By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    15 hours ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    16 hours ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    16 hours ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 days ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    17 hours ago
    બેંક ગ્રાહકો માટે ખુશખબર : હવે કાગળના બદલે ડિજિટલ બેંક રેકોર્ડ પણ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રહેશે
    18 hours ago
    લોન વસૂલાત પર દંડ અને ધમકી બંધ કરો : રિઝર્વ બેંક
    19 hours ago
    પિતાના મૃત્યુ સાથે સંબંધોની હત્યા ! : 3 દીકરીના પિતા છતાં અંતિમ વિદાયમાં એક પણ ન આવી
    19 hours ago
    અંતરિક્ષમાં છોડાયેલા ઉપગ્રહોનો ભંગાર બનવા લાગ્યો જોખમી !
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    5 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    7 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં વિધર્મી શખ્સે ઓળખ છુપાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટમાં વિધર્મી શખ્સે ઓળખ છુપાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ
CRIME

રાજકોટમાં વિધર્મી શખ્સે ઓળખ છુપાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ

Khaskhabar Editor
Last updated: 2026/07/15 at 2:26 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
18 Min Read
SHARE

ધર્મ પરિવર્તન કરાવી દાગીના પડાવ્યા બાદ દુબઇમાં વેચી નાખવાની ધમકી

રાજકોટમાં વિધર્મી શખ્સે ઓળખ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરી બ્લેકમેઈલ કરી ધર્મ પરિવર્તન કરાવવા અને સોનાના દાગીના પડાવી લેવા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પીડિતાએ રેલનગરમાં રહેતા સાહિલ સમીરભાઈ ચાનિયા નામના વિધર્મી શખ્સ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જુલાઈ 2024માં યુવકે તેના ઘરે ઘૂસીને બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો હતો અને ફોટો-વીડિયો ઉતારી લીધા હતા. ત્યાર બાદ વીડિયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી અવારનવાર દુષ્કર્મ આચરતો રહ્યો. આરોપી પીડિતાને અજમેર લઈ ગયો હતો, જયાં હોટેલમાં બળાત્કાર ગુજારી, કલમા પઢાવીને તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું અને નામ બદલી નાખ્યું હતું આ દરમિયાન આરોપીએ પીડિતાના સોનાના દાગીના પણ ગિરવે મૂકીને નાણાં વાપરી નાખ્યા હતા. તાજેતરમાં, જૂન 2026માં આરોપી તેને રાજકોટની હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં પીડિતાએ આરોપીને ફોન પર ‘તેને દુબઈ લઈ જઈ વેચી દેવાની’ વાત કરતા સાંભળી લેતા તે ડરી ગઈ હતી અને પોતાના વતન નાસી ગઈ હતી. અંતે પીડિતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના પરસાણાનગરમાં રહેતા રિક્ષાચાલક અમિત મનસુખભાઈ ઘાવરી સામે એક પરિણીતાએ પ્રનગર પોલીસમાં દુષ્કર્મ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આશરે પાંચ-છ વર્ષ પહેલાં લતામાં રહેતા હોવાને કારણે આરોપી પરિણીતાના પતિ સાથે પરિચયમાં આવ્યો હતો અને વાહન ન હોવાથી ભાડે રીક્ષા બાંધતી વખતે બળજબરીથી ફોન નંબર મેળવી લીધા હતા. ત્યાર બાદ સતત મેસેજ અને ફોન કરી હેરાન કરતો હતો એક દિવસ પરિણીતા ઘરે એકલી હતી ત્યારે આરોપીએ છરો બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી પ્રથમવાર દુષ્કર્મ કર્યું હતું આરોપીના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી પીડિત પરિવારે ત્રણ-ચાર વખત ભાડાના મકાનો બદલ્યા હતા, છતાં આરોપી યેનકેન પ્રકારે નવું સરનામું શોધી કાઢતો હતો મકાન ન મળતાં પરિવારે બસ સ્ટેન્ડમાં રાતો ગુજારવી પડી હતી ત્યાં પણ આરોપી ધમકી આપવા પહોંચી જતો. પુત્રને શાળાએ જતી વખતે અપહરણની ધમકી આપતો હતો અંતે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

