By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    3 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    4 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    5 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    6 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    2 days ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    2 days ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    3 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    3 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    5 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    6 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટ્રકમાં બનાવેલી એક્સ્ટ્રા ડીઝલ ટેન્કમાં સંતાડેલો 372 બોટલ દારૂ ઝડપાયો : 11.53 લાખનો મુદામાલ કબ્જે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > ટ્રકમાં બનાવેલી એક્સ્ટ્રા ડીઝલ ટેન્કમાં સંતાડેલો 372 બોટલ દારૂ ઝડપાયો : 11.53 લાખનો મુદામાલ કબ્જે
CRIME

ટ્રકમાં બનાવેલી એક્સ્ટ્રા ડીઝલ ટેન્કમાં સંતાડેલો 372 બોટલ દારૂ ઝડપાયો : 11.53 લાખનો મુદામાલ કબ્જે

Khaskhabar Editor
Last updated: 2026/06/30 at 2:59 PM
Khaskhabar Editor 3 months ago
Share
12 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવા શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સૂચના અન્વયે પીસીબીની ટીમે માલિયાસણથી કાળીપાટ જતા રસ્તે વોચ ગોઠવી ટ્રક અટકાવી 372 બોટલ દારૂ ઝડપી પાડ્યો છે ટ્રકમાં ખાસ બનાવેલી વધારાની ડીઝલ ટેન્કમાંથી ઇંગ્લીશ દારૂ સાથે એક આરોપીને ઝડપી લઇ 11.53 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોટ પીસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી બી ત્રાજીયા, પીએસઆઈ આર કે જાડેજાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા અને યુવરાજસિંહ રાણાને બાતમી મળી હતી કે એક ટ્રકમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી થઈ રહી છે. આ ચોક્કસ બાતમી આધારે પોલીસે માલીયાસણ તરફથી કાળીપાટ ચોકડી તરફ આવતા રોડ પર, ગ્રીન ફાર્મ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતી ટ્રકને અટકાવીને તલાશી લેતા ટ્રકમાં વધારાની ડીઝલ ટેન્ક બનાવેલી મળી આવી હતી, જેની અંદરથી વિદેશી દારૂની 372 બોટલ મળી આવતા ડ્રાયવરને સકંજામાં લઇ નામઠામ પૂછતાં પોતે ગોંડલ રોડ પર ભવ્ય એપાર્ટમેન્ટમાં રહેતો આશિષ રમણીકભાઈ હીંગરાજીયા હોવાનું જણાવતા પોલીસે દારૂ, ટ્રક સહીત 11.53 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો આ દરોડામાં મયુરભાઈ પાલરીયા, સંતોષભાઈ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા,, દિલીપભાઈ બોરીચા, રાહુલગીરી ગોસ્વામી, નગીનભાઈ ડાંગર, હિરેન સોલંકી, દેવરાજભાઈ, વિશાલભાઈ દવે, જયેશભાઈ ગઢવી સહિતના જોડાયા હતા.

- Advertisement -

જેતપુરના રણુજા ધામના મહંતનો કૂવામાં ઝંપલાવી આપઘાત : કેન્સરની બીમારીથી અંતિમ પગલું ભર્યાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ
જેતપુર-બગસરા રોડ પર બોરડી સમઢીયાળા અને ખારચીયા ગામ વચ્ચે આવેલા પવિત્ર યાત્રાધામ રણુજા ધામ મંદિરના મહંત કરસનદાસ બાપુએ મંદિરની સામે આવેલી વાડીના કૂવામાં પડીને જીવન ટૂંકાવ્યું હતું. સવારે ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં આશ્રમના સેવકો અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ઘટનાસ્થળેથી એક સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં પોતે કેન્સરની બીમારીથી કંટાળી આ પગલું ભરતા હોવાનો ઉલ્લેખ કર્યો હોય પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. 47 વર્ષથી મંદિરની સેવાપૂજા કરતા કરસનદાસ બાપુએ કુવામાં પડતું મૂકી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી બનાવની જાણ થતા જેતપુર તાલુકા પોલીસ અને નગરપાલિકાની ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થાનિક લોકોની મદદથી મહંતના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી મહંતે પોતાના હાથે લખેલી સુસાઇડ નોટ પણ કબજે કરી છે સુસાઇડ નોટમાં બાપુએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૧૦ વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. તેથી સ્વેચ્છાએ આ પગલું ભરી રહ્યા છે. તેમણે ૪૭ વર્ષ પહેલાં પરિવારનો ત્યાગ કરીને સન્યાસ લીધો હતો તેથી પરિવાર સાથે કોઈ સંપર્ક ન હોવાથી આ મામલે તેમના પરિવાર વિશે કોઈ તપાસ ન કરવા પણ તેમણે પોલીસને વિનંતી કરી છે. આ સાથે જ તેમણે રણુજા ધામ આશ્રમની જવાબદારી વડલ હનુમાન મંદિરમાં સેવા આપતા રામદાસ બાપુને સોંપવી તેવો ઉલ્લેખ કર્યો છે. જેતપુર તાલુકા પોલીસે સુસાઈડ નોટના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

