By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ કોર્ટના પાર્કિંગમાં વકીલ પતિની પત્નીને ટાંટિયા ભાંગી નાખી, મારી નાખવાની ધમકી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટ કોર્ટના પાર્કિંગમાં વકીલ પતિની પત્નીને ટાંટિયા ભાંગી નાખી, મારી નાખવાની ધમકી
CRIME

રાજકોટ કોર્ટના પાર્કિંગમાં વકીલ પતિની પત્નીને ટાંટિયા ભાંગી નાખી, મારી નાખવાની ધમકી

Khaskhabar Editor
Last updated: 2026/07/02 at 3:23 PM
Khaskhabar Editor 2 months ago
Share
13 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

રાજકોટ કોર્ટ કેમ્પસમાં જ વકીલ પતિએ પત્ની પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે શીમલા ફરવા ગયેલા પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થયાં બાદ પરિણીતાને શીમલામાં એકલી મૂકી પતિ રાજકોટ પરત આવી ગયો હતો. બાદ સમાધાન અર્થે કોર્ટ ખાતે બોલાવી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં વકીલ પતિ વિરુદ્ધ પત્નીએ ફરિયાદ નોંધાવી છે. રાજકોટના રેલનગરમાં જાડેજા ચોક નજીક રહેતી પરિણીતા શિતલબેન પાટડીયાએ પતિ દીપેશભાઈ નવનીતભાઈ પાટડીયા વિરુદ્ધ યુનિવર્સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી છેલ્લા અઢી માસથી પતિ સાથે રહે છે. પતિ વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. 15 દીવસ પહેલા પતિ સાથે શિમલા તથા મનાલી ફરવા માટે ગઈ હતી. જયા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી પતિ તેણીને શિમલા ખાતે એકલી મુકી રાજકોટ પરત આવી ગયા હતા. બાદ તા.25ના સવારે તેણી ઘરે આવી હતી તેમના પતિ રાજલક્ષી સોસાયટી મોરબી રોડ ખાતે રહે છે બાદ મંગળવારે બપોરના પતિએ વોટસએપ કોલ કરી કહેલ કે, આપણી વચ્ચે શીમલા ખાતે થયેલી બોલાચાલી-ઝઘડાનું સમાધાન કરી નાખીએ અને બન્ને પતિ-પત્ની સાથે રહીએ. જે બાબતે વાતચીત કરવાં પતિએ નવી કોર્ટ ખાતે બોલાવી હતી. જેથી પતિને મળવા ગઈ હતી બન્ને કોર્ટના પાર્કીંગમા વાત કરતા હતા. ત્યારે પતિ તેના ફોનમાં મારો વિડીયો ઉતારતા હતા. જેથી તેણીએ પણ ફોનમાં વિડીયો ઉતારવાનુ ચાલુ કરતા પતિ ઉશ્કેરાઈને ગાળો આપવા લાગ્યો હતો બાદ મારે કામ છે તેમ કહી ત્યાથી પોતાનુ બાઈક લઈને જતો રહ્યો હતો. જેથી તેણીએ બાઈકમાંથી ચાવી કાઢી લેતા પતિ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેથી રાડારાડી થતા માણસો ભેગા થઈ જતા વધુ મારમાથી બચાવેલ હતી. બાદ જો તુ મારા કે મારા પરીવાર વિરુધ્ધ ફરીયાદ કરીશ તો હું તારા ટાટીયા ભાંગી જાનથી મારી નાખીશ તેમ કહી પતિ જતો રહેલ હતો
જે બાદ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ થઇ હતી અને બાદમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

રતનપર પાસે મંદિર પ્રવેશ બાબતે પરિવારને હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી : ચાર સામે ફરિયાદ

રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન હેઠળના રતનપરના પાટિયા પાસે આવેલ જલારામ સોસાયટીમાં મંદિર પ્રવેશને લઈને ગંભીર વિવાદ સામે આવ્યો છે સોસાયટીમાં રહેતા અનુસૂચિત જાતિના સપનાબેન જાદવ નામના મહિલા સરપંચની સલાહ બાદ સોસાયટીના સાર્વજનિક હનુમાનજી મંદિરે ગયા હતા. આ બાબતની અદાવત રાખીને સોસાયટીમાં જ રહેતા રાજુભાઈ રામાવત, મયૂર રામાવત, હેતલબેન ભલસોડ અને ચંદ્રેશભાઈ ભલસોડે મહિલા અને તેમના પરિવાર સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો. જ્યારે પીડિત મહિલાના પતિ રાજેશભાઈ અને તેમના પુત્રએ આ શખ્સોને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આરોપીઓએ જાહેરમાં અપશબ્દો બોલી જ્ઞાતિ પ્રત્યે ભારે અપમાનિત કર્યા હતા. આરોપી રાજુભાઈએ પીડિતનો કોલર પકડી હવે પછી જો મંદિરના પગથિયાં ચડશો તો ટાંટિયા ભાંગી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી આ ઘટનાથી ભયભીત થયેલો પરિવાર શરૂઆતમાં પોલીસ પાસે પહોંચ્યો ન હતો, પરંતુ સમાજના આગેવાનોની હિંમત બાદ અંતે કુવાડવા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તથા બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

પેલેસ રોડ પર રીક્ષા આડે કાર નાખી વ્યંઢળ મીરા દેએ ગોપી દેના શિષ્યને માર માર્યો : બે સામે ફરિયાદ

- Advertisement -

રાજકોટના પેલેસ રોડ પર વ્યંઢળને રસ્તામાં રોકી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે આ મામલે એ-ડિવિઝન પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજકોટના રામનાથપરામાં બોઘાણી શેરીમાં રહેતી સમીરા દે ગોપી દેએ એ-ડિવિઝન પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જ્યુબિલી ચોકથી કોઠારિયા મેઈન રોડ તરફ રિક્ષામાં ખુશ્બુ દે સાથે જઈ રહી હતી. સાંજે પેલેસ રોડ પર પહોંચતા પરાપીપળિયા ગામના મકસુદ શબીરભાઈ શેખ અને મીરા દે કાળા રંગની સ્કોર્પિયો કાર લઈને આવ્યા હતા. આરોપીઓએ રિક્ષાની આગળ કાર ઊભી રાખી રિક્ષા રોકાવી હતી બંને આરોપીઓએ રિક્ષાચાલક અમનભાઈ તેમજ સમીરા દેને અપશબ્દો બોલ્યા હતા. ત્યાર બાદ મીરા દે ઝપાઝપી કરી ધક્કો મારતાં સમીરા દે રિક્ષા સાથે અથડાઈ ગયા હતા અને ધોલ-ધપાટનો માર માર્યો હતો. એટલું જ નહીં, બે દિવસમાં તારા ઘરે આવી જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. દરમિયાન ખુશ્બુ દે વચ્ચે પડતાં તેમને પણ ગાળો આપવામાં આવી હતી. આસપાસ લોકો એકત્ર થતાં બંને આરોપીઓ સ્કોર્પિયો લઈને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે સમીરા દેની ફરિયાદ આધારે એ-ડિવિઝન પોલીસેઆ બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધરમનગર પાસેથી MD ડ્રગ સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો : 59 હજારનો મુદ્દામાલ જપ્ત