મહિકામાં સાર્વજનિક પ્લોટને પોતાનો ગણાવી રહીશોને મારી નાખવાની ધમકી

રાજકોટના મહીકા મેઈન રોડ ઉપર રાજખોડલ રેસિડેન્સીમાં રહેતા અને મિલપરા ખાતે સીટ કવરની મજૂરી કરતા સુનીલભાઈ ધીરુભાઈ પરમાર ઉ.31એ કરશન રાઘવભાઈ ફાંગલીયા અને કાળુભાઇ સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.13ના રાત્રીના હું કામેથી ઘરે આવ્યો ત્યારે જોયુ તો અમારી શેરીમાં અમારા ઘર પાસે મહીલાઓ ભેગા થયા હતા અને વાત-ચીત કરતા હતા જેથી હું ત્યાં ગયેલ અને પુછેલ કે, શું થયુ?” જેથી મારી બહેન પુજાબેન તથા પાડોશી મહિલાઓએ કહ્યું કે આપણી શેરીમાં કરશનભાઈ તથા કાળુભાઈ આવેલ અને જેમ-ફાવે તેમ જોર-જોરથી ગાળો બોલવા લાગેલ અને કહેવા લાગેલ કે, આ તમારા મકાનની સામે પડેલ ગાડીઓ લઇ લેજો અને આ જીઈબીના થાંભલા કાઢી નાખજો નહીતર મજા નહીં આવે અને આ સામેની સાઈડ સાર્વજનીક પ્લોટ છે તે પણ મારી જગ્યા છે એટલે ત્યાં કોઈએ ગાડી રાખવી નહીં અને જો કોઈ મારા ધ્યાને ચડશે તો તેને જાનથી મારી પતાવી દઈશ અને મને કોઈના બાપની બીક નથી, તમારાથી થાઈ તે કરી લેજો અને તેમની સાથે આવેલ કાળુભાઈ પણ જેમ-ફાવે તેમ ગાળો બોલી કહેવા લાગેલ કે તમે બધા મારા ધ્યાનમાં જ હોય હું જોઉ છુ કે કેમ અહીંયા ગાડી રાખો છો તમારા ઘરવાળા આવે તો તેમને કહી દેજો નહીતર ટાંટીયા નોખા કરી નાખીશ તેમ કહી ધમકી મારેલ બાદ આ બંને ત્યાંથી જતા રહેલ. તેમ વાત કરી હતી અને બાદ તમામ રહીશોએ બિલ્ડરને બોલાવેલ અને આ જગ્યા બાબતે આવાર-નવાર ત્રાસ તથા હેરાન ગતી રહેતી હોય ફેન્સીંગનુ કામ મજુરો બોલાવીને ચાલુ કરાવવું હોય જેથી અમો બધા ચર્ચા-વિચારણા કરી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રામવન પાસે બાઈકનું ટાયર અડી જતા કારખાનેદારને ફડાકા મારી, ભાઈને છરી ઝીકી દીધી

