By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    9 hours ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    3 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    3 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    4 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    8 hours ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    9 hours ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    1 day ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    1 day ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    9 hours ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    1 day ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    4 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    9 hours ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    10 hours ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    10 hours ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    1 day ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટ્રાફિક નિયમો ભંગ કરનારા સાવધાન : વર્ષમાં 5થી વધુ ચલણ થતાં જ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ટ્રાફિક નિયમો ભંગ કરનારા સાવધાન : વર્ષમાં 5થી વધુ ચલણ થતાં જ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ
ગુજરાત

ટ્રાફિક નિયમો ભંગ કરનારા સાવધાન : વર્ષમાં 5થી વધુ ચલણ થતાં જ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ

Khaskhabar Editor
Last updated: 2026/06/17 at 1:34 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
3 Min Read
SHARE

કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારા

ઈ-ચલણ સામે વાંધો નોંધાવવા 45 દિવસની મુદત, સમયસર દંડ ન ભરાય તો વાહન પોર્ટલ પર વાહન બ્લોક થશે

- Advertisement -

ખાસ ખબર ન્યૂઝ અમદાવાદ

ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારા જાહેર કર્યા છે. નવા નિયમો હેઠળ ઈ-ચલણ સંબંધિત પ્રક્રિયાઓને વધુ પારદર્શક અને કડક બનાવવામાં આવી છે. ખાસ કરીને વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે હવે વધુ સખત કાર્યવાહી કરવામાં આવશે. નવા નિયમો મુજબ એક જ વર્ષમાં પાંચ કે તેથી વધુ વખત ચલણ મેળવનાર વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા સુધારાઓ મુજબ, કોઈ પણ વાહનચાલક અથવા વાહન માલિકને ઈશ્યુ થયેલા ઈ-ચલણ અંગે વાંધો હોય તો તે ચલણ જાહેર થયાની તારીખથી 45 દિવસની અંદર ઈ-ચલણ પોર્ટલ પર ઓનલાઈન રજૂઆત અથવા ફરિયાદ નોંધાવી શકશે. આ સમયગાળા દરમિયાન ફરિયાદ નહીં કરવામાં આવે તો ચલણ આપોઆપ સ્વીકારવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે.

ચલણની સ્વીકૃતિ બાદ આગામી 30 દિવસની અંદર દંડની રકમ ભરપાઈ કરવી ફરજિયાત રહેશે. જો આ સમયમર્યાદામાં દંડની ચૂકવણી નહીં કરવામાં આવે તો સંબંધિત વાહનને ‘વાહન પોર્ટલ’ પર “નો્ટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડ” શ્રેણીમાં મૂકીને બ્લોક કરવામાં આવશે. પરિણામે વાહન સંબંધિત વિવિધ વહીવટી સેવાઓ, જેમ કે નોંધણી પ્રમાણપત્રની કામગીરી, વાહન સંબંધિત અરજીઓ અને અન્ય પ્રક્રિયાઓ અટકી જશે. નિયમોમાં ફરિયાદ નિવારણ અંગે પણ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. જો ફરિયાદ નિવારણ સત્તાધિકારી વાહનચાલકની રજૂઆતને નકારી કાઢે, તો ચાલકે 30 દિવસની અંદર સંપૂર્ણ દંડ ભરવો પડશે અથવા દંડની રકમના 50 ટકા જમા કરાવી અદાલતમાં અપીલ કરવાની રહેશે. જો બંનેમાંથી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ચલણ સ્વીકૃત ગણાશે અને 15 દિવસની અંદર દંડ ભરવો પડશે. અન્યથા વાહનને પણ બ્લોક કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

- Advertisement -

નવા સુધારાઓમાં સૌથી મહત્ત્વપૂર્ણ અને કડક જોગવાઈ એવી છે કે એક જ વર્ષ દરમિયાન પાંચ કે તેથી વધુ વખત ચલણ મેળવનાર વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. સરકારનું માનવું છે કે આ પગલાથી વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો પર નિયંત્રણ આવશે અને માર્ગ સલામતીમાં વધારો થશે. રાજ્ય સરકારે ગુજરાતના તમામ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, બાકી રહેલા ઈ-ચલણની સમયસર ભરપાઈ કરવા તેમજ કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે સતર્ક રહેવાની અપીલ કરી છે. સરકારના જણાવ્યા મુજબ નવા નિયમોનો મુખ્ય હેતુ માર્ગ સલામતી મજબૂત બનાવવાનો અને ટ્રાફિક નિયમોના અમલને વધુ અસરકારક બનાવવાનો છે.

You Might Also Like

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ

મનપાના અધિકારીઓ અને એન્જિનિયરોને 24 ક્લાક શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ: ચોમાસાને લઈને ડિઝાસ્ટર પ્લાન તૈયાર

યાજ્ઞિક રોડ પર મહાપાલિકાનું મેગા ઓપરેશન: પાર્કિંગમાં નડતા પિલર્સ અને દબાણોનો સફાયો

યુનિ.રોડના ‘પિત્ઝા કન્ટ્રી કિચન’ માંથી વાસી પિત્ઝા બેઝ, ગ્રેવી, પાસ્તા,નુડલ્સનો નાશ કરાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
Next Article રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ
મનપાના અધિકારીઓ અને એન્જિનિયરોને 24 ક્લાક શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ: ચોમાસાને લઈને ડિઝાસ્ટર પ્લાન તૈયાર
યાજ્ઞિક રોડ પર મહાપાલિકાનું મેગા ઓપરેશન: પાર્કિંગમાં નડતા પિલર્સ અને દબાણોનો સફાયો
યુનિ.રોડના ‘પિત્ઝા કન્ટ્રી કિચન’ માંથી વાસી પિત્ઝા બેઝ, ગ્રેવી, પાસ્તા,નુડલ્સનો નાશ કરાયો
રંગીલા રાજકોટનો આજે 414મો સ્થાપના દિવસ: વિરાસત અને વિકાસનો અદભુત સંગમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

મનપાના અધિકારીઓ અને એન્જિનિયરોને 24 ક્લાક શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ: ચોમાસાને લઈને ડિઝાસ્ટર પ્લાન તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?