અત્યાર સુધીમાં પીસીબીએ 8 આરોપીની 21 હથિયાર, 32 જીવતા કાર્ટીસ સાથે કરી ધરપકડ
રાજકોટ પીસીબી દ્વારા વેપન કાર્ટેલ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ ગેંગ દ્વારા અનેક વિસ્તારોમાં હથિયારો સપ્લાય કર્યા હોય એક પછી એક હથિયારો સાથે હથિયારના સૌદાગરોને પકડવામાં આવી રહ્યા છે વેપન કાર્ટેલ ગેંગના 5 શખ્સોને 16 હથિયાર સાથે પકડ્યા બાદ વડ વાજડીના શખ્સને 2 હથિયાર સાથે પકડ્યા બાદ આજે ગંજીવાડાના આરીફ સહીત વધુ બે સાગરીતોને 3 દેશી પિસ્ટલ અને 2 જીવતા કાર્ટીસ સાથે ઝડપી લેતા અત્યાર સુધીમાં પકડાયેલ આરોપીઓની સંખ્યા 8 સુધી પહોંચી ગઈ છે તેમજ પોલીસે કબ્જે કરેલા હથિયારોમાં 21 હથિયાર અને 32 જીવતા કાર્ટીસનો સમાવેશ થાય છે.
- Advertisement -
રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરીઆં પીએસઆઈ આર કે જાડેજા અને ટીમે બે દિવસ પૂર્વે બાતમી આધારે વેપન કાર્ટેલ ગેંગના મિર્ઝાપુર સૂત્રધાર શકીલ સહીત પાંચ શખ્સોને ગઈકાલે 16 હથિયાર અને 30 જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધા હતા પીસીબીની ટીમે એમપીના મિર્ઝાપુરના મુખ્ય સપ્લાયર શકીલ સાદિક મન્સૂરી, જસદણના જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઈ વાઘેલા, ચોટીલાના ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમૌલિક ઉર્ફે અનિલભાઈ રોજાસરા, અનિલ વીરાભાઇ ખેતરીયા અને પ્રદીપ અનકભાઈ કરપડાની ધરપકડ કરી 10 દેશી પિસ્તોલ, 5 દેશી કટ્ટા, 1 દેશી રિવોલ્વર, 30 જીવતા કાર્ટીસ, 4 મોબાઈલ સહીત 2 લાખ 3 હજારનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન આ ગેંગ દ્વારા લોધીકા તાલુકાના વડ વાજડી ગામે રહેતા સંદીપસિંહ પ્રભાતસિંહ પરમારને અગાઉ પકડાયેલા પ્રદીપ કરપડાએ બે હથિયાર આપ્યા હોવાની કબૂલાત આપતા પીસીબીની ટીમે સંદીપસિંહ પરમારને બે દેશી બનાવટની પિસ્ટલ, કાર અને મોબાઈલ સાથે ઝડપી લીધો હતો આ પછી ચોટીલાના પ્રદીપ કરપડાએ જ ગંજીવાડાના આરીફ પઠાણને એક દેશી બનાવટની પિસ્ટલ અને મિર્ઝાપુરના શકીલે રણુજા મંદિર પાસે રહેતા જયપાલને બે હથિયાર આપ્યા હોવાની કબૂલાત આપતા પીસીબીની ટીમે ગંજીવાડા મેઈન રોડ પર રહેતા આરીફ ગફારભાઈ પઠાણને એક દેશી પિસ્ટલ સાથે અને રણુજા મંદિર પાસે વેલનાથપરામાં રહેતા જયપાલ રાજેશભાઈ ડેડાણિયાને 2 પિસ્ટલ તથા બે જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધા હતા
આરીફ પઠાણનો ગુનાહિત ઇતિહાસ
જમીન મકાનના ધંધા સાથે સંકળાયેલા આરીફ પઠાણ લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરીફ સામે હત્યાની કોશિષ, મારામારી, રાયોટીંગ, એટ્રોસિટી, મનીલેન્ડ, ધમકી સહીતના 10 જેટલા ગુનાઓ સાયબર ક્રાઇમ, ડીસીબી, થોરાળા, બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ ચુક્યા છે આટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચુક્યા હોવા છતાં આજદિન સુધી આરીફ સામે પાસાની કાર્યવાહી થઇ નથી.



