By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    19 hours ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    2 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    4 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    4 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    19 hours ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    19 hours ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    20 hours ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    20 hours ago
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    20 hours ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    2 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    3 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    7 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે કાનૂની જોગવાઈઓ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે કાનૂની જોગવાઈઓ
Author

ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે કાનૂની જોગવાઈઓ

Khaskhabar Editor
Last updated: 2026/07/25 at 3:08 PM
Khaskhabar Editor 2 months ago
Share
7 Min Read
SHARE

ડૉ. દેવજી સાંખટ(એડવોકેટ) : ઓર્ડર-ઓર્ડર

આધુનિક ભારતીય સમાજમાં લગ્ન અને કુટુંબ વ્યવસ્થાના પરંપરાગત માળખામાં નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યું છે. શહેરીકરણ, ઉચ્ચ શિક્ષણ, આર્થિક આત્મનિર્ભરતા અને વ્યક્તિગત સ્વતંત્રતાના બદલાતા વિભાવનાઓને કારણે “લિવ-ઇન રિલેશનશિપ” (Live-in Relationship) એક મુખ્ય સામાજિક વાસ્તવિકતા તરીકે ઉભરી આવી છે.સામાન્ય ભાષામાં, લિવ-ઇન રિલેશનશિપ એટલે કે જ્યારે બે પુખ્ત વયના વ્યક્તિઓ (સ્ત્રી અને પુરુષ) કોઈ પણ કાયદાકીય અથવા ધાર્મિક લગ્નવિધિ વગર એક જ ઘરમાં પતિ-પત્નીની જેમ સહજીવન ગાળે છે.ભારતમાં કોઈ ચોક્કસ ધારાશાસ્ત્રીય કાયદોલિવ-ઇન રિલેશનશિપને સીધો વ્યાખ્યાયિત કરતો નથી. જો કે, સુપ્રીમ કોર્ટ અને વિવિધ વડી અદાલતોએ પોતાના મહત્વપૂર્ણ ચુકાદાઓ દ્વારા આ સંબંધોને કાનૂની માન્યતા અને બંધારણીય સંરક્ષણ પૂરું પાડ્યું છે.

- Advertisement -

બંધારણ આર્ટીકલ ૨૧ હેઠળ વ્યક્તિગત સ્વાતંત્ર્ય
ભારતના બંધારણની કલમ ૨૧ દરેક નાગરિકને “જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનો અધિકાર” આપે છે. સર્વોચ્ચ અદાલતે તેના વિવિધ ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે પોતાની પસંદગીના પાત્ર સાથે રહેવું એ વ્યક્તિગત સ્વતંત્રતાનો મૂળભૂત ભાગ છે. જો બે પુખ્ત વયના વ્યક્તિઓ સ્વેચ્છાએ સાથે રહેવાનો નિર્ણય કરે, તો તેને ગેરકાયદેસર કે ગુનો ગણી શકાય નહીં. લતા સિંહ વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય (૨૦૦૬) ના કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે દેશનો કાયદો કોઈ પુખ્ત વ્યક્તિને તેની પસંદગીના સાથી સાથે રહેતા અટકાવતો નથી. બે પુખ્ત વ્યક્તિઓનું લગ્ન વગર સાથે રહેવું એ કોઈ કાયદાનો ભંગ નથી. આ અધિકાર નાગરિકને પોતાની જીવનશૈલી પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે, પણ સાથે સાથે સમાજ અને કાયદા પ્રત્યેની તેમની નૈતિક અને કાનૂની જવાબદારીઓ પણ નક્કી કરે છે.

ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ રક્ષણ
ભારતમાં લિવ-ઇન રિલેશનશિપને વૈધાનિક માન્યતા આપતો સૌથી મહત્વનો કાયદો “ઘરેલું હિંસા સામે મહિલાઓનું રક્ષણ અધિનિયમ, ૨૦૦૫” છે. આ કાયદાની કલમ ૨(f) હેઠળ “ઘરેલું સંબંધ” ને વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટપણે “Relationship in the nature of marriage” એટલે કે “લગ્ન જેવા સ્વરૂપનો સંબંધ” ધરાવતા વ્યક્તિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાયદાની કલમ ૨(a) મુજબ, જો લિવ-ઇન સંબંધમાં રહેતી મહિલા શારીરિક, માનસિક, જાતીય કે આર્થિક શોષણનો ભોગ બને છે, તો તે આ કાયદા હેઠળ કાનૂની રક્ષણ મેળવી શકે છે. મહિલા કલમ ૧૮ હેઠળ રક્ષણ હુકમ, કલમ ૧૯ હેઠળ સિયર કરેલા ઘરમાં રહેવાનો અધિકાર અને કલમ ૨૦ હેઠળ આર્થિક રાહત કે ભરણપોષણ મેળવવા માટે હકદાર બને છે, જેથી કાયદો તેને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે.