- Advertisement -

રાજકોટના માંડાડુંગરમાં માધવ વાટિકા સોસાયટીમાં રહેતા અને મજૂરી કરતા કિશનભાઇ રજનીકાંતભાઈ મહેતા ઉ.27એ મુકેશભાઈ, તેના પત્ની અને મુકેશભાઈના સાળા સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રે મારા મોટાભાઇ કલ્પેશભાઇનો મને ફોન આવેલ અને કહેલ કે, રાત્રીના હુ આપણા કારખાનેથી દીપ હાર્ડવેરની દુકાનએ મો.સા. લઇને એમ.સીલ્ડ લેવા જતો હતો ત્યારે મારી આગળ મુકેશભાઈ તેમનુ એક્ટીવા લઇને જતા હતા અને અચાનક તેણે બ્રેક લગાવતા મે પણ બ્રેક લગાવેલ પરંતુ મારા મો.સા.નુ આગળનુ ટાયર તેમની એક્ટીવામા થોડુ અડી ગયુ હોય જેથી તેમણે તને દેખાતુ નથી તેમ કહીને મારી સાથે બોલાચાલી કરી મને ગાલે એક લાફો મારી દીધો હતો અને જોરજોરથી ગાળો બોલવા લાગ્યા હતા આથી મે તેઓને ગાળો બોલવાની ના કહેતા આ મુકેશએ ફરી મને બે લાફા મારી ઝપાઝપી કરી હતી આથી હુ ત્યાથી કારખાને આવી ગયો છુ. તુ અહીંયા આવ આમ વાત કરતા હું તરત મારુ મો.સા. લઇને કારખાને ગયો હતો અને ત્યાં ભાઇ સાથે વાતચીત કરતા અમોએ આ મુકેશભાઇને સમજાવવાનુ નક્કી કરેલ આથી હુ, મારો ભાઇ કલ્પેશભાઇ તથા વિજય અમો ત્રણેય મુકેશભાઇને સમજાવવા તેના ઘર બાજુ ગયા હતા તો આ મુકેશભાઈ, તેમના પત્ની તથા તેમનો સાળો ઘર બહાર ઉભા હતા આથી વિજયએ મુકેશભાઇને પુછેલ કે કેમ તમે કલ્પેશને લાફા માર્યા? આટલુ પુછતા તો આ ત્રણેય લોકો ઉશ્કેરાઇ ગયેલ અને મને તથા મારા ભાઇ કલ્પેશને ગાળો ભાંડી ત્રણેય અમો બધાને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા આથી હુ તેઓને છોડાવતો હતો તે દરમ્યાન મુકેશભાઈનો સાળો ક્યાકથી પાઇપ લઇને આવેલ અને મુકેશભાઇને આપતા આ મુકેશભાઈએ અમને ત્રણેયને પાઇપ વડે માર મારવા લાગ્યા હતા દરમ્યાન મુકેશભાઇએ છરી કાઢી તે છરી મને મારતા મને હાથ-પગમા લોહી નીકળવા લાગ્યું હતું બાદ ત્યા લોકોનુ ટોળુ એકઠુ થઇ જતા મને 108 મારફત હોસ્પિટલે ખસેડ્યો હતો અને બાદમાં ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી.

સરધારમાં કબ્રસ્તાન પાસે ખરાબાની જગ્યામાં દબાણ કરનાર ભુપગઢના શખ્સ સામે ફરિયાદ

સરધાર રહેતા અને સરધાર હરીપર રોડ ઉપર ભારત સીઝન સ્ટોર નામે દુકાન ધરાવી વેપાર કરતા મહેબુબભાઇ ઇસ્માઇલભાઇ જુણેજા ઉ.45એ ભુપગઢ ગામે રહેતા વિવેક સિંધવ સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું સરધાર સુન્ની મુસ્લીમ મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ તરીકે પણ સેવા આપુ છુ અમારા આ ટ્રસ્ટમા ગેબનશાહ પીરની દરગાહ પાસે રાજાશાહી વખતનુ કબ્રસ્તાન આવેલ છે જેનો વહીવટ અમારા ટ્ર્સ્ટ હસ્તક છે આ કબ્રસ્તાનની બાજુમા વિવેકભાઈ સિંધવએ મકાન લીધેલ છે જેની બાજુમા આવેલ કબ્રસ્તાન નજીક ખરાબાની જમીનમા તથા કબ્રસ્તાનની જમીનમા દબાણ કરી આશરે ૭૦૦ થી ૮૦૦ વારમા ફોલ્ડીંગ દિવાલ બનાવી કબજો કરી લીધેલ હોય જેને અમો સમજાવતા હોય છતા તેઓ સમજેલ નહી. દરમિયાન ગઇ તા.૨૨/૦૬/૨૦૨૬ના રોજ બપોરે મારી દુકાને હું તથા અબ્બાસભાઈ બાલાપરીયા તથા સભ્ય યુનીશભાઇ પરમાર હાજર હતા ત્યા અમને આ વિવેકભાઇ સિંધવ મળ્યા હતા તે અમારા કબ્રસ્તાનની જમીનમા કરેલ દબાણ હટાવી લેવા બાબતે વાત કરતા આ વિવેકભાઈ એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને મારી સાથેના અબ્બાસભાઈને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ જેથી અબ્બાસભાઇએ ગાળો આપવાની ના પાડતા તેણે અબ્બાસભાઈને બે-ત્રણ ઝાપટ મારી દીધેલ આ વખતે અમે વચ્ચે પડી આ અબ્બાસભાઇને છોડાવ્યા હતા. ત્યારે આ વિવેકભાઈ જતા જતા અમને કહેતા ગયેલ કે હવે પછી મારી સાથે આ બાબતે વાત કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી બાદ મે આ બાબતે અમારા ટ્રસ્ટના બીજા હોદેદારોને વાત કરેલ અને આ દબાણ બાબતે મામલતદાર કચેરી ખાતે અરજી પણ આપેલ હતી. અને તો પણ આ વિવેકભાઇ સિંધવે આ દબાણ દુર કરેલ ન હોય જેથી અંતે ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટમાં કાલે યોજાનાર ભગવાન જગ્ગન્નાથજીની રથયાત્રામાં 1800થી વધુ જવાનોનો બંદોબસ્ત

