By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    3 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    4 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    5 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    6 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    2 days ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    2 days ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    3 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    3 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    5 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    6 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
રાજકોટ

સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના

Khaskhabar Editor
Last updated: 2026/06/18 at 2:23 PM
Khaskhabar Editor 4 months ago
Share
6 Min Read
SHARE

નર્મદાનું ૧.૪૩ લાખ મિલિયન ઘન ફૂટ પાણી છોડાયું અને સૌરાષ્ટ્રના જળસ્ત્રોતોનું થયું પુનર્જીવન

ત્રણ તબક્કાની સફર : ૧,૩૭૧ કિમીની પાઇપલાઇન ૧૧ જિલ્લા, ૧૧૫ જળાશયો થી લઈને ૮૦ લાખની વસ્તી સુધી પહોંચ્યુ ‘માં નર્મદાનું અમૃત’

- Advertisement -

નર્મદાના નીરે બદલી સૌરાષ્ટ્રની તકદીર: હેમુ ગઢવી હોલથી શરૂ થયેલો સંકલ્પ બન્યો પ્રકલ્પ

ગુજરાતના વિકાસ ઇતિહાસમાં કેટલીક યોજનાઓ એવી છે, જે માત્ર સરકારી પ્રોજેક્ટ નથી હોતી, પરંતુ લાખો લોકોના જીવનમાં ખુશીઓનો નવો સૂર્યોદય લાવનારી ક્રાંતિ બની જાય છે. “સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના” એટલે કે “સૌની યોજના” એવી જ એક ઐતિહાસિક, સંવેદનશીલ અને દૂરગામી અસર ધરાવતી ભગીરથ યોજના છે, જેણે વર્ષો સુધી પથરાળ જમીન અને પાણીની આકરી અછતનો સામનો કરનારા ગૌરવવંતા સૌરાષ્ટ્રને વિકાસ અને સમૃઘ્ઘિની જીવનધારા આપી છે.”૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” – આ માત્ર કોઈ સૂત્ર નથી, પણ સૌરાષ્ટ્રની બદલાયેલી તસ્વીરની જીવંત ગાથા છે! આ ઐતિહાસિક જળ-ક્રાંતિની ભવ્ય જાહેરાત વર્ષ ૨૦૧૨માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને આપણા લોકપ્રિય વડાપ્રધાન  નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતેથી “નમામિ દેવી નર્મદે” ના જયઘોષ સાથે કરવામાં આવી હતી. તેમના આ વિઝનરી સંકલ્પને જમીન પર ઉતારી પ્રકલ્પ બનાવવા માટે વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન “સૌની યોજના” નો એક અડીખમ અને મજબૂત પાયો નખાયો.
વિતેલા આ ૧૨ વર્ષોમાં જન-જનના વિશ્વાસ અને સરકારના અવિરત પરિશ્રમનો એવો સમન્વય સર્જાયો છે, જે આજે સમગ્ર સૌરાષ્ટ્રની સૂકીભઠ્ઠ ધરતી અને લાખો પરિવારો માટે સાક્ષાત્ ગંગા અવતરણ જેવો પરમ આશીર્વાદરૂપ સાબિત થયો છે.આ ઐતિહાસિક પરિવર્તન પાછળ ગુજરાત સરકારની દૃઢ ઇચ્છાશક્તિ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીએ મહત્વનો ફાળો ભજવ્યો છે. મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે નર્મદાના વધારાના પાણીનો મહત્તમ ઉપયોગ કરી સૌરાષ્ટ્રની જરૂરિયાત પૂરી કરવાનો સંકલ્પ કર્યો હતો.

- Advertisement -

૧૧ જિલ્લા, ૭૩૧ ગામો અને ૩૧ શહેરોને જોડતી યોજના
આજે આ યોજના સૌરાષ્ટ્રના ખૂણે-ખૂણે પહોંચી છે. જેમાં રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર સહિતના ૧૧ જિલ્લાઓ આવરી લેવાયા છે. વર્તમાન સમયમાં સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ૭૩૧ ગામો અને ૩૧ શહેરોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ધરતીપુત્રોના કલ્યાણ માટે ૯૭૦ થી વધુ ગામોને આ યોજના હેઠળ આવરી લેવાયા છે, જેનાથી ૮,૨૪,૮૭૨ એકર જેટલા વિશાળ વિસ્તારમાં પિયત અને પીવાના પાણીનો પ્રકલ્પ સાકાર થયો છે. સૌરાષ્ટ્રના ૧૧૫ હયાત જળાશયોને આ યોજના હેઠળ જોડીને સિંચાઈ વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવામાં આવી છે.
૧,૩૭૧ કિલોમીટર લાંબી પાઇપલાઇનની ૪ મજબૂત કડીઓ