વિછિયાના હાથસણીમાં પોલીસ ભરતીની પરીક્ષા આપનાર યુવતીનો આપઘાત
વિંછીયાના હાથસણી ગામમાં રહેતી અને પોલીસ ભરતીની પરીક્ષા આપનાર 20 વર્ષીય યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. વિછિયા તાલુકાના હાથસણી ગામે રહેતા રવિનાબેન ધનજીભાઈ રંગપરા ઉ.20એ ગઈ તા.28ના રોજ રાત્રીના પોતાના ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પરિવારને જાણ થતા પ્રથમ વિંછીયા સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અહીં ચાલુ સારવાર દરમ્યાન આજે સવારે મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી પરિવારજનોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક ત્રણ બહેન અને એક ભાઈમાં નાની હતી રવિનાએ હાલમાં જ ભાવનગર ખાતે પોલીસ ભરતીની પરીક્ષા આપી હતી. બનાવના દિવસે માતા-પિતાએ ખેતી કામ કરવા બાબતે રવિનાને ઠપકો આપ્યો હતો. જેનું લાગી આવતા આ પગલું ભર્યું હતું તેમ છતાં પોલીસે ચોક્કસ કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

પડધરી – શાપરમાંથી ગેરકાયદે ખનન પર એસઓજીનો દરોડો : 69 લાખના વાહન સાથે 5 ઝડપાયા
રાજકોટ જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા માફિયાઓ ઉપર ધોંસ બોલાવવા એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અન્વયે એસઓજીની ટીમે પડધરી અને શાપરમાં દરોડો પાડી ગેરકાયદે ખનન કરતા 5 શખ્સોને સકંજામાં લઇ 69 લાખના વાહનો કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ જિલ્લા પોલીસવડાની સૂચના અન્વયે એસઓજી પીઆઇ એફ એ પરજીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી જે ઝાલા, પીએસઆઈ મિશ્રા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફના રણજીતસિંહ ધાંધલ અને વિપુલભાઈ ગોહીલને મળેલી બાતમી આધારે પડધરીના હરિપર (ખારી) ગામની સીમમાં આવેલી ખારી નદીના પટ્ટની બાજુમાં દરોડો પાડી માટી ચોરીનું કારસ્તાન ઝડપી પાડ્યું હતું પોલીસે દરોડો પાડી જેસીબી, ટ્રોલી સાથેના ત્રણ ટ્રેકટર સહીત 34 લાખના વાહનો કબ્જે કર્યા હતા અને 4 શખ્સોને સકંજામાં લીધા હતા ખાણ-ખનીજ વિભાગે નિયમ મુજબ હવે દંડ વસુલવાની કાર્યવાહી શરૂ કરી છે ત્યાર બાદ ખાણ-ખનીજ વિભાગને દંડ વસુલવા અંગે રિપોર્ટ આપ્યો હતો અંદાજે 200 મેટ્રિક ટન માટીનું ખનન થયાનું ખુલ્યું હતું ખાણ-ખનીજ વિભાગ દ્વારા દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ ઉપરાંત કોટડાસાંગાણી તાલુકાના શાપર ગામની સીમમાં અમૃતમ તળાવમાંથી પથરાળ તાસનું ગેરકાયદે ખનન ચાલતું હોવાની બાતમી આધારે દરોડો પાડી એક એસ્કેવેટર મશીન અને ડમ્પર સહીત 35 લાખના વાહનો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