રાજકોટના નાણાવટી ચોક નજીક આવેલ ધરમનગર આવાસ યોજના ક્વાર્ટર નજીકથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે યુપીનો કેરિયર ઝડપાયો હતો. ત્રણ ગ્રામ એમડી ડ્રગ્સ, મોબાઈલ અને એક્ટિવા મળી યુનિ. પોલીસે કુલ 59 હજારનો મુદ્દામાલ કબજે કરી તપાસ જારી રાખી છે. જાણવા મળતી વિગતો મુજબ સુનિલ અનંતકુમાર પ્રસાદ નામનો શખ્સ માદક પદાર્થના જથ્થા સાથે જીજે-03-એચએફ-8026 નંબરનું એક્ટિવા સ્કૂલટર સાથે ધરમનગર આવાસ યોજના રોડ પર ખોડિયાર ડેરી ફાર્મ નજીકથી પસાર થવાની બાતમી મળતા યુનિવર્સિટી પોલીસે વોચ ગોઠવી હતી અને રાત્રિના એક્ટિવા સાથે પસાર થતા સુનિલને અટકાવીને તપાસ કરી હતી. પોલીસે સુનિલ પ્રસાદની અંગઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી બે પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી હતી. જેમાં મેફેડ્રોન હોવાનું સામે આવતા યુનિવર્સિટી પોલીસે 9 હજારની કિંમતનો 3.00 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરી પેડલર સુનિલ પ્રસાદની ધરપકડ કરી હતી. પોલીસે ડ્રગ્સ, મોબાઈલ અને વાહન મળી 59,370નો મુદ્દામાલ કબજે કર્યો હતો. છેલ્લા એકાદ મહિનાથી ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાની કબૂલાત કરી હતી.

ભાયાસર ગામે બે જૂથ વચ્ચે મારામારી, ત્રણને ઈજા : બંને પક્ષના ૧૪ શખ્સ સામે ફરિયાદ

રાજકોટ તાલુકાના ભાયાસર ગામે ગટર લાઈન અને ગાળો બોલવા બાબતે દશ-પંદર દિવસ જૂની અદાવતમાં ગઈરાત્રે બે જૂથો સામસામે આવી ગયા હતા. લાકડાના ધોકા અને લોખંડના પાઈપ જેવા હથિયારો વડે થયેલા આ સશસ્ત્ર હુમલામાં કલ્પેશ બાવળિયા અને મયુર ચાવડા સહિતના લોકોને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આજીડેમ પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભાયાસર ગામે રહેતા મહેશભાઈ બાવળિયાએ મનુ ચાવડા, બહાદુર, કાળુ, મસા, લાલો, સંદીપ અને મયુર ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે. તેઓનો આક્ષેપ છે કે આરોપીઓએ એકસંપ થઈ લાકડાના ધોકા વડે હુમલો કરી કલ્પેશ, દેવજી અને રસીકભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામા પક્ષે મયુરભાઈ ચાવડાએ દેવજી બાવળિયા, રસીક, રજની, મહેશ, મનુ, કમલેશ અને મુકેશ બાવળિયા સામે વળતી ફરિયાદનોંધાવી છે. મયુરનો આક્ષેપ છે કે આરોપીઓએ પાઈપ વડે હુમલો કરી તેને માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી. પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પીએસઆઈ વી.કે. ગામેતીને તપાસ સોંપી છે.

છાપરા ગામે મૈત્રી કરાર કરનાર યુવતીને દહેજ મામલે સાસરિયાઓએ માર મારી કાઢી મુકી : પ્રેમી સહીત સાત સામે ફરિયાદ

રાજકોટ જીલ્લાના લોધીકા નજીક મેટોડામાં રહેતી યુવતીને છાપરા ગામે પાનની દુકાન ચલાવતા યુવક સાથે મૈત્રી કરાર કર્યા બાદ પ્રેમી અને તેના પરીવારે દહેજની માંગ કરી મારકુટ કરી તરછોડી દિધાની ફરીયાદ કરતા પોલીસે પ્રેમી સહીત સાત શખ્સો સામે ગુનો નોધી કાર્યવાહી કરી છે. મેટોડામાં રહેતી ચેતનાબેન કાન્તીભાઈ દાફડા નામની યુવતીએ તેના પ્રેમી યોગેશ માધાભાઇ સોંદરવા તેનો ભાઈ કેતન, રાકેશ, તેની બહેન કાજલ, ભાભી શીતલ રાકેશ સોંદરવા, તેની માતા ગંગાબેન માધાભાઈ સોંદરવા અને પિતા માધાભાઈ સોંદરવા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તે અગાઉ ત્રણેક વર્ષથી છાપરા ગામે કારખાનમાં કામે જતી હતી ત્યા નજીકમાં પાનની દુકાને નાસ્તો લેવા જતી હોય જેથી યોગેશ સાથે પરીચય થયો હતો. બાદમાં બન્ને એકબીજા મોબાઈલમાં વાતચીત કરતા હોય ત્યારબાદ પ્રેમસંબધ થતા બન્નેએ એક વર્ષ પુર્વે ઘેરથી નિકળી જઈ એકબીજાની મરજીથી મૈત્રી કરાર કરી સાથે રહેતા હતા. બાદમાં થોડા સમય બાદ યોગેશના પરીવારના લોકો અવાર નવાર ઝઘડાઓ કરતા હતા અને તારા પિતા પાસેથી પૈસા અને દાગીના લઈ આવીશ તો જ તને રાખશુ કહી હેરાન કરી ઘેથી કાઢી મુકતા તે માવતરના ઘેર આવી ફરીયાદ કરતા જમાદાર અજયભાઈ સહીતે ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