રાજકોટમાં આવતીકાલ તા.16ના રોજ અષાઢી બીજ નિમિતે યોજાનાર ભગવાન જગ્ગન્નાથજીની રથયાત્રા દરમિયાન કોઈ અનિઇચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ 4 ડીસીપી, 6 એસીપી, 23 પીઆઇ, 91 પીએસઆઇ સહિત 1800થી વધુ જવાનો રથયાત્રાના સુરક્ષા બંદોબસ્તમાં તહેનાત રહેશે. રથયાત્રાના બંદોબસ્ત અંગે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીકના માર્ગદર્શન હેઠળ આવતીકાલ તા.16ના યોજાનાર રથયાત્રાને લઇ શહેર પોલીસ દ્વારા સુરક્ષા સંબંધી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા દરેક હિલચાલ પર નજર રાખવામાં આવશે રથયાત્રાને લઇ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા એરીયા ડોમિનેશન અને કોમ્બિંગની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે. રથયાત્રા દરમિયાન સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે એક ડીજીપી, ચાર ડીસીપી, છ એસીપી, 23 પીઆઇ, 91 પીએસઆઇ 900 જેટલા પોલીસ જવાનો એસઆરપી જવાનો ટીઆરપી અને હોમગાર્ડના જવાનો સહિત 1800 થી વધુનો કાફલો રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત રહેશે. રથયાત્રા દરમિયાન કોઇ અઘટિત ઘટના ન બને તે માટે દરેક સ્થિતિ પર સ્થાનિક પોલીસની સાથે એસ.ઓ.જી અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો દ્વારા દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા એક્ટિવિટી પર પણ ખાસ નજર રાખવામાં આવશે.