સમગ્ર સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવા માટે આ ભગીરથ પ્રોજેક્ટને મુખ્ય ચાર લિંકમાં વહેંચવામાં આવ્યો છે, જે ગ્રાઉન્ડ લેવલ પર નર્મદાના નીર પહોંચાડે છે:
• લિંક-૧ (મોરબીથી દેવભૂમિ દ્વારકા – ૨૦૮ કિમી): આ લિંક મોરબીના મચ્છુ-૨ ડેમથી શરૂ થઈ દેવભૂમિ દ્વારકાના સાની બંધ સુધી લંબાય છે. આ લિંક હેઠળ આયોજન મુજબ મોરબી, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૩૦ જળાશયોને જોડવાની કામગીરી પૂર્ણ કરાઈ છે. (મુખ્ય ડેમ: મચ્છુ-૧ અને ૨, આજી-૩, સાની બંધ, ઉંડ-૧, ૨ અને ૩, આજી-૪ અને ડાઇ મીનસર).
• લિંક-૨ (સુરેન્દ્રનગરથી અમરેલી – ૨૯૯ કિમી): સુરેન્દ્રનગરના લીંબડી-ભોગાવો-૨ ડેમથી અમરેલીના રાયડી ડેમ સુધી જાય છે. જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાના આયોજન મુજબના ૧૯ જળાશયોને જોડવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. (મુખ્ય ડેમ: લીંબડી-ભોગાવો-૨, વડોદ, કૃષ્ણસાગર, ભીમનાથ, સુખભાદર, શેત્રુંજી, રજાવળ, માલણ અને રાયડી ડેમ).
• લિંક-૩ (સુરેન્દ્રનગરથી જામનગર – ૨૯૯ કિમી): સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમથી જામનગરના વેણુ-૧ ડેમ સુધી કનેક્ટિવિટી આપે છે. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર તથા દેવભૂમી દ્વારકા જિલ્લાના આયોજન મુજબના ૩૧ જળાશયોને જોડી દેવાયા છે. (મુખ્ય ડેમ: ધોળીધજા, આજી-૧, ૨, ન્યારી-૧, ૨, ભાદર-૧, વેણુ-૧, ૨, ફોફળ, મોજ અને વેરી બંધ).
• લિંક-૪ (સુરેન્દ્રનગરથી ગીર સોમનાથ – ૫૬૫ કિમી): આ યોજનાની સૌથી લાંબી લિંક છે જે લીંબડી-ભોગાવો-૨ ડેમથી શરૂ થઈ છેક ગીર સોમનાથના હીરણ-૨ બંધ સુધી પહોંચે છે. આ આયોજન હેઠળ સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લાના ૩૫ જળાશયોની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. (મુખ્ય ડેમ: હીરણ-૧ અને ૨, ઓઝત-૨, ઓઝત-વેર પ્રોજેક્ટ, ધ્રાફડ, મધુવંતી, શિંગોડા, રાણાવાવ, કાલીન્દ્રી અને અમીપુર).
ત્રણ તબક્કાની સફર

પ્રથમ તબક્કો: આ પ્રારંભિક ચરણમાં ૨૩૧ કિમી લંબાઈની ટ્વીન પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરીને ૧૬ જળાશયો દ્વારા આશરે ૧,૬૬,૦૦૫ એકરમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ. તેમજ ૫ મહત્વના જળાશયો થકી ૪ શહેરી વિસ્તારો અને ૪૯૦ ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું.

બીજો તબક્કો: સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લાના ૫૭ જળાશયોમાં નર્મદાના નીર વહાવીને ૩,૭૭,૮૫૧ એકર વિસ્તારમાં સિંચાઈ વધુ સુદૃઢ કરાઈ અને આ સાથે ઘરગથ્થુ વપરાશ માટે અંદાજે ૮૦ લાખની જનમેદનીને પાણી સુલભ કરાવવામાં આવ્યું.

ત્રીજો તબક્કો: આ અંતિમ ચરણમાં બાકી રહેતા કુલ ૪૨ જળાશયોને જોડવાની અતિ જટિલ કામગીરી હાથ ધરાઈ, જેના લીધે સૌરાષ્ટ્રના ૯ જિલ્લાના જળાશયો મારફતે વધુ ૨,૮૧,૦૧૬ એકર જમીનમાં હરિયાળી ક્રાંતિના મંડાણ થયા.
પાણી વિતરણના આંકડા અને સુખદ પરિણામો: યોજનાની શરૂઆતથી લઈને ચાલુ વર્ષ મે-૨૦૨૬ સુધીમાં, છેલ્લા ૯ વર્ષ દરમિયાન ૨૫ મુખ્ય પમ્પિંગ સ્ટેશન અને ૮ ફીડર પમ્પિંગ સ્ટેશનોના અવિરત પરિશ્રમથી સૌરાષ્ટ્રના ૧૦૧ જળાશયો, ૨૧૦ ગ્રામ તળાવો અને ૧૬૦૦ જેટલા ચેકડેમોમાં અંદાજીત ૧,૪૩,૯૯૦ મિલિયન ઘન ફૂટ નર્મદાના નીર ઠાલવવામાં આવ્યા છે. જેના પરિણામે અંદાજે ૭ લાખ એકર જમીન લીલીછમ બની છે અને ૮૦ લાખથી વધુ લોકોને પીવાના મીઠા પાણીની ભેટ મળી છે. ગૌરવની વાત એ છે કે, આ યોજના દ્વારા અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના મુખ્ય જળસ્ત્રોત સમાન આજી-૧, ન્યારી-૧, વેરી તળાવ, રણજીતસાગર, કૃષ્ણસાગર, બોર તળાવ અને આલણસાગર જેવા જળાશયોમાં માત્ર પીવાના પાણી માટે જ કુલ ૨૦,૪૬૦ એમ.સી.એફ.ટી. પાણી છોડાયું છે. પરિણામે રાજકોટ, ભાવનગર અને જામનગર જેવા મહાનગરો તેમજ તેની આસપાસના સેંકડો ગામડાઓની ઉનાળાની આકરી પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. “સૌની યોજના” એ માત્ર પાણી વહેવડાવતી પાઇપલાઇન નથી, પણ તે સૌરાષ્ટ્રના આત્મસન્માન, સમૃદ્ધિ, વિશ્વાસની, વિકાસની અને જનકલ્યાણની લોકભાગીદારી દર્શાવે છે.


You Might Also Like

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

રાજકોટના વોર્ડ નં. ૭માં એલ.આઈ.સી. અને જનકલ્યાણ સોસાયટીમાં ડી.આઈ. પાઈપલાઈનનું ખાતમુહૂર્ત

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
Next Article રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?