ભરણપોષણનો અધિકાર
સામાન્ય રીતે ભરણપોષણનો અધિકાર ફક્ત કાયદેસરની પરણિત પત્નીને જ મળતો હોય છે. પરંતુ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનો વ્યાપ સુપ્રીમ કોર્ટે લિવ-ઇન સંબંધો સુધી વિસ્તૃત કર્યો છે. અદાલતે ચુકાદો આપ્યો છે કે જો કોઈ સ્ત્રી અને પુરુષ લાંબા સમય સુધી પતિ-પત્નીની જેમ એકસાથે રહ્યા હોય, તો પુરુષ પત્ની તરીકેના તમામ હકોનો લાભ લીધા પછી મહિલાને ભરણપોષણ આપવાથી ઇનકાર કરી શકે નહીં. ચણમુનિયા વિ. વિરેન્દ્ર કુમાર સિંઘ (૨૦૧૧) ના કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું હતું કે જો કોઈ મહિલા લાંબા સમય સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહી હોય અને સંબંધ તૂટે, તો તે પુરુષ ભાગીદાર પાસેથી ભરણપોષણ મેળવવા કાનૂની રીતે પાત્ર છે, જેથી તે નિરાધાર ન બને.

- Advertisement -

લિવ-ઇનથી જન્મેલા બાળકોના અધિકારો
લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલથી જન્મતા બાળકોનું ભવિષ્ય અને તેમના અધિકારો અત્યંત મહત્વનો મુદ્દો છે. હિન્દુ મેરેજ એક્ટ, ૧૯૫૫ ની કલમ ૧૬ મુજબ, આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર ગણવામાં આવે છે. કાયદો બાળકોને ક્યારેય અનૌરસ કે ગેરકાયદેસર ગણતો નથી. આવા બાળકો પોતાના માતા-પિતા પાસેથી ભરણપોષણ મેળવવા માટે સંપૂર્ણપણે હકદાર છે. આ ઉપરાંત, હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ના નિયમો અનુસાર, આવા બાળકોને તેમના માતા-પિતાની સ્વ-ઉપાર્જિત મિલકતમાં વારસાઈ અધિકાર મળે છે. જો કે,તેઓ માતા-પિતાની પૂર્વજોની મિલકતમાં સીધો દાવો કરી શકતા નથી. આમ, કાયદો એ સુનિશ્ચિત કરે છે કે માતા-પિતાના સંબંધો ગમે તેવા હોય, પરંતુ બાળકના કાનૂની અને સામાજિક અધિકારોનું સંપૂર્ણ રક્ષણ થવું જોઈએ.

