By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    9 hours ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    9 hours ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    11 hours ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    1 day ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    11 hours ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રતિ : બોસના દબાણથી ચિડચિડિયા બનેલા પતિનો ગુસ્સો પત્ની અને સંતાન પર ઉતરતાં દાંપત્યમાં વધ્યો વિવાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > રતિ : બોસના દબાણથી ચિડચિડિયા બનેલા પતિનો ગુસ્સો પત્ની અને સંતાન પર ઉતરતાં દાંપત્યમાં વધ્યો વિવાદ
Author

રતિ : બોસના દબાણથી ચિડચિડિયા બનેલા પતિનો ગુસ્સો પત્ની અને સંતાન પર ઉતરતાં દાંપત્યમાં વધ્યો વિવાદ

Khaskhabar Editor
Last updated: 2026/07/25 at 3:01 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
6 Min Read
SHARE

સિધ્ધાર્થ રાઠોડ : પરિપ્રેક્ષ્ય

તેનું નામ યયાતિ હતું. તેની ફોઈને મહાભારતમાં ખૂબ જ રસ અને તેમાં પણ તેમને વિ. સ. ખાંડેકરની ‘યયાતિ’ નવલકથા બહુ જ ગમતી એટલે જ તેમણે તેનું નામ તે કથાના મુખ્ય પાત્ર પરથી રાખ્યું. યયાતિ એક પ્રાઇવેટ બેંકમાં ક્રેડિટ કાર્ડનું માર્કેટિંગ સંભાળતો. અમુક્વાર સારું વેચાણ થવા છતાં પણ તેનો બોસ ઘોડાસરા તેને ઘણીવાર અમૃતવચન સંભળાવતો. તેના પરિણામ સ્વરૂપે યયાતિનું મગજ સપ્તાહમાં 3-4 દિવસ તો ગરમ જ રહેતું હોય. આજે પણ તેમ જ હતું. યયાતિ ગુસ્સાથી લાલઘૂમ થતો દિવાનખંડમાં પ્રવેશ્યો. આવતાં વેંત જ તેણે પોતાનું બેગ સોફા પર ઘા કર્યું. દેવયાનીએ રસોડામાંથી તે જોયું અમે હંમેશની જેમ તેને આખી પરિસ્થિતીનો તાગ મળી ગયો. જલદી જલદી તે લોટ ગૂંથવા લાગી. તે યયાતિની ‘બેટર હાફ’ હતી.

- Advertisement -

તેમના બંનેના લગ્ન થયા ત્યારે જ તેના એક એક્સ બોયફ્રેન્ડે તેણે અચાનક કરેલા બ્રેકઅપથી ગુસ્સે થઈને તેને બદદુઆ આપી હતી કે તેનું લગ્નજીવન ડામાડોળ જ રહેશે અને અમુક હદ સુધી એવું જ બન્યું. યયાતિ આમ તેને મારતો નહીં પણ તે ક્રોધી સ્વભાવનો હતો એટલે એવી કોઈ પરિસ્થિતીમાં તે દેવયાનીને બહુ જ આકરા વેણ કહી દેતો. સાથે તે એક વુમનાઇઝર હતો. સ્ત્રીના મનની ગહનતાનો ક્યાસ તે આસાનીથી કાઢી લેતો. તેની આ મથરાવટીના લીધે ઓફિસમાં પણ તેની ઘણી સખીઓ હતી. તેના આવા અપલક્ષણો હોવા છતાં દેવયાની તેને દિલોજાનથી ચાહતી અને તેણે યયાતિને ગુમાવવાનો ભય, અસલામતી અને તણાવને પોતાના નસીબમાં લખાયેલા માનીને સ્વીકારી લીધા હતા. જોકે, યયાતિ ગમે તેટલીવાર દેવયાનીને નારાજ કરીને પણ આખરે તેને રિઝાવી લેતો જ.
યયાતિએ બેગ ફેંક્યું ત્યાં જ તેનો દીકરો પૂરવ આવ્યો. આદતવશ તે પપ્પાને વળગી ગયો પણ તેના પપ્પાએ તેને આઘો હડસેલીને ધૂત્કાર્યો એટલે તે રડતો રડતો બહાર જતો રહ્યો. ત્યાં બાજુમાં જ એક માલધારી પરિવાર રહેતો હતો અને પૂરવ તેમનો લાડકો હતો. ઘણીવાર એવું બનતું કે ઘરથી કંટાળીને પૂરવ ત્યાં જતો રહેતો અને ત્યાં જઈને તેમના ઢોરઢાંખરને જોવા તેને બહુ ગમતા. ખાસ કરીને તેઓ જેને પોતાનો ‘કમાઉ દીકરો’ કહેતા તેવા એક અલમસ્ત બળદને પૂરવ નિહારી જ રહેતો. આજે પણ તે મનમાં ધૂંધવાતો ધૂંધવાતો ત્યાં જતો રહ્યો. તે આવ્યો ત્યાં તેના દાદાદાદી આવી ગયા હતા અને ડાઈનિંગ ટેબલ પર તેની રાહ જોતા હતા. હજી પૂરવ ગુસ્સે તો હતો જ એટલે તે દાદાના ખોળામાં જઈ બેઠો.
“દાદા, આજે મને કોઈ વાર્તા કહેશો?”