ગોંડલમાંથી પેડલર લાલાને એસઓજીએ 2.79 લાખના ગાંજા સાથે ઝડપી લીધો

રાજકોટ જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ગોંડલમાં વોરાકોટડા રોડ પર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા પેડલરના મકાનમાં રૂરલ એસઓજીની ટીમે દરોડો પાડી 2.79 લાખનો સાડા પાંચ કિલો ગાંજાના જથ્થા સાથે પેડલર લાલાને ઝડપી લીધો છે તેને ગાંજાનો આ જથ્થો અઠવાડિયા પૂર્વે સ્વામીના ગઢડામાં રહેતો સાજીદ ઉર્ફે ભીખો આપી ગયાની કબુલાત આપી હતી જેથી પોલીસે બંને સામે ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા સે નો ટુ ડ્રગ્સ મુહિમ અંતર્ગત માદક પદાર્થની પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા આપેલી સૂચના અન્વયે એસઓજી પીઆઇ એફ.એ. પારગીની રાહબરીમાં પીએસઆઇ જી.જે. ઝાલા અને પી.બી. મિશ્રા તથા ટીમ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઇ વિપુલભાઈ ગુજરાતી અને ક્રિપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, ગોંડલના વોરા કોટડા રોડ પર આવાસ કવાર્ટરમાં રહેતો ઈમ્તિયાઝ ઉર્ફે લાલો નામના શખસે પોતાના મકાનમાં માદક પદાર્થનો જથ્થો છુપાવી રાખ્યો છે બાતમી આધારે ટીમે ટીમે દરોડો પાડતા મકાનમાંથી પ્લાસ્ટિકનો શંકાસ્પદ થેલો મળી આવ્યો હતો. જેમાં તપાસ કરતા અંદરથી 2.79 લાખનો 5 કિલો 592 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. બાદમાં પોલીસે આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે લાલો ઈબ્રાહીમભાઇ સુમરાની અટક કરી લાલાની પૂછતાછ કરતા તેને ગાંજાનો જથ્થો અઠવાડિયા પૂર્વે બોટાદના સ્વામીના ગઢડામાં રહેતો સાજીદ ઉર્ફે ભીખો બોબલભાઈ તરકવાડીયા આપી ગયો હોવાની કબુલાત આપી હતી ગાંજા સાથે ઝડપાયેલા લાલા સામે અગાઉ આટકોટમાં પ્રોહિબિશન, ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં મારામારી, રાજકોટના ડીસીબી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, સુરેન્દ્રનગરના ધજાળા અને વિંછીયા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું માલુમ પડ્યું છે હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી ગાંજો સપ્યાલ કરનાર ગઢડા સ્વામીનાના સાજીદની શોધખોળ હાથ ધરી છે.

જેતપુરમાં કુખ્યાત મહિલાએ બેફામ વાણીવિલાસ કરી ભય ફેલાવ્યો : પોલીસે ગુનો નોંધી 5ની કરી ધરપકડ

જેતપુરમાં રહેતી કુખ્યાત મહિલાની ટોળકીનો ફરી આતંક સામે આવ્યો છે. જાહેરમાં મારામારી કરી બેફામ વાણી વિલાસ કરતાં સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. બનાવની જાણ થતાં જેતપુર સીટી પોલીસ મથકની ટીમો દોડી ગઈ હતી અને જાહેરમાં બખેડો કરવા અંગે ગુનો નોંધી પાંચ મહિલાની ધરપકડ કરી હતી. જેતપુર સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ કિરણબેન વાસણએ શારદા ઉર્ફે કારી હમીર વેગડા, કોમલ નરેશ વેગડા, નીતા નરેશ વેગડા, સોનલ લલિત ચાવડા અને અર્પિતા નયન ચાવડા સામે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા તે દરમિયાન પીએસઓ દ્રારા વધી મળેલ કે, જેતપુર-ધોરાજી રોડ, જી.પી.સી.બી.ની ઓફીસ પાસે શારદાબેન વેગડા, મહિલાઓ સાથે બેસેલ છે અને અન્ય મહિલાઓ સાથે ઝઘડો કરે છે જેથી ફરીયાદી અને અન્ય સ્ટાફ બનાવવાળી જગ્યાએ પોહચેલ ત્યારે ત્યાં શારદાબેન વેગડા, કોમલબેન વેગડા, નીતાબેન વેગડા, સોનલબેન ચાવડા તથા અર્પિતાબેન ચાવડા એકબીજા સાથે જાહેરમાં ઝધડો કરી એકબીજા સાથે મારામારી કરી, બિભત્સ ગાળો બોલતા હોય અને અન્ય મહિલાઓ ત્યાં જોરજોરથી રાડો પાડતી હોય, જેથી બધી મહિલાઓને શાંતી રાખો ઝધડો નહીં કરી ખરાબ ગાળો બોલવાની અવાર નવાર ના પાડવા છતા હાજર શારદા વેગડા સહિતની અન્ય હાજર મહિલાઓ એકબીજા સાથે જાહેરમાં મારામારી કરી, બિભત્સ ગાળો બોલતા હોય તેમજ ઝઘડો કરનાર મહિલાઓ પોતાના મોબાઇલ ફોનમાં વિડયો ઉતારી એકબીજા ઉપર આક્ષેપો તથા અંદરો અંદર અપશબ્દો બોલતા હતાં જેથી કાયદો અને વયવસ્થા કથળે નહી તેમજ હાજર મહિલાઓ એકબીજા ઉપર જીવલેણ હુમલો કરે નહી અને બીજો કોઈ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે જેતપુર તાલુકા તથા જેતપુર ઉધોગ નગર પોલીસ સ્ટેશનના મહિલા સ્ટાફ તેમજ ગાડીઓ બોલાવી તાત્કાલીક તમામ મહિલાઓને જેતપુર પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો.