લક્ષ્મીનગર મેઈન રોડ પર લોન-દાગીના બાબતે કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી પરિવારને મારી નાખવાની ધમકી

રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ પર રહેતા પાયલબેન ઈશ્વરભાઈ પરમાર ઉ.28એ મિત હિતેષભાઇ હાથી, નિશિલ ઉર્ફે નિર્ભય ચેતનભાઈ હાથી, આદિત્ય ભાવેશભાઈ વાઘેલા અને હર્ષ કાચા સામે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.9ના રોજ રાત્રીના બધા ઘરે હતા અને મારા મોટા બાપુના પરીવારના સભ્યો પણ ઘર હતા ત્યારે અમારા ઘર નીચેથી ગાળા ગાળીનો અવાજ આવતો હોય હું તથા મારી બહેન નીચે ઉતરીને જોયુ તો મારો મોટા બાપુના દીકરા હર્ષ અને રવિરાજસિંહ રાઠોડ કે જે અમારા સંબંધી છે. તેની સાથે મીત, નિષીલ અને આદિત્ય જેઓ પહેલા અમારા ઘર પાસે ઘણા વર્ષથી રહેતા હતા જેથી હું તેને ઓળખુ છુ અને એક અજાણ્યો વ્યક્તિ તેની સાથે માથાફુટ અને ગાળા ગાળી કરતા હોય અને આ મીત તથા નિષીલ બંને મારા ભાઈ હર્ષને ગાળો બોલતા હતા અને આ મીત છરી રાખીને કહેતો હતો કે તે મારા વિરુધ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ છે. તે પાછી ખેંચી લે નહીતર તને જીવતો રહેવા નહી દવ તેવી ધમકી આપી હતી અને રવિરાજસિંહ આ બધાને સમજાવતા હતા ત્યારે આ નિષીલ પણ ગાળો બોલીને તેને ઘમકાવતો હતો જેથી હું વચ્ચે આવીને છોડવતી હતી ત્યારે આ ચારેયએ અમારા પરીવારને ભુંડી ગાળો બોલીને મારી નાખવાની ઘમકી આપીને ત્યાથી જતા રહ્યા હતા મારા મોટા બાપુના દીકરા હર્ષ પરમારે મીત હીતેષભાઈ હાથી વિરૂધ્ધ ગાંધીગ્રામ પો.સ્ટેમાં લોન અને દાગીના બાબતે ફરીયાદ કરી હોય જે બાબતનો ખાર રાખી ધમકી દીધી હોય ફરિયાદ નોંધાવી હતી.