“ના બટા, ગળું સાવ ખરાબ છે જો ને બહાર વાતાવરણ કેવી ખરાબ છે. ચોમાસું અને તેમાંય આ ગંદકી. તાવ જેવુ લાગે છે દિકા. તું કાલે આવજે ને”
“ના બેટા, દાદાજી નહીં તો દાદીમા તને વાર્તા કહેશે. તું તારે ત્યાં તેમની સાથે સૂઈ જજે હોં! સવારે ટાઈમે ઊઠીને સ્કૂલે જાવા માટે તૈયાર થઈ જજે”, યયાતિએ વચ્ચે ડબકો મૂક્યો.
દેવયાની આ જોઈને સમસમી ઉઠી પણ તેનું આમ પણ કઈં ચાલે એમ નતું. મન મારીને તે પોતાને માનસિક રીતે તૈયાર કરવા લાગી. તે આખા સમય દરમિયાન યયાતિ મનમાં ને મનમાં મલકતો હતો.

યયાતિ બેડમાં લાંબા પગ કરીને ડાબા પગ પર જમણો પગ ચડાવીને બેઠો હતો ત્યાંજ તેની પત્ની આવી. દેવયાની પોતાના પતિને આવી રીતે બેસેલો જોઈને ચિડાઈ ગઈ હતી છતાં પણ તેણે ત્યાં બેડરૂમમાં બેત્રણ આંટા માર્યા. તે આખા દિવસના શ્રમથી થાકીને ચૂર થઈ ગઈ હતી. કંટાળીને આખરે તેને કપડા બદલાવ્યા અને નાઇટગાઉન પહેરીને બેડ પર ડાબી બાજુએ સૂઈ ગઈ. થોડીવાર સુધી તો યયાતિએ કઈં કર્યું નહીં પણ પછી તે દેવયનીના નિતંબ પર હળવેકથી ટાપલી મારવા માંડ્યો.

- Advertisement -

દેવયાનીએ પોતાના બંને ધ્રૂજત પગ ફર્શ પર ટેકાવ્યા અને નાઈટગાઉન પહેરીને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેને રડતી જોઈને અત્યાર સુધી લાંબા પગ કરીને સૂતેલો યયાતિ તેના વાંસા પર હાથ ફેરવવા માંડ્યો. દેવયાનીએ તેનો હાથ ત્યાંથી હટાવી લીધો.
“તમને ખબર છે આખો દિવસ કામ કરીનેકરીને મારા શરીરનો ખો નીકળી જાય છે! તમને તો આના સિવાય કઈં સૂઝે નહીં ને ક્યારેય.”
“ડાર્લિંગ, જો મારી વાત..”
“નથી સાંભળવી મારે..” હિબકે ચડેલી દેવયાની હવે રોષથી સાંગોપાંગ ધ્રૂજવા લાગી હતી, “તમને ખબર છે ને કે સેક્સ માટે ગુજરાતીમાં કેવો સરસ શબ્દ છે: સંભોગ! તેનો મતલબ થાય બંને પોતપોતાની રીતે થોડોથોડો ભોગ આપે અને બંને સામે કઇંક મેળવે. અહિયાં તો મારો ભોગ લેવાય છે અને બદલામાં ઉપેક્ષા સિવાય કઈં મળતું નથી. આમ કેમ ચાલે, યયાતિ?”
“સોરી, ડાર્લિંગ. પણ મારો ઇરાદો તને દુઃખી કરવાનો જરાય નહતો.”
“તમારું સોરી રાખો તમારી પાસે. હવે બસ મને સૂવા દો. સવારે પણ ઘણું કામ મારી રાહ જુએ છે.”
“હા ઠીક છે. તને એક વાત કહેવી હતી પણ ચાલે.. પછી..”
“શું?”
“કઈં ખાસ નથી. બસ..”
“ના કહો.”
“અચ્છા તો કહું. ખોટું ના લગાડતી.”
“તમે સૂતા સૂતા મારી બેચેની વધારી મૂકી છે. હવે લો બોલો જ કે શું વાત છે?”
“વાત ખાલી એટલી જ છે કે મને તું .. પથારીમાં બહુ ઠંડી લાગે છે.”
“શુંઉઉઉ બોલ્યા?”
“કઈં નહીં સોરી. પણ..”
“હું પથારીમાં બહુ જ ઠંડી છું એમ?”
“સોરી વહાલી પણ હા. હકીકત તો એ છે કે ઘણીવાર જ્યારે તારી સાથે … કરતો હોય ત્યારે મનોમન રતિની કલ્પના કરતો હોઉ છું.”
“રતિ?”
“તને યાદ નથી. પેલી સિરિયલમાં આવે ને તે! તે મને બહુ જ સેક્સી લાગે છે તો હું આપણે બંને .. કરતા હોઈએ ત્યારે મનોમન તારી જગ્યાએ તેને ધારી લઉં છું.”
“એમ..એટલે તમને આપણી એવી ક્ષણો દરમિયાન હું નહીં પણ તે છપ્પરપગી રતિ યાદ આવે છે?”
“સાંભળ, વહાલી ખોટું ના લગાડ પણ..”
“નાઆઆઆ..”
આમ કહીને અવિશ્વાસથી કાંપતી દેવયાનીએ યયાતિને પથારીમાં ધક્કો મારીને લેટાવી દીધો
પથારીમાં સૂતેલા યયાતિના ચહેરા પર એક વિજયી પર લુચ્ચું સ્મિત દેખાઈ આવ્યું.

You Might Also Like

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

ખાસ-ખબરની છ વર્ષની ખબર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
Next Article ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે કાનૂની જોગવાઈઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
AuthorBhavy Raval

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?