પરમાણુ હથિયારો ન બનાવવાનું વચન, અમેરિકા-ઈરાનના 14 કરાર
અમેરિકા અને ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર કરાયેલા સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાનએ બુધવારે મોડી રાત્રે ડિજિટલ હસ્તાક્ષર કર્યા, જેની સાથે જ આ કરાર લાગુ થઈ ગયો. આ ડીલ સાથે સંકળાયેલા એક અમેરિકી અધિકારીએ બુધવારે રિપોર્ટરો સાથે થયેલી એક કોન્ફરન્સ કોલમાં 14 મુદ્દાવાળી ડીલની સંપૂર્ણ જાણકારી આપી છે. તે મુજબ હોર્મુઝને ફક્ત 60 દિવસ માટે મફત ખોલવાની વાત કહેવામાં આવી છે. તેમજ, ઈરાને પરમાણુ હથિયારો ન બનાવવાનો ભરોસો આપ્યો છે. તેના બદલામાં ઈરાન માટે 300 અબજ ડોલર (28 લાખ કરોડ રૂપિયા) નું ફંડ બનાવવામાં આવશે. અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે આ જાણકારી આપી. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે વચગાળાના કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ટ્રમ્પે બુધવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથેની બેઠક દરમિયાન પેરિસના પેલેસમાં આ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા.
- Advertisement -
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા કરાર
01 : તમામ મોરચે સંઘર્ષ સમાપ્ત થશે
02 : એકબીજાના આંતરિક મામલાઓમાં દખલ નહીં આપે
03 : 60 દિવસમાં અંતિમ કરારનું લક્ષ્ય
04 : અમેરિકા દરિયાઈ નાકાબંધી હટાવશે
05 : હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં આવશે
06 : ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
07 : ઈરાન પર લાગેલા આર્થિક પ્રતિબંધો હટાવવામાં આવશેઇ
08 : ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવશે
09 : બંને પક્ષો વર્તમાન સ્થિતિમાં બદલાવ નહીં કરે
10 : ઈરાની માલસામાનની નિકાસ પર છૂટ
11 : ઈરાનની ફ્રીઝ થયેલી સંપત્તિઓ મુક્ત થશે
12 : બંને દેશો મળીને દેખરેખ વ્યવસ્થા બનાવશે
13 : તરત જ તમામ મુદ્દાઓ પર વાતચીત શરૂ નહીં થાય
14 : અંતિમ કરારને UNSC મંજૂરી આપશે