યુવરાજનગરમાં રસ્તાના હલણ પ્રશ્ને મહિલા ઉપર પાડોશીનો છરીથી હુમલો

રાજકોટના રાંદરડા તળાવ પાસે યુવરાજનગરમાં રહેતા ભારતીબેન ધનજીભાઈ પરમાર ઉ.46એ પાડોશી નાજુભાઈ કિશનભાઇ સોલંકી સામે આજી ડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત બપોરે હું ઘરની બહાર કચરો ફેંકવા ગયેલ ત્યારે બાજુમાં રહેતા નાજુ મારી સાથે બોલાચાલી કરવા લાગેલ અને મને ગાળો આપવા લાગેલ તો મેં તેમને સમજાવેલ પરંતુ તે સમજેલ નહીં જેથી હું મારા ઘરે જતી રહેલ અને નાજુ થોડીવાર બાદ મારા ઘરે છરી લઈને આવેલ અને મને ગાળાગાળી કરી માથાના ભાગે તથા કાન ઉપર અને બંને હાથમાં છરી મારી દીધી હતી મને ઈજા થતાં માણસો ભેગા થઈ જતા 108 મારફતે મને સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે દાખલ કરી હતી આ બનાવનું મુખ્ય કારણ એવું છે કે આ નાજુભાઈને અમારી માલિકીનું અમારી બાજુનું મકાન વેચાતું આપેલ હોય જેમાં અવરજવર કરવાના રસ્તા બાબતે મારે તથા નાજુને બોલાચાલી ઝઘડો થતો હોય તેનો ખાર રાખી મને છરી વડે માર માર્યો હોય ફરિયાદ નોંધાવી હતી.

ગંજીપતા અને મોબાઈલમાં જુગારના 3 કેસમાં 6 ઝડપાયા

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે નવાગામ આણંદપર ગામે ઢોરા પાસે દરોડો પાડી જુગાર રમતા સંજય નરશીભાઈ દેગામા, વિશાલ પ્રવીણભાઈ ભખોડિયા, મહેશ નરશીભાઈ દેગામા અને રાજેશ જીતેશભાઇ ભખોડીયાની ધરપકડ કરી રોકડા 32,250 કબ્જે કર્યા છે આ ઉપરાંત પીસીબી પીઆઇ એમ આર ગોંડલિયાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના વાલજીભાઇ જાડા અને કિરતસિંહ ઝાલાને મળેલી બાતમી આધારે રેસકોર્ષ આર્ટ ગેલેરી પાસે દરોડો પાડી મોબાઈલમાં કેસિનોમાં જુગાર રમતા જંક્શન પ્લોટમાં રહેતા માનવ પવનકુમાર લાખાણીની ધરપકડ કરી 5000નો મોબાઈલ કબ્જે કર્યો છે આ ઉપરાંત પીસીબીના યુવરાજસિંહ રાણા અને વિજયભાઈ મેતાને મળેલી બાતમી આધારે બીજો દરોડો સ્વસ્તિક પાર્ટી પ્લોટ પાસે પાડી મોબાઈલમાં આઈડી ઉપ્પર વિવિધ રમતમાં જુગાર રમતા જામનગરના હર્ષ વલ્લભભાઈ ડેડાણિયાની ધરપકડ કરી 10 હજારનો મોબાઈલ કબ્જે કર્યો હતો.

You Might Also Like

રાજકોટમાંથી મોંઘા સ્પોર્ટ્સ બાઈક ચોરી લેતી રાજસ્થાની ગેંગ ઝડપાઇ

7 કરોડનું કામ ઉતારવાના નામે કથિત પત્રકાર પરાગ પ્રજાપતિએ સાત શખ્સો પાસેથી 7 લાખ પડાવ્યા

નાના ભાઈના ધામધૂમથી લગ્ન કરવા ચોરીને અંજામ આપનાર ઘાંટવડીયા ગેંગ ઝડપાઇ

રાજકોટમાં માતાના વિયોગમાં બેસણાના એક દિવસ પૂર્વે પુત્રએ સેલફોસનો પાવડર પી કર્યો આપઘાત

ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
Next Article ધોરાજીમાં બનતી હતી નકલી વિમલ અને નકલી બાગબાન તમાકુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

રાજકોટમાંથી મોંઘા સ્પોર્ટ્સ બાઈક ચોરી લેતી રાજસ્થાની ગેંગ ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

7 કરોડનું કામ ઉતારવાના નામે કથિત પત્રકાર પરાગ પ્રજાપતિએ સાત શખ્સો પાસેથી 7 લાખ પડાવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

નાના ભાઈના ધામધૂમથી લગ્ન કરવા ચોરીને અંજામ આપનાર ઘાંટવડીયા ગેંગ ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?