કણકોટ રોડ પર કન્સ્ટ્રકશન સાઈટમાંથી ૫.૧૩ લાખની ચોરી
રાજકોટના કણકોટ રોડ પર 80 ફૂટ ચોકડી પાસે મારૂતી કન્સ્ટ્રકશન નામની સાઈટ ચાલતી હોય આ સાઈટ પરથી તસ્કરો 5.13 લાખની કિમંતની એલ્યુમીનીયમની 35 પ્લેટો ચોરી ગયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે મુળ ધ્રોલ તાલુકાના લતીપુર ગામના અને હાલ સાધુ વાસવાણી રોડ પર પામ સીટીમાં રહેતા રાજેશભાઈ જેરામભાઈ માલાણીએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે છેલ્લા ચારેક મહિનાથી કન્સ્ટ્રકશનનું કામ ચાલુ હોય જેથી તેને સેન્ટીંગ કામ માટે વપરાતી માય વન મટીરીયલની એલ્યુમીનીયમની પલેટો મંગાવી હતી જે તસ્કરો ચોરી ગયાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા દોડધામ કરી છે.

માતાએ કૌટુંબિક દિયર સાથે મૈત્રીકરાર કર્યાનો ખાર રાખી પુત્રએ યુવક પર કર્યો જીવલેણ હુમલો
રાજકોટના રેલનગર વિસ્તારમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને ધોરણ 12ના પરિણામ ગુમ થયાની શંકાને લઈને થયેલા ઝઘડામાં બે શખ્સે યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવાનને ગળા, માથા, ડાબા કાન તેમજ છાતીના બંને ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં રેલનગરમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા ચંદ્રિકાબેન હરેશભાઈ વાઘેલાએ તેમના જ પુત્ર હિમેશ હરેશભાઈ વાઘેલા અને કરમજીત પાજી સામે પ્રનગર પોલીસમાં હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મહિલાને તેના પતિ સાથે અણબનાવ રહેતા તેણીએ પુત્રીને લઈને રેલનગરમાં રહેતા અમિતભાઈ મૂળજીભાઈ ચુડાસમા સાથે મૈત્રીકરાર કરી લીધા હતા. પુત્ર હિમેશભાઈ હરેશભાઈ વાઘેલા અને તેનો મિત્ર કરમજીત પાજી અમિતભાઈ સાથે ઝઘડવા લાગ્યા હતા. હિમેશ તેનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને ધોરણ-12નું પરિણામ અમિતભાઈએ ક્યાંક ગુમ કરી દીધું છે. તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો જેનો અમિતભાઈએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાની પાસે રહેલી છરી વડે અમિતભાઈ પર તાબડતોબ હુમલો કરી દીધો હતો. હુમલામાં અમિતભાઈને ડાબા કાન, ગળા, માથા તેમજ છાતીના બંને ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ બંને આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે ચંદ્રિકાબેને ફરિયાદ નોંધાવતા પીઆઇ મકવાણા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જામગઢ ગામે વિડીયો ઉતારવાની ના પાડતા જેઠ, તેના બે પુત્રનો લાકડીથી મહિલા પર હુમલો
રાજકોટ તાલુકાના જામગઢ ગામે ઢોરા પાસે રહેતા અને ખેતીકામ કરતા શોભનાબેન ગેલાભાઈ સોલંકી ઉ.45એ મનોજ ભનુભાઇ સોલંકી, વિશાલ ભનુભાઇ સોલંકી, ભનુ ગોવિંદભાઇ સોલંકી અને તપાસમાં ખુલે તેની સામે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા ૫તિનું અગ્યારેક વર્ષ પહેલાં શોટ લાગવાના કારણે મૃત્યુ પામેલ છે ગત સાંજે મારા પાડોશમાં રહેતા જેઠ ભનુભાઈના દીકરા વિશાલ તથા મનોજ તેના મકાનમાંથી બારી પાસે ઊભા રહીને તેના મોબાઈલ ફોનમાં અમે ફળિયામાં હાજર હતા તેનો વિડીયો ઉતારતા હોય તેને મારા જેઠ માવજીભાઈનો દીકરો વિપુલ જોઈ જતા મોબાઇલમાં વિડીયો ઉતારવાની ના પાડતા વિશાલ તથા મનોજ આ બંને અમારા ફળિયામાં આવીને વિપુલ સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગતા તેઓના પિતા ભનુભાઈ ૫ણ આવી જતા હું પણ ત્યાં હાજર હતી અને તે સમયે મનોજ પાસે રહેલ એક લાકડી વડે મારા જેઠના દીકરા વિપુલને માથાના કપાળના ભાગે લાકડી મારતા હું તેને સમજાવવા જતા મને પણ મનોજે પેટના તથા સાથળના ભાગે ડાબી બાજુ લાકડી મારતા મને દુખાવો થવા લાગતા ત્યાં હાજર રહેલ મારા દીકરા પરેશે 108માં ફોન કરીને 108 બોલાવતા 108 આવી જતા મને સારવાર માટે તથા મારા જેઠના દીકરા વિપુલને સારવાર માટે કુવાડવા સરકારી દવાખાને લઈ ગયેલ અને થોડી સારવાર બાદ મને એકલીને જ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ છે સારવાર લીધા બાદ મેં ફરિયાદ નોંધાવી હતી.

