વડાપ્રધાન મોદી-ટ્રમ્પ ૫૦ સેકન્ડ મળ્યા : હગ નહીં માત્ર હાથ મિલાવ્યો
G-7 દેશોની બેઠકમાં સંબોધન : આજે ટ્રમ્પ-મોદીની સત્તાવાર દ્વીપક્ષી મંત્રણા પર સૌની નજર
- Advertisement -
ગઈકાલથી ફ્રાન્સના રણીયામણા-પર્વતીય શહેરમાં શરૂ થયેલી જી-7 દેશોની બેઠકમાં સૌની નજર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત પર હતી. મોદી કાલે સ્લોવેકીયાથી પરત ફરીને જી-7 દેશોની બેઠકમાં જોડાયા હતા તે અગાઉ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અહી આવી પહોંચ્યા હતા. બાદમાં જી-7 દેશોની શિખર પરિષદ પુર્વે બન્ને રાષ્ટ્રવડાઓની ટુંકી મુલાકાત થઈ હતી. બેઠક સમયે ટ્રમ્પ-મોદી બાજુ-બાજુમાં જ બેઠા હતા. એક સમયે મોદી-ટ્રમ્પની કેમેસ્ટ્રીથી અલગ દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. બન્ને નેતાઓ ગળે મળ્યા નહી.
અગાઉની મુલાકાત સમયે જે અત્યંત ઉષ્મા જોવા મળતી હતી તે ગાયબ હતી. બન્નેએ હસ્તધૂનન કર્યુ. 16 માસ બાદ અને ખાસ કરીને ટેરિફથી લઈ હોર્મુઝ જળમાર્ગમાં ભારતીય જહાજ પર અમેરિકી હુમલો ત્રણ ભારતીયોના મોત સહિતના તનાવ બન્ને દેશો વચ્ચે હાલ જોવા મળે છે. આજે સતાવાર રીતે મોદી-ટ્રમ્પ વચ્ચે દ્વીપક્ષી મંત્રણા થશે. ગઈકાલે ફરી 50 સેક્નડ મળ્યા હતા અને તે ઘણો સંકેત આપી ગયા હતા. વડાપ્રધાને આ ઉપરાંત માય ફ્રેન્ડ જેવા શબ્દો પણ તેમના ટવીટમાં લખ્યા નથી.
બાદમાં શિખર પરિષદના પ્રારંભીક ઉદબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વિશ્વના દેશો પરસ્પરનો ભરોસો એ સૌથી મોટી વ્યુહાત્મક સંપતિ છે પણ દુખની વાત એ છે કે દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે. હવે દાતા અને દાન લેનારની વિચારધારાથી આગળ વધવું પડશે. ગ્લોબલ સાઉથને માત્ર આર્થિક મદદની જરૂર નથી પણ ભાગીદારી પરસ્પર સન્માનની જરૂર છે. કોઈના પર નિર્ભરતા નહી, વડાપ્રધાને દુનિયા એક પરિવાર- માનવતા પહેલાના સિદ્ધાંત તથા એક પેડ માર્ક નામનો પણ ઉલ્લેખ કર્યો.