ચુનારાવાડ ચોકમાં તું ગાંજો વેચે છે કહી બેલડીએ છરીની અણીએ 6500 લૂંટી લીધા

લોધીકા તાલુકાના ચીભડાં ગામે રહેતા અને દરજીકામ કરતા સાવનભાઇ હેમતભાઇ ગોહીલ ઉ25એ વિશાલ ઉર્ફે કાળિયો ભુપતભાઇ માણસુરીયા અને શુભમ ઉર્ફે શુભલા સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.10ના રાત્રીના હું ચુનારાવાડ ચોક પાસે પાનની દુકાને વિમલ ખાવા ઉભો હતો તે દરમ્યાન બે અજાણ્યા ઇસમોએ મારી પાસે આવી મને કહ્યું કે તુ અહી શા માટે ઉભો છો તુ અહી ગાંજાનુ વેચાણ કરશ જેથી મે તેને કહેલ કે હુ ગાંજો વેચતો નથી તો તેને મને કહેલ કે તો તુ તારા એક્ટીવાની ડેકી ખોલ જેથી મે મારી એકટીવા મો.સાની ડેકી ખોલેલ હતી બાદમા મને કહેલ કે તુ તારૂ પાકીટ અમને બતાવ જેથી મે પાકીટ બતાવવાની ના પાડતા બંને મને કહેવા લાગેલ કે અમે તને કહીએ એમ તુ કર એમ કહી મારી સાથે ઝઘડો કરવા લાગેલ અને મને કહેવા લાગેલ કે તારું પાકીટ આપી દે જેથી મે પાકીટ આપવાની ના પાડતા એક શખ્સે નેફામાંથી છરી કાઢી મને બતાવી કહ્યું કે તારૂ પાકીટ આપી દે નહીતર હુ છરીના ઘોદા મારી દઇશ તેવી ધમકી આપતા મે મારું પાકીટ આપી દિધેલ અને બીજા શખ્સે મારા પાકીટમાંથી 6500 કાઢીને પાકીટ મને આપી દિધેલ અને ત્યાર બાદ બંને ત્યાથી ભાગી ગયા હતા ત્યાં ઘણા માણસો ભેગા થઇ ગયા હતા અને તેમાંથી મને કોઇક માણસે બંનેનું નામ આપેલ જેમાંથી માથામા ટાલ તથા જમણા હાથની આંગળી કપાય ગયેલ જેનુ નામ વિશાલ ઉર્ફે કાળીયો ભુપતભાઈ માણસુરીયા તથા જેની છાતીમા ટેટુ ત્રોફાવેલ છે જેનુ નામ સુભમ ઉર્ફે સુભલો છે તેવું જણાવતા બંને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 5 ઝડપાયા

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે થોરાળા પોલીસ મથકના પીઆઇ સોઢાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે લાખાજીરાજ ઉદ્યોગનગરમાં દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટ નીચે જુગાર રમતા આકાશ બચુભાઈ માલાણી, દેવરાજ કાનાભાઇ શિયાળ, વિપુલ ઉફે ઓલંગો પુનાભાઈ ગુજેરીયા, રાજેશ ઉર્ફે રાજભા અમરશીભાઇ ઢાપા અને સંજય ઉર્ફે મામા ભીખુભાઇ ઢાપાની ધરપકડ કરી 15,450નો મુદામાલ કબ્જે કર્યો છે.