મેટોડાની જય ગણેશ રેસ્ટોરન્ટમાંથી બાળશ્રમિકને મુક્ત કરાયો
રાજકોટના કાલાવડ રોડ પર આવેલ મેટોડા ગેટ નં.3 પાસે આવેલા જય ગણેશ રેસ્ટોરન્ટમાં 12 વર્ષના બાળક પાસે બાળમજૂરી કરાવવામાં આવતી હોવાની બાતમી આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના સ્ટાફે દરોડો પાડી બાળમજૂરને મુક્ત કરાવ્યો હતો. પોલીસે રેસ્ટોરન્ટના સંચાલકો વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટીસ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. રાજકોટ ગ્રામ્યના એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પીઆઇ એન.એ. શુક્લની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ મહિલા કોન્સ્ટેબલ મનીષાબેન સહિતનાઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં મેટોડા ગેટ નં.3 પાસે જય ગણેશ હોટલ(રેસ્ટોરન્ટ) માં બાળકો પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી હોવાની માહિતી મળી હતી આ બાતમી આધારે ટીમ પહોંચી હતી. પોલીસે ગણેશ હોટલમાં તપાસ કરતા અહીં એક બાળક કામ કરતો હોવાનું નજરે પડ્યું હતું. જેથી તેની પૂછતાછ કરતા તે રાજસ્થાનના ઉદયપુરનો વતની હોવાનું અને તેની ઉંમર આશરે 12 વર્ષ હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં પોલીસે હોટલના સંચાલકની પૂછતાછ કરતા તેમના નામ વિક્રમ પ્રતાપ બારૈયા તથા ભગવતીલાલ લોગર હોવાનું જણાવ્યું હતું રેસ્ટોરન્ટના સંચાલક બાળક પાસે બાળમજૂરી કરાવી વધુ કલાકો સુધી તેની પાસે કામ લઇ ઓછું વેતન આપી તેનું શોષણ કરતા હોય જેથી આ મામલે હોટલના બંને સંચાલકો સામે લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી બીજી તરફ બાળમજૂરને મુક્ત કરાવી સ્પેશિયલ હોમ ફોર બોયઝ રાજકોટમાં મોકલી દેવામાં આવ્યો હતો.

You Might Also Like

રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ

સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ કરી 58.50 લાખ પડાવી લેવાના કેસમાં સાળા-બનેવીની ધરપકડ

કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
Next Article નહેરૂનગરમાં ગાળો બોલવા પ્રશ્ને બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ : જાહેરમાં છરીઓ ઉડી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
CRIME

સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
CRIME

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?