જિલ્લામાં 3 મહિનામાં આપઘાતનો પ્રયાસ કરનાર 217 લોકોનું કાઉન્સલીંગ કરાયું
માથાભારે તત્વો – વ્યાજખોરો અંગે પોલીસને માહિતી આપવા રેન્જ આઇજીની અપીલ
- Advertisement -
રાજકોટ જિલ્લા પોલીસવડા દ્વારા આજથી એસપી કચેરી કહતે પ્રેરણા નવા જીવનની અંતર્ગત એક પ્રેરણાદાયી પહેલ શરુ કરવામાં આવી છે જેમાં રાજકોટ જિલ્લામાં 3 મહિનામાં આપઘાતનો પ્રયાસ કરનાર 217 જેટલા લોકોને બોલાવીને તેમને યુનિવર્સીટીના સાયકોલોજી વિભાગના વડા તેમજ રિસર્ચ કરતા છાત્રો દ્વારા કાઉન્સલીંગ કરવામાં આવ્યું હતું તેઓ ભવિષ્યનો અને પરિવારનો વિચાર કરી આપઘાતનો વિચાર મનમાંથી કાઢી નાખે તે હેતુસર તેમને મોટીવેટ કરવામાં આવ્યા હતા આ તકે માથાભારે તત્વો તેમજ વ્યાજખોરો હેરાન કરતા હોય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા રેન્જ આઇજીએ અપીલ પણ કરી હતી.
રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા એસપી કચેરી ખાતે આજથી પ્રેરણા નવા જીવનની અંતર્ગત હેલ્પ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે જેમાં 3 મહિનામાં રાજકોટ જિલ્લામાં આપઘાતનો પ્રયાસ કરનાર 217 લોકોને બોલાવવામાં આવ્યા હતા આ તમામ લોકોને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સાયકોલોજી વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, પ્રોફેસર અને અભ્યાસ કરતા યંગ છાત્રો દ્વારા કાઉન્સલીંગ કરવામાં આવ્યા હતા વધુમાં જણાવ્યું હતું કે આ તમામ લોકોએ ક્યાં કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો હતો તે જાણવા અને તેના પ્રશ્નનો ઉકેલ લાવવા યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું આમ છતાં તેમને જો જરૂર જણાય તો શહેર – જિલ્લાના તજજ્ઞ સાયક્યાટ્રીક તબીબ પાસે મોકલી યોગ્ય નિદાન કરવામાં આવશે કોઈપણ વ્યક્તિ આપઘાત કરતા પહેલા પરિવારનું અને બાળકોના ભવિષ્યનું વિચારે તે જરૂરી છે આવું પગલું ભરતા પહેલા નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે આ ઉપરાંત કોઈપણ નાગરિકને માથાભારે તત્વો કે વ્યાજખોરો જો કનડગત કરતા હોય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે પોલીસ હંમેશા આપના માટે ખડેપગે છે જેથી કોઈપણ પગલું ભરતા પહેલા પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.