ગોંડલમાં જુગારધામ ચલાવતા ડીવાયએસપી કચેરીનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ

ગોંડલના ભવનાથનગરમાં રહેતા અને ડીવાયએસપી કચેરીમાં કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ વાઘેલાના રહેણાંક મકાનમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ ઉપર રેન્‍જ આઇજીની સ્‍કોડ દ્વારા દરોડો પડાયાની ઘટનાનાં ઘેરા પડઘા પડ્‍યા છે બનાવને પગલે જીલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરે બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનનાં ડી સ્‍ટાફનાં છ પોલીસ કર્મચારીઓની ત્‍વરીત બદલી કરી રાજકોટ હેડ ક્‍વાર્ટરમાં મુકી દીધા છે જ્‍યારે જુગારધામ ચલાવતાં કોન્‍સ્‍ટેબલને તત્‍કાલ અસરથી સસ્‍પેન્‍ડ કરી દેવાયો છે. ગોંડલના ભવનાથનગરમાં રહેતા કોન્‍સ્‍ટેબલ ભગીરથસિંહ વાઘેલા દ્વારા તેના ઘરમાં ચાલતા મહીલાઓનાં જુગારધામ પર સોમવાર સાંજે રેન્‍જ આઇજીની સ્‍કોડ દ્વારા દરોડો પાડી જુગાર રમી રહેલી 13 મહીલાઓને 1,35,900ની રોકડ સાથે જડપી લઇ કાર્યવાહી કરાઇ હતી. ભવનાથનગર બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન હેઠળ આવતુ હોય ડી સ્‍ટાફની બેદરકારીને લઇને જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી જ્‍યારે જુગારધામ ચલાવી રહેલા ભગીરથસિંહ વાઘેલાને સસ્‍પેન્‍ડ કરી દેવાયો છે જયારે મદનસિંહ ચૌહાણ, શક્‍તિસિંહ જાડેજા,ઓમદેવસિંહ જાડેજા,સુરપાલસિંહ જાડેજા,મહીપાલસિંહ ચુડાસમા તથા હિતેન્‍દ્રસિંહ ગોહિલની રાજકોટ હેડ ક્વાટરમા બદલીનો હુકમ કરવામાં આવ્યો છે તમામ છ કર્મચારીઓને બેક રેફરન્‍સ વિના તત્‍કાલીન ફરજ પરથી છુટા કરી મોકલી આપવા હુકમ કરાયો હોય પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્‍યો છે એક બાજુ રેન્‍જ આઇજી દારુ,જુગાર સહિતની અસામાજીક પ્રવળત્તિઓ સામે આકરુ વલણ દાખવી રહ્યા હોય અસામાજીક તત્‍વો ભોંભીતર થઇ ગયા છે. બીજી બાજુ પોલીસ મેન દ્વારા જ હાઈપ્રોફાઈલ જુગારધામ ચલાવાતું હોય ચકચાર મચી જવા પામી છે.

You Might Also Like

દિલ્હીથી જામનગર લઇ જવાનો 2.37 કરોડનો બ્રાસ પાર્ટનો ભંગાર બારોબાર ચાઉં કરી ગયા

રાજકોટમાં મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ

કિશાનપરા ચોકમાં આવેલ ગ્રીન એપલ સ્પામાં ચાલતા કુટણખાના પર એ ડિવિઝન પોલીસનો દરોડો

રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર

બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
Next Article ” વેપન કાર્ટેલ ગેંગ “ના ગંજીવાડાના આરીફ સહીત વધુ 2 સાગરીત 3 પિસ્ટલ, 2 કાર્ટીસ સાથે ઝડપાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી
દિલ્હીથી જામનગર લઇ જવાનો 2.37 કરોડનો બ્રાસ પાર્ટનો ભંગાર બારોબાર ચાઉં કરી ગયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

દિલ્હીથી જામનગર લઇ જવાનો 2.37 કરોડનો બ્રાસ પાર્ટનો ભંગાર બારોબાર ચાઉં કરી ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
CRIME

રાજકોટમાં મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

કિશાનપરા ચોકમાં આવેલ ગ્રીન એપલ સ્પામાં ચાલતા કુટણખાના પર એ ડિવિઝન પોલીસનો દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?