સાક્ષ્ય અધિનિયમ હેઠળ લગ્નનું અનુમાન
ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ ૧૧૪ અદાલતોને ચોક્કસ તથ્યોનું અનુમાન કરવાની સત્તા આપે છે. કાયદાનો સામાન્ય સિદ્ધાંત છે કે જો કોઈ પુરુષ અને સ્ત્રી સમાજની સામે લાંબા સમય સુધી એક જ ઘરમાં સાથે રહે છે અને સમાજ તેમને પતિ-પત્ની તરીકે ઓળખે છે, તો અદાલત એવું ગૃહીત ધારી લેશે કે તેમની વચ્ચે કાયદેસરના લગ્ન થયા છે. કાયદો અનૈતિકતા કે અવૈધતાના બદલે લગ્નની તરફેણમાં અનુમાન કરવાનું પસંદ કરે છે. બદરી પ્રસાદ વિ. ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ કન્સોલિડેશન (૧૯૭૮) ના ઐતિહાસિક કેસમાં સુપ્રીમ કોર્ટે ૫૦ વર્ષથી સાથે રહેતા યુગલના સંબંધને કાયદેસર લગ્નનો દરજ્જો આપ્યો હતો. પરંતુ જો સામા પક્ષે એવું સાબિત કરવામાં આવે કે સંબંધ માત્ર ક્ષણિક કે વ્યાવસાયિક હતો, તો આ અનુમાન રદ થઈ શકે છે.ઉત્તરાખંડ રાજ્યમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા દરેક યુગલ માટે રજિસ્ટ્રેશન (નોંધણી) કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સંબંધ શરૂ થયાના ૧ મહિનાની અંદર રજિસ્ટ્રાર સમક્ષ નિવેદન નોંધાવવું પડે છે. જો કોઈ યુગલ રજિસ્ટ્રેશન કરાવ્યા વગર સાથે રહે છે, તો તેમને જેલની સજા અથવા દંડ થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટ : ડી.વેલુસામીકેસના માપદંડો
આ કેસમાં સુપ્રીમ કોર્ટે “Relationship in the nature of marriage” ગણવા માટે ચાર મુખ્ય માપદંડો નક્કી કર્યા છે:૧. યુગલે સમાજમાં પોતાને પતિ-પત્ની જેવા જ રજૂ કર્યા હોવા જોઈએ.૨. બંને ભાગીદારો લગ્ન માટેની કાનૂની વય (પુરુષ ૨૧ વર્ષ અને સ્ત્રી ૧૮ વર્ષ) ધરાવતા હોવા જોઈએ.૩. બંને કાનૂની રીતે લગ્ન કરવા માટે લાયક હોવા જોઈએ, એટલે કે બંનેમાંથી કોઈ અગાઉથી પરણિત ન હોવું જોઈએ.૪. તેઓ પોતાની મરજીથી લાંબા સમય સુધી સ્વેચ્છાએ એક જ ઘરમાં રહ્યા હોવા જોઈએ. જો આ ચાર શરતો પૂરી થાય, તો જ મહિલા ઘરેલું હિંસા કાયદા કે ભરણપોષણ હેઠળ કાનૂની રાહતો મેળવી શકે છે.

સમગ્ર વિશ્લેષણ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ એ કોઈ ગુનો નથી પણ બંધારણીય અધિકાર છે. ભારતીય ન્યાયતંત્રે પ્રગતિશીલ વલણ અપનાવીને બદલાતા સમાજની વાસ્તવિકતાઓને સ્વીકારી છે અને મહિલાઓ તથા બાળકોના અધિકારોનું રક્ષણ કર્યું છે. ઘરેલું હિંસા અધિનિયમ, ૨૦૦૫અને હિન્દુ ઉત્તરાધિકાર કાયદાની જોગવાઈઓએ આ સંબંધોને કાનૂની સુરક્ષા આપી છે. જો કે, કાનૂની સ્પષ્ટતા અને સામાજિક સુરક્ષા વચ્ચે હજુ પણ સંતુલન સાધવાની જરૂર છે. ભવિષ્યમાં સમગ્ર દેશ માટે લિવ-ઇન સંબંધો અંગે સ્પષ્ટ કેન્દ્રીય કાયદો અથવા નોંધણી પ્રક્રિયા લાવવામાં આવે, તો તે યુગલોના અધિકારોની રક્ષા કરશે અને સાથે સાથે સામાજિક સ્થિરતા જાળવવામાં પણ મદદરૂપ થશે.

કોર્ટ કેસમાં ફ્રી કાનૂની માર્ગદર્શન માટે 9662633144 નંબર પર વોટ્સએપ કરી સંપર્ક કરી શકો છો, સામાજિક ઉત્તરદાયિત્વનાં ભાગ તરીકે આપને વિનામૂલ્યે કાનૂની માર્ગદર્શન આપવામાં આવશે.

You Might Also Like

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ

સ્વામી રામદાસનો ઉપદેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રતિ : બોસના દબાણથી ચિડચિડિયા બનેલા પતિનો ગુસ્સો પત્ની અને સંતાન પર ઉતરતાં દાંપત્યમાં વધ્યો વિવાદ
Next Article રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય
ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન
રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Authorમનીષ આચાર્ય

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?