરાંત મંદિરની જમીનો ટોકન દરે વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓને આપવામાં આવી હોવાના આક્ષેપો સાથે તેની તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. આવેદનપત્રમાં ઇન્ચાર્જ વ્યવસ્થાપક દિનેશ બદીયાણી સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમની સામે મંદિરની સંપત્તિ અને જમીનોના ઉપયોગમાં સત્તાના દુરુપયોગ તથા ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે અને તેમની સંપત્તિ તથા વહીવટી કામગીરીની સ્વતંત્ર તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. ધર્મ રક્ષા સમિતિએ દાવો કર્યો છે કે બેટ દ્વારકા ગુગ્ગળી બ્રાહ્મણ સમાજ, બ્રહ્મ સમાજ, વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ, ગૌશાળા ટ્રસ્ટો સહિત ઓખા મંડળની અનેક સંસ્થાઓએ આ અભિયાનને જાહેર સમર્થન આપ્યું છે.

You Might Also Like

જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો

૪ દિવસ ગુજરાતમાં મેઘમહેરની આગાહી : સુરતમાં અઢી ઇંચ વરસાદ

મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ

ગુજરાતમાં સોશિયલ મીડિયાનું ખતરનાક ‘વળગણ’ : લાઇક્સ અને ફોલોઅર્સ ન વધતા દર્દીની સંખ્યામાં 650%નો તોતિંગ વધારો

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
Next Article જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ટ્રકમાં બનાવેલી એક્સ્ટ્રા ડીઝલ ટેન્કમાં સંતાડેલો 372 બોટલ દારૂ ઝડપાયો : 11.53 લાખનો મુદામાલ કબ્જે
નહેરૂનગરમાં ગાળો બોલવા પ્રશ્ને બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ : જાહેરમાં છરીઓ ઉડી
જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 45 minutes ago
ગુજરાત

૪ દિવસ ગુજરાતમાં મેઘમહેરની આગાહી : સુરતમાં અઢી ઇંચ વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?