યોગી આદિત્યનાથ કાલે રામમંદિર જશે, ચંપત રાયથી અંતર જાળવ્યું
અજય રાયે કહ્યું- ચોરીમાં મોટા માથાની સંડોવણીઃ SIT ચોથા દિવસે પણ તપાસ માટે પહોંચી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
રામ મંદિરમાં ચઢાવામાંથી ચોરી અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે, મુખ્યમંત્રી યોગી શુક્રવારે અયોધ્યાની મુલાકાત લેશે. તેઓ રામ મંદિરમાં પૂજા-દર્શન કરશે, પરંતુ મંદિર ટ્રસ્ટનાં મહાસચિવ ચંપત રાય તેમના કાર્યક્રમમાં સામેલ થશે નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલ પ્રોટોકોલમાં આ બાબતનો ઉલ્લેખ છે. પત્રના મુદ્દા નંબર ૨૯માં ચંપત રાયને જણાવવામાં આવ્યું છે કે યોગીના રામમંદિર કાર્યક્રમ માટે કોઈ અન્ય વ્યક્તિને પોતાના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરે. ડયુટી મેજિસ્ટ્રેટને આ અંગે જાણ કરવા જણાવાયું છે.
અયોધ્યામાં રામ મંદિરના ચઢાવામાં ચોરીના કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમએ ગુરુવારે. ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાને બોલાવ્યા છે. આ માહિતી સૂત્રો પાસેથી મળી છે. તપાસ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે ચઢાવાની રકમની ગણતરી અને તેનાથી સંબંધિત કર્મચારીઓની નિમણૂક અંગે ઘણા સવાલો ઉભા થયા છે. આ જ કડીમાં ડો. અનિલ મિશ્રાનું નામ સામે આવ્યા બાદ તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. બુધવારે તપાસ ટીમે બેંક અધિકારીઓ અને નોટોની ગણતરી સાથે સંકળાયેલી ખાનગી એજન્સીના પ્રતિનિધિઓની પૂછપરછ કરી. આ દરમિયાન બેંક સ્ટેટમેન્ટ અને નાણાકીય રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અત્યાર સુધી આ મામલે ૫૦થી વધુ લોકોની પૂછપરછ કરી ચૂકી છે. ૧૬ જૂને ટ્રસ્ટનાં મહાસચિવ ચંપત રાય અને મંદિર નિર્માણ પ્રભારી ગોપાલ રાવની ચાર-ચાર કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓ હાલમાં સમગ્ર ઘટનાક્રમની કડીઓ જોડવામાં વ્યસ્ત છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો રિપોર્ટ આવ્યા બાદ આ મામલે મોટી વહીવટી અને કાનૂની કાર્યવાહીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોએ દાવો કર્યો છે કે કાશી વિશ્વનાથ મંદિરની જેમ અયોધ્યા રામ મંદિરમાં પણ CEOની નિમણૂક થઈ શકે છે. સરકાર નાણાકીય પારદર્શિતા અને જવાબદારીને મજબૂત બનાવવા માટે આ પગલું ભરી શકે છે. રામ મંદિરમાં ચોરીના વિવાદ વચ્ચે, મુખ્યમંત્રી યોગી શુક્રવારે અયોધ્યાની મુલાકાત લેશે. તેઓ રામ મંદિરમાં પૂજા કરશે, પરંતુ મંદિર ટ્રસ્ટનાં મહાસચિવ ચંપત રાયને કાર્યક્રમમાં હાજરી ન આપવા કહેવામાં આવ્યું છે.




